આંધ્રપ્રદેશના ગવર્નર શ્રી ઇ એસ. એલ. નરસિમ્હન
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી શ્રી એન. ચંદ્રાબાબુ નાયડુ
કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી તથા પૃથ્વી વિજ્ઞાન મંત્રી, ડૉ. હર્ષ વર્ધન
રાજ્ય કક્ષાના કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી તથા પૃથ્વી વિજ્ઞાન મંત્રી, શ્રી વાય. એસ. ચૌધરી
ઈન્ડિયન સાયન્સ કોંગ્રેસ એસોસિએશનના જનરલ પ્રેસિડન્ટ, પ્રોફેસર ડી. નારાયણ રાવ
શ્રી વેંકટેશ્વર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, પ્રોફેસર એ. દામોદરમ
ઉપસ્થિત અન્ય મહાનુભાવો અને પ્રતિનિધિઓ
સજ્જનો અને દેવીઓ.
તિરુપતિ પવિત્ર નગર અને પ્રસિદ્ધ યાત્રાધામ છે. અહીં દેશવિદેશના પ્રસિદ્ધ વૈજ્ઞાનિકો સાથે નવા વર્ષની શરૂઆત કરવાની મને ખુશી છે.
મને શ્રી વેંકટેશ્વર યુનિવર્સિટીના વિશાળ અને રળિયામણા કેમ્પસમાં ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસના આ 104મા સત્રનું ઉદ્ઘાટન કરવાનો આનંદ છે.
ચાલુ વર્ષના સત્ર માટે “રાષ્ટ્રીય વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી” જેવો યોગ્ય વિષય પસંદ કરવા બદલ હું ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસ એસોસિએશનની પ્રશંસા કરું છું.
ઉપસ્થિત પ્રતિનિધિઓ,
વૈજ્ઞાનિકો આપણા સમાજને તેમના વિચાર, મહેનત અને નેતૃત્વના બળે પ્રગતિના પંથે દોરી જવા રાતદિવસ કામ કરે છે અને રાષ્ટ્ર આ વૈજ્ઞાનિકોનો હંમેશા ઋણી રહેશે.
આપણે નવેમ્બર, 2016માં આવા જ એક પ્રસિદ્ધ વૈજ્ઞાનિક અને દેશના વિકાસ માટે સંસ્થાઓનું સર્જન કરનાર ડો. એમ. જી. કે. મેનન ગુમાવ્યા હતા. તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવા હું તમારી સાથે સહભાગી થયો હતો.
ઉપસ્થિત પ્રતિનિધિઓ,
અત્યારે આપણી આસપાસ અભૂતપૂર્વ ઝડપથી, મોટા પાયે પરિવર્તનો થઈ રહ્યા છે.
આપણે કેટલાક પરિવર્તનો થવાની કલ્પના પણ કરી નથી. આ પ્રકારના પડકારોનો સામનો આપણે કેવી રીતે કરીશું? આપણે ત્યાં વૈજ્ઞાનિક પરંપરાના મૂળિયા બહુ ઊંડે રહેલા છે, જે આપણને ઉત્સુકતા અને આતુરતા સાથે નવી વાસ્તવિકતાનો સ્વીકાર ઝડપથી કરવા સક્ષમ બનાવે છે.
આપણે આપણા નાગરિકોમાં આજે જે રોકાણ કરીશું, આપણે તેમને આજે જે માળખાગત સુવિધાઓ પ્રદાન કરીશું, તેમાંથી આપણને ભવિષ્યના નિષ્ણાતો મળશે. મારી સરકાર વૈજ્ઞાનિક માહિતીના વિવિધ પ્રવાહોને સમર્થન આપવા પ્રતિબદ્ધ છે. મારી સરકાર નવીનતા પર ભાર મૂકતા મૂળભૂત વિજ્ઞાનથી લઈને એપ્લાઇડ સાયન્સ સુધીની તમામ શાખાઓને ટેકો આપશે.
ઉપસ્થિત પ્રતિનિધિઓ,
સાયન્સ કોંગ્રેસના છેલ્લા બે સેશનમાં મેં તમારી સમક્ષ રાષ્ટ્ર માટેના કેટલાક મુખ્ય પડકારો અને તકો પ્રસ્તુત કર્યા હતા.
