પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય પત્રકારત્વ દિવસના પ્રસંગે પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (પીસીઆઈ) દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રસંગે પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સુવર્ણજયંતિની ઉજવણી પણ થઈ હતી.
આ પ્રસંગે બોલતાં પ્રધાનમંત્રીએ અખબારી સ્વતંત્રતાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે, પ્રેસ સ્વનિયંત્રિત હોવું જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે, પ્રેસ પર બાહ્ય હસ્તક્ષેપ કે નિયમન ન હોવું જોઈએ.
પ્રધાનમંત્રીએ દેશના કેટલાંક વિસ્તારોમાં તાજેતરમાં પત્રકારોની હત્યા પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, પત્રકાર સત્ય હકીકત ઉજાગર કરવા પોતાનો જીવ ગુમાવી રહ્યાં છે અને આ અતિ ચિંતાજનક બાબત છે.
We remember how the press council ceased to exist during the Emergency. Things normalised after Morarji Bhai became PM: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 16, 2016
Media has played a very good role in furthering the message of cleanliness: PM @narendramodi #MyCleanIndia
— PMO India (@PMOIndia) November 16, 2016