પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ફિક્કીની 90મી સાધારણ વાર્ષિક સભા (એજીએમ)નાં ઉદ્ઘાટન સત્રને સંબોધન કર્યું હતું.
આ પ્રસંગે તેમણે ફિક્કીની સ્થાપના વર્ષ 1927માં થઈ ત્યારે ભારતીય ઉદ્યોગજગત સાયમન પંચનાં વિરોધમાં એક થયો હોવાનાં પ્રસંગને યાદ કર્યો હતો. વર્ષ 1927માં અંગ્રેજ સરકારે સાયમન પંચની રચના કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીય ઉદ્યોગજગત એ સમયે દેશનાં હિત માટે ભારતીય સમાજનાં તમામ વર્ગો સાથે જોડાયો હતો.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વર્ષ 1927માં હતું એવું જ વાતાવરણ અત્યારે જોવા મળે છે. અત્યારે દેશનાં લોકો દેશ પ્રત્યેની જવાબદારીઓ અદા કરવા આગળ આવ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, લોકોની આશા અને આકાંક્ષાઓ પૂરી કરવા દેશને ભ્રષ્ટાચાર અને કાળાં નાણાં જેવી આંતરિક સમસ્યાઓથી મુક્ત કરવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે, રાજકીય પક્ષો અને ઔદ્યોગિક સંગઠનોએ દેશની જરૂરિયાતોને ધ્યાનમાં રાખવી જોઈએ અને લોકોની લાગણીઓ સમજવી જોઈએ તથા તેને અનુરૂપ કામ કરવું જોઈએ.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આઝાદી પછી અત્યાર સુધી દેશે ઘણી સફળતા મેળવી છે, પણ કેટલાંક પડકારો ઊભા થયાં છે. તેમણે જણાવ્યું હતું કે, ગરીબો વ્યવસ્થા સામે સંઘર્ષ કરી રહ્યાં હોય એવું જણાય છે. તેમને બેંક ખાતાઓ, ગેસનાં જોડાણો, શિષ્યવૃત્તિઓ, પેન્શન વગેરે જેવી ચીજવસ્તુઓ માટે સંસ્થાઓમાં આવવું પડે છે અને વિવિધ અવરોધોનો સામનો કરવો પડે છે. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર આ પ્રકારની સમસ્યાઓનું સમાધાન કરવા કામ કરે છે તથા પારદર્શક અને સંવેદનશીલ વ્યવસ્થા ઊભી કરવાનો પ્રયાસ કરે છે. તેમણે જણાવ્યું હતું કે, આનું એક ઉદાહરણ જન ધન યોજના છે અને કેન્દ્ર સરકારે “જીવનની સરળતા” વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમણે ઉજ્જવલા યોજના, સ્વચ્છ ભારત અભિયાન હેઠળ શૌચાલયનું નિર્માણ કરવા અને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તેમનો ઉછેર ગરીબીમાં થયો હોવાથી તેઓ ગરીબો અને દેશની જરૂરિયાતો પૂરી કરવાની જરૂરિયાત સારી રીતે સમજે છે. તેમણે ઉદ્યોગસાહસિકોને જામીનગીરીમુક્ત લોન પ્રદાન કરવા મુદ્રા યોજનાનો ઉલ્લેખ પણ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર બેંકિંગ વ્યવસ્થાને મજબૂત કરવા કામ કરે છે. તેમણે કહ્યું હતું કે, એનડીએ સરકારને એનપીએની હાલની સમસ્યા મોટા ભાગે અગાઉની સરકાર પાસેથી વારસામાં મળી છે. તેમણે કહ્યું હતું કે, ફાઇનાન્શિયલ રેગ્યુલેશન એન્ડ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ (એફઆરડીઆઇ) બિલ વિશે અફવાઓ ફેલાવવામાં આવે છે. સરકાર ખાતાધારકોનાં હિતોનું રક્ષણ કરવા કામ કરે છે, પણ અફવાઓ તેનાથી વિપરીત ફેલાવવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે, ફિક્કી જેવી સંસ્થાઓ આ પ્રકારની સમસ્યાઓ વિશે જાગૃતિ લાવવા માટે જવાબદાર છે. તેમણે જણાવ્યું હતું કે, ફિક્કી જીએસટીને વધારે અસરકારક બનાવવામાં પણ ભૂમિકા ભજવી રહી છે. સરકાર જીએસટી માટે મહત્તમ વ્યવસાયો રજિસ્ટર થાય એ સુનિશ્ચિત કરવા પ્રયાસરત છે. જેટલી વ્યવસ્થા વધારે ઔપચારિક બનશે, તેટલો જ વધારે લાભ ગરીબોને મળશે. તેનાથી બેંકો પાસેથી ધિરાણ સરળતાપૂર્વક ઉપલબ્ધ થશે અને લોજિસ્ટિક્સનો ખર્ચ ઘટશે, જેથી વ્યવસાયોની સ્પર્ધાત્મકતા વધશે. તેમણે ઉમેર્યું હતું કે, ફિક્કી નાનાં વેપારીઓ વચ્ચે વિસ્તૃત જાગૃતિ લાવવા કેટલીક યોજના ધરાવે છે. તેમણે એવું પણ કહ્યું હતું કે, ફિક્કીએ સામાન્ય નાગરિકોનું બિલ્ડર્સ દ્વારા થતું શોષણ જેવી સમસ્યાઓ પર જરૂરી જણાય ત્યારે ચિંતા વ્યક્ત કરવી જોઈએ.
