મેક્સિકોના પ્રમુખ પદની ચૂંટણીઓમાં વિજય મેળવવા બદલ સિનીયર એન્ડ્રેઝ મેન્યુઅલને વડાપ્રધાન મોદીએ શુભેચ્છાઓ પાઠવી હતી. વડાપ્રધાને ટ્વીટ કર્યું હતું કે, “ સિનીયર એન્ડ્રેઝ મેન્યુઅલને મેક્સિકોના પ્રમુખ પદની ચૂંટણીઓ જીતવા બદલ મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મુચાસ ફેલીસીડેડ્ઝ! ભારત-મેક્સિકોની ખાસ ભાગીદારીને આગળ વધારવા તેમની સાથે કામ કરવા માટે આતુર છું.”