તમિલનાડુનાં રાજ્યપાલ,
તમિલનાડુનાં મુખ્યમંત્રી,
મંત્રીમંડળનાં મારાં સાથીદારો
તમિલનાડુનાં નાયબ મુખ્યમંત્રી
મંચ પર બિરાજમાન અન્ય વિશિષ્ટ મહાનુભાવો
દેવીઓ અને સજ્જનો,
14 એપ્રિલનાં રોજ તમિલ નવવર્ષ વિલાંભીનાં પ્રસંગે હું દુનિયાભરનાં તામિલ લોકોને મારી શુભેચ્છા પાઠવું છું. મને અડયારમાં કેન્સર સંસ્થાનમાં ઉપસ્થિત હોવાની ખુશી છે. આ ભારતમાં સૌથી જૂના અને અતિ મહત્ત્વપૂર્ણ વિસ્તૃત કેન્સર કેર કેન્દ્રોમાંનું એક છે.
જીવનશૈલીમાં પરિવર્તનથી બિનચેપી રોગોનાં ભારણમાં વધારો થયો છે. કેટલાંક અંદાજો મુજબ, અત્યારે આપણાં દેશમાં થતાં કુલ મૃત્યુમાં આશરે 60 ટકા માટે બિન-ચેપી રોગો જવાબદાર છે.
કેન્દ્ર સરકારે દેશનાં વિવિધ વિસ્તારોમાં 20 રાજ્ય કેન્સર સંસ્થાનો અને 50 તૃતિયક કેન્સર કેન્દ્ર સ્થાપિત કરવાની યોજના બનાવી છે. લાયકાત ધરાવતી સંસ્થાઓ માટે તૃતિયક કેન્દ્ર સ્થાપિત કરવા માટે રૂ. 45 કરોડ સુધીની દરખાસ્તો અને રાજ્ય કેન્સર સંસ્થાન સ્થાપિત કરવા રૂ. 120 કરોડ સુધીની દરખાસ્તોને માન્યતા આપી શકાશે. મને એ જણાવતાં આનંદ થાય છે કે 15 રાજ્ય કેન્સર સંસ્થાન અને 20 તૃતિયક કેન્સર કેન્દ્ર સ્થાપિત કરવા માટેની દરખાસ્તોને અત્યાર સુધી મંજૂરી મળી છે. 14 નવી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ્સ ઑફ મેડિકલ સાયન્સિસ (એઇમ્સ) સ્થાપિત કરવામાં આવી છે, જેમાં કેન્સરનાં વિવિધ તબક્કાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે છે.
પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ હાલની 8 સંસ્થાઓને કેન્સર રોગની સેવાઓની જોગવાઈ સાથે અપગ્રેડ કરી છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ 2017 નિવારણાત્મક સ્વાસ્થ્ય સુવિધાનાં મહત્ત્વ પર ભાર મૂકે છે.
આયુષ્માન ભારતનાં વિસ્તૃત મુખ્ય સ્વાસ્થ્ય સુનિધાનાં વિચાર હેઠળ લોકોને તેમનાં ઘરની નજીક પ્રાથમિક સારસંભાળનાં સ્તરે નિવારણાત્મક અને ઉપચારાત્મક સેવાઓ પ્રદાન કરવામાં આવશે.
અમે વસતિને આધારે ડાયાબીટિસ, ઉચ્ચ-રકતચાપ અને સામાન્ય કેન્સર જેવા સાધારણ બિનચેપી રોગોનાં નિવારણ, નિયંત્રણ, ચકાસણી અને વ્યવસ્થાપનની કામગીરી શરૂ કરી છે.
આયુષ્માન ભારતમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા અભિયાન પણ સામેલ છે.
આ યોજના 10 કરોડથી વધારે કુટુંબોને આવરી લેશે. અંદાજે 50 કરોડ લોકોને આ અભિયાન મારફતે લાભ થશે. આ અભિયાન અંતર્ગત દ્વિતિય અને તૃતિયક સારવાર માટે વર્ષદીઠ, કુટુંબદીઠ 5 લાખ રૂપિયા સુધીનું વીમાકવચ પ્રદાન કરવામાં આવશે.
આ દુનિયાનો સૌથી મોટો સરકારી ભંડોળ ધરાવતો સ્વાસ્થ્ય સુવિધા કાર્યક્રમ બનશે. યોજનાનાં લાભ સમગ્ર દેશમાં યોજના હેઠળ આવરી લેવાયેલી કોઈ પણ તબીબી સંસ્થાઓને મળશે. લોકો સરકારી અને નોંધયેલી ખાનગી એમ બંને હોસ્પિટલોમાં આ લાભ મેળવવા સક્ષમ બનશે. યોજનાનો આશય સ્વાસ્થ્ય પર ખિસ્સાનો ખર્ચ ઘટાડવાનો છે.