પ્રધાનમંત્રીએ યુરિયા, ટેક્સટાઇલ, નાગરિક ઉડ્ડયન અને સ્વાસ્થ્ય જેવા ક્ષેત્રોમાં સરકારે લીધેલા નીતિગત નિર્ણયોનો તથા તેનાથી તેમને થયેલા લાભોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે સંરક્ષણ, નિર્માણ, ફૂડ-પ્રોસેસિંગ વગેરે જેવા ક્ષેત્રોમાં થયેલા સુધારાઓનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકારનાં વિવિધ પગલાંઓને પરિણામે વિશ્વ બેંકનાં “વેપારવાણિજ્ય સરળ કરવાનાં” ક્રમમાં ભારતનો ક્રમ 142માંથી 100 થયો છે. તેમણે અન્ય માપદંડોનો ઉલ્લેખ પણ કર્યો હતો, જે અર્થતંત્રની મજબૂત સ્થિતિને સૂચવે છે. તેમણે કહ્યું હતું કે, સરકારે લીધેલા આ પગલાં રોજગારીનાં સર્જનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ફૂડ પ્રોસેસિંગ, સ્ટાર્ટ-અપ્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સૌર ઊર્જા, હેલ્થકેર વગેરે જેવા ક્ષેત્રોમાં ફિક્કી ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. તેમણે ફિક્કીને એમએસએમઇ ક્ષેત્ર માટે થિંક-ટેંકની ભૂમિકા ભજવવા અપીલ કરી હતી.
हमारे यहां एक ऐसा सिस्टम बना जिसमें गरीब हमेशा इस सिस्टम से लड़ रहा था। छोटी-छोटी चीजों के लिए उसे संघर्ष करना पड़ रहा था। गरीब को बैंक अकाउंट खुलवाना है, उसे गैस कनेक्शन चाहिए, तो सिस्टम आड़े आ जाता था । अपनी ही पेंशन, स्कॉलरशिप पाने के लिए यहां-वहां कमीशन देना होता था: PM
— PMO India (@PMOIndia) December 13, 2017
सिस्टम के साथ इस लड़ाई को बंद करने का काम ये सरकार कर रही है। हम एक ऐसे सिस्टम का निर्माण कर रहे हैं जो ना सिर्फ Transparent हो बल्कि Sensitive भी हो। एक ऐसा सिस्टम जो लोगों की आवश्यकताओं को समझे: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 13, 2017
हम गरीब की एक-एक आवश्यकता, एक-एक समस्या को पकड़ कर उसे सुलझाने के लिए काम कर रहे हैं। गरीब महिलाओं को लगातार शर्मिंदगी का सामना ना करना पड़े, उनके स्वास्थ्य और सुरक्षा पर असर ना हो, इसलिए स्वच्छ भारत मिशन के तहत 5 करोड़ से ज्यादा शौचालय बनवाए गए: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 13, 2017
विज्ञान भवन की इन चमचमाती लाइटों से बहुत अलग दुनिया आपको देश के गांवों में मिलेगी। मैं गरीबी की उसी दुनिया से निकलकर आपके बीच आया हूं। सीमित संसाधन, सीमित पढ़ाई, लेकिन सपने अथाह-असीमित। उसी दुनिया ने सिखाया है कि गरीबो की आवश्यकताओं को समझते हुए कार्य करो: PM
— PMO India (@PMOIndia) December 13, 2017
आप देखेंगे कि सरकार देश के नौजवानों की जरूरतों को ध्यान में रखते हुए फैसले ले रही है, योजनाएं बना रही है। इसका बिल्कुल contrast आपको पिछली सरकार में देखने को मिलेगा। उस दौरान कुछ बड़े उद्योगपतियों को लाखों करोड़ के लोन दिए गए, बैंकों पर दबाव डालकर पैसा दिलवाया गया: PM Modi
— PMO India (@PMOIndia) December 13, 2017
मुझे जानकारी नहीं है कि पहले की सरकार की नीतियों ने जिस तरह बैंकिंग सेक्टर की दुर्दशा की, उस पर फिक्की ने कोई सर्वे किया है या नहीं? ये आजकल NPA का जो हल्ला मच रहा है, वो पहले की सरकार में बैठे अर्थशास्त्रियों की, इस सरकार को दी गई सबसे बड़ी Liability है: PM
— PMO India (@PMOIndia) December 13, 2017
