ગ્રામીણ ભારત ખુલ્લામાં શૌચથી મુક્ત જાહેર #Gandhi150 #SwachhBharat
વર્ષ 2022 સુધી દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરાવવાનું લક્ષ્ય આપણે હાંસલ કરવાનું છે : પ્રધાનમંત્રી મોદી #Gandhi150 #SwachhBharat
ગાંધીજીએ દેખાડેલા રસ્તા પર ચાલીને આપણે સ્વચ્છ, સ્વસ્થ, સમૃદ્ધ અને સશક્ત ન્યુ ઇન્ડિયાનું નિર્માણ કરવાનું છે : પ્રધાનમંત્રી

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદમાં સ્વચ્છ ભારત દિવસ 2019નો પ્રારંભ કરાવ્યો. તેમણે મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીના સ્મૃતિચિહ્ન સ્વરૂપે ટપાલ ટીકીટ અને ચાંદીના સિક્કાનું અનાવરણ કર્યું. તેમણે વિજેતાઓને સ્વચ્છ ભારત પુરસ્કાર પણ એનાયત કર્યા. આ અગાઉ દિવસ દરમિયાન તેમણે સાબરમતી આશ્રમ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમણે મગન નિવાસ (ચરખા ગેલેરી)ની પણ મુલાકાત લીધી અને ત્યાં બાળકો સાથે વાતચીત કરી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ‘સ્વચ્છ ભારત દિવસ’ કાર્યક્રમ ખાતે સરપંચોની જનમેદનીને સંબોધતા જણાવ્યું કે, સમગ્ર વિશ્વ મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ ઉજવી રહ્યું છે અને જયારે સંયુક્ત રાષ્ટ્રએ કેટલાક દિવસ અગાઉ ગાંધીજી ઉપર એક ટપાલ ટીકીટ બહાર પાડી ત્યારબાદ તો આ કાર્યક્રમ વધુ યાદગાર બની ગયો છે. તેમણે જણાવ્યું કે તેમના જીવનકાળ દરમિયાન તેમને સાબરમતી આશ્રમની મુલાકાત લેવાની ઘણી તકો મળી છે અને આજે પણ દર વખતની જેમ નવી ઉર્જા મળી રહી છે.

પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે આજે ગામડાઓએ પોતાને ખુલ્લામાં શૌચથી મુક્ત જાહેર કર્યા છે અને તેમણે દરેક દેશવાસીને અનેખાસ કરીને જે લોકો ગામડામાં રહે છે તેમને, સરપંચોને અને તે તમામને જેમણે ‘સ્વચ્છતા’ માટે કામ કર્યું છે તેમને અભિનંદન પાઠવ્યા. તેમણે ઉમેર્યું કે કોઇપણ ઉંમર, સમાજિક અને આર્થિક દરજ્જાને ધ્યાનમાં રાખ્યા વગર દરેકવ્યક્તિએ સ્વચ્છતા, આત્મ–સન્માન અને આદરની આ પ્રતિજ્ઞામાં પોતાનું યોગદાન આપ્યું છે. તેમણે કહ્યું કે આજે વિશ્વ આપણી સફળતા જોઈને દંગ રહી ગયું છે અને તેઓ આપણને પુરસ્કાર આપી રહ્યા છે. સમગ્ર વિશ્વને આશ્ચર્ય છે કે ભારતે 11 કરોડથી વધુ શૌચાલયોનું નિર્માણ કરીને 60 મહિનાઓમાં 60 કરોડથી વધુની વસતિને શૌચાલયની સુવિધા પૂરી પાડી છે, તેમણે ઉમેર્યું.

જન ભાગીદારી અને સ્વયંસેવા એ સ્વચ્છ ભારત અભિયાનના હોલમાર્ક છે અને તેની સફળતાના કારણો પણ, પ્રધાનમંત્રીએ ઉમેર્યું. તેમણે આ મિશન માટે હૃદયપૂર્વકનો સહકાર આપવા બદલ સમગ્ર વિશ્વનો આભાર વ્યક્ત કર્યો. જન ભાગીદારી ઉપર ભાર મુક્ત પ્રધાનમંત્રીએ જણાવ્યું કે 2022 સુધીમાં જળ જીવન મિશન અને સિંગલ યુઝ પ્લાસ્ટિકને દૂર કરવા જેવી મહત્વનીસરકારી પહેલોની સફળતા માટે સહયોગાત્મક પ્રયાસો ખુબ જરૂરી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે તેમની સરકાર મહાત્મા ગાંધીના સ્વપ્નને સાકાર કરવા માટે કટિબદ્ધ છે. આ સંદર્ભમાં તેમણે સ્વાશ્રયની ખાતરી આપવા, જીવન જીવવાની સરળતા પૂરી પાડવા અને વિકાસને દૂર સુધી લઇ જવા માટે સરકારની પહેલોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જનતાને રાષ્ટ્રને વધુ સારું બનાવવા માટેની પ્રતિજ્ઞા લેવા અને તેને સફળ બનાવવા માટે સખત મહેનત કરવા વિનંતી કરી. તેમણે ઉમેર્યું કે આ પ્રકારના 130 કરોડ પ્રતિબદ્ધતાઓ એક મહાકાય પરિવર્તન લાવી શકે છે.

 

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Indian economy ends 2024 with strong growth as PMI hits 60.7 in December

Media Coverage

Indian economy ends 2024 with strong growth as PMI hits 60.7 in December
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 17 ડિસેમ્બર 2024
December 17, 2024

Unstoppable Progress: India Continues to Grow Across Diverse Sectors with the Modi Government