કેન્સર જેવાં રોગોનાં નિવારણ, નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે અમે બિનસરકારી સંસ્થાઓ (એનજીઓ) અને ખાનગી ક્ષેત્ર સહિત સમાજનાં તમામ વર્ગોની સક્રિયતાની આવશ્યકતા છે.
કેન્સર સંસ્થાન ડબલ્યુ.આઇ.એ. ચેન્નાઈ, સ્વૈચ્છિક ચેરિટેબલ સંસ્થા છે, જેની સ્થાપના સ્વ. ડૉ. મુથુલક્ષ્મી રેડ્ડીનાં પ્રેરક નેતૃત્વ હેઠળ સ્વૈચ્છિક મહિલા સામાજિક કાર્યકર્તાઓનાં જૂથ દ્વારા થઈ હતી.
આ સંસ્થા નાની કોટેજ હોસ્પિટલ તરીકે શરૂ થઈ હતી. દક્ષિણ ભારતમાં આ પ્રથમ કેન્સર સ્પેશ્યાલ્ટી હોસ્પિટલ હતી અને દેશમાં બીજી હતી. અત્યારે સંસ્થાન 500 પથારીની કેન્સર હોસ્પિટલ ધરાવે છે. મને જાણકારી આપવામાં આવી છે કે, આ પથારીમાંથી 30 ટકા નિશુલ્ક છે, જેનો અર્થ દર્દીઓ પાસેથી કોઇ પૈસા લેવામાં આવતા નથી.
સંસ્થાનાં મોલીક્યુલર ઓન્કોલોજી વિભાગને કેન્દ્ર સરકારે વર્ષ 2007માં “સેન્ટર ઑફ એક્સલન્સ”નો દરજ્જો આપવામાં આવ્યો હતો. તે 1984માં સ્થાપિત થયેલી ભારતમાં પ્રથમ સુપર સ્પેશ્યાલ્ટી કોલેજ હતી. આ પથપ્રદર્શક અને પ્રશંસનીય સિદ્ધિઓ છે.
સંસ્થાને સામનો કરવો પડેલી કેટલીક મુશ્કેલીઓ વિશે ડૉ. શાંતાએ પ્રારંભિક પ્રવચનમાં વાત કરી હતી. હું તેમને ખાતરી આપવા માંગું છું કે અમે તેમની રજૂઆતો પર વિચાર કરીશું અને હું તમિલનાડુનાં મુખ્યમંત્રીને વિનંતી પણ કરું છું કે તેઓ શું થઈ શકે છે એ અંગે વિચારે. છેલ્લે, થોડો સમય છેલ્લાં થોડાં દિવસથી કેટલાંક સ્થાપિત હિતોએ ઉઠાવેલા મુદ્દા વિશે વાત કરીશ.
15મા નાણાં પંચનાં સંદર્ભની શરતો વિશે પાયાવિહોણા આરોપો મૂકવામાં આવ્યાં છે, જે ચોક્કસ રાજ્યો કે ચોક્કસ વિસ્તાર સામે પૂર્વગ્રહથી પ્રેરિત છે. મારે તમને કહેવું છે કે, અમારાં ટીકાકારોએ ઘણી ચૂક કરી હોય એવું લાગે છે. કેન્દ્ર સરકારે નાણાં પંચને વસતિ નિયંત્રણ પર સારી કામગીરી કરનાર રાજ્યોને પ્રોત્સાહન આપવા સૂચન કર્યું છે. આ માપદંડ મુજબ, તમિલનાડુ જેવા રાજ્યને ચોક્કસ લાભ થશે, જેણે ઘણાં પ્રયાસ, ઊર્જા અને સંસાધનો સમર્પિત કર્યા છે. અગાઉ આવું જોવા મળ્યું નહોતું.
મિત્રો,
કેન્દ્ર સરકાર સહકારી સંઘવાદ પ્રત્યે કટિબદ્ધ છે. અમારો મંત્ર સૌનો સાથ, સૌનો વિકાસ છે. ચાલો, આપણે નવા ભારતનું નિર્માણ કરવા એક થઈને કામ કરીએ, જેનાં પર આપણાં મહાન સ્વતંત્રતા સેનાનીઓને ગર્વ થાય.
ધન્યવાદ.
તમારો ખૂબ-ખૂબ આભાર.
A baseless allegation is being made about the Terms of Reference of the 15th Finance Commission, being biased against certain states or a particular region: PM
— PMO India (@PMOIndia) April 12, 2018
The Union Government has suggested to the Finance Commission to consider incentivizing States who have worked on population control. Thus, a state like Tamil Nadu, which has devoted a lot of effort, energy and resources towards population control would certainly benefit: PM
— PMO India (@PMOIndia) April 12, 2018