QuoteInauguration of India International Exchange is a momentous occasion for India’s financial sector: PM
QuoteIndians are now at the forefront of Information Technology and Finance, both areas of knowledge where zero plays a crucial role: PM
QuoteIndia is in an excellent time-zone between West & East. It can provide financial services through day & night to the entire world: PM
QuoteIFSC aims to provide onshore talent with an offshore technological and regulatory framework: PM Modi
QuoteGift city should become the price setter for at least a few of the largest traded instruments in the world: PM

મને ગિફ્ટ સિટીમાં ભારતનું પ્રથમ ઇન્ટરનેશનલ સ્ટોક એક્સચેન્જનું ઉદ્ઘાટન કરવાની ખુશી છે. આ એક્સજેન્ચ ખરા અર્થમાં ભારતનું ઇન્ટરનેશનલ એક્સચેન્જ છે. ભારતના નાણાકીય ક્ષેત્ર માટે આ સીમાચિહ્નરૂપ પ્રસંગ છે.

તમે બધા જાણો છો તેમ આ પ્રોજેક્ટ વર્ષ 2007માં શરૂ થયો હતો. તેની પાછળનો ઉદ્દેશ ભારત માટે આંતરરાષ્ટ્રીય કક્ષાનો ફાઇનાન્સ અને આઇટી ઝોન બનાવવાનો હતો, જે ભારતને જ નહીં, પણ સંપૂર્ણ વિશ્વને સેવા પ્રદાન કરે.

અત્યારની જેમ એ દિવસોમાં હું જે દેશોનો પ્રવાસ ખેડતો હતો, ત્યાં નાણાકીય ક્ષેત્રના ટોચના કેટલાક આગેવાનોને મળ્યો હતો. ન્યૂયોર્ક હોય, લંડન હોય, સિંગાપોર હોય, હોંગકોંગ હોય કે અબુ ધાબી હોય, તેમાંથી ઘણા દિગ્ગજો ભારતીય મૂળના હતા. હું તેમની નાણાકીય દુનિયાની સમજણથી અને તેઓ જે દેશોમાં કામ કરતા હતા ત્યાં તેમના પ્રદાનથી પ્રભાવિત થયો હતો.

હું હંમેશા વિચારતો હતો કે, “હું આ પ્રતિભાઓને પરત કેવી રીતે લાવી શકું અને સાથે સાથે સંપૂર્ણ નાણાકીય વિશ્વને લીડરશિપ કેવી રીતે પ્રદાન કરી શકું?”

ભારતીયો સદીઓથી ગણિતશાસ્ત્રથી પરિચિત છે. ભારતે 2,000 વર્ષ અગાઉ વિશ્વને ‘શૂન્ય’ અને ‘દશાંશ પદ્ધતિ’ની ભેટ ધરી હતી. એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ફાઇનાન્સ એમ જ્ઞાનના બંને ક્ષેત્રોમાં ભારતીયો મોખરે છે, જેમાં શૂન્ય મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે!

જ્યારે ગિફ્ટની પરિકલ્પના કરવામાં આવી હતી, ત્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો. આપણે અનેકગણી ટેકનિકલ પ્રગતિ કરી હતી. આપણી પાસે ભારત અને વિદેશમાં કામ કરતા ભારતીય મૂળની ઘણી પ્રતિભાસંપન્ન વ્યક્તિઓ હતી. ભારત ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં લીડરશિપ પોઝિશન ધરાવતું હતું. ફાઇનાન્સ અને ટેકનોલોજીનો સમન્વય સતત વધી રહ્યો હતો. તે સ્પષ્ટ થઈ ગયું હતું કે, ભારતના ભવિષ્યના વિકાસમાં ફાઇનાન્સ અને ટેકનોલોજીનો સમન્વય કે “ફિનટેક” મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

હું નિષ્ણાતો સાથે ભારત ફાઇનાન્સમાં લીડર કેવી રીતે બની શકે, અગ્રણી સ્થાન કેવી રીતે મેળવી શકે તેની ચર્ચા કરતો હતો. તેના પરિપાકરૂપે સ્પષ્ટ થઈ ગયું હતું કે, આપણે દુનિયામાં તમામ બજારો સાથે વ્યવહાર કરવા શ્રેષ્ઠ સુવિધાઓ, ઉત્તમ માળખું અને ક્ષમતાની જરૂર પડશે. આ મનોમંથનમાંથી ગિફ્ટ સિટીના વિચારનું બીજ રોપાયું હતું. અમારો ઉદ્દેશ ભારતને ફાઇનાન્સ અને ટેકનોલોજીમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની પ્રતિભાને વૈશ્વિક કક્ષાની સુવિધાઓ પ્રદાન કરવાનો હતો. અત્યારે આ એક્સચેન્જનું ઉદ્ઘાટન કરીને આપણે એ સ્વપ્નને સાકાર કરવા મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે.

