Metro in Delhi has positively impacted the lives of citizens: PM Modi
There is a direct link between connectivity and development; Metro will mean more employment opportunities for the people: PM
Union Government has brought out a policy relating to Metros, to bring uniformity and standardization in metro rail networks across the country: PM
Our aim is also to boost “Make in India” by making metro rail coaches in India itself: PM Modi
Metro systems are an example of cooperative federalism, the Centre and the respective State Govts are working together: PM Modi
New India requires new and smart infrastructure, Union Government is working on roads, railways, highways, airways, waterways and i-ways: PM Modi

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બહાદુરગઢ-મુંડકા મેટ્રો લાઈનનું ઉદઘાટન કર્યું.

દિલ્હી મેટ્રોના આ નવા વિભાગના શુભારંભ પ્રસંગે હરિયાણા અને દિલ્હીના લોકોને શુભેચ્છા પાઠવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે બહાદુરગઢને દિલ્હી મેટ્રો સાથે જોડાતું જોઈને તેમને ખુશી થઇ છે.

ગુરુગ્રામ અને ફરીદાબાદ પછી આ રીતે જોડાનારા હરિયાણાનું આ ત્રીજા નંબરનું સ્થાન છે.

પ્રધાનમંત્રીએ દિલ્હીમાં મેટ્રોએ કઈ રીતે નાગરિકોના જીવનમાં સકારાત્મક અસર ઉભી કરી છે તે અંગે જણાવ્યું હતું. બહાદુરગઢ એ અભૂતપૂર્વ આર્થિક વૃદ્ધિ કરી રહ્યું છે તે વાત નોંધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ત્યાં ઘણા બધા શૈક્ષણિક કેન્દ્રો છે અને ત્યાના વિદ્યાર્થીઓ દિલ્હીમાં પણ પ્રવાસ કરે છે. મેટ્રોને લીધે તેમનું આ આવાગમન વધુ સરળ બનશે.

શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે જોડાણ અને વિકાસની વચ્ચે સીધો સેતુ છે. તેમણે કહ્યું કે મેટ્રો એ આ વિસ્તારમાં લોકો માટે વધુ રોજગારની તકોનું સાધન બનશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સમગ્ર દેશમાં મેટ્રો રેલ નેટવર્કમાં સમરૂપતા અને નિશ્ચિત ધોરણ લાવવા માટે કેન્દ્ર સરકાર મેટ્રોને લગતી એક નીતિ લાવી છે. તેમણે કહ્યું કે તેનો ઉદ્દેશ્ય આપણા શહેરોમાં સુગમ, આરામદાયક અને પરવડે તેવી શહેરી પરિવહન સુવિધાને વિકસાવવાનો છે.વધુમાં તેમણે કહ્યું કે તેનો ઉદ્દેશ્ય મેટ્રો રેલ કોચનું નિર્માણ ભારતમાં જ કરીને “મેક ઇન ઇન્ડિયા”ને પ્રોત્સાહન આપવાનો પણ છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે મેટ્રો પ્રણાલિ બનાવવાની પ્રક્રિયા સહયોગાત્મક સંઘવાદ સાથે પણ જોડાયેલ છે. ભારતમાં જ્યાં પણ મેટ્રોનું નિર્માણ થઇ રહ્યું છે, ત્યાં કેન્દ્ર અને સંલગ્ન રાજ્ય સરકારો સાથે મળીને કામ કરી રહી છે.

ન્યુ ઇન્ડિયાને નવા અને સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત છે તે બાબતને નોંધીને પ્રધાનમંત્રીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર માર્ગો, રેલવે, ધોરીમાર્ગો, હવાઈ માર્ગો, જળમાર્ગો અને આઈ-વે ઉપર કામ કરી રહી છે. જોડાણ પર અનેવિકાસ કાર્યો સમયસર પુરા થાય તે બાબતની ખાતરી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

 

 

 

 

 

 

 

 

 

 

Click here to read full text speech

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India has the maths talent to lead frontier AI research: Satya Nadell

Media Coverage

India has the maths talent to lead frontier AI research: Satya Nadell
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 9 જાન્યુઆરી 2025
January 09, 2025

Appreciation for Modi Governments Support and Engagement to Indians Around the World