QuoteSports is an important investment for the human resource development of a society: PM Modi
QuoteSports can be expanded to mean S for Skill; P for Perseverance; O for Optimism; R for Resilience; T for Tenacity; S for Stamina: PM
QuoteWe have no dearth of talent. But we need to provide right kind of opportunity & create an ecosystem to nurture the talent: PM
QuoteWomen in our country have made us proud by their achievements in all fields- more so in sports: PM Modi
QuoteA strong sporting culture can help the growth of a sporting economy: PM Modi

”ઉષા સ્કૂલ ઓફ એથ્લેટિક્સ”માં સિન્થેટિક ટ્રેકના ઉદ્ઘાટન પર તમામ રમતપ્રેમીઓને અભિનંદન.

આ ટ્રેક ઉષા સ્કૂલના વિકાસમાં મહત્વપૂર્ણ સિદ્ધિ છે અને તાલીમાર્થીઓને આધુનિક સુવિધા પ્રદાન કરશે. હું આ તક અમારી પોતાની પાયોલી એક્સપ્રેસ, ‘ઉડાન પરી’ અને ‘ગોલ્ડન ગર્લ ઓફ ઇન્ડિયા’ પી ટી ઉષાજીનાં આ સ્કૂલનાં વિકાસમાં પ્રદાનને બિરદાવવા માટે ઝડપી લઉં છું.

પી. ટી. ઉષા ભારતમાં રમતગમત ક્ષેત્રે યુવા પેઢી માટે દિવાદાંડી સમાન છે.

તેમણે જીવનમાં કેટલાંક પડકારોનો સફળતાપૂર્વક સામનો કર્યો છે અને ઓલિમ્પિક્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જોકે આંખના પલકારા જેટલા સૂક્ષ્મ સમય માટે મેડલ ચૂકી ગયા હતા.

ભારતીય એથ્લેટિક્સના ઇતિહાસમાં બહુ ઓછા લોકો ઉષાજી જેવો ટ્રેક રેકોર્ડ ધરાવે છે.

ઉષાજી દેશને તમારાં પર ગર્વ છે. ઉષાજીએ રમતગમત ક્ષેત્ર સાથે તેનો સંબંધ જાળવી રાખ્યો છે એનાથી રુડું બીજું કશું ન હોઈ શકે. તેમણે રમતગમત ક્ષેત્રમાં પ્રતિભાઓ તૈયાર કરવા વ્યક્તિગત ધ્યાન આપ્યું છું. તેઓ કેન્દ્રીત અભિગમ ધરાવે છે, જેના પગલે સારા પરિણામો મળ્યા છે. તેમનાં હાથ નીચે તૈયાર થયેલાં સુશ્રી ટિન્ટુ લ્યુકા અને સુશ્રી જિસ્ના મેથ્યૂએ આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ પાત્ર દેખાવ કરી ચૂક્યા છે.

ઉષાજીની જેમ ”ઉષા સ્કૂલ” સરળ અને મર્યાદિત સંસાધનો દ્વારા દરેક તકનો શ્રેષ્ઠ ઉપયોગ કરે છે.

હું આ પ્રોજેક્ટ પૂર્ણ કરવા બદલ અહીં રમતગમત અને યુવા બાબતોના મંત્રાલય, ભારતીય રમતગમત સત્તામંડળ અને સીપીડબલ્યુડીને અભિનંદન આપું છું. પ્રોજેક્ટ પૂર્ણ થવામાં વિવિધ પ્રકારના અવરોધો ઊભા થયા હતા, જેના પરિણામે વિલંબ થયો હતો.

પણ ક્યારેય કોઈ કામ ન થાય તેના કરતા વિલંબથી થાય એ સારું. આપણી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતાઓમાંની એક પ્રાથમિકતા નિયત સમયગાળામાં પ્રોજેક્ટનો ઝડપી અમલ અને તેને પૂર્ણ કરવાની કામગીરી છે.

