India's energy future has four pillars - Energy access, energy efficiency, energy sustainability and energy security: PM at #IEF16
Our government believes in an integrated approach for energy planning and our energy agenda is inclusive: PM Modi
India's energy consumption will grow 4.5 % every year for the next 25 years, says PM Modi at #IEF16
We are entering to an era of energy abundance, says PM Modi at 16th International Energy Forum

સાઉદી અરેબિયાના ઊર્જા મંત્રી,

ભારતના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી,

આંતરરાષ્ટ્રીય ઊર્જા મંચના મુખ્ય સચિવ,

સન્માનિક પ્રતિનિધિમંડળ,

ભાઈઓ અને બહેનો,

ભારતમાં આપનું સ્વાગત છે.

16માં આંતરરાષ્ટ્રીય ઊર્જા મંચની મંત્રીસ્તરીય બેઠકમાં આપ સૌનું સ્વાગત છે.

ઊર્જાનું ઉત્પાદન અને વપરાશ કરતા દેશોના ઊર્જા મંત્રીઓ તથા સીઈઓના આ મંચમાં આટલી મોટી સંખ્યામાં આપની ભાગીદારી જોઈને મને અત્યંત આનંદ થયો છે.

જ્યારે વિશ્વમાં ઊર્જાના પૂરવઠા અને વપરાશમાં ભારે પરિવર્તનો આવ્યા છે ત્યારે આજે તમે વિશ્વના ઊર્જાના ભાવિ અંગે ચર્ચા કરવા માટે અહીં એકત્ર થયા છો.

  • ઊર્જા વપરાશમાં વૃદ્ધિના વલણો હવે ઓઈસીડી (OECD) દેશો એટલે કે મધ્ય પૂર્વ, આફ્રિકા અને એશિયાના વિકસતા દેશો તરફ વળ્યા છે.
  • ઊર્જાના તમામ સ્રોતોની તુલનામાં સોલર ફોટો-વોલ્ટેક ઊર્જા આર્થિક રીતે પરવડે તેવી બની રહી છે. એનાથી પૂરવઠાની પરિસ્થિતિમાં ભારે બદલાવ આવ્યો છે.
  • દુનિયામાં વિપુલ પ્રમાણમાં કુદરતી ગેસ ઉપલબ્ધ થયો છે. એલએનજી અને નેચરલ ગેસની ટકાવારી વધી રહી છે અને તે પ્રાથમિક ઊર્જા બાસ્કેટમાં યોગદાન આપી રહ્યાં છે.
  • અમેરિકા ટૂંક સમયમાં ઓઈલનો સૌથી મોટો ઉત્પાદક દેશ બની રહેશે. એવી ધારણા રાખવામાં આવે છે કે આગામી થોડા દાયકાઓમાં તે વધારાની માંગના ખૂબ મોટા જથ્થાને પહોંચી વળશે.
  • ઓઈસીડી દેશોમાં અને તે પછી વિકસતા દેશોની પ્રાથમિક ઊર્જામાં મોટું યોગદાન આપનાર પરિબળ તરીકે કોલસો ક્રમશઃ પસંદગીની યાદીમાંથી દૂર થતો જશે.
  • આગામી થોડા દાયકામાં ઈલેક્ટ્રીક વાહનો અપનાવવાના કારણે પરિવહન ક્ષેત્રે મોટા પરિવર્તનો જોવા મળશે.
  • COP-21 કરાર મુજબ દુનિયા જળવાયુ પરિવર્તન માટે કટિબદ્ધ છે. ગ્રીન ઊર્જા અને ઊર્જા કાર્યક્ષમતા પર વધુ ધ્યાન કેન્દ્રીત થવાને કારણે અર્થતંત્રની ઊર્જા માટેની આતુરતા ઘટશે.

ગયા મહિને એક એજન્સી દ્વારા તૈયાર કરવામાં આવેલી ઊર્જા અંગેની આગાહી મને જોવા મળી હતી. એ આગાહી મુજબ આગામી 25 વર્ષમાં ભારત વૈશ્વિક ઊર્જાની માંગ માટે મહત્વનું પ્રેરકબળ બની રહેશે. ભારતની ઊર્જાની માંગ દર વર્ષે 4.2 ટકાના દરે આગામી 25 વર્ષ સુધી વધતી રહેશે, જે વિશ્વના મુખ્ય અર્થતંત્રોમાં સૌથી ઝડપી ગણાશે. આ અહેવાલમાં એવો પણ ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો કે વર્ષ 2040 સુધીમાં ગેસની માંગ ત્રણ ગણી થઈ જશે. ઈલેક્ટ્રીક વાહનોની સંખ્યા હાલમાં 20 મિલિયન જેટલી છે તે 2030 સુધીમાં વધીને 320 મિલિયન જેટલી થઈ જશે.

