મહામહિમ રાષ્ટ્રપતિ ઉહુરુ કેન્યટ્ટા,
પ્રતિનિધિમંડળના પ્રતિષ્ઠિત સભ્યો,
મીડિયાના પ્રતિનિધિઓ,
મિત્રો,
બરાબર છ મહિના અગાઉ મેં કેન્યાની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિ કેન્યાટ્ટા અને કેન્યાના લોકોએ મને ઉષ્માભર્યો આવકાર આપ્યો હતો. આજે મને રાષ્ટ્રપતિ કેન્યાટ્ટા અને તેમના પ્રતિનિધિમંડળને ભારતમાં આવકારવાનો આનંદ થાય છે. ચોક્કસ આપણા બંને દેશો વચ્ચેના સંબંધો બહુ જૂનાં છે. ભારત અને કેન્યા ખભેખભો મિલાવાની સંસ્થાનવાદ સામેની લડાઈ લડ્યાં હતાં. હજુ ગયા મહિને રાષ્ટ્રપતિ કેન્યાટ્ટાએ ભારતમાં જન્મેલા ટ્રેડ યુનિયન લીડર માખન સિંહના પ્રદાનને માન્યતા આપી હતી. લોકશાહી મૂલ્યોમાં વિશ્વાસ, આપણા વિકાસની સમાન પ્રાથમિકતાઓ અને હિંદ મહાસાગરના હૂંફાળા પ્રવાહો આપણા સમાજને એકબીજા સાથે જોડી રાખે છે.
મિત્રો,
આજે અમારી ચર્ચામાં રાષ્ટ્રપતિ અને મેં આપણા સંબંધના તમામ પાસાંઓની સમીક્ષા કરી હતી. ગયા વર્ષે કેન્યામાં મારી મુલાકાત દરમિયાન અમે આર્થિક સહકારને વધુ મજબૂત કરવાનો નિર્ધાર કર્યો હતો, જે આપણા સહિયારા પ્રયાસોનું એક મુખ્ય પાસું હતું. આ સંદર્ભમાં દ્વિપક્ષીય વેપાર, બે અર્થતંત્રો વચ્ચે મૂડીના પ્રવાહ અને મજબૂત વિકાસલક્ષી ભાગીદારીનું વિસ્તરણ પ્રાથમિકતા છે. ગઈકાલે રાષ્ટ્રપતિ કેન્યાટ્ટાને નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં હતું. વાઇબ્રન્ટ ગુજરાતમાં તમારી ભાગીદારીથી કેન્યામાં વેપારવાણિજ્ય અને રોકાણની તકો ઝડપવા ભારતીય કંપનીઓમાં સારો એવો રસ પેદા કર્યો છે. અમે બંને દેશોમાં ઉદ્યોગ અને કંપનીઓને હેલ્થકેર, ટૂરિઝમ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કૃષિ, બ્લૂ ઇકોનોમી અને ઊર્જામાં તકો ઝડપવા પ્રોત્સાહિત કરીશું. આવતીકાલે જોઇન્ટ બિઝનેસ કાઉન્સિલની બેઠક આ ક્ષેત્રોમાં ચોક્કસ પ્રોજેક્ટ્સ મારફતે વાણિજ્યિક જોડાણ સ્થાપિત કરવા કામ કરશે. વેપારવાણિજ્યને પ્રોત્સાહન આપવા અમે વિવિધ પ્રક્રિયાઓ સરળ બનાવવા સહકાર પણ કરી રહ્યાં છીએ, જેમાં સ્ટાન્ડર્ડાઇઝેશન અને સંબંધિત ક્ષેત્રો સામેલ છે. કૃષિમાં વિસ્તૃત સહકાર અને ફૂડ સીક્યોરિટી અમારી સહિયારી પ્રાથમિકતા છે. અમે કેન્યામાં કૃષિ ઉત્પાદકતા વધારવા જોડાણ કર્યું છે. આજે કૃષિ ક્ષેત્રમાં મિકેનાઇઝેશન માટે 100 મિલિયન ડોલરની લાઇન ઓફ ક્રેડિટ સમજૂતી કરી છે, જે બંને દેશોના જોડાણમાં નવા પરિમાણો ખોલશે. કેન્યા સાથે ઉત્પાદન માટે લાંબા ગાળાની ગોઠવણ અને અનાજકઠોળની આયાત પર વિચારણા કરવામાં આવી હતી. અમને કેન્યાના ખેડૂતો સાથે સજીવ ખેતીમાં શ્રેષ્ઠ પદ્ધતિઓ વહેંચવાનો પણ આનંદ મળશે. હેલ્થ સેક્ટરમાં ભાભાટ્રોન મશીન કેન્સરની સારવાર માટે કેન્યટ્ટા નેશનલ હોસ્પિટલને સુપરત કરવામાં આવ્યું છે. આપણી ઇન્ડિયા આફ્રીકા ફોરમ સમિટની પહેલ હેઠળ કેન્યાના ડૉક્ટર્સની ક્ષમતા વધારવાની કામગીરી ચાલી રહી છે. શિક્ષણમાં ભાગીદારીથી આપણા લોકો વચ્ચે નવું જોડાણ સ્થાપિત થયું છે. અમે યુનિવર્સિટી ઓફ નૈરોબી સાથે મજબૂત સંબંધ ધરાવીએ છીએ, જ્યાં આઇસીસીઆરએ ભારતીય અભ્યાસો માટે ચેર સ્થાપિત કરી છે અને ભારતીય સહાય સાથે તેની લાઇબ્રેરીનું નવીનીકરણ ચાલુ છે. ઊર્જાના મોરચે વાત કરીએ તો અમે કેન્યાના ઇન્ટરનેશનલ સોલર એલાયન્સને સમર્થનની કદર કરીએ છીએ અને આપણી આર્થિક વૃદ્ધિને વેગ આપવા સૌર ઊર્જાનો ઉપયોગ કરવા આપણે સંયુક્ત પ્રયાસો હાથ ધર્યા છે.