તેમાંથી કેટલાક મહત્વપૂર્ણ પડકારો સ્વચ્છ પાણી અને ઊર્જા, ખાદ્ય પદાર્થો, પર્યાવરણ, આબોહવા, સુરક્ષા અને હેલ્થકેર જેવા મુખ્ય ક્ષેત્રો સાથે સંબંધિત છે.
આપણે નવીન ટેકનોલોજીની વૃદ્ધિ પર નજર જાળવી રાખવાની અને વૃદ્ધિ માટે તેનો ઉપયોગ કરવા તૈયાર રહેવાની જરૂર છે. આપણે આપણી ટેકનોલોજીની સજ્જતા અને સ્પર્ધાત્મકતા માટે પડકારો અને તકોનું સ્પષ્ટ મૂલ્યાંકન કરવાની જરૂર છે.
મને કહેવામાં આવ્યું છે કે ગયા વર્ષે સાયન્સ કોંગ્રેસમાં પ્રસિદ્ધ થયેલ ટેકનોલોજી વિઝન 2035 ડોક્યુમેન્ટે અત્યારે ટેકનોલોજીના 12 મુખ્ય ક્ષેત્રો માટે વિસ્તૃત યોજનાનું સ્વરૂપ ધારણ કર્યું છે. ઉપરાંત નીતિ આયોગ દેશ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી માટે સંપૂર્ણ વિઝન તૈયાર કરી રહ્યું છે.
તેમાં એક મહત્વપૂર્ણ ક્ષેત્ર સાયબર-ફિઝિકલ સિસ્ટમમાં વૈશ્વિક સ્તરે ઝડપથી થઈ રહેલો વધારો છે, જેના પર તાત્કાલિક ધોરણે ધ્યાન આપવાની જરૂર છે. આ આપણી વિશાળ વસતિ માટે અભૂતપૂર્વ પડકારો અને તણાવો પેદા કરવાની ક્ષમતા ધરાવે છે. પણ આપણે આ પડકારોને રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિજિટલ ઉત્પાદન, ડેટાના વિસ્તૃત વિશ્લેષણ, ઊંડાણપૂર્વકનો અભ્યાસ, ક્વોન્ટમ કમ્યુનિકેશન અને ઇન્ટરનેટ-ઓફ-થિંગ્સમાં સંશોધન, તાલીમ અને કુશળતા દ્વારા મોટી તકોમાં પરિવર્તિત કરી શકીએ.
સેવા અને ઉત્પાદન ક્ષેત્રો; કૃષિ, જળ, ઊર્જા અને ટ્રાફિક મેનેજમેન્ટ; સ્વાસ્થ્ય, પર્યાવરણ, માળખાગત સુવિધા અને જિઓ ઇન્ફોર્મેશન સિસ્ટમ; સુરક્ષા; નાણાકીય વ્યવસ્થાઓ અને અપરાધનો સામનો કરવા જેવા ક્ષેત્રોમાં આ ટેકનોલોજીને વિકસાવવાની અને તેનો ઉપયોગ કરવાની જરૂર છે.
આપણે માળખાગત સુવિધા પર સંશોધન કરીને અને તેને વિકસાવીને, માનવઊર્જા અને કુશળતા હાંસલ કરીને સાયબર-ફિઝિકલ સિસ્ટમ્સમાં આંતર-મંત્રીમંડળીય રાષ્ટ્રીય અભિયાન વિકસાવવાની જરૂર છે, જેથી આપણી ભાવિ પેઢીઓને સુરક્ષિત કરી શકીએ.
ઉપસ્થિત પ્રતિનિધિઓ,
ભારતીય દ્વિપકલ્પની ફરતે મહાસાગરમાં 13,000થી વધારે ટાપુઓ છે. તેઓ પણ આપણને 7,500 કિલોમીટરનો દરિયા કિનારો અને 2.4 મિલિયન ચોરસ કિલોમીટરનો એક્સક્લૂઝિવ ઇકોનોમિક ઝોન આપે છે.
તેઓ ઊર્જા, ફૂડ, મેડિસિન અને અન્ય અનેક કુદરતી સંસાધનોમાં પ્રચૂર તકો ધરાવે છે. આ દરિયાઈ અર્થતંત્ર આપણા સ્થાયી ભવિષ્યમાં નોંધપાત્ર પરિમાણ બનવું જોઈએ.
મને જણાવવામાં આવ્યું છે કે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય જવાબદાર રીતે આ સંસાધનની તપાસ કરવા, સમજવા અને તેનો ઉપયોગ કરવા ડીપ ઓશન મિશન શરૂ કરવા કાર્યરત છે.
ઉપસ્થિત પ્રતિનિધિઓ,
વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આપણી શ્રેષ્ઠ સંસ્થાઓની મૂળભૂત સંશોધન ક્ષમતાને મજબૂત કરીને આંતરરાષ્ટ્રીય ધારાધોરણો મુજબની બનાવવી જોઈએ. આ મૂળભૂત જાણકારીને નવીનતા, સ્ટાર્ટ-અપ્સ અને ઉદ્યોગમાં પરિવર્તિત કરવાથી આપણને સર્વસમાવેશક અને સ્થાયી વૃદ્ધિ હાંસલ કરવામાં મદદ મળશે.
સ્કોપ્સ ડેટાબેઝ સૂચવે છે કે અત્યારે ભારત વૈજ્ઞાનિક પ્રકાશનોની દ્રષ્ટિએ દુનિયામાં છઠ્ઠું સ્થાન ધરાવે છે, જેમાં વૈશ્વિક સ્તરે ચાર ટકાની સરેરાશ વૃદ્ધિ થઈ રહી છે, ત્યારે ભારતમાં આ વૃદ્ધિનો દર 14 ટકા છે. મને ખાતરી છે કે આપણા વૈજ્ઞાનિકો મૂળભૂત સંશોધન, તેની ટેકનોલોજીના પરિવર્તન અને તેના સામાજિક જોડાણની ગુણવત્તા વધારવાના પડકારોને પહોંચી વળશે.
વર્ષ 2030 સુધીમાં ભારત વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ટોચના ત્રણ દેશોમાં સ્થાન ધરાવશે તથા દુનિયામાં સૌથી આકર્ષક સ્થળોમાં સામેલ થશે. આજે આપણે નિર્ધારિત કરેલી ગતિ આ લક્ષ્યાંક હાંસલ કરવામાં મદદરૂપ થશે.
ઉપસ્થિત પ્રતિનિધિઓ,
વિજ્ઞાને આપણા લોકોની વધતી આકાંક્ષાઓને સંતોષવી જોઈએ. વિજ્ઞાન અને ટેકનોલોજી સામાજિક જરૂરિયાતો પૂર્ણ કરવામાં જે ભૂમિકા અદા કરે છે, તેની ભારત સંપૂર્ણપણે કદર કરે છે. આપણે શહેરી-ગ્રામીણ વિભાજનની સમસ્યાઓને દૂર કરવી પડશે તથા સર્વસમાવેશક વિકાસ, આર્થિક વૃદ્ધિ અને રોજગારીના સર્જન માટે કામ કરવું પડશે. આ માટે નવા માળખાની જરૂર છે, જે પ્રસ્તુત હિતધારકો સાથે સંકલન સ્થાપિત કરશે.
આપણી ક્ષમતા વધારવા તથા મોટા, પરિવર્તનકારક રાષ્ટ્રીય અભિયાનોનો અમલ કરવા અસરકારક ભાગીદારીઓની જરૂર છે, જે હિતધારકના વિસ્તૃત આધાર સાથે સંકલન સ્થાપિત કરે. આપણે પરંપરાગત કામગીરી કરવાનું છોડી, નૂતન અભિગમ અપનાવી અને સાથસહકારમાં કામ કરવાના અભિગમને અપનાવીને જ આ અભિયાનની અસરકારકતા હાંસલ કરી શકીશું. આપણા મંત્રાલયો, આપણા વૈજ્ઞાનિકો, સંશોધન અને વિકાસ સંસ્થાઓ, ઉદ્યોગો, સ્ટાર્ટ-અપ્સ, યુનિવર્સિટીઓ અને આઇઆઇટી સંસ્થાઓ – આ તમામે ખભેખભો મિલાવીને કામ કરવું પડશે. ખાસ કરીને આપણા માળખાગત અને સામાજિક-આર્થિક મંત્રાલયોએ વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉચિત ઉપયોગ કરવો જોઈએ.
આપણી સંસ્થાઓ વિદેશમાં ઉત્કૃષ્ટ કામ કરનાર આપણા વૈજ્ઞાનિકોને આમંત્રણ આપવા વિચારી શકે છે, જેમાં લાંબા ગાળાના સંશોધન જોડાણો માટે બિનનિવાસી ભારતીય (એનઆરઆઇ) વૈજ્ઞાનિકોને પણ બોલાવી શકે છે. આપણે આપણા પ્રોજેક્ટમાં ડોક્ટરેટની ઉપાધિ મેળવ્યા પછી સંશોધનાત્મક કાર્યોમાં વિદેશી અને એનઆરઆઇ પીએચડી વિદ્યાર્થીઓને સામેલ કરવા જોઈએ.
વૈજ્ઞાનિક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા માટે અન્ય એક પ્રોત્સાહનજનક પરિબળ વિજ્ઞાનના ક્ષેત્રમાં સરળતા અને સુલભતા ઊભું કરવાનું છે. જો આપણે વિજ્ઞાનનો ઉપયોગ કરવા ઇચ્છતા હોઈએ, તો આપણે તેને મર્યાદિત ન કરવું જોઈએ.
સરકારની પ્રાથમિકતા વિજ્ઞાન અને ટેકનોલોજીમાં મજબૂત માળખાનું નિર્માણ કરવાની છે, જે શિક્ષાવિદો, સ્ટાર્ટ-અપ્સ, ઉદ્યોગ અને સંશોધન અને વિકાસ પ્રયોગશાળાઓ માટે સુલભ હોય. આપણે આપણી વૈજ્ઞાનિક સંસ્થાઓમાં કિંમતી ઉપકરણોની સુલભતા, જાળવણી, નિરર્થકતા અને ડુપ્લિકેશનની સમસ્યાઓ દૂર કરવાની જરૂર છે. સરકારી ખાનગી ભાગીદારી (પીપીપી)માં વ્યાવસાયિક ધોરણે સંચાલિત, મોટા પ્રાદેશિક કેન્દ્રો સ્થાપિત કરવાની જરૂર છે, જેમાં ઊંચું મૂલ્ય ધરાવતા વૈજ્ઞાનિક ઉપકરણો હશે.
કોર્પોરેટ સામાજિક જવાબદારી (સીએસઆર)ની જેમ આપણી અગ્રણી સંસ્થાઓને શાળાઓ અને કોલેજો સહિત તમામ હિતધારકો સાથે જોડવા સાયન્ટિફિક સોશિયલ રિસ્પોન્સિબિલિટી (એસએસઆર – વૈજ્ઞાનિક સામાજિક જવાબદારી)નો વિચાર પણ વિકસાવવાની જરૂર છે. આપણે વિચારો અને સંસાધનો વહેંચવા માટે ઉચિત વાતાવરણ ઊભું કરવું પડશે.
ઉજ્જવળ અને શ્રેષ્ઠ ભારત વિજ્ઞાનમાં ઉત્કૃષ્ટતા હાંસલ કરવાની તક પ્રદાન કરતું હોવું જોઈએ. જ્યારે આપણી યુવા પેઢીને સ્પર્ધાત્મક દુનિયામાં રોજગારી મેળવવા માટે સક્ષમ બનાવી શકે તેવી શ્રેષ્ઠ વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે ઉચ્ચ કક્ષાની તાલીમ મળશે, ત્યારે ભારત વિજ્ઞાનમાં ઉત્કૃષ્ટતા હાંસલ કરી શકશે.
આ માટે હું ઉચિત તાલીમ કાર્યક્રમો વિકસાવવા શાળાઓ અને કોલેજો સાથે જોડાણ કરવા નેશનલ લેબોરેટરીઝની પ્રશંસા કરીશ. તેનાથી આપણા વિસ્તૃત વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ માળખાના અસરકારક ઉપયોગ અને જાળવણીમાં પણ મદદ મળશે.
