વિશ્વને સ્વચ્છ બનાવવા માટે 4Ps અત્યંત મહત્ત્વના છે - પોલીટીકલ લીડરશીપ, પબ્લિક ફન્ડિંગ, પાર્ટનરશીપ્સ અને પિપલ્સ પાર્ટીસીપેશન: વડાપ્રધાન મોદી
#Swachhbharat વડાપ્રધાન મોદીએ કહ્યું, સ્વતંત્રતા માટે લડતા સમયે ગાંધીજીએ એક વખત કહ્યું હતું કે જો સ્વતંત્રતા અને સ્વચ્છતામાંથી કોઈ એકને પસંદ કરવાનું આવે તો તેઓ સ્વચ્છતાને વધુ પ્રાથમિકતા આપત.
#SwachhBharat મિશન માટે હું વંદનીય બાપુ પાસેથી પ્રેરણા મેળવું છું અને આ ચળવળ શરુ કરવા માટે તેમની માર્ગદર્શિકાને અનુસરી હતી: વડાપ્રધાન મોદી
આજે હું એ બાબતનો ગર્વ અનુભવું છું કે આપણા દેશના 125 કરોડ લોકો ગાંધીજીના પગલે ચાલી રહ્યા છે અને #SwachhBharat મિશનને તેમણે સફળ ગાથા બનાવી દીધી છે.
MGISC ખાતે વડાપ્રધાન મોદીએ કહ્યું કે ઘણા બધા દેશો સ્વચ્છતા અભિયાન માટે સાથે આવી રહ્યા છે જે અગાઉ ક્યારેય સાંભળવામાં ન આવી હોય એવી ઘટના છે. #Gandhi150

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સેનિટેશન કન્વેન્શન (એમજીઆઇએસસી)ને સંબોધન કર્યું હતું. એમજીઆઇએસસી 4 દિવસની આંતરરાષ્ટ્રીય પરિષદ છે, જેમાં દુનિયાભરનાં WASH (water, sanitation and hygiene-જળ, સાફસફાઈ અને સ્વચ્છતા) સાથે સંબંધિત મંત્રીઓ અને અન્ય નેતાઓ એકમંચ પર આવ્યાં છે. 

 

પ્રધાનમંત્રીએ સંયુક્ત રાષ્ટ્રનાં મહાસચિવ શ્રી એન્ટોનિયો ગુટેરેજ઼ સાથે ડિજિટલ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. મંચ પરથી મહાનુભાવોએ મહાત્મા ગાંધીની યાદમાં પોસ્ટેજ સ્ટેમ્પ અને મહાત્મા ગાંધાનાં મનપસંદ ધૂન “વૈષ્ણવ જન તો” પર આધારિત સંગીતમય સીડીનું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે સ્વચ્છ ભારત પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યા હતા.

 

 

 

પ્રધાનમંત્રીએ પોતાનાં સંબોધનમાં મહાત્મા ગાંધીનાં સ્વચ્છતા પરનાં આગ્રહનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે મહાત્મા ગાંધીનાં પુસ્તક “રચનાત્મક કાર્યક્રમ”ને યાદ કર્યુ હતુ, જેનું પ્રકાશન વર્ષ 1945માં થયું હતું અને ગ્રામીણ સ્વચ્છતા તેનો મુખ્ય વિષય હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ગંદકીને દૂર કરીને સ્વચ્છતા લાવવામાં ન આવે તો તે એવા સ્થિતિસંજોગો તરફ દોરી જાય છે જેને પછી સ્વીકારી લેવામાં આવે છે. એનાથી વિપરીત જો કોઈ વ્યક્તિ આસપાસ ગંદકીને સાફ કરે, તો તેનામાં ઊર્જાનો સંચાર થાય છે અને પછી હાલનાં નુકસાનકારક સ્થિતિસંજોગોને વશ થતી નથી.

તેમણે કહ્યું હતું કે, મહાત્મા ગાંધીનું પ્રેરકબળ જ સ્વચ્છ ભારત અભિયાન તરફ દોરી ગયું હતું. તેમણે ઉમેર્યું હતું કે, મહાત્મા ગાંધીથી પ્રેરિત થઈને ભારતીયોએ સ્વચ્છ ભારત અભિયાનને વિશ્વનું સૌથી મોટું જન આંદોલન બનાવી દીધું છે. તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2014માં ગ્રામીણ સ્વચ્છતાનું પ્રમાણ 38 ટકા હતું, જે અત્યારે 94 ટકાએ પહોંચ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, અત્યારે 5 લાખથી વધારે ગામડાં ઓડીએફ બની ગયા છે. 

તેમણે સ્વચ્છ ભારત અભિયાન પછી ભારતીય નાગરિકોની જીવનશૈલીમાં થઈ રહેલા પરિવર્તન પર સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભારત સ્થાયી વિકાસ લક્ષ્યાંકો હાંસલ કરવાનાં માર્ગે અગ્રેસર છે. તેમણે દુનિયાને સ્વચ્છ બનાવવા “4 Ps” એટલે કે Political Leadership (રાજકીય નેતૃત્વ), Public Funding (જનતાનું ભંડોળ), Partnerships (ભાગીદારી), અને People’s participation (જનતાની ભાગીદારી)નાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Click here to read full text speech

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
When PM Modi Fulfilled A Special Request From 101-Year-Old IFS Officer’s Kin In Kuwait

Media Coverage

When PM Modi Fulfilled A Special Request From 101-Year-Old IFS Officer’s Kin In Kuwait
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi