પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરુમાંરાષ્ટ્રને5 સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) ની યંગ સાયન્ટિસ્ટ્સ લેબોરેટરીઝ સમર્પિત કરી છે.
ડીઆરડીઓ યંગ સાયન્ટિસ્ટ લેબોરેટરીઝ (ડીવાયએસએલ) પાંચ શહેરોમાં, બેંગલોર, મુંબઇ, ચેન્નઈ, કોલકાતા અને હૈદરાબાદમાં સ્થિત છે. દરેક પ્રયોગશાળા ભાવિ સંરક્ષણ પ્રણાલીના વિકાસ, આર્ટિફિસિયલ ઇંટેલિજન્સ, ક્વોન્ટમ ટેકનોલોજી, કોગ્નેટિવ ટેકનોલોજી, એસમમેટ્રિક ટેકનોલોજી અને સ્માર્ટ મટિરીયલ્સના વિકાસમાં મહત્વની ચાવીરૂપ અદ્યતન ટેકનોલોજી પર કામ કરશે.
આવી પ્રયોગશાળાઓ શરૂ કરવાની પ્રેરણા 24 ઓગસ્ટ, 2014ના રોજ યોજાયેલા ડીઆરડીઓ એવોર્ડ સમારંભના પ્રસંગે પ્રધાનમંત્રીતરફથી મળી હતી. ત્યારબાદ શ્રી નરેન્દ્ર મોદીએ ડીઆરડીઓને યુવાનોના સશક્તિકરણ માટેનિર્ણય લેવાની સત્તા આપીનેનવા સંસોધન માટે તકો આપવા જણાવ્યુ હતું.
આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશમાં ઉભરતી ટેકનોલોજીના ક્ષેત્રમાં સંશોધન અને વિકાસની પદ્ધતિને આકાર આપવા માટે આ પ્રયોગશાળાઓ મદદ કરશે
પ્રધાનમંત્રીએ વૈજ્ઞાનિકોને નવા દાયકા માટે એક નિશ્ચિત રોડમેપ તૈયાર કરવા જણાવ્યું હતું, જ્યાં ડીઆરડીઓ ભારતના વિવિધ ક્ષેત્રોમાં વૈજ્ઞાનિક સંશોધનની દિશા અને ગતિ નક્કી કરી શકશે.
વૈજ્ઞાનિકોને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ભારતનો મિસાઇલ કાર્યક્રમ વિશ્વના ઉત્કૃષ્ટ કાર્યક્રમોમાંનો એક છે. તેમણે ભારતીય અવકાશ કાર્યક્રમ અને હવાઈ સંરક્ષણ પ્રણાલીઓની પણ પ્રશંસા કરી.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે વૈજ્ઞાનિક સંશોધનનાં ક્ષેત્રમાં ભારતને પાછળ છોડી શકાય નહીં. તેમણે કહ્યું કે સરકાર વૈજ્ઞાનિક સમુદાય સાથે વધારાની ઝડપે ચાલવા તૈયાર છે જેથી તે રાષ્ટ્રીય સુરક્ષા માટે ઉભરતી ટેક્નોલોજીઓ અને નવીનતાઓમાટે સમય ફાળવી શકે.
તેમણે કહ્યું કે ડીઆરડીઓની નવીનતાઓ મેક ઇન ઇન્ડિયા જેવા કાર્યક્રમોને મજબૂત બનાવવામાં અને દેશમાં વાઇબ્રન્ટ સંરક્ષણ ક્ષેત્રને પ્રોત્સાહિત કરવામાં મોટી ભૂમિકા ભજવશે.
પાંચ ડીઆરડીઓ યંગ સાયન્ટિસ્ટ લેબ્સની સ્થાપના ભાવિ ટેક્નોલોજીઓના સંશોધન અને વિકાસ માટે પાયો નાખેશે. સંરક્ષણ ટેકનોલોજીમાં ભારતને ભવિષ્ય માટે તૈયાર કરવા માટે આત્મનિર્ભર બનાવવાના લક્ષ્યથી ડીઆરડીઓ માટેઆ એક મોટું પગલું છે.
