ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી બહેન આનંદી બેન, મુખ્યમંત્રી વિજયરૂપાણીજી, ઉપમુખ્યમંત્રી નીતિન પટેલજી અને અહિં ઉપસ્થિત તમામ મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો.
અનેક ચહેરાઓ 12-15 વર્ષ પછી જોઈ રહ્યો છું. અહિં એવા પણ ચહેરાઓ દેખાઈ રહ્યા છે જેમણે પોતાની યુવાની ગુજરાત માટે હોમી દીધી હતી. કેટલાય નિવૃત્ત અધિકારીઓ જોવા મળી રહ્યા છે જેમણે પોતાના સમયમાં ગુજરાતને ઘણું બધું આપ્યું અને તેના લીધે જ આજે ગુજરાતનો દિવડો અન્યોને પણ પ્રકાશ આપી રહ્યો છે.
તો હું ખાસ તો ગુજરાત સરકારનો એટલા માટે આભારી છું કે ભવન તો બરાબર છે, કોઇપણ ત્યાં આગળ રિબીન કાપી શકતું હતું, પરંતુ મને આપ સૌના દર્શન કરવાનો મોકો મળી ગયો.
સૌથી પહેલા તો આપ સૌને ગણેશ ચતુર્થીની ખૂબ-ખૂબ શુભકામનાઓ. ભગવાન ગણેશની કૃપા દેશવાસીઓ પર બનેલી રહે. રાષ્ટ્ર નિર્માણના પ્રત્યેક સંકલ્પ સિદ્ધ થાય. આ પાવન પર્વ પર આપ સૌને અને દેશવાસીઓને પણ અને ખાસ કરીને આજે ગુજરાતનો કાર્યક્રમ છે તો ગુજરાતના લોકોને અનેક અનેક મંગલકામનાપાઠવું છું.
અને ગણેશ ચતુર્થીની સાંજે પ્રતિક્રમણ પૂર્ણ થયા બાદ એક બહુ મહત્વપૂર્ણ કાર્ય આપણે કરીએ છીએ અને જૈન પરંપરામાં આ ખૂબ જ શ્રેષ્ઠ સંસ્કાર છે ‘મિચ્છામી દુક્કડમ’. મનથી, વચનથી, કર્મથી, ક્યારેય પણ, કોઈને પણ દુઃખ પહોંચાડ્યું હોય તો ક્ષમા યાચનાનું આ પર્વ માનવામાં આવે છે ‘મિચ્છામી દુક્કડમ’. તો મારા તરફથી પણ ગુજરાતના લોકોને, દેશના લોકોને અને હવે તો વિશ્વના લોકોને પણ‘મિચ્છામી દુક્કડમ’.
મને ખુશી છે કે ભગવાન સિદ્ધિ વિનાયકના પર્વ પર આપણે એક અન્ય સિદ્ધિનો ઉત્સવ ઉજવવા માટે અહિં એકત્રિત થયા છીએ. ગરવી ગુજરાત સદન ગુજરાતના કરોડો જનોની ભાવનાઓ, પરંપરા અને સંસ્કૃતિને અનુકૂળ સૌની સેવા માટે તૈયાર છે. હું આપ સૌને, ગુજરાત વાસીઓને આની માટે ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.
અત્યારે તમે એક તો ફિલ્મ જોઈ ગુજરાત ભવનની, પરંતુ હું હમણાં ત્યાં જઈને આવ્યો છું. થોડા સમય પહેલા ગુજરાત સંસ્કૃતિની અનુપમ ઝલક પણ અહિં આપણને જોવા મળી છે અને એક રીતે કલાકારોએ ઓછા સમયમાં અને ઓછી જગ્યામાં શાનદાર રજૂઆત કરી છે.
સાથીઓ, ગુજરાત ભવન બાદ હવે ગરવી ગુજરાત સદનની ઉપસ્થિતિ અનેક પ્રકારની નવી સુવિધાઓ લઇને આવશે. હું આ ઈમારતના નિર્માણ સાથે જોડાયેલા સાથીઓને અભિનંદન આપું છું, જેમણે નિર્ધારિત સમય પહેલા આ શાનદાર ઈમારતનું નિર્માણ કર્યું છે.
બે વર્ષ પહેલા સપ્ટેમ્બરમાં મુખ્યમંત્રી, ઉપ-મુખ્યમંત્રીજીએ આનો શિલાન્યાસ કર્યો હતો અને આજે સપ્ટેમ્બરના પ્રારંભમાં જ તેનું ઉદઘાટન કરવાનો મને મોકો મળ્યો છે. મને ખુશી છે કે સમય પર પ્રોજેક્ટ પૂરા કરવાની આદત સરકારી સંસ્થાઓમાં, સરકારી એજન્સીઓમાં વિકસિત થઇ રહી છે.
અનેજ્યારે હું ગુજરાતમાં હતો તો હું ડંકાની ચોટ પર કહેતો હતો કે જેનો શિલાન્યાસ હું કરું છું તેનુંઉદઘાટન પણ હું જ કરીશ અને તેમાં અહંકાર નહોતો, સાર્વજનિક કટિબદ્ધતા રહેતી હતી તેમાં અને તેના કારણે મારા તમામ સાથીઓને આ કાર્યો માટે એકત્રિત થઇને રહેવું પડતું હતું અને તેના પરિણામો પણ મળતા હતા અને આ કાર્ય સંસ્કૃતિને માત્ર આપણે અપનાવેલી જ નથી રાખવાની પરંતુ દરેક સ્તર પર આનો વિસ્તાર થવો ખૂબ જરૂરી છે.
સાથીઓ, આ ભવન ભલે સુક્ષ્મ ભારતનું મોડલ હોય, પરંતુ તે ન્યુ ઇન્ડિયાની તે વિચારધારાનું પણ પ્રત્યક્ષ પ્રમાણ છે, જેમાં આપણે આપણી સાંસ્કૃતિક વિરાસતને, આપણી પરંપરાઓને આધુનિકતાની સાથે જોડીને આગળ વધવાની વાત કરીએ છીએ. આપણે મૂળ સાથે જોડાયેલા રહેવા માંગીએ છીએ, આકાશને આંબવા માંગીએ છીએ.
અને આ ભવનમાં જે રીતે જણાવવામાં આવ્યું કે ઇકો ફ્રેન્ડલી, વોટર હાર્વેસ્ટિંગ, વોટરરિસાયકલીંગ જેવી આધુનિક પદ્ધતિઓનો ભરપુર પ્રયોગ છે તો બીજી બાજુ રાણીની વાવનું પણ ચિત્ર છે. તેમાં જ્યાં સૂર્યઊર્જા ઉત્પાદનની વ્યવસ્થા છે, ત્યાં જ મોઢેરા સૂર્ય મંદિરને પણ જગ્યા મળેલી છે. ઘન કચરા વ્યવસ્થાપનની આધુનિક ટેકનોલોજીની સાથે જ આ ઈમારતમાં કચ્છની લિંપણ કલાના નમૂનાને પણ ત્યાં જગ્યા આપવામાં આવી છે જેમાં પશુઓના કચરાને કલાનું રૂપ આપવામાં આવે છે.
ભાઈઓ અને બહેનો, ચોક્કસપણે આ સદન ગુજરાતની કળા અને હસ્તકલા, હસ્ત શિલ્પની માટે અને ગુજરાતનાવારસાને પ્રોત્સાહન આપવા માટેખૂબ જ મહત્વનું સિદ્ધ થઈ શકે છે. દેશની રાજધાનીમાં જ્યાં દુનિયાભરના લોકોનું, વેપારીઓનું, કારોબારીઓનું આવાગમન થાય છે, ત્યાં આગળ આ પ્રકારની સુવિધા હોવી એખૂબ જ ઉપયોગી છે.
એ જ રીતે ગુજરાતી સંસ્કૃતિ પર આધારિત પ્રદર્શનો માટે સદનના કેન્દ્રીય આર્કિએમનો ઉપયોગ કરવાનો વિચાર પણખૂબ જ અભિનંદનનેપાત્ર છે.
હું મુખ્યમંત્રીજીને આગ્રહ કરીશ કે અહિં ગુજરાત પ્રવાસન સાથે જોડાયેલી જે વ્યવસ્થા છે તેને વધુ સશક્ત બનાવવામાં આવે. સાંસ્કૃતિક કાર્યક્રમ અને ફૂડ ફેસ્ટીવલ જેવા આયોજનોના માધ્યમથી દિલ્હીના, દેશભરના પર્યટકોને ગુજરાતની સાથે જોડવામાં આવી શકે તેમ છે.
