પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે, ઉત્તરપ્રદેશના વારાણસીની મુલાકાત હતી હતી. તેમણે ઉત્તરપ્રદેશના વારાણસીમાં જંગમવાડી મઠ ખાતે જગદગુરુ વિશ્વારાધ્ય ગુરુકુળના શતાબ્દી મહોત્સવની ઉજવણીના સમાપન કાર્યક્રમમાં હાજરી આપી હતી.
આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ‘શ્રી સિદ્ધાંત શિખામણી ગ્રંથ’ના 19 ભાષામાં અનુવાદિત સંસ્કરણનું પણ વિમોચન કર્યું હતું. આ ઉપરાંત તેમણે ‘શ્રી સિદ્ધાંત શિખામણી’ મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી હતી. અહીં ઉપસ્થિત લોકોને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, આ એક યોગાનુયોગ છે કે, અહીં શતાબ્દી મહોત્સવ નવા દસકાના આરંભે ઉજવાઇ રહ્યો છે અને આ નવો દસકો 21મી સદીની દુનિયામાં ભારતની ભૂમિકા ફરી એકવાર સ્થાપિત કરશે.
તેમણે જણાવ્યું હતું કે, શ્રી સિદ્ધાંત શિખામણી ગ્રંથનું મોબાઇલ એપ્લિકેશન દ્વારા ડિજિટાઇઝેશન કરવાથી યુવા પેઢી સાથેનું જોડાણ વધુ મજબૂત થશે અને તેનાથી તેમને જીવનમાં પ્રેરણા મળશે. તેમણે મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી ગ્રંથ આધારિત વિષયો પર વાર્ષિક પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન કરવાનું પણ સૂચન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, 19 ભાષામાં ગ્રંથનો અનુવાદ કરવાથી તેને વ્યાપક જનસમુદાય સુધી ઉપલબ્ધ કરાવવામાં મદદ મળશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “એક નાગરિક તરીકે આપણું આચરણ ભારતનું ભાવિ નિર્ધારિત કરશે, તેનાથી ન્યૂ ઇન્ડિયાની દિશા નક્કી થશે.” તેમણે ઉમેર્યું હતું કે, સંતોએ ચીંધેલા માર્ગનું પાલન કરીને આપણે આપણાં જીવનની મહત્વાકાંક્ષાઓ પૂર્ણ કરવાની છે અને રાષ્ટ્રના નિર્માણમાં સંપૂર્ણ સહકાર યથાવત્ રાખવાનો છે.
તેમણે સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ ઉભી કરવા માટે યોગદાન આપવા બદલ તેમજ દેશના દરેક ખૂણા સુધી સ્વચ્છતા મિશન હાથ ધરવા બદલ લોકોની પ્રશંસા કરી હતી. તેમણે સૌને મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનોનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી. તેમણે જળ જીવન મિશનમાં પણ સહભાગી થવા માટે સૌને અપીલ કરી હતી જેથી આ મિશન સફળ થઇ શકે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગંગા નદીની સફાઇમાં નોંધપાત્ર પ્રમાણમાં અને દેખીતો સુધારો થયો છે; તેમણે કહ્યું કે, માત્ર લોક ભાગીદારીના કારણે જ આ લક્ષ્ય હાંસલ કરી શકાયું છે. તેમણે કહ્યું કે, નમામી ગંગે કાર્યક્રમ અંતર્ગત રૂપિયા 7000 કરોડની કિંમતની પરિયોજનાઓ પૂર્ણ કરવામાં આવી છે જ્યારે રૂપિયા 21000 કરોડની કિંમતની પરિયોજનાઓ પર હાલમાં કામ ચાલી રહ્યું છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારે રામ મંદિરનું નિર્માણ કરવા માટે તાજેતરમાં ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’ ટ્રસ્ટની રચના કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ટ્રસ્ટ અયોધ્યામાં ભવ્ય શ્રી રામ મંદિરના નિર્માણ સંબંધિત તમામ બાબતોનું ધ્યાન રાખશે. તેમણે કહ્યું કે, સરકારે 67 એકર જમીન ટ્રસ્ટને સોંપવાનો નિર્ણય પણ લીધો છે.
