સત્રમાં વડાપ્રધાન મોદીએ ચોથી ઔદ્યોગિક ક્રાંતિ, રોજગાર, યુવાનોમાં કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન અંગે વાત કરી હતી.
આવનારા સમયમાં ઔદ્યોગિક ઉત્પાદન, ડિઝાઈનમાં અભૂતપૂર્વ બદલાવ જોવા મળી શકે છે: વડાપ્રધાન મોદી
સ્કૂલો અને યુનિવર્સીટીઓમાં અભ્યાસક્રમ એ રીતે બનાવવો જોઈએ જેથી આપણા યુવાનોને ભવિષ્ય માટે તૈયાર કરી શકાય: વડાપ્રધાન
આદરણીય રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા,
રાષ્ટ્રપતિ ટેમર,
રાષ્ટ્રપતિ પુતિન,
રાષ્ટ્રપતિ શી જિનપિંગ,
આજે વિશ્વ અનેક પ્રકારના પરિવર્તનોથી અભિમુખ થઈ રહ્યું છે.
નવી ઔદ્યોગિક ટેકનોલોજી અને ડિજિટલ ઇન્ટરફેસ જે દુનિયાનું નિર્માણ કરી રહ્યા છે, તે એક અવસર પણ છે અને એક પડકાર પણ છે.
નવી પ્રણાલીઓ અને ઉત્પાદનોથી આર્થિક પ્રગતિના નવા રસ્તાઓ ખુલશે.
વિકાસ અને પ્રગતિના કેન્દ્રમાં હંમેશા લોકો અને માનવીય મુલ્ય સૌથી મહત્વપૂર્ણ છે. એટલા માટે ટેકનોલોજી જગતમાં ચોથી ઔદ્યોગિક ક્રાંતિના તે પરિણામો ઉપર પણ આપણે ગંભીર વિચાર કરવાની જરૂર છે કે જે આપણા જેવા દેશોની જનતા અને અર્થવ્યવસ્થા પર દુરગામી પ્રભાવ પાડશે.
ઇન્ડસ્ટ્રી 4.0 (ચોથી ઔદ્યોગિક ક્રાંતિ)નું એક સ્વાગત યોગ્ય પરિણામ હશે વધુ નજીકનો સંપર્ક. વિશ્વ બિલકુલ સરળ બની જશે. જે તેનો લાભ ઉઠાવી શકશે તેઓ વધુ પ્રગતિ કરશે. અનેક વંચિત વર્ગો ટેકનોલોજી અને વિકાસની નવી અવસ્થાઓને પાર મોટી છલાંગ લગાવી શકશે.
પરંતુ વધી રહેલી અસમાનતાઓ અને ઝડપી પરિવર્તનોનો સમાજ ઉપર અને માનવીય મુલ્યો ઉપર શું પ્રભાવ પડશે તે કહેવું મુશ્કેલ છે.
ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં નાણાથી વધુ મહત્વ પ્રતિભાનું હશે. ઉચ્ચ કૌશલ્ય પરંતુ અસ્થાયી કાર્ય રોજગારનો નવો ચહેરો હશે.
ઔદ્યોગિક ઉત્પાદન, ડિઝાઇન અને ઉત્પાદનમાં મૌલિક પરિવર્તનો આવશે. ડિજિટલ પ્લેટફોર્મ, ઓટોમેશન અને ડેટા ફલોથી ભૌગોલિક અંતરનું મહત્ત્વ ઘટી જશે. ડિજિટલ પ્લેટફોર્મ, ઈ-કોમર્સ અને બજારો જયારે આવી ટેકનોલોજી સાથે જોડાશે, તો એક નવા પ્રકારના ઉદ્યોગો અને વ્યવસાયિક નેતાઓ સામે આવશે.
