PM Modi hoists the National Flag at Red Fort to commemorate the 75th anniversary of establishment of Azad Hind Government
Azad Hind government represented the vision laid down by Subhas Chandra Bose, of a strong undivided India: PM Modi
Subhas Chandra Bose was a visionary, who united Indians to fight against the powerful colonial British rule, says PM Modi
Netaji was an inspiration for all those who were fighting for self-determination and freedom in countries all over the world, says the Prime Minister

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા જેની સ્થાપના કરવામાં આવી હતી એ આઝાદ હિંદ સરકારની સ્થાપનાની 75મી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે લાલ કિલ્લા ખાતે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો.

પ્રધાનમંત્રીએ આઝાદ હિંદ સરકારની સ્થાપનાની 75મી વર્ષગાંઠના ગૌરવપૂર્ણ પ્રસંગે રાષ્ટ્રને શુભેચ્છાઓ પાઠવી હતી.આ પ્રસંગે બોલતા તેમણે કહ્યું કે આઝાદ હિંદ સરકાર એ સુભાષ ચંદ્ર બોઝ દ્વારા રજૂ કરવામાં આવેલ મજબુત અખંડ ભારતની દીર્ઘદ્રષ્ટિને પ્રસ્તુત કરે છે. તેમણે ઉમેર્યું કે આઝાદ હિંદ સરકાર એ રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય રીતે સામેલ હતી અને તેણે પોતાની બેંક, ચલણી નાણું અને સ્ટેમ્પની પણ શરૂઆત કરી હતી.

નેતાજીના યોગદાનને યાદ કરતા, મોદીએ જણાવ્યું કે સુભાષચંદ્ર બોઝ એ દીર્ઘદ્રષ્ટા હતા કે જેમણે શક્તિમાન કોલોનિયલ બ્રિટીશ શાસનની વિરુદ્ધ લડવા માટે ભારતીયોને સંગઠિત કર્યા હતા. તેમણે ઉમેર્યું કે બોઝે નાની ઉંમરથી જ દેશભક્તિનું પ્રદર્શન કર્યું હતું કે જે તેમણે તેમની માતાને લખેલા પત્રોમાંથી જોઈ શકાય છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે નેતાજી એ માત્ર ભારતીયો માટે જ પ્રેરણાસ્ત્રોત નહોતા પરંતુ એ તમામ માટે હતા કે જેઓ સમગ્ર વિશ્વમાં દેશોની અંદર સ્વસંકલ્પ અને આઝાદી માટે લડી રહ્યા હતા. આ સંદર્ભમાં તેમણે દર્શાવ્યું કે કઈ રીતે દક્ષિણ આફ્રિકાના નેતા નેલ્સન મંડેલા પણ નેતાજી દ્વારા પ્રેરિત હતા.

સુભાષચંદ્ર બોઝ દ્વારા કલ્પના કરવામાં આવેલ ન્યુ ઇન્ડિયાના નિર્માણની રચના કરવા સમક્ષ હજુ ઘણો લાંબો પથ કાપવાનો બાકી છે એ બાબતની દેશને યાદ અપાવતા પ્રધાનમંત્રીએ નાગરિકોને નેતાજી પાસેથી પ્રોત્સાહન પ્રાપ્ત કરવાની અપીલ કરી અને રાષ્ટ્રના વિકાસ પ્રત્યે કામ કરવા વિનંતી કરી. તેમણે ઉમેર્યુ હતુ કે, ભારતે અનેક બલિદાનો બાદ આઝાદી પ્રાપ્ત કરી હતી અને હવે તે નાગરિકોની ફરજ છે કે તેઓ આ આઝાદીનું સંવર્ધન કરે.

જન મેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે નેતાજી સુભાષચંદ્ર બોઝે રાણી ઝાંસી રેજીમેન્ટની સ્થાપનાના માધ્યમથી સશસ્ત્ર દળોમાં મહિલાઓને સમાન તક આપવાનો પાયો નાખ્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સરકાર પણ આ જ પરંપરાને તેના સાચા અર્થમાં આગળ વધારી રહી છે અને સશસ્ત્ર દળોમાં મહિલાઓને કાયમી કમીશન માટે સમાન તકો આપવામાં આવશે તે બાબતનો પુનરોચ્ચાર કર્યો હતો.

Click here to read full text speech

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi