It is an honour that President Rajapaksa chose India for his first overseas trip: Prime Minister Modi
In line with our Government’s Neighborhood First policy and SAGAR doctrine of, we prioritize our relations with Sri Lanka: PM Modi
I am confident that the Sri Lankan government will take forward the process of reconciliation to fulfill the aspirations of the Tamil community: PM

મહામહિમ રાષ્ટ્રપતિ ગોતબય રાજપક્ષ,

શ્રીલંકા અને ભારતના વરિષ્ઠ અધિકારીગણ,

મિત્રો

આયુબોવન

વણક્કમ

નમસ્કાર

રાષ્ટ્રપતિ ગોતાબય રાજપક્ષ અને તેમના પ્રતિનિધિઓનુ ભારતમાં સ્વાગત કરતા મને ખુબ આનંદ થઈ રહ્યો છે. ચૂંટણીમાં નિર્ણાયક જીત માટે હું રાષ્ટ્રપતિ મહોદયને હાર્દિક શુભેચ્છા પાઠવું છું. ચૂંટણી પ્રક્રિયા સુચારુ રૂપે સંપન્ન થઈ, તેના માટે હું શ્રીલંકાની જનતાને અભિનદન આપું છું. શ્રીલંકામાં લોકતંત્રની મજબૂતી અને પરિવક્વતા ખૂબ ગર્વ અને આનંદનો વિષય છે. એ આપણા માટે સન્માનન વાત છે કે રાષ્ટ્રપતિ રાજપક્ષે પોતાની પહેલી વિદેશ યાત્રા માટે ભારતની પસંદગી કરી અને હોદ્દો સંભાળ્યાના બે અઠવાડિયાની અંદર ભારતમાં આપણને એમનું સન્માન કરવાનો અવસર આપ્યો. એ ભારત અને શ્રીલંકાના મિત્રતાપૂર્ણ સંબંધોની મજબૂતી અને ગતિશીલતાનું પ્રતિક છે. આ એ વાતનો પણ સંકેત આપે છે કે બંને દેશોના આ સંબંધોને કેટલું મહત્વ આપે છે. બંને દેશોની પ્રગતિ અને આપણા આ સહિયારા ક્ષેત્રોમાં શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષા માટે આપણે રાષ્ટ્રપતિ રાજપક્ષની સાથે ઘનિષ્ઠ રૂપે કાર્ય કરવા માટે તત્પર છીએ.

મહામહિમ,

તમને પ્રાપ્ત જનાદેશ એક સંગઠિત, મજબૂત અને સમૃદ્ધ શ્રીલંકા માટે શ્રીલંકાના લોકોની આકાંક્ષાઓને અભિવ્યક્ત કરે છે. આ સંબંધમાં ભારતની શુભેચ્છા અને સહયોગ હંમેશા શ્રીલંકાની સાથે છે. એક સ્થિર, સુરક્ષિત અને સમૃદ્ધ શ્રીલંકા ન માત્ર ભારતના હિતમાં છે, પરંતુ સંપૂર્ણ હિંદ મહાસાગર ક્ષેત્રના પણ હિતમાં છે.

મિત્રો,

ભારત શ્રીલંકાનો સૌથી નજીકના સમુદ્રી પડોશી અને એક વિશ્વાસુ મિત્ર છે. બંને દેશોના ગાઢ સંબંધોનો મજબૂત આધાર આપણી ઐતિહાસિક, વંશીય, ભાષાકીય, સાંસ્કૃતિક અને સભ્યતાનો સંપર્ક છે.

મારી સરકારની ‘પાડોશી પહેલા’ની નીતિ અને સાગર સિદ્ધાંતને અનુરૂપ શ્રીલંકાની સાથે આપણા સંબંધોને પ્રાથમિકતા આપે છે. આપણા બંને દેશોની સુરક્ષા અને વિકાસ અવિભાજ્ય છે. એટલા માટે એ સ્વાભાવિક છે કે આપણે એકબીજાની સુરક્ષા અને સંવેદનશીલતા પ્રત્યે સચેત રહીએ.

આજે રાષ્ટ્રપતિજી અને મારી વચ્ચે દ્વિપક્ષીય સંબંધો પર પરસ્પર હિતના આંતરરાષ્ટ્રીય બાબતો પર ઘણી સારી અને લાભકારક ચર્ચા થઈ. અમે નિર્ણય લીધો છે કે બંને દેશોની વચ્ચે બહુમુખી ભાગીદારી અને સહયોગને અમે સાથે મળીને મજબૂત કરીશું. મેં રાષ્ટ્પતિજીને શ્રીલંકાની સાથે વિકાસ ભાગીદારી માટે ભારતની પ્રતિબદ્ધતાનું આશ્વાશન આપ્યું છે. હંમેશની જેમ, આ સહયોગ શ્રીલંકાના લોકોની પ્રાથમિકતા પ્રમાણે હશે. 400 મિલિયન ડૉલરની એક નવી ક્રેડીટ ઓફ લાઈનથી શ્રીલંકામાં માળખાગત અને વિકાસને બળ મળશે. મને વિશ્વાસ છે કે શ્રીલંકાની અર્થવ્યવસ્થાને લાભ મળશે સાથે જ આ લાઈન ઓફ ક્રેડિટ બંને દેશોની વચ્ચે પરસ્પર લાભના પ્રોજેક્ટ સહકારને પણ ગતિ આપશે. અમને આનંદ છે કે ભારતીય હાઉસીંગ પ્રોજેક્ટ અંતર્ગત શ્રીલંકાના ઉત્તરી અને પૂર્વીય ક્ષેત્રોમાં આંતરિક વિસ્થાપિતો માટે 46,000 ઘર બની ચૂક્યા છે. ઉપરી દેશોના વિસ્તારોમાં ભારતીય મૂળના તમિલો માટે 14,000 ઘરોના નિર્માણમાં પ્રગતિ થઈ રહી છે. મને એ વાતની પણ પ્રસન્નતા છે કે આપણે શ્રીલંકામાં સોલર પ્રોજેક્ટ માટે પહેલા જાહેર થયેલા 100 મિલિયન ડૉલર ક્રેડિટ લાઈનને ઝડપથી ઉપયોગમાં લાવવા મટે સહમત થયા છીએ. ભારત દ્વારા શ્રીલંકામાં શિક્ષણ અને માળખામાં અનુદાનના આધાર પર વિતરીત 20 સામુદાયિક વિકાસ પ્રોજેક્ટ અને અન્ય લોક કેન્દ્રિય પ્રોજેક્ટ પર પણ રાષ્ટ્રપતિજી અને મારી વચ્ચે સારી એવી ચર્ચા થઈ.