તેઓ જે રીતે અને જેટલી ઝડપથી જેટલી સંપત્તિ, સંસાધનો અને વિચારો પર નિયંત્રણ કરી શકે છે, અથવા નિયંત્રણ ગુમાવી શકે છે, તે માનવના ઈતિહાસમાં પહેલા ક્યારેય શક્ય નહોતું. આપણે એ નથી જાણતા કે તેનું પરિણામ શું હશે, પરંતુ એ વાત સ્પષ્ટ છે કે જે પણ થશે તે ગહન અને ગંભીર થશે.
એવામાં, હું માનું છું કે બ્રિકસ ફ્રેમવર્કમાં આપણી ચર્ચા આપણને ચોથી ઔદ્યોગિક ક્રાંતિને માટે તૈયાર કરવામાં મદદ કરશે.
આપણે એ વાત ઉપર ચર્ચા કરવી જોઈએ કે આપણે આવનારા સમય માટે પોતાની જાતને કેવા પ્રકારે સારી રીતે તૈયાર કરી શકીએ છીએ.
એક મહત્વપૂર્ણ પ્રશ્ન રોજગારના પ્રકાર અને અવસરોનો હશે. જ્યાં સુધી આપણે જોઈ શકીએ છીએ, પરંપરાગત ઉત્પાદન આપણા યુવાનો માટે રોજગારીનું એક મુખ્ય માધ્યમ બની રહેશે. બીજી બાજુ આપણા કારીગરો માટે એ ખુબ જ જરૂરી હશે કે તેઓ પોતાના કૌશલ્યમાં પરિવર્તન લાવી શકે.
એટલા માટે શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટે આપણા દ્રષ્ટિકોણ અને નીતિઓમાં ઝડપથી પરિવર્તન લાવવું પડશે.
શાળા અને યુનિવર્સિટીના અભ્યાસક્રમને એ રીતે બનાવવો પડશે કે જેથી તે આપણા યુવાનોને ભવિષ્ય માટે તૈયાર કરી શકે. આપણે ખુબ જ સજાગ રહેવું પડશે કે ટેકનોલોજીના ક્ષેત્રમાં આવનારા ઝડપી પરિવર્તનો ઓછામાં ઓછા તે જ ઝડપે અભ્યાસક્રમોમાં સ્થાન પ્રાપ્ત કરી શકે.
ભારતમાં આ ઉદ્દેશ્ય માટે રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ અભિયાનની શરૂઆત કરી દેવામાં આવી છે. તેનો ઉદ્દેશ્ય આપણા યુવાનોને ઉપર્યુક્ત તકનીકી અને વ્યાવસાયીક કૌશલ્ય પૂરું પાડવાનો છે.
અમારી સરકારનું જોર એ સુનિશ્ચિત કરવા ઉપર છે કે સસ્તા અને ગુણવત્તાયુક્ત ટેકનીકલ, વોકેશનલ અને ઉચ્ચ શિક્ષણ સુધી મહિલાઓ, પુરુષો અને સમાજના તમામ વર્ગોની એકસમાન રૂપે પહોંચ હોય.
મહાનુભવો,
નવા અવસરોનો યોગ્ય ઉપયોગ એક બાજુ રોજગાર માંગનારાઓને રોજગારી પૂરું પાડનારો બની શકે છે ત્યાં જ બીજી બાજુ રોજગાર વગરનાઓ માટે સામાજિક સુરક્ષાની સશક્ત વ્યવસ્થા અનિવાર્ય હશે.
સામાજિક સુરક્ષાના લાભોની સરળતાથી ડિજિટલ યુગમાં કુશળ કામદારોની ગતિશીલતા સુનિશ્ચિત થશે.
મહાનુભવો,
વધુ સારી સેવા પૂરી પાડવા, ઉત્પાદનનું સ્તર વધારવા અને કારીગરોના મુદ્દાઓના વધુ સારા વ્યવસ્થાપન માટે ટેકનોલોજીને લગતા નવીનીકરણ સહાયતા કરી શકે તેમ છે.