એક સમય હતો ગુજરાતનું ખાણું તો ખાસ કરીને ઉત્તર ભારતના લોકો, તેમને તો પસંદ જ નહોતું આવતું, કહેતા હતા અરે યાર બહુ ગળ્યું હોય છે અને કહેતા હતા કે યાર, કારેલામાં પણ તમે ગળપણ નાખો છો? પરંતુ અત્યારના સમયમાં હું જોઈ રહ્યો છું, લોકો પૂછે છે ભાઈ ગુજરાતનું ખાવાનું, અચ્છા ક્યાં મળશે? ગુજરાતી થાળી ક્યાં સારી મળે છે? અને ગુજરાતના લોકોની ખાસિયત છે, જ્યારે તેઓ ગુજરાતમાં હોય છે તો શનિવાર અને રવિવારે સાંજે જમવાનું નથી બનાવતા, બહાર જાય છે અનેજ્યારે ગુજરાતમાં હોય છે તો ઈટાલિયન શોધે છે, મેક્સિકન શોધે છે, સાઉથ ઇન્ડિયન ડિશ શોધશે. પરંતુ ગુજરાતની બહાર જાય છે તો ગુજરાતી વાનગી શોધે છે અને અહિયાં ખમણને પણ ઢોકળા કહેવાય છે અને હાંડવાને પણ ઢોકળા કહે છે. આ છે તો એક જ પરિવારના, હવે જો ગુજરાતના લોકો સરસ મજાનું બ્રાન્ડિંગ કરે, આ વસ્તુઓને પહોંચાડે તોલોકોને ખબર પડે કે ભાઈ ખમણ અલગ હોય છે, ઢોકળા અલગ હોય છે અને હાંડવો અલગ હોય છે.
નવા સદનમાં ગુજરાતમાં રોકાણને આકર્ષિત કરવા માટે, ગુજરાતમાં ઉદ્યોગો માટે, એક મહત્વનું કેન્દ્ર બને તેના માટે નવી વ્યવસ્થા કરવામાં આવી છે અને મને વિશ્વાસ છે કે આ સુવિધાઓ વડે ગુજરાતમાં રોકાણના ઇચ્છુક ભારતીય અને વિદેશી રોકાણકારોને વધુ સુવિધા મળશે.
સાથીઓ, આવા વાતાવરણમાં જ્યારેસદનના આધુનિક ડાઈનીંગ હોલમાં લોકો બેસશે અને સામે ઢોકળા હોય, ફાફડા હોય, ખાંડવી હોય, પુદીના મુઠીયા હોય, મોહનથાળ હોય, થેપલા હોય, સેવ અને ટામેટાની ચાટહોય, ખબર નહિં શું-શું હોય… એક વાર એક પત્રકારે મારી પાસે સમય માંગ્યો હતો. ત્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો અને તેમની એક આદત હતી કે તેઓ બ્રેકફાસ્ટ પર સમય માંગતા હતા અને બ્રેકફાસ્ટ કરતા-કરતા તેઓ ઇન્ટરવ્યુ લેતા હતા. જો કે ઇન્ટરવ્યુ તો સારું થઇ જ ગયું, તેમાં તો મને ખબર છે શું બોલવાનું, શું નહિં બોલવાનું અને વધારે તો ખબર છે કે શું નહિં બોલવાનું. પરંતુ તે પછી પણજ્યારે તેમણે અહેવાલ લખ્યો તો લખ્યું – કે હું ગુજરાત ભવનમાં ગયો હતો, ગુજરાતના મુખ્યમંત્રી સાથે વાત કરી, પરંતુદુઃખી છું કે તેમણે ગુજરાતી નાસ્તો ન કરાવ્યો, સાઉથ ઇન્ડિયન નાસ્તો કરાવ્યો. હું ઈચ્છીશ કે હવે કોઈને આવી નોબત ન આવે. ગુજરાત ભવનમાં તેની પોતાની ઓળખ બનવી જોઈએ. લોકો શોધતા આવવા જોઈએ.
ગુજરાતે વિકાસને, ઉદ્યમને, પરિશ્રમને હંમેશા મહત્વ આપ્યું છે. વિકાસ માટે ગુજરાતની તલપને લગભગ દોઢ દાયકા સુધી મુખ્યમંત્રી તરીકે મેંખૂબ નજીકથી જોઈ છે. વીતેલા 5 વર્ષોથી હું જોઈ રહ્યો છું કે ગુજરાતે વિકાસની પોતાની યાત્રાને વધુ ગતિમાન બનાવી છે. પહેલા આનંદીબેન પટેલે વિકાસની ગતિને નવી ઊર્જા આપી, નવું સામર્થ્ય આપ્યું અને પછીથી રૂપાણીજીએ નવીઊંચાઈઓને સ્પર્શવા માટે અનેક નવા પ્રયાસો કર્યા છે. તાજેતરના વર્ષોમાં ગુજરાતનો વિકાસ દર દસ ટકાથી વધુ રહ્યો છે.