હકીકતમાં પ્રોજેક્ટને વર્ષ 2011માં મંજૂરી મળી હતી, પણ સિન્થેટિક ટ્રેક માટે વર્ક ઓર્ડર 2015માં આપવામાં આવ્યો હતો. મને જાણકારી આપવામાં આવી છે કે આ ટ્રેક સંપૂર્ણપણે પીયુઆર ટ્રેક છે.

આ ટ્રેક ઓછામાં ઓછી ઇજા થાય અને આંતરરાષ્ટ્રીય ધારાધોરણો સાથે સક્ષમ હોય તેવી રીતે બનાવવામાં આવ્યો છે.

સમાજના માનવ સંસાધન વિકાસ સાથે રમતગમત સીધું જોડાણ ધરાવે છે.

|

હું હંમેશા માનું છું કે શરીરને સ્વસ્થ રાખવા ઉપરાંત રમતગમત વ્યક્તિત્વમાં પરિવર્તન લાવે છે, વ્યક્તિનો સંપૂર્ણ, સર્વાંગી વિકાસ કરે છે. તે શિસ્ત અને આકરી મહેનતના ગુણો ખીલવે છે.

તે જીવનને નવી દિશા આપે છે, જેનાથી આપણી વૈચારિક પ્રક્રિયા સમૃદ્ધ બને છે. રમતનું મેદાન શ્રેષ્ઠ શિક્ષક છે. રમતના મેદાન પર કોઈ પણ વ્યક્તિ એક મહત્વપૂર્ણ પદાર્થપાઠ શીખે છે – વિજય અને પરાજય, સફળતા અને નિષ્ફળતા – બંનેનો જીવનના ભાગરૂપે સ્વીકાર કરવો.

જ્યારે આપણને વિજય મળે, સફળતા મળે, ત્યારે આપણે નમ્રતા કેળવવાનું શીખવું જોઈએ અને સાથે સાથે પરાજયથી નાસીપાસ થવાની મનોવૃત્તિ છોડવી જોઈએ. કોઈ પણ બાબતમાં નિષ્ફળતા મળે એટલે પૂર્ણવિરામ મૂકાઈ જતું નથી. હકીકતમાં પરાજયથી જ નવી શરૂઆત થાય છે અને ઇચ્છિત પરિણામો મળે છે.

રમતગમત ટીમવર્કની ભાવના જન્માવે છે. તે અન્ય લોકોની ક્ષમતા સ્વીકારવા માટે નિખાલસતા, ખેલદિલી અને શક્તિ પણ આપણી અંદર પ્રકટાવે છે. આપણા દેશમાં યુવાનોના જીવનના ભાગરૂપે આપણે રમતગમતનો સ્વીકાર કરીએ એ મહત્વપૂર્ણ છે.

મારા માટે sports (સ્પોર્ટ્સ)માં નીચેની ખાસિયતો સામેલ છે.

હું sports (સ્પોર્ટ્સ) શબ્દની વિભાવના તમારી સાથે વહેંચવા ઇચ્છું છું:

S for Skill (એસ એટલે કૌશલ્ય);

P for Perseverance (પી એટલે ખંત)

O for Optimism (ઓ એટલે આશા);

R for Resilience (આર એટલે ક્ષમતા);

T for Tenacity (ટી એટલે મક્કમતા);

S for Stamina (એસ એટલે જોમ).

કોઈ પણ રમત તેમાં સામેલ રમતવીરોમાં ખેલદિલીની ભાવના પ્રકટાવે છે, જે રમતના મેદાનમાં અને જીવનમાં એમ બંને જગ્યાએ મહત્વપૂર્ણ છે.

એટલે હું અવારનવાર કહું છું કે – જો ખેલે, વો ખિલે – એટલે કે જે રમશે, તેનો વિકાસ થશે.

અત્યારે દુનિયા એકબીજા સાથે જોડાયેલી છે અને એકબીજા પર નિર્ભર છે. આ સંજોગોમાં દેશનો સોફ્ટ પાવર અતિ મહત્વપૂર્ણ છે. દેશની આર્થિક અને સૈન્ય તાકાત ઉપરાંત રાષ્ટ્રનો સોફ્ટ પાવર તેની ઓળખના કેન્દ્ર સમાન છે. રમતગમત આ સોફ્ટ પાવરનો મહત્વપૂર્ણ ભાગ છે.

વિવિધ રમતગમત અને રમતવીરોને ધ્યાનમાં રાખીએ તો દેશ રમતગમત મારફતે દુનિયામાં પોતાની કેડી કંડારી શકે છે.

કોઈ પણ રમતમાં સફળ રમતવીરો સમગ્ર દુનિયા માટે પ્રેરણારૂપ બની જાય છે. યુવાનો તેમની સફળતા અને સંઘર્ષમાંથી પ્રેરિત થાય છે. દરેક મોટી આંતરરાષ્ટ્રીય સ્પર્ધા દરમિયાન, પછી તે ઓલિમ્પિક્સ હોય કે વર્લ્ડ કપ હોય કે આ પ્રકારની કોઈ પણ સ્પર્ધા હોય, આખી દુનિયા અન્ય દેશોના ખેલાડીઓની નાની-મોટી તમામ સફળતાથી ખુશ થાય છે.

રમત આખી દુનિયાને એકતાંતણે બાંધવાની ક્ષમતા ધરાવે છે. રમત અને સંસ્કૃતિ લોકોને એકબીજા સાથે જોડવાની પરિવર્તનીય સંભાવના ધરાવે છે. ભારતમાં એક ખેલાડી આખા દેશને જોડે છે. તેનું પ્રદર્શન એકતા ઊભી કરે છે – બધા રમતના મેદાન પર તેની સફળતા માટે પ્રાર્થના કરે છે, દુઆ કરે છે.

આ રમતવીરોની લોકપ્રિયતા સમયથી પર છે. વર્ષોથી રમતગમત ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું અભિન્ન અંગ છે.

તીરંદાજી, તલવારબાજી, રેસલિંગ, મલખમ્ભ, બોટ-રેસિંગ જેવી રમતો યુગોથી અસ્તિત્વ ધરાવે છે.

કેરળમાં કુટ્ટિયુમ્કોલુમ, કલારી જેવી રમતો લોકપ્રિય છે.

હું જાણું છું કે મડ ફૂટબોલ અતિ લોકપ્રિય છે. મને ખાતરી છે કે તમારામાંથી બહુ બધા લોકો સાગોલ કાન્ગ્જેઈ વિશે જાણે છે, જે મૂળ મણિપુરની રમત છે. કહેવાય છે કે આ રમત પોલોથી વધારે જૂની છે અને સમાજના વ્યાપક વર્ગના લોકો આ રમત રમે છે.

આપણે આપણી પરંપરાગત રમતો તેમની લોકપ્રિયતા ન ગુમાવે તેવી ખાતરી કરવી પડશે. સ્વદેશી રમતોને પણ પ્રોત્સાહન આપવું પડશે, કારણ કે તેઓ મૂળભૂત રીતે આપણા જીવન સાથે જોડાયેલી છે.

લોકો આ રમતોને સ્વાભાવિક રીતે લે છે. આ રમતો રમવાથી વ્યક્તિત્વ પર હકારાત્મક અસર કરશે અને આત્મવિશ્વાસ વધશે.

તેમના મૂળિયા મજબૂત થશે. અત્યારે દુનિયા યોગમાં પુનઃ રસ લેતી થઈ છે. યોગ ફિટનેસ અને વેલનેસના માધ્યમ તરીકે જોવાય છે, જે ઓછા તણાવનું માધ્યમ છે. આપણા એથ્લેટ્સે યોગને તેમના રોજિંદા જીવન અને તાલીમનો ભાગ બનાવવો જોઈએ. તેનું ઉત્કૃષ્ટ પરિણામ દરેકને જોવા મળશે.

