યોર રોયલ હાઈનેસ મોહમ્મદ બિન સલમાન બિન અબ્દુલઅઝીઝ અલ-સઉદ
સદેકી,
મરહબા, બિકુમ ફિલ હિંદ,
મિત્રો, ભારતમાં તેમની પ્રથમ રાજકીય મુલાકાત પ્રસંગે રોયલ હાઈનેસ અને તેમના પ્રતિનિધિ મંડળનુ સ્વાગત કરતાં મને ખૂબ જ આનંદ થાય છે. ભારત અને સાઉદી અરબના આર્થિક, સામાજીક અને સ્સંસ્કૃતિક સંબંધ સદીઓ જૂના છે. આ સંબંધો હંમેશાં સુમેળ -ભર્યા અને મૈત્રી -પૂર્ણ રહ્યા છે. અમારા લોકોની વચ્ચેનો ઘનિષ્ઠ અને નિકટનો સંપર્ક અમારા દેશો માટે એક સજીવ સેતુ એટલે કે Living Bridge બની રહ્યો છે. હિઝ મેજેસ્ટીની અને રોયલ હાઈનેસ તમારી વ્યક્તિગત રૂચિ અને માર્ગદર્શનને કારણે આપણા સંબંધોમાં પાકટતા, મધુરતા અને શક્તિ આવી છે. 21મી સદીમાં સાઉદી અરબ ભારતનુ સૌથી મજબૂત વ્યુહાત્મક ભાગીદારોમાં સ્થાન ધરાવે છે. તે આપણા પડોશમાં છે, નિકટનું મિત્ર છે અને ભારતની ઉર્જા સુરક્ષાનું મહત્વનું સ્રોત પણ છે. વર્ષ 2016માં સાઉદી અરબની મારી મુલાકાત દરમિયાન આપણે આપણા સંબંધોને વિશેષ સ્વરૂપે ઉર્જા અને સુરક્ષાના ક્ષેત્રે એક નવુ પરિમાણ આપ્યું હતું. તમારી સાથે આર્જેન્ટીનામાં 2 માસ પહેલાં થયેલી મુલાકાતના પરિણામ સ્વરૂપે સુરક્ષા, વેપાર અને મૂડીરોકાણનાં ક્ષેત્રોમાં વ્યુહાત્મક ભાગીદારીને એક નવુ વિસ્તરણ પ્રાપ્ત થયું છે. મને આનંદ છે કે તમારા સૂચનોની રૂપરેખા અનુસાર અમે દર બે વર્ષે શિખર સંમેલન અને વ્યુહાત્મક ભાગીદારી કાઉન્સિલની સ્થાપના માટે સહમત થયા છીએ. તેનાથી આપણા સંબંધોને મજબૂતી, ગતિ અને પ્રગતિનો લાભ મળશે.
મિત્રો,
આજે આપણે દ્વિપક્ષી સંબંધોના તમામ વિષયોમાં વ્યાપક અને સાર્થક ચર્ચા કરી છે. આપણે આપણા આર્થિક સહયોગને નવી ઉંચાઈઓ પર લઈ જવાનો નિશ્ચય કર્યો છે. અમારા અર્થતંત્રમાં સાઉદી અરબના સંસ્થાકિય રોકાણને સુવિધાજનક બનાવવા માટે, આપણે એક માળખુ તૈયાર કરવા માટે સહમત થયા છીએ. હું ભારતની માળખાગત સુવિધાના ક્ષેત્રે સાઉદી અરબના રોકાણનુ સ્વાગત કરૂ છું.
