પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેરાળમાં કોલ્લમની મુલાકાત લીધી. તેમણે એનએચ-66 પર 13 કિલોમીટરનો 2 લેન કોલ્લમ બાયપાસને દેશને સમર્પિત કર્યો. આ પ્રસંગે કેરળના રાજ્યપાલ શ્રી જસ્ટિસ પી. સત્યશિવમ, કેરળના મુખ્યમંત્રી શ્રી પિનારાઈ વિજયમ, પ્રવાસન કેન્દ્રમંત્રી શ્રી કે જે અલ્ફોન્સો સહિત અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

|

કોલ્લમમાં અસરામમ મેદાન ખાતે એકત્રિત થયેલ જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરકારની પ્રાથમિકતા છે અને કોલ્લમ બાયપાસ એ તેનું ઉદાહરણ છે.

તેમણે એ બાબતનો ભારપૂર્વક ઉલ્લેખ કર્યો હતો કે આ પરિયોજનાને જાન્યુઆરી 2015માં અંતિમ મંજૂરી મળી હતી અને હવે તે પ્રકાશમાં આવ્યો છે. પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું કે તેમની સરકાર સામાન્ય માનવીના જીવન જીવવાની સરળતા માટે સૌના સાથ, સૌનો વિકાસમાં વિશ્વાસ ધરાવે છે અને તેમણે આ પરિયોજનાને પૂર્ણ કરવામાં કેરળ સરકારના યોગદાન અને સહકારની પ્રશંસા કરી હતી.

|

કોલ્લમ બાયપાસ અલ્લાપુઝા અને તિરુવનંતપુરમ વચ્ચેના પ્રવાસન ટાઈમને ઘટાડશે અને કોલ્લમ શહેરમાં ટ્રાફિકની સમસ્યાને હળવી કરશે.

કેરળમાં પરિયોજનાઓ વિષે જણાવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારતમાળા અંતર્ગત મુંબઈ-કન્યાકુમારી કોરીડોર માટેનો વિસ્તૃત પ્રોજેક્ટ અહેવાલ તૈયારી હેઠળ છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કેસરકાર એ તમામ પરિયોજનાઓની સમયસર પુર્ણાહુતી કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે પ્રગતિના માધ્યમથી 12 લાખ કરોડ રૂપિયાની કિંમતના 250 પ્રોજેક્ટની તેમના તરફથી સમીક્ષા કરવામાં આવી છે.

રોડ કનેક્ટિવિટીમાં થઇ રહેલ પ્રગતિની સમીક્ષા કરતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે અગાઉની સરકારની સરખામણીએ રાષ્ટ્રીય ધોરીમાર્ગો, ગ્રામીણ માર્ગોના બાંધકામની ગતિ લગભગ બમણી થઇ ગઈ છે. 90 ટકાથી વધુ ગ્રામીણ વસાહતોને આજે જોડી દેવામાં આવી છે જ્યારે અગાઉની સરખામણીએ તે આંકડો 56 ટકા હતો. તેમણે આશા દર્શાવી કે સરકાર 100 ટકા ગ્રામીણ માર્ગોના સંપર્કનું લક્ષ્ય ખૂબ ટૂંક સમયમાં પૂરું કરશે. પ્રાદેશિક હવાઈ સંપર્ક અને રેલવે લાઈનના વિસ્તૃતીકરણે નોંધપાત્ર સુધારો નોંધ્યો છે જેના પરિણામે નોકરીની તકોનું સર્જન થયું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, “જ્યારે આપણે માર્ગો અને પુલોનું નિર્માણ કરીએ છીએ ત્યારે આપણે માત્ર શહેરો અને ગામડાઓને જ નથી જોડતા પરંતુ આપણે સિદ્ધિઓ સાથે મહત્વાકાંક્ષાઓને, તકો સાથે આશાવાદને અને ખુશી સાથે આશાને પણ જોડીએ છીએ.”

આયુષ્માન ભારત વિષે જણાવતા તેમણે કહ્યું કે આ યોજના અંતર્ગત 8 લાખ દર્દીઓને લાભ મળી ચુક્યો છે જ્યારે સરકારે આ યોજના માટે અત્યાર સુધીમાં 1100 કરોડ રૂપિયાથી વધુની રકમ મંજૂર કરી દીધી છે. તેમણે કેરળ સરકારને આયુષ્માન ભારતના અમલીકરણને વધુ ઝડપી બનાવવા વિનંતી કરી હતી જેથી કરીને કેરળના લોકોને લાભ મળે.

|

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે પ્રવાસન એ કેરળના આર્થિક વિકાસમાં સીમાચિહ્ન છે અને તે રાજ્યના અર્થતંત્રમાં મુખ્ય યોગદાન આપનાર છે. તેમણે ઉમેર્યું કે કેરળમાં રહેલ પ્રવાસન ક્ષમતાને ધ્યાનમાં રાખતા સરકારે સ્વદેશ દર્શન અને પ્રસાદ યોજના અંતર્ગત 550 કરોડ રૂપિયાના ભંડોળની કિંમતના રાજ્યમાં 7 પરિયોજનાઓને મંજૂરી આપી છે.

પ્રવાસન ક્ષેત્રના મહત્વ અંગે બોલતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રમાં થયેલ નોંધપાત્ર વૃદ્ધિને દર્શાવી હતી. ભારતે 2016માં પ્રવાસન ક્ષેત્રમાં 14 ટકાની વૃદ્ધિ નોંધી છે જ્યારે વિશ્વ સરેરાશ 7 ટકાના દરે વૃદ્ધિ કરી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે ભારત હવે વિશ્વ પ્રવાસ અને પ્રવાસન કાઉન્સિલના 2018ના અહેવાલમાં પાવર રેન્કિંગમાં ૩જા સ્થાન ધરાવે છે. ભારતમાં વિદેશી યાત્રીઓનું આગમન 2013માં 70 લાખ હતું તેમાં 42 ટકાનો વધારો થઈને 2017માંઆશરે 1 કરોડ જેટલું વધી ગયું છે. જ્યારે પ્રવાસનના લીધે ભારત દ્વારા કમાવવામાં આવેલ વિદેશી હુંડીયામણમાં 50 ટકાનો ઉછાળો નોંધાયો છે અને તે 2013માં 18 બિલિયન ડોલર હતું જે હવે 2017માં 27 બિલિયન ડોલર થઇ ગયું છે. તેમણે સમજાવ્યું હતું કે ભારતીય પ્રવાસન માટે ઈ વિઝાની જાહેરાત મહત્વની સાબિત થઇ છે, જે હવે 166 દેશોના નાગરિકો માટે ઉપલબ્ધ છે.

Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
Why ‘Operation Sindoor’ Surpasses Nomenclature And Establishes Trust

Media Coverage

Why ‘Operation Sindoor’ Surpasses Nomenclature And Establishes Trust
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 9 મે 2025
May 09, 2025

India’s Strength and Confidence Continues to Grow Unabated with PM Modi at the Helm