We must demonstrate strong collective will to defeat terror networks that cause bloodshed and spread fear: PM
Silence and inaction against terrorism in Afghanistan and our region will only embolden terrorists and their masters: PM Modi
We should all work to build stronger positive connectivity between Afghanistan and other countries of the region: PM Modi
On India’s part, our commitment to our brave Afghan brothers and sisters is absolute and unwavering: PM Modi
The welfare of Afghanistan and its people is close to our hearts and minds: PM Modi
We also plan to connect Afghanistan with India through an air transport corridor: Prime Minister Modi

ઇસ્લામિક પ્રજાસત્તાક અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ મહામહિમ ડો. મોહમ્મદ અશરફ ગની, ઇસ્લામિક પ્રજાસત્તાક અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી મહામહિમ સલાહુદ્દીન રબ્બાની, મારા સાથીદાર મંત્રી અરુણ જેટલીજી, વિદેશ મંત્રીઓ, પ્રતિનિધિઓમંડળોના વડાઓ, સજ્જનો અને દેવીઓ,

નમસ્કાર. સત શ્રી અકાલ.

હાર્ટ ઓફ એશિયા-ઇસ્તંબૂલ પ્રોસેસ ઓન અફઘાનિસ્તાનની છઠ્ઠી મંત્રીમંડળીય પરિષદના ઉદ્ઘાટન સત્રમાં બોલવું સન્માન છે.

અને, અમારા મિત્ર અને ભાગીદાર, અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની સાથે આ પરિષદનું સંયુક્તપણે ઉદ્ઘાટન કરવું વિશેષ આનંદની વાત છે.

મારા આમંત્રણનો સ્વીકાર કરીને આ પરિષદની શોભા વધારવા બદલ હું મહામહિમ ગનીનો આભારી છું. વળી તમને બધાને અમૃતસર શહેરમાં આવકારવા મારા માટે વિશેષ આનંદની વાત પણ છે. અમૃતસર સાદગી, સુંદરતા અને આધ્યાત્મિકતાને રંગે રંગાયેલું છે, શીખોના પવિત્ર યાત્રાધામ અને આસ્થાના પ્રતીક સુવર્ણમંદિરનું ધામ છે.

અમૃતસર પવિત્ર નગર છે. અહીં શીખોના ગુરુઓએ સાધના કરી હતી. આ શાંતિ અને માનવતાનું પ્રતીક છે, જે તમામ ધર્મ અને લોકોને આવકારે છે. આ ઐતિહાસિક નગરના પાર્ક અને માર્ગો શૌર્ય અને ત્યાગની ઝાંખી કરાવે છે.

આ શહેરનું ચરિત્ર રાષ્ટ્રભક્તિએ ઘડ્યું છે અને તેના રહેવાસીઓની ઉદારતા ઊડીને આંખે વળગે તેવી છે. વળી અહીંના લોકોના લોહીમાં ઉદ્યોગસાહસિકતા, રચનાત્મકતા અને ખંત છે. અમૃતસરે અફઘાનિસ્તાન સાથે હૂંફાળા અને લાગણીભીના જૂના અને દ્રઢ સંબંધનું જતન પણ કર્યું છે.

શીખોના પ્રથમ ગુરુ બાબા ગુરુ નાનકદેવજીના શરૂઆતના શિષ્યોમાં અફઘાનો સામેલ હતા. નાનકદેવજીએ 15મી સદીમાં કાબુલમાં ઉપદેશ આપ્યો હતો.

આજે પણ અફઘાન મૂળના સૂફી સંત બાબા હઝરત શેખની દરગાહ પર પંજાબમાં તમામ ધર્મમાં વિશ્વાસ ધરાવતા લોકો માથું ટેકવે છે. અહીં અફઘાનિસ્તાનમાંથી મુલાકાતીઓ પણ આવે છે.

અમૃતસર એશિયાના સૌથી જૂના અને લાંબા રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રન્ક રોડ પર સ્થિત છે, જ્યાં આપણા વિસ્તારના વેપાર, લોકો અને વિચારોનું ઘણી વખત મિલન થાય છે. અમૃતસર જોડાણને પુનઃસ્થાપિત કરવાનું મૂલ્ય પણ પ્રતિપાદિત કરે છે, જે અફઘાનિસ્તાનની સંપૂર્ણ વૃદ્ધિ, સ્થિરતા અને આર્થિક સમૃદ્ધિ માટે અતિ મહત્ત્વપૂર્ણ છે.

ઉપસ્થિતિ મહામહિમ, સજ્જનો અને સન્નારીઓ,

વીસમી સદીના અંતથી અને એકવીસમી સદીની શરૂઆતથી આંતરરાષ્ટ્રીય સમુદાય અફઘાનિસ્તાનની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે વિસ્તૃતપણે પ્રયાસરત છે.

અફઘાનિસ્તાનના રાજકીય, સામાજિક, સૈન્ય, આર્થિક વિકાસ માટે અને વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટના વિવિધ કાર્યક્રમો મારફતે સમગ્ર દુનિયાની મહાસત્તાઓ, એશિયાના દેશો અને સંબંધિત રાષ્ટ્રો સહકાર આપી રહ્યા છે.

આજે આપણી પરિષદ અફઘાનિસ્તાનમાં સ્થાયી શાંતિ અને કાયમી રાજકીય સ્થિરતા સ્થાપિત કરવા આંતરરાષ્ટ્રીય સમુદાયની પ્રતિબદ્ધતાને પ્રતિપાદિત કરે છે. આપણા શબ્દો અને કાર્યો આપણા સમયના મહત્ત્વપૂર્ણ અધૂરા કાર્યોને આગળ ધપાવવા પર કેન્દ્રીત છે.

અને તેની પાછળનો એકમાત્ર ઉદ્દેશ અફઘાનિસ્તાનને મદદ કરવાનો છે. આપણો ઉદ્દેશ અફઘાનિસ્તાનમાં:

*સામાજિક, રાજકીય અને સંસ્થાગત સમરસતાનું નિર્માણ કરવાનો અને તેને મજબૂત કરવાનો છે;

*બાહ્ય જોખમોથી તેના વિસ્તારો અને નાગરિકોનું રક્ષણ કરવાનો છે;

*તેની આર્થિક અને વિકાસલક્ષી પ્રવૃત્તિને વેગ આપવાનો છે;

*અને તેના લોકો માટે સ્થિર અને સમૃદ્ધ ભવિષ્યનું નિર્માણ કરવાનો છે.

ખરેખ આ પરિષદનો આશય પણ આ જ છે, જેની થીમ યથાર્થ છે, “પડકારો ઝીલવા; સમૃદ્ધિ હાંસલ કરવી.”

આપણી સમક્ષ પડકારો મોટા છે અને તેમાં આપણને લવલેશ શંકા નથી. પણ આપણે પડકારોને પહોંચી વળવા અને સફળતા મેળવવા એટલા જ દ્રઢ છીએ.

એટલે અત્યાર સુધી આપણા આકરા સહિયારા પ્રયાસોનું પરિણામ સારું મળ્યું છે, પણ મિશ્ર છે. તેમાં ઘણી મહત્ત્વપૂર્ણ સફળતાઓ મળી છે અને ઘણું બધું કામ કરવાનું બાકી છે.

અત્યારે તાતી જરૂર પ્રયાસો જાળવી રાખવાની અને દ્રઢ રહેવાની છે. છેલ્લા 15 વર્ષમાં આપણને જે સફળતા મળી છે, તેને આપણે જાળવવી જોઈએ અને તેના પર ભવિષ્યમાં વધુ સફળતા મેળવવા પ્રયાસ કરવો જોઈએ તથા આગેકૂચ કરવી જોઈએ.

તેનું એક મહત્ત્વપૂર્ણ કારણ એ છે કે તેમાં અફઘાનિસ્તાનનું ભવિષ્ય જ દાવ પર લાગેલું નથી, પણ તેનો સીધો સંબંધ સંપૂર્ણ વિસ્તાર અને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સ્થિરતા સાથે છે. આંતરરાષ્ટ્રીય સમુદાયે અફઘાનિસ્તાનમાં લોકશાહી, વિકાસ અને વિવિધતામાં એકતા સ્થાપિત કરવા સહિયારા પ્રયાસ કર્યા છે.

અફઘાનિસ્તાનના નાગરિકો સ્વનિર્ભર શાંતિ અને આર્થિક વૃદ્ધિ કરી શકે એ માટે આપણે વધારે શું કરવું જોઈએ અને આપણે કઈ બાબતો ટાળવી જોઈએ, તેનો ઝડપથી ચિતાર મેળવીએ. ચાલો આપણે તત્પરતા સાથે આ બાબતનો વિચાર કરીએ, જેમાં અફઘાનિસ્તાન અને તેના નાગરિકોનું હિત સર્વોપરી છે.

આ માટે સૌપ્રથમ અફઘાન સંચાલિત, અફઘાનોની માલિકીની અન અફઘાન નિયંત્રિત પ્રક્રિયા મહત્તવપૂર્ણ છે. તેમાં જ સ્થાયી સમાધાનની ચાવી અને ખાતરી રહેલી છે. બીજું, આપણે આંતકના નેટવર્કને પરાસ્ત કરવા મજબૂત અને સંયુક્ત ઇચ્છાશક્તિ પ્રદર્શિત કરવી જોઈએ. આપણે જાણીએ છીએ કે આતંકવાદ નિર્દોષ લોકોના રક્તપાત માટે જવાબદાર છે અને નાગરિકોમાં ભય ફેલાવે છે.

અફઘાનિસ્તાનની શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે આતંકવાદ અને બાહ્ય પરિબળોથી પ્રેરિત અસ્થિરતા સૌથી મોટું જોખમ છે. અને, આતંકવાદી હિંસાનો વધતો વ્યાપ આપણા સંપૂર્ણ વિસ્તાર માટે જોખમરૂપ છે. તે જ રીતે અફઘાનિસ્તાનમાં શાંતિ માટેની અપીલને સમર્થન આપવું જ પર્યાપ્ત નથી.

આ માટે નક્કર કામગીરી થવી જોઈએ. આ કામગીરી ફક્ત આતંકવાદી પરિબળો સામે જ નહીં, પણ આતંકવાદને આશ્રય આપતા, તાલીમ આપતા અને નાણાકીય સહાય આપતા તત્ત્વો સામે પણ થવી જોઈએ.

અફઘાનિસ્તાન અને આપણા પ્રદેશમાં આતંકવાદ સામે આંખ આડા કાન કરવાથી અને નિષ્ક્રિય રહેવાથી આતંકવાદીઓ અને તેમના આશ્રયદાતાને પ્રોત્સાહન જ મળશે. ત્રીજું, અફઘાનિસ્તાનના વિકાસ અને માનવીય જરૂરિયાતો માટે ભૌતિક સહાય માટેની આપણી દ્વિપક્ષીય અને પ્રાદેશિક પ્રતિબદ્ધતાઓ જળવાઈ રહેવી જોઈએ અને વધવી જોઈએ.

અફઘાનિસ્તાનમાં આપણા સહકારના પ્રયાસો તેના માળખાકીય વિકાસ અને સંસ્થાકીય ક્ષમતાના સંવર્ધન માટે તથા વૃદ્ધિના સ્વયં-સંચાલિત પરિબળોને પ્રોત્સાહન આપવા જોઈએ.

ચાર, આપણે બધાએ અફઘાનિસ્તાન અને આ વિસ્તારના અન્ય દેશો વચ્ચે મજબૂત હકારાત્મક જોડાણ સ્થાપિત કરવા કાર્ય કરવું જોઈએ.

અફઘાનિસ્તાન આપણા જોડાણના નેટવર્કનું કેન્દ્ર બનવું જોઈએ. આપણી વાત કરીએ તો આપણે અફઘાનિસ્તાનને દક્ષિણ એશિયા અને મધ્ય એશિયા વચ્ચે જોડાણની મજબૂત કડી માટેના કેન્દ્ર તરીકે જોઈએ છીએ.

