પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અજમેર શરીફ ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ પર ચડાવવા માટે લઘુમતિ બાબતોનાં મંત્રી શ્રી મુખ્તાર અબ્બાસ નકવીને ચાદર સોંપી હતી.
પ્રધાનમંત્રીએ તેમના વાર્ષિક ઉર્સનાં અવસરે દુનિયાભરમાં વસેલા ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીનાં અનુયાયીઓને શુભકામનાઓ પાઠવી છે.