યોર રોયલ હાઈનેસ,
તમારૂ ‘વિઝન 2030’ અને તમારા નેતૃત્વમાં થઈ રહેલા આર્થિક સુધારાઓ ભારતના મહત્વના કાર્યક્રમો જેવા કે ‘મેક ઈન ઈન્ડીયા’, ‘ સ્ટાર્ટ અપ ઈન્ડીયા’ વગેરે માટે પૂરક બન્યા છે. આપણા ઉર્જા સંબંધોનું વ્યુહાત્મક ભાગીદારીમાં રૂપાંતર કરવાનો સમય આવી પહોંચ્યો છે. દુનિયાની સૌથી મોટી રિફાઈનરી અને વ્યુહાત્મક પેટ્રોલિયમ અનામતોમાં સાઉદી અરબની ભાગીદારી, આપણા સંબંધોને ખરીદનાર અને વેચનારના સંબંધોથી ઘણા આગળ લઈ જશે. આપણે અક્ષય ઉર્જાનાં ક્ષેત્રોમાં તમારા સહયોગને મજબૂત કરવા માટે સંમત થયા છીએ. અમે ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સમાં સાઉદી અરબનુ સ્વાગત કરીએ છીએ. પરમાણુ ઉર્જાના શાંતિપૂર્ણ ઉપયોગ, ખાસ કરીને પાણીને ખારાશથી મુક્ત કરવા માટે તથા આરોગ્યના ક્ષેત્રે આપણા સહયોગથી સંબંધોમાં વધુ એક પરિમાણ ઉમેરાશે. ખાસ કરીને વ્યુહાત્મક વાતાવરણના સંદર્ભમાં આપણે આપણા રક્ષા સંબંધોને મજબૂત કરવા માટે તથા તેનો વિસ્તાર કરવા માટે વ્યાપક ચર્ચા કરી છે. ગયા વર્ષે ભારત સાઉદી અરબના જનાદ્રિયાહ સમારંભમાં ગેસ્ટ ઓફ ઓનરના સ્થાને હતું. આજે આપણે આપણા સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત કરવાનુ ધ્યેય રાખીએ છીએ. વેપાર અને પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુથી સાઉદી અરબના નાગરિકો માટે ઈ-વિઝાનુ વિસ્તરણ કરવામાં આવ્યું છે. ભારતીયો માટે હજ ક્વોટામાં વધારો કરવા માટે અમે હીઝ મેજેસ્ટી અને રોયલ હાઈનેસના આભારી છીએ. 2.7 મિલિયન ભારતીય નાગરિકોની સાઉદી અરબમાં શાંતિપૂર્ણ અને ઉપયોગી હાજરી આપણી વચ્ચે એક મહત્વની કડી છે. રોયલ હાઈનેસે તેમની પ્રગતિમાં હકારાત્મક પ્રદાનની પ્રશંસા કરી છે. તમે હંમેશાં તેમની ભલાઈનો ખ્યાલ રાખ્યો છે. એટલા માટે તેમનો આભાર અને દુઆ તમારી સાથે છે.
મિત્રો,
ગયા સપ્તાહે પુલવામામાં થયેલો ઘાતકી આતંકવાદી હૂમલો આ માનવતા વિરોધી ખતરાને કારણે દુનિયા પર છવાયેલા ભયના વાતાવરણની એ ક્રૂર નિશાની બની રહ્યો છે. આપણે આ જોખમને અસરકારક રીતે હલ કરવા બાબતે આપણે એ બાબતે સંમત થયા છીએ કે આતંકવાદને કોઈ પણ પ્રકારે સમર્થન આપી રહેલા દેશો પર શક્ય તેટલુ દબાણ વધારવાની આવશ્યકતા છે. આતંકવાદના માળખાગત ઢાંચાને નષ્ટ કરવો તથા તેનુ સમર્થન રોકવુ તથા અને તેને સમર્થન આપનારાને સજા કરવી તે ખૂબ જ જરૂરી છે. તેની સાથે સાથે આતંકવાદના વિરોધમાં સહયોગ અને તેના માટે એક મજબૂત કાર્ય યોજના પણ બનાવવાની જરૂર છે. જેથી હિંસા અને આતંકની તાકાતો આપણા યુવાનોને ગેરમાર્ગે દોરી શકે નહી. મને એ બાબતની ખુશી છે કે સાઉદી અરબ એ બાબતે અમારી સાથે સમાન વિચારો ધરાવે છે.
મિત્રો,
પશ્ચિમ એશિયા અને ખાડીના દેશોમાં શાંતિ અને સ્થિરતા નિશ્ચિત કરવામાં આપણા બંનેના દેશોનુ પરસ્પરનુ હિત છે. આજે આપણી વાતચીતમાં આ ક્ષેત્રના કાર્યોમાં તાલમેલ અને આપણી ભાગીદારીને તેજીથી આગળ ધપાવવા માટે પણ સંમત થયા છીએ. આપણે એ બાબત ઉપર પણ સંમત થયા છીએ કે આતંકવાદનો સામનો, સમુદ્રની સુરક્ષા, અને સાયબર સુરક્ષા જેવાં ક્ષેત્રોને વધુ મજબૂત બનાવવામાં બંને પક્ષોનો સહયોગ આપણા સંબંધોના ઝડપભેર વિકાસ માટે ખૂબ જ લાભદાયી બની રહેશે.
યોર રોયલ હાઈનેસ,
તમારી મુલાકાતે અમારા ઝડપી વિકાસને વધુ એક પરિમાણ બક્ષ્યું છે. હું ફરી એક વાર અમારા આમંત્રણનો સ્વીકાર કરવા માટે રોયલ હાઈનેસનો આભાર માનુ છું. હું તેમને અને તેમના પ્રતિનિધિ મંડળના તમામ સભ્યોને ભારતમાં સુખદ પ્રવાસની શુભકામના સાથે શુભેચ્છા પાઠવુ છું.
ખૂબ ખૂબ ધન્યવાદ.
