પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી ગુરૂ નાનક દેવજીએ આપેલા જ્ઞાન અને મૂલ્યોને જાળવવાનું આહ્વાન કર્યુ હતું. તેઓ ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ (ICP) અને કરતારપુર કૉરિડોરના ઉદઘાટનના પ્રસંગે ડેરા બાબા નાનક ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે ગુરૂ નાનક દેવજીની 550મી જન્મજયંતીની સ્મૃતિમાં સિક્કો પણ બહાર પાડ્યો હતો.
ઉપસ્થિત લોકોને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ડેરા બાબા નાનકના પવિત્ર સ્થળે તેઓ વિશેષ કરતારપુર કૉરિડોર રાષ્ટ્રને સમર્પિત કરતાં ગર્વની લાગણી અનુભવે છે.
અગાઉ શિરોમણી ગુરૂદ્વારા પ્રંબધક સમિતિ દ્વારા પ્રધાનમંત્રીનું કોમી સેવા પુરસ્કાર દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તે આ કમળ શ્રી ગુરૂ નાનક દેવજીના ચરણોમાં અર્પણ કરી રહ્યાં છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે 550મી ગુરૂ નાનક જયંતીના અવસરે ICP અને કરતારપુર કૉરિડોરનું ઉદઘાટન એક સુખદ આશીર્વાદ છે જે હવે પાકિસ્તાનમાં ગુરૂદ્વારા દરબાર સાહિબનો પ્રવાસ કરવાની સરળતા પુરી પાડશે.
પ્રધાનમંત્રીએ SGPC, પંજાબ સરકાર અને સરહદ પાર યાત્રાળુઓની અવર-જવર માટે સુવિધા પુરી કરવા નિર્ધારિત વિક્રમજનક સમયમાં કૉરિડોરનું નિર્માણ કરનારાઓ પ્રત્યે પણ પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન અને સરહદની બીજી બાજુ આ બાબત શક્ય બનાવવા માટે કામગીરી કરનાર તમામ લોકો પ્રત્યે પણ આભાર વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રીએ શ્રી ગુરૂ નાનક દેવજીને માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે પ્રેરણા સ્રોત ગણાવ્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે, ગુરૂ નાનક દેવજી માત્ર ગુરૂ જ નથી પરંતુ ફિલસૂફી અને આપણા જીવનને આધાર આપતો સ્તંભ છે. તેમણે જણાવ્યું હતું કે ગુરૂ નાનક દેવજીએ આપણને વાસ્તવિક મૂલ્યો થકી જીવન જીવવા માટે મહત્વનું જ્ઞાન આપ્યું છે અને પ્રામાણિકતા અને આત્મવિશ્વાસ ઉપર આધારિત આર્થિક વ્યવસ્થા પણ આપી છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ગુરૂ નાનક દેવજીએ સમાનતા, ભાઇચારા અને સમાજમાં એકતા વિશે જ્ઞાન આપ્યું છે અને તેઓ વિવિધ સામાજિક દૂષણો દૂર કરવા માટે લડ્યા હતા.
