પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નોઇડામાં પેટ્રોટેક 2019એ નીચે મુજબ પ્રારંભિક સંબોધન કર્યું હતું.

નમસ્તે.

પ્રારંભમાં જણાવીશ, લોજિસ્ટિક કારણોસર હું થોડો મોડો પડ્યો છું, એ બદલ દિલગીર છું.

આપને સૌને પેટ્રોટેક-2019માં આવકારતાં હું આનંદ અનુભવું છું. આ ભારતની મુખ્ય હાઇડ્રોકાર્બન કોન્ફરન્સની 13મી એડિશન છે.

ઊર્જા ક્ષેત્ર અને તેનાં ભવિષ્ય માટેનાં વિઝનમાં યોગદાન આપવા બદલ મહામહિમ ડૉ. સુલતાન અલ જબેરને હું અભિનંદન પાઠવું છું.

સદીનાં છેલ્લાં પચ્ચીસ વર્ષો દરમિયાન પેટ્રોટેકે આપણે ઊર્જા ક્ષેત્રમાં રહેલાં પડકારોનું સમાધાન કરવાની ચર્ચા કરવા માટેનાં મંચ તરીકે કામ કર્યું છે.

આપણા દરેક સંબંધિત દેશોમાં આપણે આપણા નાગરિકોને વાજબી, કાર્યદક્ષ, સ્વચ્છ અને સુનિશ્ચિત ઊર્જા પુરવઠો પ્રદાન કરવા ઇચ્છીએ છીએ.

અહિં સાત દેશો અને 7,000 પ્રતિનિધિઓની હાજરી આપણા સામાન્ય પડકારોને ઝીલવાનું પ્રતિબિંબ છે.

મેં જાહેર જીવનમાં ઘણા દાયકાઓ પસાર કર્યા છે. આ દરમિયાન હું સંમત થયો છું કે, સામાજિક-આર્થિક વૃદ્ધિ માટે ઊર્જા મુખ્ય પ્રેરક પરિબળ છે. અનુકૂળ કિંમત, સ્થિર અને સતત ઊર્જાનો પુરવઠો – અર્થતંત્રની ઝડપી વૃદ્ધિ માટે આવશ્યક છે. તે ગરીબો અને સમાજનાં વંચિત વર્ગોને મદદ પણ કરે છે તેમજ તેનાથી તેને સમાંતર આર્થિક લાભ પણ મળ્યાં છે.

વ્યાપક સ્તરે વૃદ્ધિ માટે ઊર્જા ક્ષેત્ર મુખ્ય અને પથપ્રદર્શક પરિબળ છે.

મિત્રો,

આપણે અહિં વૈશ્વિક ઊર્જાનાં વર્તમાન અને ભવિષ્યની ચર્ચા કરવા એકત્ર થયા છીએ એટલે આંતરરાષ્ટ્રીય સ્તરે ઊર્જા ક્ષેત્રમાં પરિવર્તનનો પવન દેખાઈ રહ્યો છે.

ઊર્જાનો પુરવઠો, ઊર્જાનાં સ્રોતો અને ઊર્જાનાં વપરાશની પદ્ધતિઓ બદલાઈ રહી છે. કદાચ આ ઐતિહાસિક પરિવર્તન કે સંક્રમણ પણ હોઈ શકે છે.

ઊર્જાનો ઉપભોગ પશ્ચિમથી પૂર્વ તરફ વળ્યો છે.

શેલ ક્રાંતિ પછી અમેરિકા વિશ્વમાં ઓઇલ અને ગેસનું સૌથી મોટું ઉત્પાદક રાષ્ટ્ર બન્યું.

સૌર ઊર્જા અને પુનઃપ્રાપ્ય ઊર્જાનાં અન્ય સ્રોતો વધારે સ્પર્ધાત્મક બન્યાં છે. તેઓ ઊર્જાનાં પરંપરાગત સ્વરૂપો માટે સ્થિર વિકલ્પો તરીકે વિકસી રહ્યાં છે.

દુનિયામાં વિવિધ ઊર્જાનાં મિશ્રણમાં કુદરતી ગેસે સૌથી વધુ ઝડપથી વિકસતાં મોટા ઈંધણમાં સ્થાન મેળવ્યું છે.