સાથીઓ, કેન્દ્ર અને રાજ્યમાં ભાજપના નેતૃત્વમાં સરકાર બન્યા પછીથી અને બંને સરકારોના પારસ્પરિક પ્રયાસો વડે ગુજરાતના વિકાસમાં આવનારી અનેક અડચણો દૂર થઇ છે. આવી જ એક અડચણ નર્મદા ડેમને લઇને હતી, અને હમણાં વિજયજીએ તેનું ખાસ્સું વર્ણન પણ કર્યું. આજે આપણે અનુભવ કરી રહ્યા છીએ કે સમસ્યાનું સમાધાન થતા જ કેવી રીતે નર્મદાનું પાણી ગુજરાતના અનેક ગામડાઓની તરસને શાંત કરી રહ્યું છે, ખેડૂતોને લાભ પહોંચાડી રહ્યું છે.
સાથીઓ, સૌની યોજના હોય કે પછી સુજલામ સુફલામ યોજના, આ બંને યોજનાઓએ જે ગતિ પકડી છે, તેનાથી આજે ગુજરાતના લાખો પરિવારોને સુવિધા મળી રહી છે. ગુજરાતમાં પાણીની ઉપલબ્ધતાની ખાતરી થઇ રહી છે.
અને મને ખુશી છે કે જળ સંચયન હોય કે ગામડે-ગામડે જળ પહોંચાડવાનું અભિયાન, ગુજરાતે આમાં પોતાની એક મહારત હાંસલ કરી છે, યોજનાબદ્ધ રીતે સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને તેમાં ત્યાંના નાગરિકોની પણ ભાગીદારી છે. આ જન ભાગીદારી વડે થયું છે અને આવા જ પ્રયાસો દ્વારા આપણે 2024 સુધીમાં દરેક ઘરમાં પાણી પહોંચાડવામાં… હું આખા દેશની વાત કરી રહ્યો છું… આપણે સફળ થઈશું.
સાથીઓ, સિંચાઈ સિવાય ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અન્ય ક્ષેત્રોમાં પણ અભૂતપૂર્વ રોકાણ વીતેલા પાંચ વર્ષો દરમિયાન ગુજરાતમાં થયું છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટના નિર્માણની ગતિ પણ વધી છે. અમદાવાદમાં મેટ્રો સહિત આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અનેક પ્રોજેક્ટ ઝડપથી પૂરા થયા છે. બરોડા, રાજકોટ, સુરત અને અમદાવાદના વિમાનમથકોને આધુનિક બનાવવામાં આવ્યા છે. તે સિવાય ધોલેરા વિમાનમથક અને એક્સપ્રેસ-વેની મંજૂરી દ્વારકામાં જે પ્રમાણે વિજયજીએ કહ્યું તેમ, ત્યાં એક પુલનું નિર્માણ વે-દ્વારકા માટે, રેલવે યુનિવર્સિટી, દરિયાઈ મ્યુઝિયમ, દરિયાઈ પોલીસ એકેડમી, ગાંધી મ્યુઝિયમ, એવા અનેક કાર્યો, જે ગુજરાતમાં આ પાંચ વર્ષોમાં થયા છે. સ્ટેચ્યુઑફ યુનિટીએ તો વિશ્વના પ્રવાસન નકશામાં ભારતને હજુવધારે સન્માન આપવામાંમદદ કરી છે. વિશ્વના ખ્યાતનામ મેગેઝીન, ખાસ કરીને પ્રવાસન ક્ષેત્ર સાથે સંકળાયેલા, સ્ટેચ્યુઑફ યુનિટીની ચર્ચા જરૂરથી કરે છે અને હું હમણાં થોડા દિવસો પહેલા વાંચી રહ્યો હતો, મને ખુશી થઇ કે જન્માષ્ટમીના દિવસે 34 હજાર લોકો સ્ટેચ્યુઑફ યુનિટી, સરદાર સાહેબના દર્શન કરવા માટે લોકો પહોંચ્યા હતા. એક દિવસમાં 34 હજાર લોકોનું જવું એ પોતાનામાં જ એક બહુ મોટી વાત હોય છે.
