For the last four and a half years, the Union Government has pursued the objective of good governance: PM Modi
The Bogibeel Bridge would greatly enhance "ease of living" in the Northeast: PM Modi
A strong and progressive Eastern India, is the key to a strong and progressive India: PM Modi

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અસમમાં બોગીબીલ સેતુ રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. આ સેતુ અસમનાં દિબ્રુગઢ અને ઘેમાજી જિલ્લા વચ્ચે બહ્મપુત્ર નદી પર નિર્મિત છે. આર્થિક અને સમસામાયિક દ્રષ્ટિએ રાષ્ટ્ર માટે આ સેતુ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. બ્રહ્મપુત્ર નદીનાં ઉત્તર કિનારા પર કારેંગ ચાપોરીમાં એક જનસભામાં પ્રધાનમંત્રીએ આ પુલને પાર કરનારી સૌપ્રથમ પેસેન્જર ટ્રેનને પણ લીલી ઝંડી દેખાડી હતી.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ પ્રસિદ્ધ અસમી ગાયિકા દીપાલી બોરઠાકુરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, જેમનું તાજેતરમાં અવસાન થયું હતું. તેમણે રાજ્યની ઘણી અન્ય પ્રસિદ્ધ અને ઐતિહાસિક હસ્તીઓને પણ શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી, જેમણે વિવિધ ક્ષેત્રોમાં રાજ્ય અને દેશનું ગૌરવ વધાર્યું છે. તેમણે લોકોને નાતાલનાં તહેવાર પર શુભકામનાઓ આઠવી હતી. તેમણે કહ્યું હતું કે, આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ છે અને આજના દિવસને “સુશાસન દિવસ” તરીકે પણ ઉજવવામાં આવે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, છેલ્લાં ચાર વર્ષ દરમિયાન કેન્દ્ર સરકારે સુશાસનનાં ઉદ્દેશને આગળ વધાર્યો છે. તેમણે કહ્યું હતું કે, ઐતિહાસિક બોગીબીલ રેલ-સહ-રોડ પુલનું લોકાર્પણ આ ઉદ્દેશનું પ્રતીક છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આ પુલ એન્જિનીયરિંગ અને ટેકનોલોજીનો એક ચમત્કાર છે તથા સમસામાયિક દ્રષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ પુલ અસમ અને અરુણાચલ પ્રદેશ વચ્ચેનાં અંતરને ઓછું કરે છે.

તેમણે જણાવ્યું હતું કે, આ પુલ આ ક્ષેત્રમાં જીવનને ઘણું સરળ બનાવશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ પુલ આ વિસ્તારનાં લોકો માટે અનેક પેઢીઓનું સ્વપ્ન હતું, જે હવે સાકાર થયું છે. તેમણે જણાવ્યું હતું કે, દિબ્રુગઢ આ વિસ્તારમાં સ્વાસ્થ્ય સેવા, શિક્ષણ અને વાણિજ્યનું મહત્ત્વપૂર્ણ કેન્દ્ર છે તથા બ્રહ્મપુત્રની ઉત્તરમાં રહેતાં લોકો હવે આ શહેર સુધી સરળતાપૂર્વક પહોંચી શકે છે.

પ્રધાનમંત્રીએ પુલનાં નિર્માણમાં સામેલ તમામ લોકોની પ્રશંસા કરી હતી.

શ્રી મોદીએ લોકોને એ વાત યાદ કરાવી હતી કે, મે, 2017માં તેમણે અસમનાં સદિયામાં દેશનાં સૌથી લાંબા રોડ પુલ – ભૂપેન હઝારિકા પુલને પણ રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, બ્રહ્મપુત્ર નદી પર 60 થી 70 વર્ષોમાં ફક્ત ત્રણ પુલોનું નિર્માણ થયું હતું, પરંતુ છેલ્લાં સાડાં ચાર વર્ષમાં જ ત્રણ નવા પુલોનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે. તેમણે કહ્યું હતું કે, અન્ય પાંચ પુલોનું કામ પણ પ્રગતિનાં પંથે છે. તેમણે જણાવ્યું હતું કે, બ્રહ્મપુત્રનાં ઉત્તર અને દક્ષિણ કિનારાઓ વચ્ચે આ સેતુ સતત સંપર્ક, સુશાસનનું મોટું માધ્યમ બનશે. તેમણે કહ્યું હતું કે, વિકાસની આ ગતિ પૂર્વોત્તરની કાયાપલટ કરતી રહેશે.

પ્રધાનમંત્રીએ પરિવહનનાં માધ્યમથી પરિવર્તન વિશે કેન્દ્ર સરકારનાં દ્રષ્ટિકોણની ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે, દેશમાં માળખાગત સુવિધાઓનો વિકાસ અત્યારે ઝડપથી થઈ રહ્યો છે.

પ્રધાનમંત્રીએ વિલંબિત યોજનાઓને પૂર્ણ કરવાનાં પ્રયાસો માટે અસમ સરકારની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, રાષ્ટ્રીય રાજમાર્ગોનું લગભગ 700 કિલોમીટરનું કાર્ય સાડા ચાર વર્ષમાં પૂર્ણ કરવામાં આવ્યું છે. તેમણે પૂર્વોત્તર ક્ષેત્રમાં જોડાણ સાથે સંબંધિત ઘણી અન્ય યોજનાઓ વિશે પણ ચર્ચા કરી હતી.

 તેમણે કહ્યું હતું કે, એક મજબૂત અને પ્રગતિશીલ પૂર્વ ભારત એક મજબૂત અને પ્રગતિશીલ ભારતની ચાવી છે. માળખાગત સુવિધાઓનાં વિકાસ ઉપરાંત પ્રધાનમંત્રીએ ઉજ્જવલા અને સ્વચ્છ ભારત અભિયાન જેવી અનેક પહેલો વિશે પણ ચર્ચા કરી હતી., જેમાં અસમમાં ઝડપથી પ્રગતિ થઈ છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અત્યારે દેશનાં અંતરિયાળ વિસ્તારોનાં યુવાનો ભારતની પ્રતિષ્ઠા વધારી રહ્યાં છે. અસમની પ્રસિદ્ધ  એથ્લિટ હિમા દાસ વિશે વાત કરીને તેમણે કહ્યું હતું કે, હવે યુવાનો નવા ભારતનાં આત્મવિશ્વાસનું પ્રતીક બની રહ્યાં છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકાર ભારતનાં ભવિષ્યની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે માળખાગત સુવિધાઓનાં નિર્માણ માટે પ્રયાસરત છે.

Click here to read full text of speech

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 નવેમ્બર 2024
November 21, 2024

PM Modi's International Accolades: A Reflection of India's Growing Influence on the World Stage