Knowledge and education are not bound to books: PM Modi
Balanced development cannot be pursued without Innovation, says PM Modi
We should we not only educate students in the classrooms of colleges and universities, but also sync them with the expectations of our country: PM Modi
PM Modi says to improve the infrastructure of education, the RISE i.e. Revitalisation of Infrastructure and Systems in Education program has been started
We must realize that in today's world, no country, society or individual can sustain in an isolated state. It is crucial that we develop a vision of 'Global citizen and Global village': PM

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં પુનરુત્થાન માટે શિક્ષણ પર અકાદમિક નેતૃત્વ પરના સંમેલનનેસંબોધન કર્યું હતું.

તેમણે કહ્યું હતું કે, જ્યારે કોઈ વ્યક્તિ પુનરોદ્ધાર કે પુનરુત્થાનની વાત કરે છે, ત્યારે સૌપ્રથમ સ્વામી વિવેકાનંદનો વિચાર આવે છે, જેમણે દુનિયા સમક્ષ ભારતની તાકાતનો વિચાર રજૂ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ સ્વામી વિવેકાનંદનાં શિક્ષણનાં પાસાં તરીકે સ્વનિર્ભરતા, ચારિત્ર નિર્માણ અને માનવીય મૂલ્યો પર ભાર મૂકવાની વાત યાદ કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અત્યારે નવીનતા શિક્ષણનું અન્ય એક આવશ્યક પરિબળ છે.

પ્રધાનમંત્રીએ પ્રાચીન ભારતીય ગ્રંથો વેદોને યાદ કરીને કહ્યું હતું કે, આપણે આપણા સમાજ, આપણા દેશ અને આપણા જીવનની કલ્પના જ્ઞાન વિના ન કરી શકીએ. તેમણે જણાવ્યું હતું કે, આપણા તક્ષશિલા, નાલંદા અને વિક્રમશિલા જેવી આપણી પ્રાચીન વિશ્વવિદ્યાલયોમાં જ્ઞાન ઉપરાંત નવીનતાને મહત્ત્વ આપવામાં આવતું હતું. પ્રધાનમંત્રીએ બાબાસાહેબ આંબેડકર, દીનદયાળ ઉપાધ્યાય અને ડૉ. રામ મનોહર લોહિયાનાં શિક્ષણ પરનાં વિચારોને પણ યાદ કર્યા હતાં.

શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, અત્યારે કોઈ પણ દેશ કે વ્યક્તિ એકલો અસ્તિત્વ ન ધરાવી શકે છે. તેમણે ‘વૈશ્વિક નાગરિક’ કે ‘વૈશ્વિક ગામડા’ની દ્રષ્ટિએ વિચારનાં મહત્ત્વનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આપણી યુનિવર્સિટીઓ અને કોલેજોનો ઉપયોગ આપણાં પડકારોનું સમાધાન શોધવા માટે કરવો પડશે. તેમણે કહ્યું હતું કે, “આપણે નવીનતા અને પ્રોત્સાહન આપવા માટે સંસ્થાઓને એકબીજા સાથે જોડવી જોઈએ.” તેમણે વિદ્યાર્થીઓને દેશની આકાંક્ષાઓને તેમનાં વર્ગખંડનાં શિક્ષણ સાથે જોડવા અપીલ કરી હતી. તેમણે અટલ ટિન્કરિંગ લેબનો ઉલ્લેખ પણ કર્યો હતો, જેની સ્થાપના બાળકોને નવીનતા માટે પ્રોત્સાહન આપવા માટે થઈ છે. તેમણે રાઇઝ – શિક્ષણનું માળખુ અને પ્રણાલીઓનો પુનરુદ્ધાર (RISE – Revitalization of Infrastructure and Systems in Education) – કાર્યક્રમનો ઉલ્લેખ કર્યો હતો, જેનો ઉદ્દેશ શૈક્ષણિક માળખામાં સુધારો કરવાનો છે. તેમણે ઉચ્ચ શિક્ષણ માટે લેવામાં આવેલા પગલાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ સમાજ માટે સારાં શિક્ષકો તૈયાર કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે, નિષ્ણાતો અને વિદ્યાર્થીઓ ડિજિટલ જાણકારી ફેલાવવા માટે જવાબદારી લઈ શકે છે તથા જીવન જીવવાની સરળતા વધારી શકે એવા સરકારી કાર્યક્રમો અંગે વિસ્તૃત જાગૃતિ લાવી શકે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, યુવાનોએ “બ્રાન્ડ ઇન્ડિયા”ને વૈશ્વિક ઓળખ આપી છે. તેમણે સ્ટાર્ટ અપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયા જેવી યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો, જેનો ઉદ્દેશ યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન આપવાનો છે.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi visits the Indian Arrival Monument
November 21, 2024

Prime Minister visited the Indian Arrival monument at Monument Gardens in Georgetown today. He was accompanied by PM of Guyana Brig (Retd) Mark Phillips. An ensemble of Tassa Drums welcomed Prime Minister as he paid floral tribute at the Arrival Monument. Paying homage at the monument, Prime Minister recalled the struggle and sacrifices of Indian diaspora and their pivotal contribution to preserving and promoting Indian culture and tradition in Guyana. He planted a Bel Patra sapling at the monument.

The monument is a replica of the first ship which arrived in Guyana in 1838 bringing indentured migrants from India. It was gifted by India to the people of Guyana in 1991.