QuotePM launches Gangajal Project to Provide Better and More Assured Water Supply in Agra
QuoteMaking Agra Tourist Friendly Smart City - Integrated Command and Control Centre for Agra Smart City To be Built
QuotePM Lays Foundation Stone for Upgradation of SN Medical College, Agra
QuotePanchdhara - Five Facets of Development Holds Key to Progress of Nation: PM

આગ્રામાં પ્રવાસન માળખાને વિકસાવવા અને વધારવા મોટુ પ્રોત્સાહન આપવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આગ્રા શહેર અને આસપાસનાં વિસ્તારો માટ રૂ. 2900 કરોડનાં મૂલ્યનાં વિવિધ શ્રેણીબદ્ધ વિકાસલક્ષી પ્રોજેક્ટનો શુભારંભ કર્યો.

પ્રધાનમંત્રીએ ગંગાજલ પ્રોજેક્ટ દેશને અર્પણ કર્યો હતો, જે આગ્રાને અંદાજે રૂ. 2880 કરોડનાં ખર્ચે પાણીનો પુરવઠો વધારે સારી અને સુનિશ્ચિત રીતે પ્રદાન કરશે. ગંગાજલ પ્રોજેક્ટનો ઉદ્દેશ આગ્રાને ગંગાનું 140 ક્યુસેક પાણી લાવવાનો છે. એનાથી શહેરની પીવાનાં પાણીની જરૂરિયાત પૂર્ણ કરવામાં મદદ મળશે.

|

પ્રધાનમંત્રીએ આગ્રા સ્માર્ટ સિટી માટે ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું શિલોરોપણ કર્યું હતું. આ પ્રોજક્ટમાં સીસીટીવી સલામતી અને સુરક્ષાનાં ઉદ્દેશ માટે નજર રાખવા અને નિરીક્ષણ કરવા સંપૂર્ણ આગ્રા શહેરમાં સીસીટીવી સ્થાપિત કરવામાં આવશે. એનાથી આધુનિક વૈશ્વિક કક્ષાનાં સ્માર્ટ સિટી તરીકે આગ્રાને વિકસાવવામાં મદદ મળશે. વળી તેને ટોચનાં પ્રવાસન સ્થળ તરીકેનો દરજ્જો પણ મળશે. આ માટ રૂ. 285 કરોડનો ખર્ચ થશે.

આગ્રામાં આજે કોઠી મીના બાઝારમાં એક રેલીને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ગંગાજલ પ્રોજેક્ટ જેવા વિવિધ પ્રોજેક્ટ અને સીસીટીવી કેમેરા જેવી સુવિધાઓ સાથે અમે આગ્રાને સ્માર્ટ સિટી બનાવવા તરફ પગલું લીધું છે.” પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, આ સુવિધાઓ પ્રવાસીઓને પણ આકર્ષશે.

|

આયુષ્માન ભારત યોજના હેઠળ પ્રધાનમંત્રીએ આગ્રામાં એસ એન મેડિકલ કોલેજનાં અપગ્રેડેશનનું શિલોરોપણ કર્યું હતું. એનાથી અંદાજે રૂ. 200 કરોડનાં ખર્ચે મહિલાઓની હોસ્પિટલમાં 100 બેડની મેટરનિટી વિંગ ઊભી થશે તથા સમાજનાં નબળાં વર્ગો માટે સ્વાસ્થ્ય અને માતૃત્વની સારસંભાળ વધશે. પ્રધાનમંત્રીએ આયુષ્માન ભારતની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, 100 દિવસનાં ગાળામાં 7 લાખથી વધારે લોકોએ આ યોજના અંતર્ગત લાભ લીધો છે.

સામાન્ય વર્ગનાં આર્થિક રીતે નબળા વર્ગો માટે 10 ટકા અનામત પર પ્રધાનમંત્રીએ કહ્યું છે કે, આ યોગ્ય દિશામાં લેવામાં આવેલું મહત્ત્વપૂર્ણ પગલું છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, સરકાર અન્ય વર્ગનાં વિદ્યાર્થીઓને અસર ન થાય એટલે સરકાર શૈક્ષણિક સંસ્થાઓમાં બેઠકો વધારશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “અમે સામાન્ય વર્ગોનાં આર્થિક રીતે નબળાં લોકોને અનામત આપવા ઉચ્ચ શૈક્ષણિક, ટેકનિકલ અને વ્યાવસાયિક સંસ્થાઓમાં શૈક્ષણિક સુવિધાઓ પ્રદાન કરતું મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. અમે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં 10 ટકા સુધી બેઠકોની સંખ્યા વધારી છે. અમે કોઈનો અધિકાર છીનવે એવી વ્યવસ્થા ઊભી કરવા ઇચ્છતાં નથી.”

પોતાની સરકારની પ્રાથમિકતા પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ પંચધારા – વિકાસનાં પાંચ પાસાં પર ભાર મૂક્યો હતો. આ પંચધારા દેશનાં વિકાસ માટે મહત્ત્વપૂર્ણ છે. એમાં બાળકો માટે શિક્ષણ, ખેડૂતો માટે સિંચાઈ, યુવાનો માટે આજીવિકા, વયોવૃદ્ધ લોકો માટે દવાઓ, દરેક માટે ફરિયાદનું નિવારણ સામેલ છે.

|

અમૃત યોજના હેઠળ પ્રધાનમંત્રીએ પશ્ચિમ આગ્રા માટે સુએઝ નેટવર્ક પ્રોજેક્ટનું શિલોરોપણ કર્યું હતું. આ પ્રોજેક્ટ 50000થી વધારે ઘરોમાં સ્વચ્છતાની સુવિધા વધારવા તરફ દોરી જશે.

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
How India is looking to deepen local value addition in electronics manufacturing

Media Coverage

How India is looking to deepen local value addition in electronics manufacturing
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 22 એપ્રિલ 2025
April 22, 2025

The Nation Celebrates PM Modi’s Vision for a Self-Reliant, Future-Ready India