આપણે સ્વીકારવું જોઈએ કે વેપાર, મૂડી અને બજારોના પ્રાદેશિક કેન્દ્રો સાથે અફઘાનિસ્તાનનું વધું જોડાણ તેની આર્થિક વૃદ્ધિ અને પ્રગતિને વધારે સુનિશ્ચિત કરશે. રાષ્ટ્રપતિ ગની અને હું વિસ્તારના અન્ય ભાગીદારો સાથે વેપાર અને પરિવહન કડીઓને મજબૂત કરવાની પ્રાથમિકતાઓ પર સમાન વિચાર ધરાવીએ છીએ.

અહીં ઉપસ્થિતિ મહામહિમ, સજ્જનો અને સન્નારીઓ,

ભારતની દ્રષ્ટિએ અફઘાન બહાદુર ભાઈઓ અને બહેનો પ્રત્યે અમારી પ્રતિબદ્ધતાઓ સંપૂર્ણ અને અતૂટ છે. અફઘાનિસ્તાન અને તેના નાગરિકોનું કલ્યાણ અમારા માટે સર્વોપરી છે.

અફઘાનિસ્તાનમાં મોટા અને નાના એમ બંને પ્રકારના પ્રોજેક્ટ્સમાં આપણી સફળતાપૂર્વક ભાગીદારી જ તેનું પ્રતિબિંબ છે. આપણા સહકારનાં મુખ્ય પાસામાં તેના લોકો હંમેશા કેન્દ્રમાં છે.

આપણા સહિયારા પ્રયાસોનો ઉદ્દેશઃ

*અફઘાનિસ્તાનના યુવાનોને શિક્ષિત કરવાનો અને તેમની કુશળતાઓને સંવર્ધિત કરવાનો છે;

*સ્વાસ્થ્ય સંબંધિત સારસંભાળ પ્રદાન કરવાનો અને કૃષિ ક્ષેત્રમાં પ્રગતિ કરવાનો છે;

*માળખાગત સુવિધાઓ અને સંસ્થાઓનું નિર્માણ કરવાનો છે; અને

*અફઘાનિસ્તાનમાં વેપારીઓ અને લઘુ વ્યવસાયોને ભારતમાં પ્રચૂર વાણિજ્યિક અને આર્થિક તકો સાથે જોડવાનો છે.

અને આ પ્રકારના પ્રયાસોના લાભ અફઘાનિસ્તાનના ખૂણે ખૂણે પહોંચાડવાનો છે. થોડા મહિના અગાઉ શરૂ થયેલો સલમા ડેમ હેરાતનો ભારત-અફઘાનિસ્તાન મૈત્રી ડેમ છે, જે અફઘાનિસ્તાનના લોકો માટે આર્થિક પ્રવૃત્તિઓને ફરી ધમધમતી કરવામાં મદદરૂપ થશે.

કાબુલમાં સંસદીય બિલ્ડિંગ અફઘાનિસ્તાનમાં લોકતાંત્રિક ભવિષ્ય પ્રત્યે અમારી પ્રતિબદ્ધતાનું પ્રતિનિધિત્વ કરે છે. ઝેરાંજ-ડેલેરામ હાઇવે અને ચાબહાર પર ભારત-અફઘાનિસ્તાન-ઇરાન વચ્ચે ત્રિપક્ષીય સહકાર અફઘાનિસ્તાનને દક્ષિણ એશિયા અને એશિયાના અન્ય રાષ્ટ્રોમાં આર્થિક વૃદ્ધિના મજબૂત કેન્દ્રો સાથે તેના અર્થતંત્રને જોડવા સક્ષમ બનાવશે.

આપણે અફઘાનિસ્તાનને હવાઈ પરિવહન કોરિડોર મારફતે ભારત સાથે જોડવાની યોજના પણ બનાવી છે.

