પ્રધાનમંત્રીએ ભારતમાં બ્રિક્સ જળ મંત્રીઓની પ્રથમ બેઠકનો પ્રસ્તાવ મૂક્યો
નવીનતા આપણા વિકાસનો આધાર બન્યું છે : પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રીએ 11માં બ્રિક્સ સમિટના પૂર્ણ સત્રને સંબોધન કર્યું

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ આજે બ્રાઝિલમાં 11મી બ્રિક્સ સમિટના પૂર્ણ સત્રને સંબોધન કર્યું હતું. અન્ય બ્રિક્સ દેશોના રાજ્યોના વડાઓએ પણ પૂર્ણ સત્રને સંબોધન કર્યું હતું.

આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ સમિટની થીમ – “નવીન ભવિષ્ય માટે આર્થિક વિકાસ” ખૂબ જ યોગ્ય છે. તેમણે કહ્યું કે નવીનતા આપણા વિકાસનો આધાર બની છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે નવા આવિષ્કાર માટે બ્રિક્સ પોતાના સહયોગને મજબૂત બનાવે તે જરૂરી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે હવે આપણે બ્રિક્સની દિશા ધ્યાનમાં લેવાની છે અને આગામી દસ વર્ષમાં પરસ્પર સહયોગ વધુ અસરકારક થવો જોઈએ. તેમણે ધ્યાન દોરતા જણાવ્યુ કે ઘણા ક્ષેત્રોમાં સફળ હોવા છતાં, કેટલાક ક્ષેત્રોમાં હજી વધારે પ્રયત્નો કરવા માટે નોંધપાત્ર અવકાશ છે. પ્રધાનમંત્રીએ પરસ્પર વેપાર અને રોકાણો પર વિશેષ ધ્યાન આપવાની હાકલ કરી હતી, કારણ કે ઇન્ટ્રા-બ્રિક્સ વેપાર વિશ્વના વેપારના માત્ર 15 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે સંયુક્ત વસ્તી વિશ્વની વસ્તીના 40 ટકા કરતા વધુ છે.

ભારતમાં તાજેતરમાં શરૂ થયેલી ‘ફીટ ઈન્ડિયા મૂવમેન્ટ’ વિશે યાદ કરતાં તેમણે કહ્યું હતું કે તેઓ બ્રિક્સ વચ્ચે તંદુરસ્તી અને આરોગ્યના ક્ષેત્રમાં સંપર્કો અને આદાન-પ્રદાનને વધારવા માગે છે. તેમણે એમ પણ કહ્યું કે સ્વચ્છ પાણી વ્યવસ્થાપન અને સ્વચ્છતા એ શહેરી વિસ્તારોમાં મહત્વપૂર્ણ પડકારો છે, તેથી હું ભારતમાં બ્રિક્સ જળ મંત્રીઓની પહેલી બેઠક યોજવાની દરખાસ્ત રજુ કરું છુ.

તેઓ ખુશ હતા કે આતંકવાદ સામે લડવાની બ્રિક્સ વ્યૂહરચના પર પ્રથમ સેમિનાર યોજાયો હતો અને આશા હતી કે પાંચ કાર્યકારી જૂથોના આવા પ્રયાસો અને પ્રવૃત્તિઓથી આતંકવાદ અને અન્ય સંગઠિત ગુનાઓ સામે બ્રિક્સ સુરક્ષા સહકાર વધશે.

પ્રધાનમંત્રીએ સમાપન કરતાં જણાવ્યુ હતું કે વિઝા, સામાજિક સુરક્ષા કરાર અને યોગ્યતા અંગેની પરસ્પર માન્યતાઓ સાથે, અમે પાંચ દેશોના લોકોને પરસ્પર મુસાફરી અને કાર્ય માટે વધુ અનુકૂળ વાતાવરણ આપીશું.

 

 

 

 

 

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India produced record rice, wheat, maize in 2024-25, estimates Centre

Media Coverage

India produced record rice, wheat, maize in 2024-25, estimates Centre
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 10 માર્ચ 2025
March 10, 2025

Appreciation for PM Modi’s Efforts in Strengthening Global Ties