સસ્તી પુનઃપ્રાપ્ય ઊર્જા, ટેકનોલોજીઓ અને ડિજિટલ ઉપયોગિતાઓ વચ્ચે સમન્વયનાં સંકેતો મળ્યાં છે. આ સમન્વયથી સ્થિર વિકાસનાં ઘણા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં ઝડપ આવી શકે છે.

વિવિધ દેશો આબોહવાનાં પડકારને ઝીલવા એક મંચ પર આવી રહ્યાં છે. તે આંતરરાષ્ટ્રીય ભાગીદારીઓમાં જોવા મળી રહ્યું છે, જેમ કે ભારત અને ફ્રાંસની પહેલ આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનમાં છે.

આપણે ઊર્જાની વિશાળ ઉપલબ્ધતાનાં યુગમાંથી પસાર થઈ રહ્યાં છીએ.

પણ દુનિયાનાં એક અબજથી વધારે લોકોને વીજળીનો પુરવઠો હજી પણ સુલભ નથી થયો. અનેક લોકોને હજુ રાંધવા માટે સ્વચ્છ ઈંધણ મળતું નથી.

ભારતે ઊર્જા સુલભતાની સમસ્યાનું સમાધાન કરવામાં નેતૃત્વ લીધું છે. અમારી સફળતામાં મને દુનિયા માટેની આશા દેખાય છે, જેથી ઊર્જા ઉપલબ્ધતાની સમસ્યાઓને સાનુકૂળ રીતે પૂર્ણ કરી શકાશે.

લોકોને સ્વચ્છ, વાજબી, સ્થિર અને સમાન ધોરણે ઊર્જાનો પુરવઠો આપવા એને સાર્વત્રિક રીતે સુલભ કરાવવો જોઈએ.

ઊર્જા સમાનતાનાં યુગનાં પ્રારંભમાં ભારતનું યોગદાન નોંધપાત્ર છે.

અત્યારે ભારત દુનિયામાં સૌથી વધુ ઝડપે વિકસતું મોટું અર્થતંત્ર છે, આઇએમએફ અને વિશ્વ બેંક જેવી અગ્રણી સંસ્થાઓ આગામી વર્ષોમાં આ જ ઝડપે વિકાસ જળવાઈ રહેશે એવી ધારણા પણ વ્યક્ત કરી છે.

દુનિયામાં અત્યારે આર્થિક વાતાવરણ અનિશ્ચિત છે, જેમાં ભારતે દુનિયાનાં અર્થતંત્રનાં મુખ્ય એન્જિન તરીકે જબરદસ્ત ક્ષમતા પ્રદર્શિત કરી છે.

તાજેતરમાં ભારતનું અર્થતંત્ર દુનિયાનું સૌથી મોટું છઠ્ઠું અર્થતંત્ર બની ગયું છે. તાજેતરનાં એક અહેવાલ મુજબ, વર્ષ 2030 સુધીમાં ભારત દુનિયામાં બીજું સૌથી મોટું અર્થતંત્ર બની શકશે.

અહિં અમે દર વર્ષે પાંચ ટકાથી વધુનાં દરે માગ વધવાની સાથે દુનિયામાં ત્રીજી સૌથી મોટું ઊર્જા ઉપભોક્તા બજાર પણ ધરાવીએ છીએ.

ભારતમાં વર્ષ 2040 સુધીમાં ઊર્જાની માગ બમણાથી વધારે થવાની અપેક્ષા હોવાથી ઊર્જા કંપનીઓ માટે આપણા દેશનું બજાર આકર્ષક રહેવાનું છે.

અમે ઊર્જા આયોજન તરફ સંકલિત અભિગમ અપનાવ્યો છે. ડિસેમ્બર, 2016માં આયોજિત છેલ્લી પેટ્રોટેક પરિષદ દરમિયાન મેં ભારતનાં ઊર્જા ક્ષેત્રનાં ભવિષ્ય માટે ચાર આધારસ્તંભનો ઉલ્લેખ કર્યો હતો. આ આધારસ્તંભો છેઃ ઊર્જાની સુલભતા, ઊર્જાદક્ષતા, ઊર્જાનું સાતત્ય અને ઊર્જાની સુરક્ષા.

મિત્રો,

મારા માટે ઊર્જાનું સમાન વિતરણ મુખ્ય ઉદ્દેશ પણ છે અને ભારત માટે ટોચની પ્રાથમિકતા પણ છે. આ માટે અમે ઘણી નીતિઓ વિકસાવી છે અને એનો અમલ કર્યો છે. આ પ્રયાસોનાં પરિણામો હવે જોવા મળે છે.