રાષ્ટ્રપતિ ગની અને મેં આપણા દ્વિપક્ષીય સહકારને ગાઢ બનાવવા માટે વધારાના પગલાની ચર્ચા કરી હતી. અમે અફઘાનિસ્તાનમાં ક્ષમતા સંવર્ધન માટે ભારત દ્વાર અંકિત કરવામાં આવેલા વધારાના 1 અબજ અમેરિકન ડોલરના વપરાશ માટે યોજનાઓ વિકસાવવામાં પ્રગતિ કરી છે.

આ યોજનાઓ જળ વ્યવસ્થાપન, સ્વાસ્થ્ય, માળખાગત સુવિધા, ઊર્જા અને કૌશલ્ય સંવર્ધન જેવા ક્ષેત્રો સાથે સંબંધિત હશે. ભારત તેની વધારાની પ્રતિબદ્ધતાઓનો અમલ કરતો હોવાથી આપણે અફઘાનિસ્તાનના વિકાસ માટે અન્ય સમાન વિચારસરણી ધરાવતા ભાગીદારો સાથે કામ કરવા તૈયાર છીએ.

આપણે ચાલુ વર્ષે જુલાઈમાં નાટોના વરસો સંમેલન અને ઓક્ટોબરમાં બ્રસેલ્સ પરિષદમાં આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાઓની નોંધ લઈને પણ ખુશ છીએ. અમે અફઘાનિસ્તાનને સહાય કરવા આપણી આકાંક્ષા અને પ્રતિબદ્ધતાઓને વધારવા સતત પ્રયાસો કરીશું.

આ માટે આપણે પ્રોજેક્ટ્સ પર કામગીરીમાં આપણા સહિયારા અનુભવોમાંથી બોધપાઠો મેળવ્યાં છે અને શ્રેષ્ઠ પદ્ધતિઓની જાણકારી મેળવી હતી.

મહામહિમ, સન્નારીઓ અને સજ્જનો,

ચાલો આપણે યાદ રાખીએ કે દરરોજ આપણે અફઘાનિસ્તાનના સફળ રાજકીય, સૈન્ય અને આર્થિક સંક્રમણ માટે મદદ કરીએ. આ રીતે આપણે એશિયા અને દુનિયામાં વધારે શાંતિ સ્થાપિત કરવામાં પણ મદદ કરીશું.

મને આશા છે કે તમારી ચર્ચાવિચારણા ફળદાયક રહેશે અને નીચેની બાબતો માટે કામગીરી કરવાનો માર્ગ પ્રશસ્ત કરશેઃ

*સંઘર્ષને સ્થાને સહકારને પ્રોત્સાહન આપશે,

*આતંકવાદને બદલે સુરક્ષા મજબૂત કરશે અને જરૂરિયાત પૂર્ણ કરવા વિકાસને પ્રાધાન્ય આપશે.

ચાલો આપણે અફઘાનિસ્તાનને શાંતિનું કેન્દ્ર બનાવવા ફરી પ્રતિબદ્ધતા વ્યક્ત કરીએ. અફઘાનિસ્તાનને એવું રાષ્ટ્ર બનાવીએ, જ્યાં શાંતિ અને સમૃદ્ધિ હોય, લોકતાંત્રિક વ્યવસ્થા હોય અને વિવિધતામાં એકતા પ્રવર્તતી હોય.

તમારો ધન્યવાદ.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
'You Are A Champion Among Leaders': Guyana's President Praises PM Modi

Media Coverage

'You Are A Champion Among Leaders': Guyana's President Praises PM Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi congratulates hockey team for winning Women's Asian Champions Trophy
November 21, 2024

The Prime Minister Shri Narendra Modi today congratulated the Indian Hockey team on winning the Women's Asian Champions Trophy.

Shri Modi said that their win will motivate upcoming athletes.

The Prime Minister posted on X:

"A phenomenal accomplishment!

Congratulations to our hockey team on winning the Women's Asian Champions Trophy. They played exceptionally well through the tournament. Their success will motivate many upcoming athletes."