મિત્રો,
દરિયાઈ ક્ષેત્રમાં પડકારો આપણી સહિયારી ચિંતા છે. પણ આપણે બ્લૂ ઇકોનોમીમાં તકોનો વિચાર પણ કરવો પડશે. આપણે સંરક્ષણ ક્ષેત્રમાં આપણા સહકારને ઝડપથી આગળ વધારવા ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પ્રાથમિકતા ધરાવતાં કેટલાંક ક્ષેત્રો હાઇડ્રોગ્રાફી, કમ્યુનિકેશન્સ, નેટવર્ક્સ, એન્ટિ-પાયરસી, ક્ષમતા નિર્માણ, તબીબી ક્ષેત્રમાં સહકારનું આદાનપ્રદાન અને સંરક્ષણ સામેલ છે. આપણે સુરક્ષા ક્ષેત્રમાં આપણા સહકાર અને ક્ષમતાઓને પણ મજબૂત કરી રહ્યાં છીએ. આ સંદર્ભમાં અમે સંયુક્ત કાર્યકારી જૂથને ઝડપથી બેઠક યોજવાની સૂચના આપી છે. તે સાયબર સુરક્ષા, આતંકવાદનો વિરોધ, નશીલા દ્રવ્યોનું નિવારણ, નાર્કોટિક્સ, મનુષ્યોનો વેપાર કે દાણચોરી અને મની લોન્ડરિંગ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
મિત્રો,
કેન્યામાં ભારતીય મૂળના લોકો મોટી સંખ્યામાં વસે છે, જેની સાથે આપણું જોડાણ ઉત્સાહસભર અને મહત્ત્વપૂર્ણ છે. મેં રાષ્ટ્રપતિ કેન્યાટ્ટા સાથે તેમને આપણા વેપાર, રોકાણ અને સાંસ્કૃતિક આદાનપ્રદાન સાથે તેમને સાંકળવાના વિવિધ માર્ગોની ચર્ચા કરી છે. ગયા વર્ષે અમારી બેઠકમાં રાષ્ટ્રપતિ અને હું આપણા નિર્ણયોના અમલીકરણ પર વ્યક્તિગત રીતે નજર રાખવા સંમત થયા હતા. આપણે આ જુસ્સો જળવાઈ રહે તેવી સુનિશ્ચિતતા કરવાની જરૂર છે.
મહામહિમ,
ભારતના લોકો અને મારા વતી એક વખત ફરી હું અમારા આમંત્રણનો સ્વીકાર કરવા બદલ તથા ગુજરાત અને દિલ્હી એમ બંનેમાં તમારી હાજરી સાથે અમને સન્માનિત કરવા બદલ તમારો આભાર માનું છું.
તમારો આભાર.
તમારો ખૂબ ખૂબ આભાર.
I am delighted to welcome President @UKenyatta and his delegation in India: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 11, 2017
India and Kenya fought together against colonialism: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 11, 2017
Common belief in democratic values, our shared developmental priorities and the warm currents of the Indian Ocean bind our societies: PM
— PMO India (@PMOIndia) January 11, 2017
Expansion of bilateral trade, greater flow of capital between two economies and stronger developmental partnership is to be prioritized: PM
— PMO India (@PMOIndia) January 11, 2017
We are collaborating to raise agricultural productivity in Kenya: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 11, 2017
Long term arrangement with Kenya for production and import of pulses/ is being explored and discussed: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 11, 2017
In the health sector, Bhabhatron machine has been delivered to the Kenyatta National Hospital for cancer treatment: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 11, 2017
We are also partnering to strengthen our security cooperation and capacities: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 11, 2017
PM speaks of Kenya recognizing contribution of Makhan Singh, an Indian born trade union leader, who partnered Kenyans in colonial struggle pic.twitter.com/VNrBGYO8h9
— Vikas Swarup (@MEAIndia) January 11, 2017
PM @narendramodi: Partnership in Education is creating new connections btw our people. We have a strong relationship with Univ of Nairobi pic.twitter.com/4LQnkRc3th
— Vikas Swarup (@MEAIndia) January 11, 2017
PM on maritime coop'n: Specific areas would be hydrography, comm'n networks, anti-piracy, capacity building & defence medical cooperation pic.twitter.com/DoGikffvV7
— Vikas Swarup (@MEAIndia) January 11, 2017
PM: The JWG on security coop'n would focus on cyber security, counter terrorism, combating narcotics, human trafficking and money laundering
— Vikas Swarup (@MEAIndia) January 11, 2017
PM: I have discussed with President Kenyatta ways to engage large Indian origin comm'y in trade, investments and cultural exchanges.
— Vikas Swarup (@MEAIndia) January 11, 2017
PM concludes: I thank you President @UKenyatta for accepting our invitation and honouring us with your presence, both in Gujarat & in Delhi pic.twitter.com/EDINkB7Tip
— Vikas Swarup (@MEAIndia) January 11, 2017