संस्कृत और संस्कृति की संगम स्थली में आप सभी के बीच आना मेरे लिए सौभाग्य का विषय है। बाबा विश्वनाथ के सानिध्य में, मां गंगा के आंचल में, संतवाणी का साक्षी बनने का अवसर कम ही मिल पाता है: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 16, 2020
तुलसीदास जी कहा करते थे- ‘संत समागम हरि कथा तुलसी दुर्लभ दोउ’। इस भूमि की यही विशेषता है। ऐसे में वीरशैव जैसी संत परंपरा को युवा पीढ़ी तक पहुंचा रहे जगद्गुरु विश्वराध्य गुरुकुल के शताब्दी वर्ष का समापन एक गौरवशाली क्षण है: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 16, 2020
भारत में राष्ट्र का ये मतलब कभी नहीं रहा कि किसने कहाँ जीत हासिल की, किसकी कहाँ हार हुई! हमारे यहाँ राष्ट्र सत्ता से नहीं, संस्कृति और संस्कारों से सृजित हुआ है, यहां रहने वालों के सामर्थ्य से बना है: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 16, 2020
भक्ति से मुक्ति का मार्ग दिखाने वाले इस दर्शन को भावी पीढ़ी तक पहुंचना चाहिए। एक App के माध्यम से इस पवित्र ज्ञानग्रंथ का डिजिटलीकरण युवा पीढ़ी के जुड़ाव को और बल देगा, उनके जीवन की प्रेरणा बनेगा: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 16, 2020
संस्कृत भाषा और दूसरी भारतीय भाषाओं को ज्ञान का माध्यम बनाते हुए, टेक्नॉलॉजी का समावेश आप कर रहे हैं, वो भी अद्भुत है। सरकार का भी यही प्रयास है कि संस्कृत सहित सभी भारतीय भाषाओं का विस्तार हो, युवा पीढ़ी को इसका लाभ हो: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 16, 2020
देश सिर्फ सरकार से नहीं बनता बल्कि एक-एक नागरिक के संस्कार से बनता है। नागरिक के संस्कार को उसकी कर्तव्य भावना श्रेष्ठ बनाती है। एक नागरिक के रूप में हमारा आचरण ही भारत के भविष्य को तय करेगा, नए भारत की दिशा तय करेगा: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 16, 2020
मठों द्वारा दिखाए रास्ते पर चलते हुए, संतों द्वारा दिखाए रास्ते पर चलते हुए, हमें अपने जीवन के संकल्प पूरे करने हैं और राष्ट्र निर्माण में भी अपना पूरा सहयोग करते चलना है: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 16, 2020
बीते 5-6 वर्षों में अगर गंगाजल में अभूतपूर्व सुधार देखने को मिल रहा है तो इसके पीछे भी जनभागीदारी का बहुत महत्व है।
— PMO India (@PMOIndia) February 16, 2020
मां गंगा के प्रति आस्था और दायित्व का भाव आज अभूतपूर्व स्तर पर है: PM @narendramodi
नमामि गंगे अभियान के तहत 7 हजार करोड़ रुपए के प्रोजेक्ट्स पर काम पूरा हो चुका है। 21 हज़ार करोड़ रुपए से अधिक के प्रोजेक्ट्स पर कार्य प्रगति पर है।
— PMO India (@PMOIndia) February 16, 2020
जिन प्रोजेक्ट्स पर काम चल रहा है उनको भी हम तेज़ी से पूरा करने का प्रयास कर रहे हैं: PM @narendramodi
कुछ दिन पहले ही सरकार ने राम मंदिर निर्माण के लिए एक स्वायत्त ट्रस्ट- ‘श्रीराम जन्मभूमि तीर्थ क्षेत्र’ के गठन करने की भी घोषणा की है।
— PMO India (@PMOIndia) February 16, 2020
ये ट्रस्ट अयोध्या में भगवान श्रीराम की जन्मस्थली पर, भव्य और दिव्य श्रीराम मंदिर के निर्माण का काम देखेगा और सारे निर्णय लेगा: PM @narendramodi
अयोध्या में राम मंदिर से जुड़ा एक और बड़ा फैसला सरकार ने किया है।
— PMO India (@PMOIndia) February 16, 2020
अयोध्या कानून के तहत जो 67 एकड़ जमीन अधिगृहित की गई थी, वो भी पूरी की पूरी, नवगठित श्रीराम जन्मभूमि तीर्थ क्षेत्र को ट्रांसफर कर दी जाएगी: PM @narendramodi