પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (20 ઓગસ્ટ, 2018) નવી દિલ્હીમાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીની સ્મૃતિમાં આયોજિત પ્રાર્થનાસભાને સંબોધન કર્યું હતું.

તેમણે કહ્યું હતું કે, આપણું જીવન કેટલું લાંબું છે એ હાથમાં નથી, પણ આપણે નક્કી કરી શકીએ કે આપણું જીવન કેવું હશે, અટલજીએ તેમનાં જીવનમાં એ દર્શાવ્યું છે કે જીવન કેવું હોવું જોઈએ અને તેમનો ઉદ્દેશ શું હોવો જોઈએ, અટલજીએ દરેક ક્ષણ સામાન્ય જનતા માટે પસાર કરી છે. યુવાવસ્થાથી લઈને જ્યાં સુધી શરીરે સાથ આપ્યો ત્યાં સુધી તેઓ દેશ માટે જીવ્યાં હતાં, અટલજી દેશવાસીઓ માટે, પોતાનાં સિદ્ધાંતો માટે અને જનસાધારણની આકાંક્ષાઓ માટે જીવ્યાં હતાં.

|

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જ્યારે મજબૂત રાજકીય વિચારધારાનો કોઈ વિકલ્પ નહોતો, ત્યારે વાજપેયીજીએ પોતાનું રાજકીય જીવન પસાર કર્યુ હતું, એકલાં પડી જવા છતાં તેઓ તેમનાં આદર્શો પ્રત્યે પ્રતિબદ્ધ રહ્યાં હતાં. તેઓ લાંબા સમય સુધી વિરોધ પક્ષમાં રહ્યાં, પણ એમનાં આદર્શો જળવાઈ રહ્યાં હતાં, વાજપેયીજીએ સંસદીય પરંપરાઓનું સન્માન કર્યું અને તક મળી એટલે લોકોના કલ્યાણ માટે પોતાનું દ્રષ્ટિકોણને સાર્થક કર્યો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, તમે દરેક ક્ષણે "અટલ" અનુભવ કરી શકો છો, 11 મે, 1998નાં રોજ પરમાણુ પરીક્ષણ કરીને તેમણે વિશ્વને ચકિત કરી દીધા હતાં. તેમણે આ પરીક્ષણોની સફળતાનો શ્રેય આપણાં વૈજ્ઞાનીકોની કુશળતાનો આપ્યો હતો. ભારતનાં પરમાણુ પરીક્ષણ પર વિશ્વનાં મોટાં-મોટાં દેશોએ વિપરીત પ્રતિક્રિયા આપી હોવા છતાં અટલજી કોઈનાં દબાણમાં આવ્યાં નહોતાં અને વિશ્વને દેખાડ્યું હતું કે, ભારત "અટલ" છે.

|

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વાજપેયીજીનાં નેતૃત્વમાં કોઈ પણ પ્રકારની કડવાશ વિના ત્રણ નવા રાજ્યોની રચના થઈ હતી, વાજપેયજીએ બધાને સાથે રાખીને કેવી રીતે નિર્ણયો લઈ શકાય એ દર્શાવ્યું હતું.

|

 

પ્રધાનમંત્રીએ યાદ કર્યું હતું કે, જ્યારે અટલજીએ કેન્દ્રમાં પહેલી વાર સરકારની રચના કરી હતી, ત્યારે કોઈ પણ પક્ષ સમર્થન આપવા રાજી નહોતો અને સરકાર ફક્ત 13 દિવસ જ ચાલી શકી. પરંતુ અટલજી નિરાશ થયાં નહોતાં અને લોકોની સેવા કરવા માટે સંકલ્પબદ્ધ રહ્યાં. તેમણે ગઠબંધનનાં રાજકારણનો માર્ગ પ્રશસ્ત કર્યો હતો.

|

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વાજપેયજીએ કાશ્મીર પર વિશ્વની ધારણા બદલી નાંખી હતી. તેમણે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો અને વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં લાવીને મૂકી દીધો હતો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અટલજી આપણી પ્રેરણા બનીને રહેશે. તેઓ જાહેર જીવન અને રાજનીતિથી એક દસકાથી વધારે સમય દૂર રહ્યાં હતાં તેમ છતાં એમનાં નિધન પર લાગણીનું ઘોડાપૂર ઉમટ્યું. આ એમની મહાનતા દર્શાવે છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અટલજીને ક્યારેય ન મળેલા યુવાન ભારતીય પહેલવાન બજરંગ પૂનિયાએ ગઈ કાલે એશિયાઈ રમતોત્સવમાં પ્રાપ્ત કરેલો સુવર્ણચંદ્રક અટલજીને સમર્પિત કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, એક વ્યક્તિ કેટલી ઊંચાઈ અને કેટલી મોટી સફળતા પ્રાપ્ત કરી શકે છે એ અટલજીએ દર્શાવ્યું છે.

  • Laxman singh Rana September 19, 2022

    नमो नमो 🇮🇳🌹
  • Laxman singh Rana September 19, 2022

    जय श्री राम 🙏
  • Laxman singh Rana September 19, 2022

    नमो नमो 🇮🇳
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Govt saved 48 billion kiloWatt of energy per hour by distributing 37 cr LED bulbs

Media Coverage

Govt saved 48 billion kiloWatt of energy per hour by distributing 37 cr LED bulbs
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 12 માર્ચ 2025
March 12, 2025

Appreciation for PM Modi’s Reforms Powering India’s Global Rise