વીજળીનો પુરવઠો અમારા તમામ ગ્રામીણ વિસ્તારોમાં પહોંચી ગયો છે.

ચાલુ વર્ષે અમારો ઉદ્દેશ સૌભાગ્ય નામનાં અમારા લક્ષિત કાર્યક્રમ મારફતે ભારતમાં 100 ટકા વીજળીકરણ હાંસલ કરવાનો છે.

જેમ-જેમ અમે ઉત્પાદન વધારી રહ્યાં છીએ, તેમ-તેમ અમારો ઉદ્દેશ ટ્રાન્સમિશન અને વિતરણમાં નુકસાનને ઘટાડવાનો પણ છે. અમારી ઉદય યોજના અંતર્ગત અમે આ ઉદ્દેશ તરફ કામ કરી રહ્યાં છીએ.

વીજળીનો પુરવઠો સરળતાપૂર્વક મેળવવાનાં વિશ્વ બેંકનાં ક્રમાંકમાં ભારતનું સ્થાન વર્ષ 2014માં 129મું હતું, જે સુધરીને વર્ષ 2018માં 29મું થયું છે.

દેશભરમાં ઉજાલા યોજના હેઠળ LED બલ્બનું વિતરણ થયું છે, જેનાં પરિણામે વર્ષે રૂ. 17,000 કરોડ રૂપિયા કે 2.5 અબજ ડોલરની બચત થઈ છે.

સ્વચ્છ રાંધણગેસની સુલભતાનાં ઘણા લાભ થયા છે, ખાસ કરીને મહિલાઓ અને બાળકો ધુમાડાનાં પ્રદૂષણથી મુક્ત થયા છે.

ઉજ્જવલા યોજના હેઠળ ફક્ત ત્રણ વર્ષમાં 64 મિલિયન કે 6.4 કરોડ કુટુંબોને LPG જોડાણો આપવામાં આવ્યાં છે. ‘વાદળી જ્યોતની ક્રાંતિ’ ચાલી રહી છે. LPGની પહોંચ 90 ટકાથી વધારે કુટુંબો સુધી થઈ છે, જે પાંચ વર્ષ અગાઉ ફ્કત 55 ટકા હતી.

સ્વચ્છ પરિવહનને પ્રોત્સાહન મળ્યું છે. અમે એપ્રિલ, 2020 સુધીમાં BS IV થી BS VI સુધીની હરણફાળ ભરવા પ્રયાસ કરી રહ્યાં છીએ. આ યુરો સિક્સ ધારાધોરણોને સમકક્ષ છે.

100 ટકા વીજળીકરણ અને LPGનાં વ્યાપમાં વધારો જેવી સફળતાઓ લોકોની ભાગીદારી મારફતે જ શક્ય છે. જ્યારે લોકો સહિયારાં ઊર્જાની ક્ષમતામાં વિશ્વાસ ધરાવે, ત્યારે જ તમામ લોકો સુધી ઊર્જા પહોંચી શકશે. સરકાર આ માન્યતાને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવા એકમાત્ર સક્ષમ સંસ્થા છે.

છેલ્લાં પાંચ વર્ષમાં ભારતનાં ઓઇલ અને ગેસ ક્ષેત્રમાં મોટા સુધારા જોવા મળ્યાં છે. અમે અમારી અપસ્ટ્રીમ નીતિઓ અને નિયમનોને સુધાર્યા છે. અમે હાઇડ્રોકાર્બન ઉત્ખનન અને લાઇસન્સિંગ નીતિ શરૂ કરી છે, જેનો ઉદ્દેશ આ ક્ષેત્રમાં પારદર્શકતા અને સ્પર્ધાત્મકતા લાવવાનો છે.

બિડિંગનાં માપદંડ આવકની વહેંચણીમાં પરિવર્તિત કરવામાં આવ્યાં છે. એનાથી સરકારની દરમિયાનગીરીમાં ઘટાડો કરવામાં મદદ મળી છે. ઓપન એકરેજ લાઇસન્સિંગ પોલિસી અને નેશનલ ડેટા રિપોઝિટરી ભારતીય ક્ષેત્રોમાં ઉત્ખનનમાં રસ વધારવામાં મદદરૂપ છે.