સાથીઓ, સામાન્ય માનવીને સુવિધા પહોંચાડવા અને સ્વાસ્થ્યને ઉત્તમ બનાવવા માટે પણ ગુજરાતે સરાહનીય કાર્ય કર્યું છે. વીતેલા 5-6 વર્ષોમાં ગુજરાતમાં મેડિકલઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારે ગતિથી કામ થયું છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક ભાગોમાં આધુનિક દવાખાનાઓ અને મેડિકલ કોલેજોની જાળ પાથરવામાં આવી રહી છે. તેનાથી યુવાનોને ગુજરાતમાં જ મેડિકલના શિક્ષણ અને રોજગારના અવસર પણ મળી રહ્યા છે.
સ્વાસ્થ્યની સાથે સાથે ઉજ્જવલા યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજનાને લાગુ કરવામાં પણ ગુજરાતઘણું આગળ રહ્યું છે. ગુજરાતની જનતાના જીવનને સરળ બનાવવાની આ ઝુંબેશને, જીવન જીવવાની સરળતાને આગળ વધારવા માટે તેની ગતિને આપણે વધારે ઝડપ આપવાની છે.
સાથીઓ, ભારતના જુદા-જુદા રાજ્યોની સાંસ્કૃતિક, સામાજિક અને આર્થિક તાકાત જતેને મહાન બનાવે છે, શક્તિશાળી બનાવે છે. પરિણામે, દેશના દરેક ખૂણા, દરેક રાજ્યની તાકાતને, શક્તિઓને ઓળખીને આપણે આગળ વધારવાની છે. તેમને રાષ્ટ્રીય અને વૈશ્વિક મંચ પર અવસર આપવાનો છે. આ જ પારસ્પરિક તાકાત વડે આપણે તે સંકલ્પોને સિદ્ધ કરી શકીશું, જે આવનારા પાંચ વર્ષો માટે નક્કી કરવામાં આવ્યા છે.
દિલ્હીમાં લગભગ દરેક રાજ્યના ભવન છે, સદન છે. તે ગેસ્ટ હાઉસના રૂપમાં જ સિમિત ન રહે, તેનું ધ્યાન રાખવું જોઈએ. રાજ્યોના આ સદન દિલ્હીમાં સાચા અર્થમાં રાજ્યોની બ્રાંડના રૂપમાં પ્રતિનિધિ હોય, દેશ અને દુનિયા સાથે સંવાદ કરનારા હોય અને તેના માટે કામ કરવું જરૂરી છે. આ ભવન પ્રવાસન અને વેપારના કેન્દ્રો બને, તે દિશામાં પણ કામ થવું જોઈએ.
સાથીઓ, દેશના કેટલાય એવા રાજ્યો છે કે જે સંપર્કની દૃષ્ટિએ થોડા દૂર છે. દેશ વિદેશના ઉદ્યોગપતિઓ, ઉદ્યમીઓને દિલ્હીથી ત્યાં પહોંચવામાં કેટલીય વાર સમય પણ લાગી જાય છે. જ્યારે સમય ઓછો હોય તો દેશની રાજધાનીમાં તે રાજ્યનું વેપાર કેન્દ્ર હોવું, સંસ્કૃતિને, કલાનેઅને હસ્તકલાને પ્રદર્શિત કરવા માટે પણ ત્યાં સુવિધા ઉપલબ્ધ હોવી એ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.
જમ્મુ કાશ્મીર અને લેહ લદ્દાખથી લઇને પૂર્વોત્તર સુધી, વિંધ્યના આદિવાસી છેડાથી લઇને દક્ષિણના સમુદ્રી વિસ્તાર સુધી, આપણી પાસે દેશની સાથે વહેંચવા માટે અને દુનિયા સમક્ષ રજૂ કરવા માટે ઘણું બધું છે. હવે આપણે આને પ્રમોટ કરવા માટે આપણી સક્રિયતા વધારવી પડશે. એવામાં રાજ્યોના ભવનમાં એવી વ્યવસ્થા હોવી જોઈએ કે કોઈ પણ અહિં આવીને પર્યટનથી લઈને રોકાણ સુધીના બધા જ પ્રશ્નોના જવાબ મેળવી શકે.