આપણા દેશમાં યોગનો જન્મ થયો છે. યોગને સમગ્ર દુનિયામાં લોકપ્રિય બનાવવાની આપણી જવાબદારી છે, આપણી ફરજ છે. જેમ યોગની લોકપ્રિયતા વધી રહી છે, તેમ આપણે વૈશ્વિક સ્તરે આપણી પરંપરાગત રમતોને વધારે લોકપ્રિય બનાવવાનો વિચાર કરવો જોઈએ.

છેલ્લાં થોડા વર્ષોમાં તમે જોયું છે કે કબડ્ડી જેવી રમતો આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓનો ભાગ સૌપ્રથમ વખત બની છે અને અત્યારે દેશમાં મોટા પાયે કબટ્ટી ટૂર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. કોર્પોરેટ જગત આ વિવિધ ટૂર્નામેન્ટને સ્પોન્સર કરે છે અને મને જણાવવામાં આવ્યું છે, આ ટૂર્નામેન્ટને મોટી સંખ્યામાં લોકો જોઈ રહ્યા છે.

કબડ્ડીની જેમ આપણે દેશના વિવિધ ખૂણાઓમાંથી અન્ય સ્થાનિક રમતોને રાષ્ટ્રીય સ્તરે લાવવી પડશે. તેમાં સરકાર સાથે રમતગમત સાથે સંકળાયેલી સંસ્થાઓ અને સમાજ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

આપણો દેશ વિવિધતાસભર સંસ્કૃતિ ધરાવે છે. આપણા દેશમાં લગભગ 100 ભાષાઓ અને 1600થી વધારે બોલીઓ બોલવામાં આવે છે. આપણા દરેક વિસ્તારના લોકોની ખાનપાનની આદત જુદી છે, આપણા પહેરવેશ અને તહેવારો અલગ છે. છતાં રમતગમત આપણને એકતાંતણે બાંધવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

સતત આદાનપ્રદાન, સ્પર્ધાઓ, મેચ, તાલીમ વગેરે માટે પ્રવાસ આપણને દેશના અન્ય વિસ્તારોની સંસ્કૃતિ અને પરંપરાને સમજવાની તક પ્રદાન કરે છે.

આ તાકાત એક ભારત, શ્રેષ્ઠ ભારતની લાગણી જન્માવે છે તથા રાષ્ટ્રીય એકતામાં મોટા પાયે પ્રદાન કરે છે.

આપણા દેશમાં મોટી સંખ્યામાં પ્રતિભાઓ છે. પણ આપણે યોગ્ય પ્રકારની તક પ્રદાન કરવાની જરૂર છે અને પ્રતિભાઓને ખીલવવા ઇકો-સિસ્ટમ ઊભું કરવાની જરૂર છે. અમે “ખેલો ઇન્ડિયા” પ્રોગ્રામ લોન્ચ કર્યો હતો. આ પ્રોગ્રામ હેઠળ શાળા અને કોલેજના સ્તરથી રાષ્ટ્રીય સ્તરે વિવિધ શાખાઓમાં સ્પર્ધાઓ યોજાશે. તેમાં પ્રતિભાઓને ઓળખવા અને તેમને જરૂરી સાથસહકાર પ્રદાન કરીને ખીલવવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. ખેલો ઇન્ડિયા રમતગમત સાથે સંબંધિત માળખાગત સુવિધાઓને ટેકો આપશે. આપણા દેશમાં મહિલાઓએ તમામ ક્ષેત્રોમાં – ખાસ કરીને રમતગમતમાં મેળવેલી સિદ્ધિઓ પર આપણને ગર્વ છે.

આપણે આપણી દિકરીઓને પ્રોત્સાહન આપવું જોઈએ અને તેઓ રમતગમતમાં આગળ વધે તેવી તકો પૂરી પાડવી જોઈએ. વધારે ખુશીની વાત એ છે કે છેલ્લી પેરાલિમ્પિક્સમાં આપણા ખેલાડીઓએ તેમનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.