ગેસ પ્રાઇસિંગ સુધારા પણ પ્રસ્તુત કરવામાં આવ્યાં છે. સંવર્ધિત ઓઇલ રિકવરી નીતિનો ઉદ્દેશ અપસ્ટ્રીમ ક્ષેત્રોમાં ઉત્પાદકતા વધારવા માટે નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે.

અમારું ડાઉનસ્ટ્રીમ ક્ષેત્ર સંપૂર્ણપણે ઉદાર થઈ ગયું છે. પેટ્રોલ અને ડિઝલની બજાર સંચાલિત કિંમતો આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલની કિંમતોમાં થઈ રહેલાં પરિવર્તનોનું પ્રતિબિંબ છે. ભારત દુનિયામાં ચોથી સૌથી મોટી રિફાઇનિંગ ક્ષમતા છે. એનાથી વર્ષ 2030 સુધીમાં આશરે 200 મિલિયન મેટ્રિક ટનનો વધારો થશે.

ગયા વર્ષે રાષ્ટ્રીય જૈવઈંધણ નીતિ બનાવવામાં આવી છે. બીજી અને ત્રીજી પેઢીનાં જૈવઇંધણો પર સંશોધનોને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. દેશનાં 11 રાજ્યોમાં બીજી પેઢીની 12 બાયો-રિફાઇનરીની સ્થાપના થઈ રહી છે. ઇથેનોલ મિશ્રણ અને જૈવડિઝલ કાર્યક્રમથી કાર્બનનાં ઉત્સર્જનમાં ઘટાડો થયો છે તથા ખેડૂતોની આવકમાં વધારો થયો છે. બાયો એવિએશન ટર્બાઇન ફ્યુઅલને આપણા નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં અજમાવવામાં આવ્યું છે.

આપણી સરકારે સંપૂર્ણ ઓઇલ અને ગેસ મૂલ્ય સાંકળમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીને પ્રોત્સાહન આપ્યું છે. ભારત પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઇ) મેળવવા માટેનું આકર્ષક સ્થળ બની ગયું છે. સાઉદી એરામ્કો, ADNOC, TOTAL, એક્સોન-મોબિલ, BP અને શેલ મૂલ્ય સાંકળમાં તેમનું રોકાણ વધારવા વિચાર કરી રહી છે.

ભારત ગેસ આધારિત કંપની તરફ હરણફાળ ભરી રહી છે. 16,000 કિલોમીટરથી વધારે લંબાઈ ધરાવતી ગેસ પાઇપલાઇનનું નિર્માણ થયું છે અને વધુ 11,000 કિલોમીટરની લંબાઈ ધરાવતી પાઇપલાઇનનું નિર્માણ ચાલી રહ્યું છે.

પૂર્વ ભારતમાં 3,200 કિલોમીટરની લંબાઈ ધરાવતી ગેસ પાઇપલાઇનની કામગીરીનો અમલ શરૂ થઈ ગયો છે. એનાથી પૂર્વોત્તર ભારત નેશનલ ગેસ ગ્રિડ સાથે જોડાશે.

શહેરી ગેસ વિતરણનો 10મો બિડ રાઉન્ડ એક મહિનામાં પૂર્ણ થશે. એમાં 400 જિલ્લાઓને આવરી લેવામાં આવશે. આ અમારા વસતિનાં 70 ટકા હિસ્સા સુધી શહેરી ગેસ વિતરણની સુવિધા સુલભ કરશે.

અમે ઇન્ડસ્ટ્રી 4.0 માટે સજ્જ થઈ રહ્યાં છીએ. આ નવી ટેકનોલોજી અને પ્રક્રિયાઓ સાથે ઉદ્યોગની કામગીરીમાં પરિવર્તનનો પવન ફૂંકશે. અમારી કંપનીઓએ કાર્યદક્ષતા સુધારવા, સલામતી વધારવા અને ખર્ચમાં ઘટાડો કરવા નવીનતમ ટેકનોલોજીઓ અપનાવી છે. આ ડાઉનસ્ટ્રીમ તેમજ અપસ્ટ્રીમ ઓઇલ અને ગેસ ઉત્પાદનમાં એસેટની જાળવણી અને રિમોટ મોનિટરિંગથી થઈ રહ્યું છે.

