પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે IIT ચેન્નાઇ ખાતે સમાપ્ત થયેલી 36 કલાક સિંગાપોર ઇન્ડિયા હેકાથોનના વિજેતાઓને ઇનામ વિતરણ કર્યુ હતું.

આ પ્રકારની બીજી હેકાથોનનું આયોજન સિંગાપોર સરકાર, ભારત સરકાર, IIT ચેન્નાઇ અને સિંગાપોરની નાનયાંગ ટેક્નિકલ યુનિવર્સિટી (NTU)ના સહયોગથી હાથ ધરવામાં આવ્યું હતું.

આવી પ્રથમ હેકાથોનનું આયોજન 2018માં સિંગાપોરનીNTUખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રજૂ કરેલા વિચારના આધારે કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થી અને શૈક્ષણિક જગતના લોકોને સંબોધતા પ્રધાનમંત્રીએ હેકાથોનના વિજેતાઓને અભિનંદન પાઠવ્યાં હતા.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે,“મિત્રો, હું હેકાથોનના વિજેતાઓને અભિનંદન આપું છું અને હું અહીં એકત્રિત થયેલા પ્રત્યેક યુવા મિત્રોને, ખાસ કરીને મારા વિદ્યાર્થી મિત્રોને અભિનંદન પાઠવું છું. પડકારોનો સામનો કરવાની અને સમસ્યાઓનો વ્યાજબી ઉકેલ શોધવાની તમારી ઇચ્છાશક્તિ, તમારી ઊર્જા, તમારી ધગશ આ સ્પર્ધા જીતવા કરતાં વધુ મૂલ્યવાન છે.”

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કેભારતનો સમાવેશ ટોચની 3 સ્ટાર્ટઅપ ફ્રેન્ડલી ઇકોસિસ્ટમમાં થાય છે. તેમણે જણાવ્યું હતું કે ભારતે છેલ્લા પાંચ વર્ષોમાં આવિષ્કાર અને સંશોધન સેવનને ભારે મહત્ત્વ આપ્યું છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે,“અટલ ઇનોવેશન મિશન, PM સંશોધન શિષ્યવૃત્તિ, સ્ટાર્ટ-અપ ઇન્ડિયા અભિયાન જેવા કાર્યક્રમો 21મી સદીના ભારતના પાયા છે, જે ભારત સંશોધનની સંસ્કૃતિને પ્રોત્સાહન આપે છે. આપણે હવે યંત્ર અભ્યાસ, કુત્રિમ બુદ્ધિમતા, બ્લોકચેઇન જેવી આધુનિક ટેક્નોલોજી અંગેનું જ્ઞાન વહેલામાં વહેલી તકે ધોરણ 6માં ભણતાં વિદ્યાર્થીઓને પૂરું પાડવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ. સ્કૂલથી લઇને ઊચ્ચ શિક્ષણ સુધી સંશોધન માટે એક ઇકોસિસ્ટમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જે આવિષ્કારનું માધ્યમ બની ગઇ છે.”

ભારત દ્વારા જે સમસ્યાઓનો સામનો કરવામાં આવે છે તેના સરળ ઉકેલો શોધવા માટે વિદ્યાર્થીઓને અપીલ કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારત તેના ઉકેલો સમગ્ર વિશ્વને અને ખાસ કરીને સૌથી ગરીબ રાષ્ટ્રોને ઉપલબ્ધ કરાવવાનું પસંદ કરશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે,“બે મોટા કારણોસર અમે આવિષ્કાર અને સંશોધન સેવનને પ્રોત્સાહન આપી રહ્યાં છીએ, એક – અમે જીવન સરળ બનાવવા માટે ભારતની સમસ્યાઓને સરળતાથી ઉકેલવા ઇચ્છીએ છીએઅને બીજુ, ભારતમાં અમે સમગ્ર વિશ્વ માટે સમાધાન શોધવા ઇચ્છીએ છીએ. ‘વૈશ્વિક ઉપયોગ માટે ભારતીય ઉકેલો’ અમારું લક્ષ્યાંક છે અને અમારી કટિબદ્ધતા છે. અમે તે પણ ઇચ્છીએ છીએ કે અમારા કરકસરયુક્ત ઉકેલો અત્યંત ગરીબ રાષ્ટ્રોની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે ઉપલબ્ધ બને – સૌથી ગરીબ અને સૌથી વંચિત લોકોના સમર્થનમાં ભારતીય સંશોધન – ભલે તે ગમે ત્યાં રહેતા હોય.”

પ્રધાનમંત્રી IIT-Mની હિરક જયંતીની ઉજવણી અને પદવીદાન સમારોહમાં પણ હાજરી આપશે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Click here to read full text speech

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Indian economy ends 2024 with strong growth as PMI hits 60.7 in December

Media Coverage

Indian economy ends 2024 with strong growth as PMI hits 60.7 in December
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 17 ડિસેમ્બર 2024
December 17, 2024

Unstoppable Progress: India Continues to Grow Across Diverse Sectors with the Modi Government