કરતારપુરને નાનક દેવજીના દૈવી આભામંડળથી ભરપૂર પવિત્ર સ્થાન ગણાવતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ કૉરિડોર હજારો ભક્તો અને યાત્રાળુઓને સહાય કરશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષોથી સરકાર દેશના ભવ્ય વારસા અને સંસ્કૃતિનું રક્ષણ કરવા માટે પ્રયત્ન કરી રહી છે. અને તેમણે જણાવ્યું હતું કે ગુરૂ નાનક દેવજીની 550મી જન્મ જયંતીના પ્રસંગે સમગ્ર દેશભરમાં અને વિશ્વમાં આપણાં દૂતાવાસો દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ પ્રસંગે તેમણે યાદ કર્યુ હતુ કે ગુરૂ ગોવિંદ સિંહની જન્મજયંતી સમગ્ર દેશભરમાં ઉજવવામાં આવી હતી. તેમણે આ પ્રસંગે ઉલ્લેખ કર્યો હતો કે ગુરૂ ગોવિંદ સિંહજીના માનમાં ગુજરાતમાં જામનગર ખાતે 750 પથારીઓ ધરાવતી આધુનિક હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, યુનેસ્કોની મદદથી યુવા પેઢીના ફાયદા માટે ગુરૂ વાણીનો વિશ્વની વિવિધ ભાષાઓમાં અનુવાદ કરવામાં આવી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે સુલતાન પુર લોધીને ઐતિહાસિક નગર તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે અને ગુરૂ નાનકજીના તમામ મહત્વપૂર્ણ સ્થાનોને જોડતી એક વિશેષ ટ્રેન શરૂ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે આ ટ્રેન શ્રી અકાલ તખ્ત, દમ દમ સાહિબ, તેજપુર સાહિબ, કેશગઢ સાહિબ, પટના સાહિબ અને હજૂર સાહિબને જોડે છે અને આ સ્થાનો પર હવાઇ સેવાઓ પણ વિકસાવવામાં આવી રહી છે. આ સેવા પુરી પાડવા અમૃતસર અને નાંદેડ વચ્ચે વિશેષ ફ્લાઇટ શરૂ થઇ છે. આજ રીતે અમૃતસરથી લંડન વચ્ચે એર ઇન્ડિયા પણ એક ઓમકારનો સંદેશો ફેલાવી રહી છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે એક વધુ મહત્વનો નિર્ણય લીધો છે જે સમગ્ર વિશ્વમાં વસી રહેલા શીખ પરિવારો માટે ફાયદાકારક સાબિત થશે. વિદેશમાં અનેક વર્ષોથી વસી રહેલા લોકો માટે ભારતમાં આવવા માટેની મુશ્કેલીઓ દૂર કરવામાં આવી છે. હવે અનેક પરિવારો વિઝા અને OCI કાર્ડ માટે અરજી કરી શકે છે. તેઓ સરળતાથી તેમના પરિવારોને મળી શકશે અને પવિત્ર સ્થાનોની મુલાકાત લઇ શકશે.
તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના બીજા બે નિર્ણયો શીખ સમુદાયને મદદ કરશે. એક છે અનુચ્છેદ 370 દૂર કરવાનો, તે હવે જમ્મુ અને કાશ્મીર તથા લેહમાં શીખ સમુદાયને મદદ કરશે અને તેઓ દેશના અન્ય નાગરિકોની જેમ જ સમાન અધિકારો મેળવી શકશે. આજ રીતે નાગરિકતા સુધારા ખરડા થકી શીખ લોકો સરળતાથી દેશના નાગરિક બની શકશે.
તેમણે જણાવ્યું હતું કે ગુરૂ નાનક દેવજીથી લઇને ગુરૂ ગોવિંદજી સુધી અનેક આધ્યાત્મિક ગુરૂઓએ તેમનું જીવન એકતા અને ભારતની સુરક્ષા માટે સમર્પિત કર્યુ હતું. અનેક શીખોએ તેમનું જીવન ભારતની સ્વતંત્રતા માટે સમર્પિત કર્યુ હતું. આ વાતને સ્વીકૃતિ આપવા કેન્દ્રએ અનેક પગલાંઓ લીધા છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે જલિયાવાલા બાગના સ્મારકને વિકસાવવામાં આવી રહ્યું છે. શીખ વિદ્યાર્થીઓની કૂશળતા અને સ્વ-રોજગારીમાં વધારો કરવા નવેસરથી ધ્યાન કેન્દ્રિત કરાઇ રહ્યું છે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે આશરે 27 લાખ શીખ વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપવામાં આવી હતી.
ये मेरा सौभाग्य है कि मैं आज देश को करतारपुर साहिब कॉरिडोर समर्पित कर रहा हूं।
— PMO India (@PMOIndia) November 9, 2019
जैसी अनुभूति आप सभी को ‘कार सेवा’ के समय होती है, वही मुझे इस वक्त हो रही है।
मैं आप सभी को, पूरे देश को, दुनिया भर में बसे सिख भाई-बहनों को बहुत-बहुत बधाई देता हूं: PM @narendramodi
गुरु नानक देव जी के 550वें प्रकाश-उत्सव से पहले, इंटीग्रेटेड चेकपोस्ट, करतारपुर साहिब कॉरिडोर का खुलना, हम सभी के लिए दोहरी खुशी लेकर आया है।
— PMO India (@PMOIndia) November 9, 2019
इस कॉरिडोर के बनने के बाद, अब गुरुद्वारा दरबार साहिब के दर्शन आसान हो जाएंगे: PM @narendramodi
गुरु नानक देव जी, सिर्फ सिख पंथ की, भारत की ही धरोहर नहीं, बल्कि पूरी मानवता के लिए प्रेरणा पुंज हैं।
— PMO India (@PMOIndia) November 9, 2019
गुरु नानक देव एक गुरु होने के साथ-साथ एक विचार हैं, जीवन का आधार हैं: PM @narendramodi
अपनी यात्राओं का मकसद, गुरु नानक देव जी ने ही बताया था।
— PMO India (@PMOIndia) November 9, 2019
बाबे आखिआ, नाथ जी, सचु चंद्रमा कूडु अंधारा !!