છેલ્લાં થોડાં વર્ષોમાં અમે આંતરરાષ્ટ્રીય ઊર્જા સંસ્થા અને ઓપેક જેવી સંસ્થાઓ સાથે અમારું આંતરરાષ્ટ્રીય જોડાણ વધારે ગાઢ બન્યું છે. અમે વર્ષ 2016 થી 2018 સુધી આંતરરાષ્ટ્રીય ઊર્જા મંચનાં અધ્યક્ષ હતાં. અમે અમારી પરંપરાગત વિક્રેતા-ગ્રાહક જોડાણને દ્વિપક્ષીય રોકાણો મારફતે વ્યૂહાત્મક ભાગીદારીમાં પરિવર્તિત કરી છે. અમે નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા, ભૂટાન અને મ્યાનમાર સાથે ઊર્જા સંબધિત જોડાણને વધારે ગાઢ બનાવીને અમારી ‘પડોશી પ્રથમ’ નીતિને પણ પ્રોત્સાહન આપ્યું છે.

હું નિયમિતપણે ઓઇલ અને ગેસ ક્ષેત્રમાં કાર્યરત આંતરરાષ્ટ્રીય કંપનીઓનાં સીઇઓ સાથે સંવાદ કરું છું. દુનિયાનાં આગેવાનો અને સીઇઓ સાથે મારી વાતચીતમાં મેં હંમેશા જણાવ્યું છે કે, ઓઇલ અને ગેસ ટ્રેડિંગ કરવા માટેની જ કોમોડિટી નથી, પણ જીવનજરૂરી આવશ્યકતા છે. સામાન્ય માણસનું રસોડું હોય કે વિમાન હોય – ઊર્જા કે ઈંધણ જરૂરી છે.

લાંબા સમયથી દુનિયામાં ક્રૂડની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે. આપણે જવાબદાર કિંમત તરફ આગળ વધવાની જરૂર છે, જે ઉત્પાદક અને ઉપભોક્તા એમ બંનેનાં હિતો વચ્ચે સંતુલન જાળવશે. આપણે ઓઇલ અને ગેસ એમ બંનેનાં પારદર્શક અને અનુકૂળ બજારો તરફ આગળ વધવાની જરૂર પણ છે. પછી જ આપણે મહત્તમ રીતે માનવસમાજની ઊર્જાની જરૂરિયાતો પૂર્ણ કરી શકીશું.

અન્ય એક મુખ્ય મુદ્દો એ છે કે, દુનિયાએ જળવાયુ પરિવર્તનનાં પડકાર માટે એક મંચ પર આવવાની જરૂર છે. સંયુક્તપણે આપણે પેરિસમાં સીઓપી-21માં આપણા માટે નિર્ધારિત કરેલા લક્ષ્યાંકને હાંસલ કરી શક્યા. ભારતે તેની કટિબદ્ધતાઓ પૂર્ણ કરવા હરણફાળ ભરી છે. અમે લક્ષ્યાંક સુધી પહોંચવાનાં માર્ગે આગેકૂચ કરી રહ્યાં છીએ.

પેટ્રોટેક ઊર્જા ક્ષેત્રનાં ભવિષ્યને લઈને ચર્ચાવિચારણા કરવા માટે આદર્શ મંચ પ્રદાન કરે છે. આંતરરાષ્ટ્રીય બજાર કેવી રીતે પરિવર્તન પામી રહ્યું છે, એની નીતિઓમાં કેવી રીતે ફેરફારો થઈ રહ્યાં છે અને નવી ટેકનોલોજીઓ આ ક્ષેત્રની સ્થિરતા અને ભવિષ્યનાં રોકાણને કેવી રીતે અસર કરશે એનું પ્રતિબિંબ પાડવા માટેનો આ યોગ્ય મંચ છે.

હું તમને બધાને સફળ અને ફળદાયક પરિસંવાદની શુભેચ્છાઓ પાઠવું છું.

તમારો આભાર.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...

Prime Minister Shri Narendra Modi paid homage today to Mahatma Gandhi at his statue in the historic Promenade Gardens in Georgetown, Guyana. He recalled Bapu’s eternal values of peace and non-violence which continue to guide humanity. The statue was installed in commemoration of Gandhiji’s 100th birth anniversary in 1969.

Prime Minister also paid floral tribute at the Arya Samaj monument located close by. This monument was unveiled in 2011 in commemoration of 100 years of the Arya Samaj movement in Guyana.