આપણે વિપુલ પ્રમાણમાં વિજળી ઉપલબ્ધ હોય તેવા યુગમાં પ્રવેશ્યા છીએ. આમ છતાં હાલમાં 1.2 અબજ લોકોને વિજળી પ્રાપ્ત થઈ શકી નથી. એનાથી વધુ ઘણાં લોકોને શુદ્ધ ઈંધણ પણ પ્રાપ્ત નથી. આપણે એ બાબતની ખાત્રી રાખવી જોઈએ કે આવી સ્થિતિને કારણે વંચિત લોકોનું શોષણ થાય તેવી સ્થિતિ ઉભી થવી જોઈએ નહીં. લોકોને સાર્વત્રિક રીતે પોસાય તેવા, લાંબા ગાળાના વિજળીના સમાન ધોરણે પૂરવઠાની ઉપલબ્ધિ થવી જોઈએ.

મારે આપની સમક્ષ હાઈડ્રોકાર્બન ક્ષેત્રના મારા વિચારો અને ઊર્જા સુરક્ષા પ્રાપ્ત કરવાના અમારા પ્રયાસો અંગે પણ વાત કરવી છે.

ઓઈલ અને ગેસ એ વેચાતી ચીજ-વસ્તુઓ છે, પરંતુ તેની જરૂરિયાત પણ છે. પછી ભલેને તે રસોડાના સામાન્ય ઉપયોગ માટે હોય કે વિમાન, ઊર્જા કે આવશ્યક ચીજવસ્તુ તરીકે હોય. સમગ્ર દુનિયાએ તેના ભાવમાં થતો ભારે ચઢાવ ઉતાર જોયો છે.

આપણને વધુ જવાબદાર ભાવ નીતિની જરૂર છે, જેનાથી ઉત્પાદક અને વપરાશકાર બંનેના હિતો વચ્ચે સમતુલા જળવાઈ રહે. આપણે ઓઈલ અને ગેસની પારદર્શક અને સુગમ બજાર વ્યવસ્થા તરફ જવા માંગીએ છીએ અને આવુ થશે તો જ આપણે માનવજાતની ઊર્જાની જરૂરિયાતોને યોગ્ય ધોરણે સંતોષી શકીશું.

સમગ્ર દુનિયાએ, સમગ્રલક્ષી વિકાસ સાધવો હશે તો ઉત્પાદકો અને વપરાશકારો વચ્ચે પરસ્પરને સહયોગકારી સંબંધો જળવાઈ રહેવા જોઈએ. એ બાબત ઉત્પાદકોના હિતમાં છે કે અન્ય અર્થતંત્રો સ્થિરતાથી અને ઝડપભેર વિકસતા રહે. આવું થશે તો તેમના માટે વૃદ્ધિ પામતા ઊર્જા બજારોની ખાત્રી રહેશે.

ઈતિહાસમાં આપણને જોવા મળ્યું છે તે મુજબ ભાવોની કૃત્રિમ રીતે તોડફોડ કરવાની પ્રવૃત્તિ ખુદને પરાજીત કરનારી બની રહે છે. આવી સ્થિતિમાં બિનજરૂરી હાડમારી ઉભી થાય છે અને વિકસતા અને ઓછા વિકસેલા દેશોમાં નીચલા સ્તરના લોકોને વેઠવું પડે છે.

આપણે આ મંચનો ઉપયોગ ‘જવાબદાર ભાવ નીતિ’ અંગે એક વૈશ્વિક સર્વસંમતિ સાધવા માટે કરીશું. આનાથી ઉત્પાદકો અને વપરાશકારો, બંનેનું હિત જળવાશે.

વૈશ્વિક અનિશ્ચિતતાને ધ્યાનમાં લઈએ તો ભારતને પણ ઊર્જા સુરક્ષાની જરૂર છે. મારા દ્રષ્ટિકોણ મુજબ ભારતની ઊર્જા સુરક્ષાના 4 સ્તંભો છે – જેમાં ઊર્જાની પ્રાપ્તિ, ઊર્જાની કાર્યક્ષમતા, પર્યાવરણલક્ષી ઊર્જા અને ઊર્જા સલામતિનો સમાવેશ થાય છે.