હું ફરી એકવાર આપ સૌને ગરવી ગુજરાત માટેખૂબ-ખૂબ અભિનંદન આપું છું. અને હું આશા રાખું છું કે ગુજરાતના વ્યંજનોનો સ્વાદ માણતા માણતા એ જરૂરથી યાદ રાખજો કે આપણે દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી મુક્તિ અપાવવાની છે. મને વિશ્વાસ છે કે આ મિશનમાં પણ ગરવી ગુજરાત સદનઉદાહરણ બનશે.
ફરી એકવાર આપ સૌને આ નવા ભવન માટે અભિનંદન, શુભકામનાઓ. અને સારું લાગ્યું, ઘણા મિશનના લોકો પણ અહિં આવેલા છે. તો, વચ્ચે વચ્ચે મિશનના લોકોને ગુજરાત ભવનમાં બોલાવતા રહેજો જરા તો એની મેળે જ તમારો કારોબાર વધતો રહેશે. તે કરતા રહેવું જોઈએ.
ખૂબ-ખૂબ આભાર, ખૂબ-ખૂબ શુભકામનાઓ.
गरवी गुजरात समारोह में संबोधन PM @narendramodi - आप सभी को गणेश चतुर्थी की बहुत-बहुत शुभकामनाएं। गणेश भगवान जी की कृपा देशवासियों पर बनी रहे, राष्ट्रनिर्माण के हर संकल्प सिद्ध हों, इस पावन अवसर पर मेरी ये मंगलकामना है।
— PMO India (@PMOIndia) September 2, 2019
ये सदन भले ही मिनी गुजरात का मॉडल हो, लेकिन ये न्यू इंडिया की उस सोच का भी प्रत्यक्ष प्रमाण है, जिसमें हम अपनी सांस्कृतिक विरासत को, हमारी परंपराओं को आधुनिकता से जोड़कर आगे बढ़ने की बात करते हैं।
— PMO India (@PMOIndia) September 2, 2019
नए सदन में गुजरात में निवेश आकर्षित करने के लिए, गुजरात में उद्योगों के लिए, एक अहम सेंटर बने इसके लिए नई व्यवस्थाएं की गई हैं। मुझे विश्वास है कि इन सुविधाओं से गुजरात में निवेश के इच्छुक भारतीय और विदेशी निवेशकों को और अधिक सुविधा मिलेगी।
— PMO India (@PMOIndia) September 2, 2019
गुजरात ने विकास को, उद्यम को, परिश्रम को हमेशा महत्व दिया है। विकास के लिए गुजरात की ललक को करीब डेढ़ दशक तक मुख्यमंत्री के नाते मैंने बहुत करीब से देखा है। बीते 5 वर्षों से मैं देख रहा हूं कि गुजरात ने विकास के अपने सफर को और तेज़ किया है।
— PMO India (@PMOIndia) September 2, 2019
मुझे खुशी है कि जल संचयन हो या गांव-गांव जल पहुंचाने का अभियान, गुजरात अच्छा काम कर रहा है। ऐसे ही प्रयासों से हम 2024 तक हर घर जल पहुंचाने में सफल होंगे, इसका मुझे पूरा विश्वास है।
— PMO India (@PMOIndia) September 2, 2019
भारत के अलग-अलग राज्यों की सांस्कृतिक, सामाजिक और आर्थिक ताकत ही उसे महान बनाती है, ताकतवर बनाती है। लिहाजा देश के हर हिस्से, हर राज्य की ताकत को, शक्तियों को पहचानकर हमें आगे बढ़ाना है। उनको नेशनल और ग्लोबल स्टेज पर अवसर देना है।
— PMO India (@PMOIndia) September 2, 2019
जम्मू कश्मीर और लेह-लद्दाख से लेकर नॉर्थ ईस्ट तक, विंध्य के आदिवासी अंचलों से लेकर साउथ के समुद्री विस्तार तक, हमारे पास देश के साथ शेयर करने और दुनिया को ऑफर करने के लिए बहुत कुछ है। अब हमें इसको प्रमोट करने के लिए अपनी सक्रियता बढ़ानी होगी।
— PMO India (@PMOIndia) September 2, 2019
अंत में फिर एक बार आप सभी को गरवी गुजरात के लिए बहुत-बहुत बधाई। और हां, गुजरात के व्यंजनों को स्वाद लेते-लेते ये ज़रूर याद रखिएगा कि हमें देश को सिंगल यूज प्लास्टिक से मुक्ति दिलानी है। मुझे विश्वास है कि इस मिशन में भी गरवी गुजरात सदन मिसाल बनेगा।
— PMO India (@PMOIndia) September 2, 2019