भारत और सऊदी अरब के आर्थिक, सामाजिक और सांस्कृतिक सम्बन्ध सदियों पुराने हैं। और यह सदैव सौहार्द्रपूर्ण और मैत्रीपूर्ण रहे हैं। हमारे लोगों के बीच के घनिष्ठ और निकट संपर्क हमारे देशों के लिए एक सजीव सेतु यानि living bridge है: PM @narendramodi pic.twitter.com/eTdPnOXEKE
— PMO India (@PMOIndia) February 20, 2019
हिज मेजेस्टी की, और रॉयल हाईनेस आपकी, व्यक्तिगत रुचि और मार्गदर्शन से हमारे द्विपक्षीय सबंधों में और भी प्रगाढ़ता, मधुरता और शक्ति आई हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 20, 2019
आज, 21वीं सदी में, सऊदी अरब, भारत के सबसे मूल्यवान strategic partners में है।
— PMO India (@PMOIndia) February 20, 2019
यह हमारे विस्तृत पड़ोस में है, एक करीबी दोस्त है और भारत की ऊर्जा सुरक्षा का महत्वपूर्ण स्रोत भी है: PM @narendramodi
आज, 21वीं सदी में, सऊदी अरब, भारत के सबसे मूल्यवान strategic partners में है।
— PMO India (@PMOIndia) February 20, 2019
यह हमारे विस्तृत पड़ोस में है, एक करीबी दोस्त है और भारत की ऊर्जा सुरक्षा का महत्वपूर्ण स्रोत भी है: PM @narendramodi
हमारे ऊर्जा संबंधों को स्ट्रेटेजिक पार्टनरशिप में तब्दील करने का समय आ गया है। दुनिया की सबसे बड़ी रिफाइनरी और स्ट्रेटेजिक पेट्रोलियम रिज़र्व में सऊदी अरब की भागीदारी, हमारे ऊर्जा संबंधों को buyer-seller relation से बहुत आगे ले जाती है: PM @narendramodi pic.twitter.com/h2zYnL9lNN
— PMO India (@PMOIndia) February 20, 2019
हम अक्षय ऊर्जा के क्षेत्रों में अपने सहयोग को मज़बूत करने पर सहमत हुए हैं। हम इंटरनेशनल सोलर अलायंस में सऊदी अरब का स्वागत करते हैं। परमाणु ऊर्जा के शांतिपूर्ण उपयोग, विशेषरूप से water desalination और स्वास्थ्य के लिए, हमारे सहयोग का एक और आयाम होंगे: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 20, 2019
विशेषकर अपने strategic वातावरण के संदर्भ में, हमने आपसी रक्षा सहयोग को मज़बूत करने और उसका विस्तार करने पर भी सफल चर्चा की है: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 20, 2019
पिछले हफ्ते पुलवामा में हुआ बर्बर आतंकवादी हमला, इस मानवता विरोधी खतरे से दुनिया पर छाए कहर की एक और क्रूर निशानी है।
— PMO India (@PMOIndia) February 20, 2019
इस खतरे से प्रभावशाली ढंग से निपटने के लिए हम इस बात पर सहमत हैं कि आतंकवाद को किसी भी प्रकार का समर्थन दे रहे देशों पर सभी संभव दबाव बढ़ाने की आवश्यकता है: PM
आतंकवाद का इंफ्रास्ट्रक्चर नष्ट करना और इसको समर्थन समाप्त करना और आतंकवादियों और उनके समर्थकों को सजा दिलाना बहुत जरूरी है: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 20, 2019
साथ ही अतिवाद के खिलाफ सहयोग और इसके लिए एक मज़बूत कार्ययोजना की भी ज़रूरत है, ताकि हिंसा और आतंक की ताकतें हमारे युवाओं को गुमराह न कर सकें। मुझे खुशी है कि सऊदी अरब और भारत इस बारे में साझा विचार रखते हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 20, 2019
पश्चिम एशिया और खाड़ी में शांति और स्थिरता सुनिचित करने में हमारे दोनों देशों के साझा हित हैं। आज हमारी बातचीत में, इस क्षेत्र में हमारे कार्यों में तालमेल लाने और हमारी भागीदारी को तेजी से आगे बढ़ाने पर सहमति हुई है: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 20, 2019
हम इस बात पर भी सहमत हुए हैं कि counter terrorism, समुद्री सुरक्षा और साइबर सुरक्षा जैसे क्षेत्रों में और मजबूत द्विपक्षीय सहयोग दोनों देशों के लिए लाभप्रद रहेंगे: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 20, 2019
Your Royal Highness, आपकी यात्रा ने हमारे रिश्तों के तेज विकास को एक नया आयाम दिया।
— PMO India (@PMOIndia) February 20, 2019
मैं एक बार फिर, हमारे निमंत्रण को स्वीकार करने के लिए रॉयल हाईनेस का शुक्रिया अदा करता हूँ। मैं उनके और प्रतिनिधिमंडल के सभी सदस्यों की भारत में सुखद प्रवास की कामना भी करता हूँ: PM @narendramodi pic.twitter.com/VOVz3zOORr