વડાપ્રધાન મોદીએ દહેરાદૂનમાં પ્રથમ ઉત્તરાખંડ ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કર્યું
ક્ષમતા, નિતી અને દેખાવ એ આપણા વિકાસના મુખ્ય સ્ત્રોત છે: વડાપ્રધાન મોદી
ભારતમાં ઇન્સોલ્વન્સી અને બેન્ક્ર્પસી કોડને લીધે વ્યાપાર કરવો સરળ બની ગયું છે. બેન્કિંગ પદ્ધતિને પણ મજબૂત બનાવવામાં આવી છે: વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે તમામ માટે આવાસ, તમામ માટે ઉર્જા, તમામ માટે સ્વચ્છ ઇંધણ, તમામ માટે આરોગ્ય, તમામ માટે બેન્કિંગ અને સકારની અન્ય યોજનાઓ લક્ષાંક હાંસલ કરવામાં મદદ કરી રહી છે.
મોદીએ કહ્યું, #AyushmanBharat દ્વિતીય અને તૃતીય સ્તરના શહેરોમાં હોસ્પિટલો બાંધવામાં મદદ કરશે અને તે મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવામાં પણ મદદ કરશે
વડાપ્રધાન મોદીએ રોકાણકારોને માત્ર ભારત માટે નહીં પરંતુ વિશ્વ માટે મેઇક ઇન ઇન્ડિયા કરવાની વિનંતી કરી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેહારદૂનમાં ડેસ્ટિનેશન ઉત્તરાખંડ : ઇન્વેસ્ટર્સ સમિટ 2018ને સંબોધન કર્યુ હતુ.

તેમણે પોતાનાં સંબોધનમાં કહ્યું હતું કે, ભારત ઝડપથી પરિવર્તનને પંથે આગળ વધી રહ્યું છે, ભારત આગામી દાયકાઓમાં વૈશ્વિક વિકાસનું મુખ્ય પ્રેરકબળ બનશે એની સ્વીકૃત વ્યાપક  સ્તરે મળી છે, ભારતમાં આર્થિક સુધારાઓની ગતિ અને પરિમાણ અભૂતપૂર્વ છે.

આ સંદર્ભમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, વેપાર-વાણિજ્ય કરવાની સરળતામાં ભારતનાં સ્થાનમાં 42 ક્રમનો સુધારો થયો છે. પ્રધાનમંત્રીએ કરવેરામાં શરૂ કરેલા સુધારાઓની ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે, દેવાળીયાપણું અને નાદારીની આચારસંહિતાએ વ્યવસાય કરવાનું વધારે સરળ બનાવી દીધુ છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જીએસટી સ્વતંત્રતા પછી અત્યાર સુધીનો સૌથી મોટો આર્થિક સુધારો છે, જીએસટીએ દેશને સિંગલ બજારમાં ફેરવી નાંખ્યો છે અને કરદાતાઓની સંખ્યા વધારવામાં મદદ કરી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, માળખાગત ક્ષેત્રની ઝડપથી પ્રગતિ થઈ રહી છે. તેમણે માર્ગ નિર્માણ, રેલવે લાઇનનું નિર્માણ, નવી મેટ્રો સિસ્ટમ, હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ અને ડેડિકેટેડ ફ્રેઇડ કોરિડોરની ઝડપી ગતિ વિશે જણાવ્યું હતું. 

પ્રધાનમંત્રીએ ઉડ્ડયન ક્ષેત્ર અને હાઉસિંગ, વીજળી, સ્વચ્છ ઊર્જા, સ્વાસ્થ્ય અને લોકો માટે બેંકિંગ સેવાઓનાં ક્ષેત્રમાં થયેલી પ્રગતિનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તાજેતરમાં શરૂ થયેલી આયુષ્માન ભારત યોજના ટિઅર-2અને ટિઅર-3નાં નગરોમાં ચિકિત્સા માળખાનાં વિકાસને પ્રોત્સાહન આપશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, નવીન ભારત રોકાણ માટેનું એક શ્રેષ્ઠ મુકામ છે અને “ડેસ્ટિનેશન ઉત્તરાખંડ” આ ભાવનાનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે રાજ્યમાં રોકાણકારોને સુવિધા આપવા માટે કરવામાં આવેલા ઉપાયોની ચર્ચા કરી હતી. તેમણે દરેક ઋતુને અનુકૂળ ચારધામ રોડ પ્રોજેક્ટ અને ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલવે લાઇન પ્રોજેક્ટ સહિત રાજ્યમાં કનેક્ટિવિટીમાં સુધારો લાવવા માટે હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલોની પ્રગતિ વિશે પણ ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ પર્યટન ક્ષેત્રમાં રાજ્યની પ્રચૂર ક્ષમતાનો ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ ખાદ્ય પ્રસંસ્કરણ અને નવીનીકરણીય ઊર્જાના ક્ષેત્રોમાં હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલોની ચર્ચા કરી હતી. તેમણે “મેક ઇન ઇન્ડિયા”ની સફળતાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

Click here to read full text speech

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Mutual fund industry on a high, asset surges Rs 17 trillion in 2024

Media Coverage

Mutual fund industry on a high, asset surges Rs 17 trillion in 2024
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Chief Minister of Andhra Pradesh meets Prime Minister
December 25, 2024

Chief Minister of Andhra Pradesh, Shri N Chandrababu Naidu met Prime Minister, Shri Narendra Modi today in New Delhi.

The Prime Minister's Office posted on X:

"Chief Minister of Andhra Pradesh, Shri @ncbn, met Prime Minister @narendramodi

@AndhraPradeshCM"