બેંગલુરુ ખાતે ઝડપથી વિકસી રહેલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં સંશોધન કરવામાં આવશે. ક્વોન્ટમ ટેક્નોલોજીનો મહત્વનો વિસ્તાર આઈઆઈટી મુંબઇની બહાર આધારિત હશે. ભવિષ્ય સંજ્ઞાનાત્મક ટેકનોલોજીઓ પર નિર્ભર થઈ રહયું છે ત્યારે આઇઆઇટી ચેન્નાઇ સંશોધનનાં આ વિષયક્ષેત્રમાં પ્રયોગશાળા શરૂ કરશે. નવી અસમપ્રમાણ ટેકનોલોજીઓ અનેએનું ભવિષ્યજે યુદ્ધો લડવાની રીતને બદલી નાખશેતે કોલકાતાના જાદવપુર યુનિવર્સિટીના પરિસરમાં સ્થિત હશે. સ્માર્ટ મટિરીયલ્સના ગરમ અને નિર્ણાયક ક્ષેત્રમાં સંશોધન અને તેમની એપ્લિકેશનો હૈદરાબાદની બહાર આધારિત હશે.
ये संयोग ही है कि अब से कुछ समय पहले मैं किसानों के कार्यक्रम में था और अब यहां देश के जवान और अनुसंधान की चिंता करने वाले आप सभी साथियों के बीच में हूं। और कल मुझे साइंस कांग्रेस में जाना है: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 2, 2020
एक प्रकार से कर्नाटका का मेरा प्रवास, जय जवान, जय किसान, जय विज्ञान और जय अनुसंधान की न्यू इंडिया की भावना को समर्पित है: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 2, 2020
ये भी हम सबके लिए बहुत गौरव का विषय है कि ये आयोजन Aeronautical Development Establishment में हो रहा है, जहां हम सभी के श्रद्धेय डॉ. ए पी जे अब्दुल कलाम DRDO से जुड़े थे: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 2, 2020
मुझे संतोष है कि AdvancedTechnologies के क्षेत्र में 5 Labs स्थापित करने के सुझाव पर गंभीरता से काम हुआ और आज बेंगलुरु, कोलकाता, चेन्नई, हैदराबाद और मुंबई में 5 ऐसे संस्थान शुरु हो रहे हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 2, 2020
ये Labs, देश में उभरती हुई Technologies के क्षेत्र में, Research और Development के स्वरूप को तैयार करने में मदद करेंगी: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 2, 2020
अपने युवा वैज्ञानिक साथियों से मैं ये भी कहूंगा कि ये Labs, सिर्फ टेक्नॉलॉजी को टेस्ट नहीं करेंगी, आपके टेंपरामेंट और पेशेंस को भी टेस्ट करने वाली हैं। आपको हमेशा ये ध्यान रखना होगा कि आपके प्रयास और निरंतर अभ्यास ही हमें सफलता के रास्ते पर ले जाएंगे: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 2, 2020
आज का ये कार्यक्रम तो एक शुरुआत भर है।
— PMO India (@PMOIndia) January 2, 2020
आपके सामने सिर्फ अगला एक साल नहीं, अगला एक दशक है।
इस एक दशक में DRDO का मीडियम और लॉन्ग टर्म रोडमैप क्या हो, इस पर बहुत गंभीरता से विचार किया जाना चाहिए: PM @narendramodi
मैं DRDO को उस ऊँचाई पर देखना चाहता हूं जहां वो न सिर्फ भारत के वैज्ञानिकसंस्थानों की दिशा और दशा तय करे, बल्कि दुनिया के अन्य बड़े संस्थानों के लिए भी प्रेरणास्रोत बनें: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 2, 2020
आपने भारत के मिसाइल कार्यक्रम को दुनिया के सबसे उत्कृष्ट कार्यक्रमों में शामिल किया है। बीता वर्ष तो स्पेस और एयर डिफेंस के क्षेत्र में भारत के सामर्थ्य को नई दिशा देने वाला रहा है: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 2, 2020
देश के प्रधानमंत्री के नाते मैं आपके सामने खड़ा होकर कह रहा हूं कि सरकार पूरी तरह आपके साथ, देश के वैज्ञानिकों के साथ, innovators के साथ कंधे से कंधे मिलाकर चलने के लिए तत्पर है: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 2, 2020
भारत किसी से भी पीछे नहीं रह सकता। अपने नागरिकों, अपनी सीमाओं और अपने हितों की रक्षा के लिए भविष्य की तकनीक पर Investment भी ज़रूरी है और Innovation भी आवश्यक है: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 2, 2020