 
|

મેં જૂન, 2013માં એક પુસ્તકનું વિમોચન કરવા બોમ્બે સ્ટોક એક્સચેન્જની મુલાકાત લીધી હતી. તે સમયે  મેં બીએસઇને વૈશ્વિક કક્ષાનું શ્રેષ્ઠ ઇન્ટરનેશનલ સ્ટોક એક્સચેન્જ સ્થાપિત કરવા આમંત્રણ આપ્યું હતું. વર્ષ 2015માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન ગુજરાત સરકારે બીએસઇએ સાથે એમઓયુ (સમજૂતીકરાર) કર્યા હતા. આજે મને નવું ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જનું ઉદ્ઘાટન કરવા અહીં ઉપસ્થિત હોવાની ખુશી છે. આ ગિફ્ટ સિટી માટે જ મહત્વપૂર્ણ સીમાચિહ્ન નથી, પણ ભારત માટે 21મી સદીમાં ઊભું થયેલું મહત્વપૂર્ણ માળખું છે અને નોંધપાત્ર સિદ્ધિ છે.

મને જણાવવામાં આવ્યું છે કે આ એક્સચેન્જ પ્રથમ તબક્કામાં ઇક્વિટી, કોમોડિટીઝ, કરન્સી અને ઇન્ટરેસ્ટ રેટ ડેરિવેટિવ્સમાં ટ્રેડિંગ કરશે. પછી તે ભારતીય અને વિદેશી કંપનીઓના ઇક્વિટી માધ્મયોમાં ટ્રેડિંગ કરશે. મને કહેવામાં આવ્યું છે કે અહીં ટ્રેડિંગ માટે મસાલા બોન્ડ પણ ઉપલબ્ધ થશે. એશિયા, આફ્રિકા અને યુરોપમાં ઘણી કંપનીઓ આ મહત્વપૂર્ણ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સેન્ટરમાંથી ભંડોળ ઊભું કરવા સક્ષમ બનશે. આ એક્સચેન્જ દુનિયામાં સૌથી ઝડપી એક્સચેન્જીસમાં સ્થાન મેળવવા સજ્જ છે, જે અત્યાધુનિક ટ્રેડિંગ, ક્લીઅરિંગ અને સેટલમેન્ટ સિસ્ટમ ધરાવે છે. ભારત પશ્ચિમ અને પૂર્વ વચ્ચે ટાઇમ-ઝોનમાં ઉત્કૃષ્ટ અને લાભદાયક સ્થાન ધરાવે છે. આપણે સંપૂર્ણ દુનિયાને રાતદિવસ નાણાકીય સેવા પ્રદાન કરી શકીએ. મેં જણાવ્યું છે કે, એક્સચેન્જ દિવસમાં 22 કલાક કાર્યરત રહેશે. તે જાપાનના બજારો શરૂ થશે ત્યારે શરૂ થશે અને અમેરિકાના બજારો બંધ થશે ત્યારે બંધ થશે. મને ખાતરી છે કે આ એક્સચેન્જ તમામ ટાઇમ ઝોનમાં ગુણવત્તાયુક્ત સેવા અને ઝડપી વ્યવહારો માટે નવા માપદંડો સ્થાપિત કરશે.

આ એક્સચેન્જ ગિફ્ટ સિટીમાં આઇએફએસસી – ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટરનો ભાગ છે. ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર પાછળનો વિચાર સરળ પણ અસરકારક અને ઉપયોગી છે. તેનો ઉદ્દેશ વિદેશી ટેકનોલોજીકલ અને નિયમનકારી  માળખા સાથે ભારતીય પ્રતિભાઓ મારફતે કામગીરી પૂરી પાડવાનો છે. આ ભારતીય કંપનીઓને આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્રો સાથે તાલ મિલાવી સ્પર્ધા કરવા સક્ષમ બનાવે છે. ગિફ્ટ સિટીમાં આઇએફએસસી દુનિયામાં કોઈ પણ અગ્રણી ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સેન્ટર્સની સરખામણી કરી શકાય તેવી સુવિધાઓ અને નિયમનો પ્રદાન કરવા સક્ષમ હશે.

તે વિશાળ સ્થાનિક બજાર સાથે ભારત જેવા મોટા દેશમાં આંતરરાષ્ટ્રીય વાતાવરણ ઊભું કરવું સરળ નથી. ભારતની સરખામણી નાના શહેરી રાષ્ટ્રો સાથે ન થઈ શકે. આ પ્રકારના દેશો બહુ નાના સ્થાનિક બજારો ધરાવે છે એટલે કરવેરાનું અનુકૂળ અને સરળ નિયમનકારી માળખું ધરાવે છે. મોટા દેશોમાં આવું શક્ય નથી. એટલે ભારત જેવા વિશાળ દેશની અંદર વિદેશમાં કાર્યરત હોય તેવું સેન્ટર ઊભું કરવામાં અનેક નિયમનકારી પડકારો હતા. મને કહેતા આનંદ થાય છે કે, નાણાં મંત્રાલય, રિઝર્વ બેંક અને સેબીએ નિયમનકારી મુદ્દાઓનું નિરાકરણ કર્યું હતું.

લાંબા સમયથી ટીકા થઈ રહી છે કે ભારતીય નાણાકીય માધ્યમોમાં પણ ઘણું બધું ટ્રેડિંગ વિદેશમાં થાય છે. કહેવાય છે કે ભારત કેટલાક ભારતીય નાણાકીય માધ્યમો માટે પણ પ્રાઇઝ સેટર બનતો નથી. આ તમામ ટીકાઓનો જવાબ આપવા ગિફ્ટ સિટી સક્ષમ બનશે. પણ ગિફ્ટ સિટી માટે મારું સ્વપ્ન વિસ્તૃત છે. મારું સ્વપ્ન એ છે કે આગામી 10 વર્ષમાં ગિફ્ટ સિટી દુનિયામાં ઓછામાં ઓછી થોડા સૌથી મોટા ટ્રેડેડ માધ્યમોમાં પ્રાઇઝ સેટર બનશે, પછી તે કોમોડિટીઝ હોય, કરન્સી હોય, ઇક્વિટી હોય, વ્યાજના દર હોય કે અન્ય કોઈ નાણાકીય માધ્યમ હોય.

|

ભારતે આગામી 20 વર્ષમાં 30 કરોડ નવી રોજગારીનું સર્જન કરવાની જરૂર છે. આ મોટું સાહસ છે. રોજગારી ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તનો થઈ રહ્યા છે, જેનો ભાગ સર્વિસ સેક્ટરમાં કુશળતા અને સારા પગારની નોકરી બનશે. ભારતીય યુવાનો આવું કરી શકે છે. ગિફ્ટ સિટીમાં આપણા યુવાનોને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કામ કરવાની તક મળશે, જે તેમને આ મહત્વપૂર્ણ ક્ષેત્રમાં જોડાવા સક્ષમ બનાવશે. હું ભારતીય કંપનીઓ, એક્સચેન્જ અને નિયમનકારક સંસ્થાઓને શ્રેષ્ઠ અનુભવ આપવામાં અને વિશ્વના દિગ્ગજ નાણાકીય વ્યાવસાયિકોને મદદ કરવાની વિનંતી કરું છું. તેઓ આ શ્રેષ્ઠ નવી સિટીમાં કામ કરી શકે છે અને સંપૂર્ણ દુનિયાને સેવા પ્રદાન કરી શકે છે. આગામી 10 વર્ષમાં મને આ સિટી કેટલાક લાખ રોજગારીનું સર્જન કરશે તેવી અપેક્ષા છે.

તમે બધા સ્માર્ટ સિટીના વિકાસ સાથે જોડાયેલા મહત્વથી સારી રીતે વાકેફ છો. ગિફ્ટ સિટી દેશમાં ખરા અર્થમાં સ્માર્ટ સિટી છે. આ તમામ 100 સ્માર્ટ સિટી સારી રીતે સમજશે કે ગિફ્ટ સિટી કેવી રીતે આ અંડરગ્રાઉન્ડ માળખું ઊભું કરવા સમક્ષ છે, જે દુનિયામાં શ્રેષ્ઠ માળખા સાથે સ્પર્ધા કરી શકે છે. મેં અગાઉ જણાવ્યું છે કે ભારત એક પેઢીમાં વિકસિત દેશ બની શકે છે. આપણા નવા ભારતનું સર્જન કરવાના સ્વપ્નને સાકાર કરવામાં નવા શહેરો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેના પગલેઃ

– આત્મવિશ્વાસ ધરાવતા ભારતનું સર્જન થશે

– સમૃદ્ધ ભારતનું સર્જન થશે

– સર્વસમાવેશક ભારતનું નિર્માણ થશે

– આપણા ભારતનું નિર્માણ થશે.

હું અહીં જાહેર કરું છું કે ઇન્ડિયન ઇન્ટરનેશનલ એક્સચેન્જ ખોલ્યું છે. હું ગિફ્ટ સિટી અને ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જને શ્રેષ્ઠ શુભેચ્છા આપું છું.

ધન્યવાદ.

  • Reena chaurasia August 28, 2024

    बीजेपी
  • Mahendra singh Solanki Loksabha Sansad Dewas Shajapur mp December 12, 2023

    नमो नमो नमो नमो नमो नमो नमो
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
'Operation Brahma': First Responder India Ships Medicines, Food To Earthquake-Hit Myanmar

Media Coverage

'Operation Brahma': First Responder India Ships Medicines, Food To Earthquake-Hit Myanmar
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 30 માર્ચ 2025
March 30, 2025

Citizens Appreciate Economic Surge: India Soars with PM Modi’s Leadership