जब सरकार में बैठे कुछ लोगों द्वारा बैंकों पर दबाव डालकर कुछ विशेष उद्योगपतियों को लोन दिलवाया जा रहा था, तब फिक्की जैसी संस्थाएं क्या कर रही थीं?पहले की सरकार में बैठे लोग जानते थे,बैंक भी जानते थे, उद्योग जगत भी जानता था,बाजार से जुड़ी संस्थाएं भी जानती थीं कि गलत हो रहा है: PM
— PMO India (@PMOIndia) December 13, 2017
ये NPAs यूपीए सरकार का सबसे बड़ा घोटाला था। कॉमनवेल्थ, 2 जी, कोयला,सभी से कहीं ज्यादा बड़ा घोटाला। ये एक तरह से सरकार में बैठे लोगों द्वारा उद्योगपतियों के माध्यम से जनता की कमाई की लूट थी। जो लोग मौन रहकर सब कुछ देखते रहे, क्या उन्हें जगाने की कोशिश, किसी संस्था द्वारा की गई:PM
— PMO India (@PMOIndia) December 13, 2017
साथियों, बैंकिंग सिस्टम की इस दुर्दशा को ठीक करने के लिए, बैंकिंग सिस्टम को मजबूत करने के लिए सरकार लगातार कदम उठा रही है। बैंकों का हित सुरक्षित होगा, ग्राहकों का हित सुरक्षित होगा, तभी देश का हित भी सुरक्षित रहेगा: PM
— PMO India (@PMOIndia) December 13, 2017
FRDI को लेकर अफवाहें फैलाई जा रही हैं। सरकार ग्राहकों के हित सुरक्षित करने के लिए, बैंकों में जमा उनकी पूंजी को सुरक्षित रखने के लिए काम कर रही है, लेकिन खबरें इसके ठीक उलट फैलाई जा रही हैं। भ्रमित करने वाली ऐसी कोशिशों को नाकाम करने में फिक्की जैसी संस्था का योगदान जरूरी है: PM
— PMO India (@PMOIndia) December 13, 2017
मेरी एक और अपेक्षा आपसे है कि MSME का जो पैसा बड़ी कंपनियों पर Due रहता है, वो समय पर चुकाया जाए, इसके लिए भी कुछ करिए। नियम है लेकिन ये भी सच है कि छोटे उद्यमियों का पैसा ज्यादातर बड़ी कंपनियों के पास अटका रहता है: PM
— PMO India (@PMOIndia) December 13, 2017
साथियों, ऐसी बहुत सी वजहें थीं जिनकी वजह से हमारा देश पिछली शताब्दी में औद्योगिक क्रांति का पूरी तरह लाभ नहीं उठा पाया। आज बहुत सी वजहें हैं, जिसकी वजह से भारत एक नई क्रांति की शुरुआत कर सकता है: PM
— PMO India (@PMOIndia) December 13, 2017
क्यों ऐसा हुआ कि बिल्डरों की मनमानी की खबर पहले की सरकार तक नहीं पहुंची। जिंदगी भर की कमाई बिल्डर को देने के बाद भी घर नहीं मिल रहे थे.
— PMO India (@PMOIndia) December 13, 2017
RERA जैसे कानून पहले भी तो बनाए जा सकते थे, लेकिन नहीं बने। मध्यम वर्ग की इस दिक्कत को सरकार ने ही समझा और बिल्डरों की मनमानी पर रोक लगाई: PM
पिछले 3 वर्षों में 21 सेक्टरों से जुड़े 87 छोटे-बड़े Reform किए गए हैं। Defence सेक्टर, Construction सेक्टर, Financial Services, Food Processing, जैसे कितने ही सेक्टरों में बड़े बदलाव हुए हैं। इसी का नतीजा आपको अर्थव्यवस्था से जुड़े अलग-अलग पैरामीटर्स में नजर आ रहा है: PM
— PMO India (@PMOIndia) December 13, 2017
सरकार इस लक्ष्य पर काम कर रही है कि 2022 तक देश के गरीब के पास अपना घर हो। इसके लिए लाखों घरों का निर्माण किया जा रहा है। घरों को बनाने के लिए Manpower स्थानीय स्तर पर ही जुटाई जा रहा है। घरों के निर्माण में सामान लग रहा है, वो भी स्थानीय बाजार से ही आ रहा है: PM Modi
— PMO India (@PMOIndia) December 13, 2017