આ પેરાલિમ્પિક્સ અને તેમાં આપણા એથ્લેટ્સના પ્રદર્શને આપણા દિવ્યાંગ ભાઈઓ અને બહેનો પ્રત્યે આપણા અભિગમને બદલી નાંખ્યો છે. અત્યારે દીપા મલિક ઘરેઘરે જાણીતું નામ છે. તેને જ્યારે મેડલ એનાયત થયો હતો, ત્યારે તેણે જે વાત કરી હતી એ હું ક્યારેય નહીં ભૂલું.

દીપાએ કહ્યું હતું કે – “આ મેડલ મેળવીને મેં મારાં હરિફોને નહીં પણ વિકલાંગતાને હરાવી દીધી છે.”

આ ટિપ્પણીમાં બહુ મોટી તાકાત છુપાયેલી છે. આપણે રમતગમત માટે વ્યાપક આધાર ઊભો કરવા સતત કામ કરવું પડશે.

અગાઉના દાયકોમાં રમતગમતને તમે કારકિર્દી તરીકે અપનાવો એવું વાતાવરણ નહોતું. પણ હવે આ માનસિકતા કે વિચારમાં પરિવર્તનનો પવન ફૂંકાયો છે. ટૂંક સમયમાં રમતના મેદાન પર પરિણામો જોવા મળશે. રમતગમત માટેનું મજબૂત વાતાવરણ ઊભું થવાથી તેની સાથે સંલગ્ન અર્થતંત્રને મદદ કરી શકે છે.

રમતગમત સંપૂર્ણ ઇકોસિસ્ટમ છે, જે આપણા અર્થતંત્રમાં સારો હિસ્સો પ્રદાન કરી શકે છે. વળી તે રોજગારીની અનેક તકો પણ ઊભી કરી શકે છે. રમતગમત ઉદ્યોગનું ક્ષેત્ર વિવિધ સેગમેન્ટમાં તકો પ્રદાન કરે છે, જેમ કે પ્રોફેશનલ લીગ, રમતગમતના ઉપકરણ અને સર્ફેસ, સ્પોર્ટ્સ સાયન્સ, મેડિસિન, સપોર્ટ પર્સનલ, એપેરલ્સ, ન્યૂટ્રિશન, કૌશલ્ય સંવર્ધન, સ્પોર્ટ્સ મેનેજમેન્ટ વગેરેમાં ઘણી તકો છે.

અત્યારે દુનિયાભરમાં રમતગમત અબજો ડોલરનો ઉદ્યોગ છે, જેનું પ્રેરક પરિબળ ઉપભોક્તાની માગ છે. વૈશ્વિક સ્તરે રમતગમત ઉદ્યોગ અંદાજે 600 અબજ અમેરિકન ડોલરનો છે. ભારતની વાત કરીએ તો આપણે ત્યાં આ ક્ષેત્ર અંદાજે 2 અબજ ડોલરનું જ છે.

જોકે ભારત રમતગમતમાં મોટી સંભવિતતાઓ ધરાવે છે. ભારત રમતપ્રેમી દેશ છે. મારા યુવા મિત્રો જે ઉત્સાહ સાથે અત્યારે ચાલુ ક્રિકેટ ચેમ્પિયન્સ ટ્રોફી જુએ છે એ જ ઉત્સાહ સાથે હવે ઇપીએલ ફૂટબોલ કે એનબીએ બાસ્કેટબોલ ફિક્સચર્સ અને એફ1 રેસ જોશે.

મેં અગાઉ કહ્યું એ મુજબ, તેઓ કબડ્ડી જેવી રમત પ્રત્યે ફરી આકર્ષિત થયા છે. આપણા રમતના મેદાનો અને સ્ટેડિયમનો મહત્તમ ઉપયોગ થવો જોઈએ. રજાના દિવસો રમત રમવા માટે ફાળવવા પડશે. શાળાઓ અને કોલેજના મેદાનો કે જિલ્લામાં આધુનિક સુવિધાઓથી સંપન્ન સ્ટેડિયમનો ઉપયોગ કરી શકાશે.