મિત્રો,

ભારતે હંમેશા દરેક રૂપે આતંકવાદનો વિરોધ કર્યો છે. અને સીમા-પાર આતંકવાદ સહિત અન્ય પ્રકારના આતંકવાદની સામે આંતરરાષ્ટ્રીય સમુદાય પાસે કાર્યવાહીની અપેક્ષા પણ રાખે છે. આ વર્ષે ઈસ્ટરના અવસર પર શ્રીલંકામાં આંતકીઓએ સમગ્ર માનવજાતીની વિવિધતા અને સહજીવનની મૂલ્યવાન વિરાસત પર નૃશંસ હુમલો કર્યો. આતંકી તેમજ ચરમપંથી તાકતો સામે શ્રીલંકાની લડતમાં ભારતનું અટલ સમર્થન વ્યક્ત કરવા હું ભારતમાં ચૂંટણી પછી તરત શ્રીલંકા ગયો. પરસ્પર સુરક્ષા માટે અને આતંકવાદ વિરુદ્ધ પરસ્પર સહયોગને વધુ મજબૂત કરવા પર મેં રાષ્ટ્રપતિ રાજપક્ષની સાથે વિસ્તારપૂર્વક ચર્ચા કરી છે. પ્રમુખ ભારતીય સંસ્થાનોમાં શ્રીલંકાના પોલિસ અધિકારી કાઉન્ટર આતંકવાદી તાલીમનો લાભ પહેલાથી જ લઈ રહ્યા છે. આતંકવાદનો સામનો કરવા માટે શ્રીલંકાને 50 મિલિયન ડૉલરની એક ખાસ લાઈન ઓફ ક્રેડિટની જાહેરાત કરતા મને આનંદ થઈ રહ્યો છે.

મિત્રો,

માછીમારોની આજીવિકાને પ્રભાવિત કરનારા મુદ્દાઓ પર પણ ચર્ચા કરી. આપણી વચ્ચે સમહતિ છે કે આપણે આ બાબતમાં રચનાત્માક અને માનવીય દ્રષ્ટિકોણ ચાલુ રાખીશુ.

મિત્રો,

અમે શ્રીલંકામાં સમાધાન પર પણ વિચારોનું મુક્તપણે આદાન પ્રદાન કર્યું. રાષ્ટ્રપતિ રાજપક્ષે વંશીય સંવાદિતા પર તેમના સમાવેશી રાજનૈતિક દ્રષ્ટિકોણની બાબતમાં મને જણાવ્યું. મને વિશ્વાસ છે કે શ્રીલંકા સરકાર તમિલોની સમાનતા, ન્યાય, શાંતિ અને સન્માનની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે, સમાધાનની પ્રક્રિયાને આગળ વધારશે. તેમાં 13માં સુધારાને લાગુ કરવાનો પણ સમાવેશ છે. ઉત્તર અને પૂર્વ સહિત સમગ્ર શ્રીલંકામાં વિકાસ માટે ભારત એક વિશ્વસનીય ભાગીદાર બનશે.

મિત્રો,

હું ફરી એકવાર રાષ્ટ્રપતિ રાજપક્ષનું ભારતમાં સ્વાગત કરું છું. તેમની યાત્રાથી આપણા સંબંધોને વધુ બળ મળશે. અને આપણા સહયોગ બંને દેશોમાં વિકાસ અને ક્ષેત્રમાં સમૃદ્ધિ, શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપશે.
બોહોમા-સ્થુતિ

નંદ્રી.

ધન્યવાદ.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...

Prime Minister visited the Indian Arrival monument at Monument Gardens in Georgetown today. He was accompanied by PM of Guyana Brig (Retd) Mark Phillips. An ensemble of Tassa Drums welcomed Prime Minister as he paid floral tribute at the Arrival Monument. Paying homage at the monument, Prime Minister recalled the struggle and sacrifices of Indian diaspora and their pivotal contribution to preserving and promoting Indian culture and tradition in Guyana. He planted a Bel Patra sapling at the monument.

The monument is a replica of the first ship which arrived in Guyana in 1838 bringing indentured migrants from India. It was gifted by India to the people of Guyana in 1991.