સામાન્યપણે ઊર્જા અને ખાસ કરીને હાઈડ્રોકાર્બન્સ, ભારતના ભવિષ્ય અંગેના મારા દ્રષ્ટિકોણનો એક મહત્વનો ભાગ છે. ભારતને એવી ઊર્જાની જરૂર છે કે જે ગરીબોને પ્રાપ્ય હોય અને પોસાઈ શકે તેવી હોય. તેમાં ઊર્જાના વપરાશમાં કાર્યક્ષમતાની પણ જરૂર છે.

વૈશ્વિક સમુદાયના એક જવાબદાર સભ્ય તરીકે ભારત, જળવાયુ પરિવર્તન સામે લડત આપવા, વાયુ છૂટવાના પ્રમાણને નિયંત્રિત કરવા અને પર્યાવરણલક્ષી ભાવિના નિર્માણ માટે કટિબદ્ધ છે. આંતરરાષ્ટ્રીય સોલાર એલાયન્સનો પ્રારંભ એ આ નિષ્ઠા સાકાર કરવાનું એક કદમ છે.

મિત્રો, હાલમાં ભારત દુનિયાના સૌથી ઝડપથી વિકસતા મોટા અર્થતંત્રોમાં સ્થાન ધરાવે છે. આઈએમએફ, વિશ્વ બેંક અને એશિયન ડેવલપમેન્ટ બેંક જેવી અગ્રણી એજન્સીઓનો એવો અંદાજ છે કે નજીકના ભવિષ્યમાં ભારત 7 થી 8 ટકાના દરે વૃદ્ધિ પામશે. અમારી સરકાર ઓછા ફૂગાવા દ્વારા જીડીપીનો ઉંચો વિકાસ હાંસલ કરી રહી છે. નાણાંકિય ખાધ સારી રીતે નિયંત્રિત કરવામાં આવી છે અને વિનિમયનો દર પણ સ્થિર છે. આ રીતે મેક્રો-ઈકોનોમિક સ્થિરતાને કારણે અર્થતંત્રમાં વપરાશ અને મૂડી રોકાણને વેગ મળ્યો છે.

ભારતને વસતિ વિષયક વિવિધતા પ્રાપ્ત થયું છે. દેશની કુલ વસતિમાં કામકાજ કરતી વસતિનો દર અહીં દુનિયામાં સૌથી ઉંચો છે. અમારી સરકાર મેક ઈન ઈન્ડિયા અને કૌશલ્ય નિર્માણ દ્વારા યુવાનોને કાપડ, પેટ્રોકેમિકલ્સ, સંરક્ષણ, એન્જીનિયરીંગ વગેરે ક્ષેત્રોમાં કૌશલ્ય પૂરૂ પાડી રહી છે અને એ દ્વારા અમારા ઊર્જા વપરાશને વધુ વેગ આપી રહી છે.

અમે અમારી નીતિઓ અને નિયંત્રણ વ્યવસ્થામાં પણ સુધારા લાવીને હાઈડ્રોકાર્બન, સંશોધન અને લાયસન્સીંગની નીતિમાં પારદર્શકતા અને સ્પર્ધાત્મકતા દાખલ કરી છે. બીડીંગના માપદંડોમાં આવક વહેંચવાનો સમાવેશ કરાયો છે, જેનાથી સરકારની દરમ્યાનગીરી ઘટવામાં સહાય થશે. હાલમાં એક બીડીંગ રાઉન્ડ ચાલી રહ્યો છે, જે 2જી મે સુધી ચાલશે. હું આપને વિનંતી કરૂં છું કે તમે અમારા ઉત્પાદન વધારવાના પ્રયાસ વધારવામાં સામેલ થાવ. ઓપન એકરેજ અને નેશનલ ડેટા ડિપોઝીટરી કંપનીઓને ફિલ્ડમાં ભાગ લેવા માટે ઉપયોગી નિવડશે અને જેમને રસ હશે તે ભારતના ક્ષેત્રોમાં સંશોધન હાથ ધરી શકશે.

સુધારેલી ઓઈલ રિકવરી પોલિસીનો ઉદ્દેશ ભારતના અપ-સ્ટ્રીમ ક્ષેત્રોમાં ઉત્પાદકતા સુધારવા માટે અતિ આધુનિક ટેકનોલોજીને પ્રોત્સાહન આપવાનો છે.