ભારતમાં અમારો અનુભવ આ બાબતે ખૂબ સકારાત્મક રહ્યો છે. શ્રમ કાયદાઓનું પાલન, સામાજિક સુરક્ષા, સ્વાસ્થ્ય વીમા અને અનેક સરકારી યોજનાઓના લાભાર્થીઓને સીધા લાભ હસ્તાંતરણને ટેકનોલોજી દ્વારા વધુ સારી રીતે પૂરું પાડવાનું ઉદાહરણ છે.
આજના સમયમાં ટેકનોલોજી સૌથી મોટો અવરોધ પણ બની ગઈ છે. ઇન્ડસ્ટ્રી 4.0 (ચોથી ઔદ્યોગિક ક્રાંતિ)ના પરિણામોની કલ્પના પણ કરવી અઘરી છે.
આ પ્રકારના અવરોધોથી વૈશ્વિકરણ અને સ્થળાંતરને વધુ સારા બહુઆયામી સંકલન તથા સહયોગના માધ્યમથી ગોઠવવા પડશે.
ખાસ કરીને બિનસંગઠિત ક્ષેત્રમાં કૌશલ્ય ધરાવતા, ઓછું કૌશલ્ય ધરાવતા અને બિલકુલ કૌશલ્ય ન ધરાવતા, તમામ કારીગરોને સામાજિક સુરક્ષા ઉપલબ્ધ કરાવવી એ વધુ મહત્વપૂર્ણ બની જશે.
સાયબર સુરક્ષાના પડકારો અને તેમને પહોંચી વળવા માટે એકત્રિત થઇને કામ કરવાના મહત્વથી અમે લોકો સારી રીતે પરિચિત છીએ. ઇન્ડસ્ટ્રી 4.0 (ચોથી ઔદ્યોગિક ક્રાંતિ) આ પડકારો અને જરૂરીયાતોને વધુ પ્રોત્સાહન આપશે.
ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિના વિષય પર બ્રિકસ દેશોની સાથે મળીને કામ કરવા માંગે છે. આ સંદર્ભમાં આપણે સૌએ સાથે મળીને શ્રેષ્ઠ પ્રવૃત્તિઓ અને નીતિઓની વહેંચણી કરવી જોઈએ.
આજકાલ થઇ રહેલા અને ભવિષ્યમાં થનારા ટેકનોલોજીને લગતા પરિવર્તનોનું બ્રિકસ દેશો અને સમગ્ર દુનિયા માટે મહત્વને ધ્યાનમાં રાખીને હું એ સલાહ આપવા માંગીશ કે આપણા મંત્રીઓ આ વિષય પર વધુ વિસ્તૃત રીતે ચર્ચા વિચારણા કરે અને જરૂરિયાત અનુસાર નિષ્ણાતોની મદદ પણ લે.
આપ સૌનો આભાર!
Fourth Industrial Revolution में पूंजी से ज्यादा महत्व प्रतिभा का होगा। High-skill परन्तु अस्थाई work रोजगार का नया चेहरा होगा।
— PMO India (@PMOIndia) July 26, 2018
Industrial production, design, और manufacturing में मौलिक बदलाव आएंगे: PM
School और University पाठ्यक्रम को इस तरह बनाना होगा जिससे ये हमारे युवाओं को भविष्य के लिए तैयार कर सकें।
— PMO India (@PMOIndia) July 26, 2018
हमें बहुत सजग रहना होगा कि technology के क्षेत्र में आने वाले तेज बदलाव कम से कम उसी गति से पाठ्यक्रमों में स्थान पा सकें: PM
बेहतर service delivery, productivity levels बढ़ाने के लिए technological innovations सहायता कर सकते हैं।
— PMO India (@PMOIndia) July 26, 2018
हमारा अनुभव इस मामले में सकारात्मक रहा है। कानूनों का पालन, सामाजिक सुरक्षा और सरकारी योजनाओं का लाभार्थियों को सीधा भुगतान technology द्वारा बेहतर delivery का उदाहरण है: PM