QuotePM Modi inaugurates first National Tribal Carnival in New Delhi
QuoteDespite several challenges, the tribal communities show us the way how to live cheerfully: PM
QuoteIt is necessary to make the tribal communities real stakeholders in the development process: PM
QuoteGovernment is committed to using modern technology for development which would minimize disturbance to tribal settlements: PM

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં નેશનલ ટ્રાઇબલ કાર્નિવલ (રાષ્ટ્રીય જનજાતિ મહોત્સવ)નું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે આ પ્રસંગે દિલચસ્પ કાર્નિવલ પરેડ માણી હતી અને પછી તેમણે જણાવ્યું હતું કે, દિવાળીના પર્વ પર દિલ્હીમાં પહેલી વખત દેશભરમાંથી આદિવાસીઓ જૂથો એકત્ર થયા છે. તેમણે કહ્યું હતું કે, ટ્રાઇબલ કાર્નિવલ રાષ્ટ્રીય રાજધાનીમાં આદિવાસી સમુદાયોની ક્ષમતાઓ પ્રદર્શિત કરશે.

|

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ભારત પ્રચૂર વિવિધતા ધરાવતો દેશ છે. તેમણે જણાવ્યું હતું કે, આજે સમારંભમાં પ્રસ્તુત કાર્નિવલ પરેડ આ વિવિધતાની એક નાની સરખી ઝાંખી છે.

|

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આદિવાસી સમુદાયોનું જીવન અતિ સંઘર્ષમય હોય છે. તેમ છતાં આદિવાસી સમુદાયોએ સામુદાયિક જીવનના આદર્શો જાળવી રાખ્યા છે અને અનેક પડકારો વચ્ચે જીવનનો આનંદ માણે છે તેવું તેમણે ઉમેર્યું હતું.

|

શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, તેમને યુવાનીમાં આદિવાસીઓ વચ્ચે સામાજિક કાર્ય કરવાની તક સાંપડી હોવા બદલ તેઓ પોતાને ખુશનસીબ સમજે છે. તેમણે પોતાના એ દિવસોનું સંસ્મરણ કરતા કહ્યું હતું કે, તમને આદિવાસીઓ પાસેથી ભાગ્યે જ ફરિયાદ સાંભળવા મળે. આ સંબંધમાં તેમણે ઉમેર્યું હતું કે, શહેરી વિસ્તારોમાં રહેતા લોકો તેમની પાસેથી પ્રેરણા લઈ શકે.

|

તેમણે કહ્યું હતું કે, આદિવાસીઓ સ્થાનિક સામગ્રીમાંથી નવીન ઉત્પાદનો બનાવવાની કુશળતા ધરાવે છે. તેની બહુ માગ ઊભી થઈ શકે છે અને જો તેનું માર્કેટિંગ કરવામાં આવે તો તેમાં મોટી આર્થિક તક રહેલી છે તેવું તેમણે ઉમેર્યું હતું. પ્રધાનમંત્રીએ નવીનતાના કેટલાક ઉદાહરણો ટાંક્યા હતા, જેણે આદિવાસી સમુદાયોના જીવનમાં હકારાત્મક અસર કરી હતી. તેમણે યાદ કર્યું હતું કે, ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલબિહારી વાજપેયીએ ભારત સરકારમાં આદિવાસી સમુદાયના વિકાસ માટે અલગ મંત્રાલયની રચના કરી હતી.

|

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ટોપ ડાઉન (ઉપરથી નીચે) અભિગમ મારફતે આદિવાસી સમુદાયોમાં પરિવર્તનનો પવન નહીં ફૂંકી શકાય. તેમણે કહ્યું હતું કે, વિકાસ પ્રક્રિયામાં આદિવાસી સમુદાયોને વાસ્તવિક ભાગીદારો બનાવવાની જરૂર છે. આ સંદર્ભમાં તેમણે વનબંધુ કલ્યાણ યોજનાનો ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ જંગલોના સંરક્ષણમાં આદિવાસી સમુદાયોની ભૂમિકાને બિરદાવી હતી. તેમણે કહ્યું હતું કે, આપણા મોટા ભાગના કુદરતી સંસાધનો અને જંગલો આદિવાસી સમુદાયો રહે છે એ જ વિસ્તારમાં જોવા મળે છે. તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે સંસાધનોનો ઉપયોગ કરવો જોઈએ ત્યારે આદિવાસીઓનું શોષણ ન થવું જોઈએ. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગયા યુનિયન બજેટમાં જિલ્લા ખનીજ ફાઉન્ડેશનની કલ્પના કરવામાં આવી હતી, જે આદિવાસી સમુદાયોના વિકાસ માટે ભંડોળનો અસરકારક રીતે ઉપયોગ કરવામાં મદદરૂપ થશે. તેમણે જણાવ્યું હતું કે, આ નિર્ણય ખનીજથી સમૃદ્ધ જિલ્લાઓના વિકાસ માટે મોટા પાયે ભંડોળ મળશે.

|

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકાર ભૂગર્ભ ખાણ અને કોલસાના ગેસિફિકેશન માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા પ્રતિબદ્ધ છે, જેનાથી આદિવાસી વસાહતોને ઓછામાં ઓછી મુશ્કેલી પડશે. તેમણે રુર્બન મિશન વિશે પણ વાત કરી હતી, જે ગ્રામીણ વિસ્તારોમાં વૃદ્ધિ કેન્દ્રો વિકાસાવવા પર કેન્દ્રીત હશે.

|

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Wind power capacity to hit 63 GW by FY27: Crisil

Media Coverage

Wind power capacity to hit 63 GW by FY27: Crisil
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 24 ફેબ્રુઆરી 2025
February 24, 2025

6 Years of PM Kisan Empowering Annadatas for Success

Citizens Appreciate PM Modi’s Effort to Ensure Viksit Bharat Driven by Technology, Innovation and Research