અમારા ડાઉન સ્ટ્રીમ ક્ષેત્રોનું સંપૂર્ણપણે ઉદારીકરણ કરીને તેને બજાર આધારિત બનાવાયા છે. પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વિશ્વના ક્રૂડ ઓઈલના ભાવ મુજબ ફેરફાર થાય છે. ઈંધણનાં છુટક વેચાણની ચુકવણીમાં અમે ડીજિટલ ચુકવણી તરફ આગળ વધ્યા છીએ.

અમારી સરકારે સમગ્ર ઓઈલ અને ગેસ વેલ્યુ ચેઈનમાં અપ-સ્ટ્રીમ ઉત્પાદનથી માંડીને ડાઉન સ્ટ્રીમ છુટક વેચાણ સુધી ખાનગી ક્ષેત્રના સહયોગને પ્રોત્સાહિત કર્યો છે.

અમારી સરકાર ઊર્જા આયોજનના સુસંકલિત અભિગમમાં માને છે અને અમારો ઊર્જાનો એજન્ડા સમાવેશી, બજાર આધારિત અને હવામાન પ્રત્યે સંવેદનશીલ છે. અમે માનીએ છીએ કે આ નીતિ લાબાં ગાળા સુધી ચાલુ રહેશે અને યુનાઈટેડ નેશન્સ દ્વારા ઊર્જા સંબંધિ પર્યાવરણલક્ષી વિકાસ એજન્ડાના ત્રણ ઘટકો પ્રાપ્ત કરવામાં દૂરગામી પરિણામો આપશે. આ ત્રણ ઘટકો નીચે મુજબ છેઃ

  • વર્ષ 2030 સુધીમાં આધુનિક ઊર્જાની સાર્વત્રિક ઉપલબ્ધિ
  • પેરિસ કરાર મુજબ જળવાયુ પરિવર્તનની સ્થિતી નિવારણ માટે ત્વરિત પગલાં લેવા
  • હવાની ગુણવત્તા સુધારવા માટેનાં પગલાં લેવા

મિત્રો, અમે માનીએ છીએ કે જીવનધોરણ સુધારવા માટે રસોઈ માટેનું શુદ્ધ ઈંધણ ખૂબ જ મહત્વનું બની રહે છે. આનો સૌથી વધુ લાભ મહિલાઓને થાય છે. એને કારણે ઘરની અંદરનું પ્રદુષણ ઘટે છે અને બાયોમાસ તથા ઈંધણ માટે લાકડાં એકત્ર કરવાની હાડમારીમાં ઘટાડો થાય છે. આને કારણે સ્વ-વિકાસ માટે ઉપલબ્ધ સમયમાં વધારો થાય છે અને વધારાની આર્થિક પ્રવૃત્તિઓ હાથ ધરી શકાય છે.

ભારતમાં ઉજ્જવલા યોજના મારફતે અમે ગરીબ પરિવારોને વિનામૂલ્યે એલપીજી જોડાણો આપી રહ્યા છીએ. અમારો ઉદ્દેશ 80 મિલિયન ગરીબ પરિવારોને એલપીજીના જોડાણો રસોઈ માટે આપવાનો છે. આમાંથી 35 મિલિયન જોડાણો બે વર્ષ કરતાં ઓછા સમયની અંદર અપાઈ ચૂક્યા છે.

અમે એપ્રિલ, 2020 સુધીમાં બીએસ 6 ઈંધણ તરફ આગળ વધી રહ્યા છીએ કે જે યુરો-6 ધોરણની સમકક્ષ છે. અમારી રિફાઈનરીઓ ગ્રેડેશનમાં વ્યાપક ફેરફારો કરી રહી છે. તેમને શુદ્ધ ઈંધણ પૂરૂ પાડવા માટેની આખરી મુદત આપી દેવામાં આવી છે. હકિકતમાં અહીં દિલ્હીમાં અમે આ મહિને બીએ 6 ઈંધણ આપવાની શરૂઆત પણ કરી દીધી છે.

અમે વાહનોનો વપરાશ પૂર્ણ કરવાની નીતિ પણ શરૂ કરી દીધી છે, જેને કારણે જૂના વાહનોના બદલે નવા ઊર્જા કાર્યક્ષમ અને શુદ્ધ ઈંધણનો ઉપયોગ કરતાં વાહનો આવશે.

અમારી ઓઈલ કંપનીઓ તેમના તમામ મૂડી રોકાણોનું આકલન કરીને ઊર્જા ક્ષેત્રે વિવિધિકરણની વ્યૂહરચનાની સમીક્ષા કરી રહી છે.

