પ્રધાનમંત્રીએ શ્રી ઓમ બિરલાને સર્વસંમતિથી લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા
ઓમ બિરલાજી કોટાનું પ્રતિનિધિત્વ કરે છે, જે મિનિ-ઇન્ડિયા છે, તે શિક્ષણ સાથે સંકળાયેલું છે : વડા પ્રધાન મોદી
જન સેવા ઓમ બિરલાજીના રાજકારણનું કેન્દ્રબિંદુ રહ્યું છે : વડા પ્રધાન મોદી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગૃહની ઉચ્ચ પરંપરાઓ અનુસાર સત્તરમી લોકસભાનાં અધ્યક્ષ તરીકે શ્રી ઓમ બિરલાની સર્વસંમતિથી થયેલી વરણીને આવકાર આપ્યો છે.

શ્રી ઓમ બિરલાને અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રીએ આજે લોકસભામાં પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, ગૃહનાં અધ્યક્ષ તરીકે આટલુ વિશિષ્ટ વ્યક્તિત્વ મળવું તમામ સભ્યો માટે ગર્વની બાબત છે.

તેમણે કહ્યું હતું કે, શ્રી ઓમ બિરલા વર્ષોથી જાહેર જીવનમાં છે, એક વિદ્યાર્થી નેતા સ્વરૂપે શરૂઆત કરીને તેઓ સતત સમાજસેવા કરતા રહ્યાં છે. પ્રધાનમંત્રીએ કોટા (રાજસ્થાન)નાં પરિવર્તન અને સમગ્ર વિકાસમાં શ્રી ઓમ બિરલાએ અદા કરેલી ભૂમિકાની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ નવા ચૂંટાયેલા અધ્યક્ષ સાથે પોતાના લાંબા ગાળાનાં સંબંધને પણ યાદ કર્યા હતા. તેમણે શ્રી ઓમ બિરલાની સેવા પ્રત્યે સમર્પણ અને ધરતીકંપ પછી કચ્છનાં પુનર્નિર્માણનાં પ્રયાસો તથા પૂર પછી કેદારનાથ માટે તેમણે આપેલા યોગદાનની વાત પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે, સત્તરમી લોકસભાને એનાં અધ્યક્ષ સ્વરૂપે એક સહૃદય નેતા મળ્યાં છે.

પ્રધાનમંત્રીએ અધ્યક્ષને આશ્વાસન આપ્યું હતું કે, તેમને ગૃહની કામગીરીનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે.

Click here to read full text speech

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
EPFO membership surges with 1.34 million net additions in October

Media Coverage

EPFO membership surges with 1.34 million net additions in October
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Chief Minister of Andhra Pradesh meets Prime Minister
December 25, 2024

Chief Minister of Andhra Pradesh, Shri N Chandrababu Naidu met Prime Minister, Shri Narendra Modi today in New Delhi.

The Prime Minister's Office posted on X:

"Chief Minister of Andhra Pradesh, Shri @ncbn, met Prime Minister @narendramodi

@AndhraPradeshCM"