AI, મશીન લર્નિંગ, IoT, બેકચેઈન અને બિગ ડેટા જેવા ઉભરી રહેલા ક્ષેત્રો ભારતને વિકાસની નવી ઉંચાઈએ લઇ જઈ શકે છે અને તેના નાગરિકોના જીવનસ્તરમાં સુધારો લાવી શકે છે: વડાપ્રધાન
ઇન્ડસ્ટ્રી 4.0 પાસે એવી મજબૂતી છે જે ભારતમાં પાછો ન થઇ શકે એવો હકારાત્મક બદલાવ લાવી શકે છે: વડાપ્રધાન મોદી
ચોથી ઔદ્યોગિક ક્રાંતિ ભારતમાં થયેલા કાર્યોમાં ગતિ અને ઉંચાઈ લવવામાં મદદ કરશે: વડાપ્રધાન મોદી
સ્થાનિક ઉકેલ' થી 'વૈશ્વિક ઉપયોગ'... આપણે આ માર્ગે આગળ વધી રહ્યા છીએ: વડાપ્રધાન મોદી
ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં ભારતનું પ્રદાન જોઇને વિશ્વ દંગ થઇ જશે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી
#DigitalIndia એ ડેટાને ગામડાઓ સુધી પહોંચાડ્યો છે. ભારત વિશ્વમાં સહુથી વધુ ડેટાનો વપરાશ કરે છે અને તે એવો દેશ પણ છે જ્યાં ડેટા સહુથી ઓછી કિંમતે ઉપલબ્ધ છે: વડાપ્રધાન

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ચોથા ઔદ્યોગિક ક્રાંતિ માટેનાં કેન્દ્રનો શુભારંભ કરવાનાં પ્રસંગે હાજરી આપી હતી અને આ કાર્યક્રમને સંબોધન કર્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, “ઇન્ડસ્ટ્રી 4.0” ખરેખર મનુષ્યનાં જીવનનાં વર્તમાન અને ભવિષ્યને બદલવાની ક્ષમતા ધરાવે છે. તેમણે જણાવ્યું હતું કે, સાન ફ્રાન્સિસ્કો, ટોક્યો અને બીજિંગ પછી દુનિયામાં શરૂ થયેલા આ ચોથું કેન્દ્ર ભવિષ્યની પ્રચૂર સંભવિતતાઓ માટે દરવાજાં ખોલે છે.

તેમણે કહ્યું હતું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ઇન્ટરનેટ ઑફ થિંગ્સ, બ્લોકચેઇન અને બિગ ડેટા સહિત વિકસતાં ક્ષેત્રો ભારતને વિકાસની નવી ઊંચાઈ પર લઈ જઈ શકે છે તથા ભારતીયોની નાગરિકોનાં જીવનની ગુણવત્તા સુધારી શકે છે. તેમણે કહ્યું હતું કે, ભારત માટે આ ઔદ્યોગિક પરિવર્તનની સાથે સામાજિક પરિવર્તન પણ છે. તેમણે જણાવ્યું હતું કે, ઇન્ડસ્ટ્રી 4.0 ભારતમાં સકારાત્મક ફેરફારો લાવવાની ક્ષમતા ધરાવે છે, જેમાં પરત ફરવાનો કોઈ અવકાશ નથી. તેમણે ઉમેર્યું હતું કે, આ ભારતમાં જરૂરી ઝડપ લાવવામાં અને કામગીરીને સ્કેલ પર પહોંચાડવામાં મદદરૂપ થશે.

પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, ડિજિટલ ઇન્ડિયા અભિયાનથી કેવી રીતે ભારતમાં ગામડે-ગામડે ડેટા નેટવર્ક પહોંચી ગયું છે. તેમણે સમજાવ્યું હતું કે, ટેલિ-ડેન્સિટી, ઇન્ટરનેટ કવરેજ અને મોબાઇલ ઇન્ટરનેટ સબસ્ક્રિપ્શનમાં કેવી રીતે છેલ્લાં થોડાં વર્ષોમાં વધારો થયો છે. તેમણે ભારતમાં કોમન સર્વિસ સેન્ટર્સની ઝડપથી વધતી સંખ્યા પર વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું. ભારત દુનિયામાં સૌથ વધુ મોબાઇલ ડેટા વપરાશ ધરાવે છે તેમજ સૌથી ઓછી કિંમતે ડેટા ઉપલબ્ધ કરાવતો દેશ પણ છે. આ સંદર્ભમાં તેમણે ભારતનાં ડિજિટલ માળખા અને આધાર, યુપીઆઈ, ઇ-એનએએમ અને જીઇએમ સહિત એનાં વિવિધ માધ્યમો વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, થોડાં મહિના અગાઉ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં સંશોધન માટે મજબૂત માળખાનું સર્જન કરવા માટે રાષ્ટ્રીય વ્યૂહરચના તૈયાર કરવામાં આવી છે. તેમણે જણાવ્યુ હતું કે, આ નવું કેન્દ્ર એ પ્રક્રિયાને મજબૂત કરશે. તેમણે કહ્યું હતું કે, ઇન્ડસ્ટ્રી 4.0 અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું વિસ્તરણ હેલ્થકેરની શ્રેષ્ઠ સુવિધાઓ તરફ દોરી જશે અને સ્વાસ્થ્ય પર ખર્ચમાં ઘટાડો કરશે. તેમણે જણાવ્યું હતું કે, એનાથી ખેડૂતોને મદદ પણ મળશે અને કૃષિ ક્ષેત્ર વધારે અસરકારક બનશે. તેમણે પરિવહન અને સ્માર્ટ મોબિલિટી જેવા અન્ય ક્ષેત્રોને ઉલ્લેખ પણ કર્યો હતો, જેમાં આ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. તેમણે કહ્યું હતું કે, ભારતમાં કામમાં પ્રગતિ થવાની સાથે આ ક્ષેત્રોમાં લક્ષ્યાંક “ભારત માટે સમાધાન, દુનિયા માટે સમાધાન” છે.

પ્રધાનમંત્રીએ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિનો લાભ લેવા સક્ષમ બનશે. તેમણે ઉમેર્યું હતું કે, ભારત એમાં મહત્ત્વપૂર્ણ પ્રદાન પણ કરશે. તેમણે કહ્યુ હતું કે, સ્કિલ ઇન્ડિયા મિશન, સ્ટાર્ટ અપ ઇન્ડિયા અને અટલ ઇન્નોવેશન મિશન સહિત સરકારી પહેલો નવી અને વિકસતી ટેકનોલોજીઓ માટે આપણાં યુવાનો માટે તૈયાર કરવામાં આવી છે.

Click here to read full text speech

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Govt saved 48 billion kiloWatt of energy per hour by distributing 37 cr LED bulbs

Media Coverage

Govt saved 48 billion kiloWatt of energy per hour by distributing 37 cr LED bulbs
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 12 માર્ચ 2025
March 12, 2025

Appreciation for PM Modi’s Reforms Powering India’s Global Rise