હું મારું ભાષણ પૂર્ણ કરું એ અગાઉ મારે રમતગમતના ક્ષેત્રમાં કેરળના પ્રદાનને બિરદાવવું જોઈએ. હું ભારત માટે રમતગમત ક્ષેત્રે પ્રદાન કરનાર દરેક અને તમામ ખેલાડીને અભિનંદન આપું છું. હું ઉત્કૃષ્ટતા હાંસલ કરવા કઠોર પરિશ્રમ કરનાર રમતવીરોની દ્રઢતાને બિરદાવું છું.

હું ઉષા સ્કૂલના ઉજ્જવળ ભવિષ્યની કામના કરું છું. મને આશા છે કે સિન્થેટિક ટ્રેક તેમને નવી ઊંચી હાંસલ કરવાની સુવિધા આપશે. વર્ષ 2020માં ટોક્યોમાં ઓલિમ્પિક્સ યોજાશે અને રમત મહોત્સવ સહિત વિવિધ આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ માટે આપણી તૈયારી માટે આ ટ્રેક પ્રદાન કરશે તેવી આશા છે.

ભારત વર્ષ 2022માં આઝાદીનું 75મું વર્ષ ઉજવશે. તેને ધ્યાનમાં રાખીને હું રમતગમત ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ લોકોને ભારતને વિવિધ સિદ્ધિઓ મળે એ માટે વિવિધ લક્ષ્યાંકો નિર્ધારિત કરવાની અને તેને સાકાર કરવાની અપીલ કરું છું.

મને ખાતરી છે કે ઉષા સ્કૂલ ઓલિમ્પિક્સ અને વર્લ્ડ ઇવેન્ટ્સમાં ટ્રેક અને ફિલ્ડ ઇવેન્ટ્સમાં વધારે ચેમ્પિયન્સ પેદા કરશે. ભારત સરકાર તમને સંપૂર્ણ સાથસહકાર આપશે અને એથ્લેટિક્સમાં ઉત્કૃષ્ટતા હાંસલ કરવામાં શક્ય તમામ મદદ કરશે.

ધન્યવાદ.

તમારો ખૂબ ખૂબ આભાર.

 

  • krishangopal sharma Bjp December 20, 2024

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
  • krishangopal sharma Bjp December 20, 2024

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
  • krishangopal sharma Bjp December 20, 2024

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
  • Laxman singh Rana June 22, 2022

    नमो नमो 🇮🇳🌷🌹
  • Laxman singh Rana June 22, 2022

    नमो नमो 🇮🇳🌷
  • Laxman singh Rana June 22, 2022

    नमो नमो 🇮🇳
  • Manda krishna BJP Telangana Mahabubabad District mahabubabad June 17, 2022

    🌹🌹🌹🌹🌹🌹🌹
  • Manda krishna BJP Telangana Mahabubabad District mahabubabad June 17, 2022

    💐💐💐💐💐💐
  • Manda krishna BJP Telangana Mahabubabad District mahabubabad June 17, 2022

    🌹🌹🌹🌹🌹
  • Manda krishna BJP Telangana Mahabubabad District mahabubabad June 17, 2022

    💐💐💐💐💐
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Namo Drone Didi, Kisan Drones & More: How India Is Changing The Agri-Tech Game

Media Coverage

Namo Drone Didi, Kisan Drones & More: How India Is Changing The Agri-Tech Game
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
We remain committed to deepening the unique and historical partnership between India and Bhutan: Prime Minister
February 21, 2025

Appreciating the address of Prime Minister of Bhutan, H.E. Tshering Tobgay at SOUL Leadership Conclave in New Delhi, Shri Modi said that we remain committed to deepening the unique and historical partnership between India and Bhutan.

The Prime Minister posted on X;

“Pleasure to once again meet my friend PM Tshering Tobgay. Appreciate his address at the Leadership Conclave @LeadWithSOUL. We remain committed to deepening the unique and historical partnership between India and Bhutan.

@tsheringtobgay”