વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટના પૂર્ણ થયેલા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું. નવી શરૂ કરાયેલી સેવાના ઉદ્ઘાટન અને નિરીક્ષણ પછી તરત જ, પીએમ મોદીએ ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ સાથે મેટ્રોમાં સવારી કરી.
“અત્યાધુનિક કાનપુર મેટ્રોમાં સવાર.કાર્યક્રમ તરફ જઈ રહ્યા છીએ જ્યાં મુખ્ય વિકાસ કાર્યોનું શરૂ કરવામાં આવશે,” મેટ્રોમાં સવાર થયા પછી વડાપ્રધાને ટ્વિટ કર્યું. વડાપ્રધાન મોદીએ આઇઆઈટી મેટ્રો સ્ટેશનથી ગીતા નગર સુધી મેટ્રોની સવારી કરી.
કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટના પૂર્ણ થયેલા વિભાગનું ઉદ્ઘાટન એ શહેરી ગતિશીલતામાં સુધારો કરવા અને કાનપુરના લોકો માટે ‘ઇઝ ઑફ લિવિંગ’માં ઉમેરો કરવાનું એક પગલું છે.
On board the state of the art Kanpur metro. Heading to the programme where key development works will be launched. pic.twitter.com/vnlVGPqTAm
— Narendra Modi (@narendramodi) December 28, 2021