આજે, ઓઈલ કંપનીઓ પણ પવન અને સૌર ક્ષમતાઓ, ગેસ અંગેની માળખાગત સુવિધાઓમાં રોકાણો કરતી થઈ છે અને ઈલેક્ટ્રીકલ વાહનો અને સ્ટોરેજ એરિયામાં રોકાણ કરવાની દિશામાં પણ વિચારણા કરી રહી છે.

આપણે સૌ જાણીએ છીએ તેમ અમે હવે ઈન્ડસ્ટ્રી 4.0 માટે આશાવાદી છીએ અને જે રીતે ઉદ્યોગોનું સંચાલન થાય છે તેમાં ઈન્ટરનેટ ઑફ થીંગ્ઝ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, રોબોટિક્સ પ્રોસેસ ઓટોમેશન, મશીન લર્નીંગ, પ્રિડિક્ટીવ એનાલિટીક્સ, થ્રીડી પ્રિન્ટીંગ વગેરે જેવી નવી ટેકનોલોજી અને પ્રક્રિયાઓ દ્વારા ભવિષ્યમાં પરિવર્તન લાવી રહ્યા છીએ.

અમારી કંપનીઓ પણ આધુનિક ટેકનોલોજીસ અપનાવી રહી છે. તેનાથી કાર્યક્ષમતામાં સુધારો થશે અને સલામતિ વધશે તથા ખર્ચમાં તો ઘટાડો થશે જ, પરંતુ સાથે સાથે ડાઉન સ્ટ્રીમ છુટક વેચાણમાં પણ ઘટાડો થશે અને અપ-સ્ટ્રીમ ઓઈલ ઉત્પાદન, એસેટ મેઈન્ટેનન્સ અને રિમોટ મોનિટરીંગ શક્ય બનશે.

આવી પશ્ચાદ્દભૂમિકા વચ્ચે ભારત આ સમારંભ યોજવાનું અત્યંત યોગ્ય સ્થળ બન્યું છે અને ઊર્જા ક્ષેત્રના ભવિષ્ય અંગે વિચારણા હાથ ધરી રહ્યું છે. વિશ્વમાં કેવી રીતે પરિવર્તનો આવશે, વચગાળાની નીતિઓ કેવી રહેશે અને બજારની સ્થિરતાને નવી તકનીકો કેવી અસર કરશે અને ભવિષ્યના રોકાણો પર તેની કેવી અસર થશે તેની આપણે વિચારણા કરી રહ્યા છીએ.

મિત્રો, IEF-16 નો વિષય “વૈશ્વિક ઊર્જા સલામતીનું ભવિષ્ય” છે. મને કહેવામાં આવ્યું છે કે આ એજન્ડાનો ઉદ્દેશ ઉત્પાદકો અને વપરાશકારો વચ્ચેના સંબંધો સાર્વત્રિક ધોરણે ઊર્જાની પ્રાપ્તિ અને પરવડે તેવી સ્થિતી અને ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ઓઈલ અને ગેસ ક્ષેત્રે મૂડી રોકાણોને પ્રોત્સાહન આપવાનો છે. ઊર્જા સુરક્ષા જાળવી રાખવા માટે અને વર્તમાન તેમજ નવી ટેકનોલોજીના સહ-અસ્તિત્વ અંગે પણ અહીં ચર્ચા થશે. આ બધા વિષયો ભવિષ્ય માટે અને આપણી સૌની સામુહિક ઊર્જા સુરક્ષા માટે ખૂબ જ મહત્વના બની રહેશે.

હું માનું છું કે આ મંચ પર જે ચર્ચાઓ થશે તે દુનિયાના નાગરિકોને શુદ્ધ, પરવડે તેવી અને લાંબા ગાળા માટે ઊર્જા ઉપલબ્ધિનો લાભ થાય તે દિશામાં ખૂબ મહત્વની બની રહેશે.

મંત્રીસ્તરીય આ સંમેલન ખૂબ જ સફળ અને ફળદાયી બની રહે તેવી હું આપ સૌને શુભેચ્છા પાઠવું છું.

આપનો આભાર.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
How Modi Government Defined A Decade Of Good Governance In India

Media Coverage

How Modi Government Defined A Decade Of Good Governance In India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi wishes everyone a Merry Christmas
December 25, 2024

The Prime Minister, Shri Narendra Modi, extended his warm wishes to the masses on the occasion of Christmas today. Prime Minister Shri Modi also shared glimpses from the Christmas programme attended by him at CBCI.

The Prime Minister posted on X:

"Wishing you all a Merry Christmas.

May the teachings of Lord Jesus Christ show everyone the path of peace and prosperity.

Here are highlights from the Christmas programme at CBCI…"