कूडु अमावसि बरतिआ, हउं भालण चढिया संसारा !!
PM @narendramodi
उन्होंने सीख दी है कि सच्चाई और ईमानदारी से किए गए विकास से हमेशा तरक्की और समृद्धि के रास्ते खुलते हैं।
— PMO India (@PMOIndia) November 9, 2019
उन्होंने सीख दी है कि धन तो आता जाता रहेगा पर सच्चे मूल्य हमेशा रहते हैं: PM @narendramodi
कहते हैं शब्द हमेशा ऊर्जा बनकर वातावरण में विद्यमान रहते हैं।
— PMO India (@PMOIndia) November 9, 2019
करतारपुर से मिली गुरुवाणी की ऊर्जा, सिर्फ हमारे सिख भाई-बहनों को ही नहीं बल्कि हर भारतवासी को अपना आशीर्वाद देगी: PM @narendramodi
करतारपुर में ही उन्होंने प्रकृति के गुणों का गायन किया था। उन्होंने कहा था- “पवणु गुरु, पाणी पिता, माता धरति महतु”!!!
— PMO India (@PMOIndia) November 9, 2019
यानि हवा को गुरु मानो, पानी को पिता और धरती को माता के बराबर महत्व दो: PM @narendramodi
बीते एक साल से देश और विदेश में कीर्तन, कथा, प्रभात फेरी, लंगर, जैसे आयोजनों के माध्यम से गुरु नानक देव की सीख का प्रचार किया जा रहा है।
— PMO India (@PMOIndia) November 9, 2019
इससे पहले गुरु गोबिंद सिंह जी के 350वें प्रकाशोत्सव को भी इसी तरह भव्यता के साथ पूरी दुनिया में मनाया गया था: PM @narendramodi
सुल्तानपुर लोधी को हैरिटेज टाउन बनाने का काम चल रहा है।
— PMO India (@PMOIndia) November 9, 2019
हैरिजेट कॉम्प्लैक्स हो, म्यूजियम हो, ऑडिटोरियम हो, ऐसे अनेक काम यहां या तो पूरे हो चुके हैं या फिर जल्द पूरे होने वाले हैं: PM @narendramodi
केंद्र सरकार ने एक और महत्वपूर्ण फैसला लिया है, जिसका लाभ दुनियाभर में बसे अनेक सिख परिवारों को हुआ है।
— PMO India (@PMOIndia) November 9, 2019
कई सालों से, कुछ लोगों को भारत में आने पर जो दिक्कत थी, अब उन दिक्कतों को दूर कर दिया गया है: PM @narendramodi
हमारी गुरु परंपरा, संत परंपरा, ऋषि परंपरा, ने अलग-अलग कालखंड में, अपने-अपने हिसाब से चुनौतियों से निपटने के रास्ते सुझाए हैं।
— PMO India (@PMOIndia) November 9, 2019
उनके रास्ते जितने तब सार्थक थे, उतने ही आज भी अहम हैं।
राष्ट्रीय एकता और राष्ट्रीय चेतना के प्रति हर संत, हर गुरु का आग्रह रहा है: PM @narendramodi
आइए, इस अहम और पवित्र पड़ाव पर हम संकल्प लें कि गुरु नानक जी के वचनों को अपने जीवन का हिस्सा बनाएंगे।
— PMO India (@PMOIndia) November 9, 2019
हम समाज के भीतर सद्भाव पैदा करने के लिए हर कोशिश करेंगे: PM @narendramodi