QuotePM Modi campaigns in Rudrapur, Uttarakhand & urges people to vote for BJP
QuoteShri Modi speaks about Mudra Yojana, says BJP Govt wants today's youth to be entrepreneurs of tomorrow
QuoteDev Bhoomi Uttarakhand must get rid of corruption. harda tax must end: PM Modi
QuoteUttarakhand has the potential to attract tourists from the entire world: PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરાખંડના રુદ્રપુરમાં વિશાળ જનસભાને સંબોધી હતી. પ્રધાનમંત્રી મોદીએ મોટી સંખ્યામાં રેલીમાં હાજર રહેવા બદલ ઉત્તરાખંડની જનતાનો આભાર માન્યો હતો.

પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, ભાજપે ઉત્તરપ્રદેશમાં વિધાનપરિષદની 3 બેઠકો પર વિજય મેળવ્યો છે, જેના પરિણામ આજે જાહેર થયા છે. તેમણે કહ્યું હતું કે, “ઉત્તરપ્રદેશથી હું સારાં સમાચાર લઈને આવ્યો છું કે ભાજપે વિધાનપરિષદની ચૂંટણીમાં વિજય મેળવ્યો છે.

|

પ્રધાનમંત્રીએ મિસાઇલના સફળ પરીક્ષણ બદલ વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે, “હું હવામાં પોતાની રીતે અન્ય મિસાઇલોનો નાશ કરવાની ક્ષમતા ધરાવતી મિસાઇલના સફળ પરીક્ષણ બદલ આપણા વૈજ્ઞાનિકોને અભિનંદન આપવા ઇચ્છું છું.” તેમણે વિરોધ પક્ષની મજાક ઉડાવતાં કહ્યું હતું કે, “અમારા વિરોધીઓ અગાઉ સર્જિકલ સ્ટ્રાઇક વિશે પ્રશ્રો ઉઠાવતાં હતાં. તેઓ પુરાવા માંગતા હતાં. મને આશા છે કે તેઓ આ મિસાઇલની કામગીરી વિશે પૂછશે નહીં”

શ્રી મોદીએ ઉત્તરાખંડની રચનામાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયીના પ્રદાનને યાદ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, “અટલબિહારી વાજપેયીજીએ ઉત્તરાખંડની રચના કરી હતી. તેમણે આ રાજ્યને નવી ઊંચાઈએ પહોંચાડવા પ્રયાસો કર્યા હતાં અને નીતિઓ બનાવી હતી”

|

શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, ઉત્તરાખંડના વિકાસ માટે એનડીએ સરકારે કેટલાંક પગલાં લીધા છે. તેમણે જણાવ્યું હતું કે, ભાજપ ઉત્તરાખંડના યુવાનો માટે નવી તકો ઊભી કરવા પ્રતિબદ્ધ છે અને કહ્યું હતું કે, “અમે મુદ્રા યોજના હેઠળ લોન આપીએ છીએ અને આપણા યુવાનોને સમર્થ બનાવીએ છીએ. તેઓ આવતીકાલના ઉદ્યોગસાહસિકો બને તેવું અમે ઇચ્છીએ છીએ .”

પ્રધાનમંત્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઉત્તરાખંડના લોકોને કલંકિત અને ભ્રષ્ટ સરકારમાંથી મુક્તિ મેળવવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે, “દેવ ભૂમિ ઉત્તરાખંડે ભ્રષ્ટાચારમાંથી મુક્તિ મેળવવી પડશે. નાનાં અને મધ્યમ કક્ષાના વેપારીએ શા માટે હરદા ટેક્સ આપવો પડે? તે નાબૂદ થવો જોઈએ..

|

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, ઉત્તરાખંડનો વિકાસ ભાજપ માટે સર્વોપરી છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, “ઉત્તરાખંડને વિકાસ – વિદ્યુત (વીજળી), કાનૂન વ્યવસ્થા અને માર્ગ (માર્ગો મારફતે યોગ્ય જોડાણ)ની જરૂર છે.

શ્રી મોદીએ એવું પણ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે શ્રેષ્ઠ માર્ગો સાથે ચાર ધામને જોડવા રૂ. 12,000 કરોડની ફાળવણી કરી છે. તેમણે ઉમેર્યું હતું કે, “ઉત્તરાખંડ સમગ્ર વિશ્વમાંથી પ્રવાસીઓને આકર્ષવાની સંભવિતતા ધરાવે છે. અમે ચાર ધામને જોડવા રૂ. 12,000 કરોડની ફાળવણી કરી છે.”

|

શ્રી મોદીએ ઉલ્લેખ કર્યો હતો કે, ઉત્તરાખંડ બહાદુરોની ભૂમિ છે. તેમણે કહ્યું હતું કે, “આપણા નિવૃત્તિ સૈનિકો ચાર દાયકાથી વન રેન્ક, વન પેન્શન માટે લડતાં હતાં. કોંગ્રેસે તેના પર ધ્યાન આપ્યું જ નહોતું.

પ્રધાનમંત્રી મોદીએ ઉત્તરાખંડની જનતાને ભ્રષ્ટાચારમુક્ત સરકાર પસંદ કરવા માટે ભાજપને મત આપવાની અપીલ કરી હતી. તેમણે સમાપનમાં કહ્યું હતું કે, “ઉત્તરાખંડની જનતાને ભાજપની સરકાર પસંદ કરવા વિનંતી છે, જે સમૃદ્ધ ઉત્તરાખંડના અટલજીના સ્વપ્નને સાકાર કરવા પ્રતિબદ્ધ છે..

|

આ સભામાં ભાજપના કેટલાંક કાર્યકર્તાઓ અને નેતાઓ ઉપસ્થિત રહ્યાહતાં.

Click here to read full text speech

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Sarnath Buddha To UP’s Silk Brocade Shawl: A Look At PM Modi’s Gifts For Thailand’s Dignitaries

Media Coverage

Sarnath Buddha To UP’s Silk Brocade Shawl: A Look At PM Modi’s Gifts For Thailand’s Dignitaries
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Share your ideas and suggestions for 'Mann Ki Baat' now!
April 05, 2025

Prime Minister Narendra Modi will share 'Mann Ki Baat' on Sunday, April 27th. If you have innovative ideas and suggestions, here is an opportunity to directly share it with the PM. Some of the suggestions would be referred by the Prime Minister during his address.

Share your inputs in the comments section below.