દરેક મુખ્ય શહેરમાં પ્રયોગશાળાઓ, સંશોધન સંસ્થાઓ અને યુનિવર્સિટીઓને હબ એન્ડ સ્પોક મોડલ પર કામ કરવા એકબીજા સાથે જોડવી જોઈએ. આ કેન્દ્રો મુખ્ય માળખાગત સુવિધાઓ વહેંચશે, આપણા રાષ્ટ્રીય વૈજ્ઞાનિક અભિયાનોને આગળ વધારશે અને ઉપયોગિતાને સંશોધન સાથે જોડવાનું માધ્યમ બનશે.
સંશોધનની પૃષ્ઠભૂમિ ધરાવતા કોલેજના પ્રાધ્યાપકોને નજીકની યુનિવર્સિટીઓ અને સંશોધન અને વિકાસ સંસ્થાઓ સાથે જોડી શકાશે. સંસ્થાઓમાંથી શાળા, કોલેજો અને પોલિટેકનિક સુધી પ્રસારની પ્રવૃત્તિઓ તમારા પડોશમાં શૈક્ષણિક સંસ્થાઓમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગમાં નિષ્ક્રિય લોકોને સક્રિય કરશે.
ઉપસ્થિત પ્રતિનિધિઓ,
શાળાના બાળકોમાં વિચારો અને નવીનતાની તાકાતના બીજ રોપવાથી આપણા નવીનતાના પીરામિડનો આધાર વધશે અને આપણા દેશનું ભવિષ્ય સુરક્ષિત થશે. આ દિશામાં પગલું પાડતા વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયે ધોરણ 6થી 10ના વિદ્યાર્થીઓ પર ધ્યાન કેન્દ્રીત કરતો કાર્યક્રમ શરૂ કર્યો છે.
આ કાર્યક્રમ 5 લાખ શાળાઓમાંથી સ્થાનિક જરૂરિયાતો પર કેન્દ્રીત 10 લાખ ટોચના નવીન વિચારો ચકાસશે, માર્ગદર્શન આપશે, ઇનામ આપશે અને પ્રદર્શિત કરશે.
આપણે વિજ્ઞાન અને ઇજનેરી શાખાઓમાં કન્યા વિદ્યાર્થીનીઓની પાંખી હાજરી ધરાવીએ છીએ. તેમાં વધારો થાય અને રાષ્ટ્રના નિર્માણમાં કુશળ મહિલા વૈજ્ઞાનિકો સહભાગી બને તેવી સુનિશ્ચિતતા કરવા આપણે તેમને સમાન તકો પ્રદાન કરવી જોઈએ.
ઉપસ્થિત પ્રતિનિધિઓ,
ભારત જેવા વિશાળ અને વિવિધતાસભર દેશ માટે ટેકનોલોજીનો પ્રસાર વિસ્તૃતપણે થાય એ જરૂરી છે. આપણે અત્યાધુનિક અવકાશ, પરમાણુ અને સંરક્ષણ ટેકનોલોજી વિકસાવવી જોઈએ તેમજ ગ્રામીણ વિકાસની જરૂરિયાતો પૂર્ણ કરવા, સ્વચ્છ પાણી, સાફસફાઈ, નવીનીકરણ ઊર્જા, સામુદાયિક સ્વાસ્થ્ય વગેરે પ્રદાન કરવા ટેકનોલોજીનો ઉપયોગ મોટા પાયે કરવાની જરૂર છે.
જ્યારે આપણે વૈશ્વિક સ્તરે ઉત્કૃષ્ટ કામગીરી કરી રહ્યા છીએ, ત્યારે આપણે આપણી વિશિષ્ટ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સ્થાનિક સ્થિતિ સંજોગોને અનુરૂપ હોય તેવા સોલ્યુશન વિકસાવવાની પણ જરૂર છે.
આપણે ગ્રામીણ વિસ્તારો માટે ઉચિત માઇક્રો-ઇન્ડસ્ટ્રી મોડલ વિકસાવવાની જરૂર છે, જે સ્થાનિક જરૂરિયાતો અને સ્થાનિક ઉદ્યોગસાહસો તથા રોજગારીને પહોંચી વળવા સ્થાનિક સંસાધનો અને કુશળતાઓનો ઉપયોગ કરે છે.
ઉદાહરણ તરીકે, આપણે ગામડાઓ અને અર્ધશહેરી વિસ્તારોના ક્લસ્ટર્સ માટે કાર્યદક્ષ સહસર્જન પર આધારિત અનેક ટેકનોલોજી વિકસાવવી જોઈએ. આ વિવિધ ટેકનોલોજીનો ઉદ્દેશ કૃષિ અને જૈવકચરાને વીજળી, સ્વચ્છ પાણી, પાક-પ્રક્રિયા અને કોલ્ડ સ્ટોરેજની વિવિધ જરૂરિયાતો પૂર્ણ કરવાનો હોવો જોઈએ.
ઉપસ્થિત પ્રતિનિધિઓ,
આયોજન, નિર્ણય લેવાની પ્રક્રિયા અને સુશાસનમાં વિજ્ઞાનની ભૂમિકા અભૂતપૂર્વ રીતે મહત્વપૂર્ણ બની છે.
આપણે આપણા નાગરિકો, ગ્રામ પંચાયતો, જિલ્લાઓ અને રાજ્યોના વિકાસ લક્ષ્યાંકો હાંસલ કરવા જિઓ-ઇન્ફોર્મેશન સિસ્ટમ વિકસાવવાની અને સ્થાપિત કરવાની જરૂર છે. સર્વે ઓફ ઇન્ડિયા, ઇસરો તથા ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયના સંકલિત પ્રયાસ કાયાપલટ કરી શકશે.
સ્થાયી વિકાસ માટે આપણે ઇલેક્ટ્રોનિક કચરો, બાયમેડિકલ અને પ્લાસ્ટિક કચરો તથા ઘન કચરો અને નકામા પાણીના સોલ્યુશનના મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં કચરામાંથી સંપત્તિનું સર્જન કરવાની વ્યવસ્થા પર ધ્યાન કેન્દ્રીત કરવા મજબૂત પગલા લેવા જોઈએ.
આપણે સ્વચ્છ કાર્બન ટેકનોલોજી, ઊર્જા કાર્યદક્ષતાના વિકાસ માટે ટેકનોલોજી તથા અક્ષય ઊર્જાના સંવર્ધિત અને અસરકારક ઉપયોગ પર સંશોધન અને વિકાસ કામગીરી વધારવાની જરૂર છે.
આપણી પ્રાથમિકતા પર્યાવરણ અને આબોહવા પર ધ્યાન કેન્દ્રીત કરવાની છે, જે સ્થાયી વિકાસ સુનિશ્ચિત કરે છે. આપણો મજબૂત વૈજ્ઞાનિક સમુદાય આપણા વિશિષ્ટ પડકારોનું અસરકારક રીતે સમાધાન કરવા સક્ષમ છે. ઉદાહરણ તરીકે, આપણે પાક બળી જવાની સમસ્યાનું ખેડૂત-કેન્દ્રીત સમાધાન ન શોધી શકીએ? આપણે ઉત્સર્જન ઘટાડવા અને ઊર્જાની કાર્યદક્ષતા વધારવા આપણી ઇંટોની ભઠ્ઠીઓની ડિઝાઇન નવેસરથી ન બનાવી શકીએ?
જાન્યુઆરી, 2016માં લોન્ચ થયેલા સ્ટાર્ટઅપ ઇન્ડિયા પ્રોગ્રામમાં વિજ્ઞાન અને ટેકનોલોજી મહત્વપૂર્ણ પરિબળ છે. અન્ય બે મજબૂત પહેલો અટલ ઇનોવેશન મિશન અને નિધિ – રાષ્ટ્રીય નવીનતા વિકાસ અને ઉપયોગિતા માટેની પહેલ છે. આ કાર્યક્રમો નવીનતા સંચાલિત ઉદ્યોગસાહસિકતાની ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા પર કેન્દ્રીત છે. ઉપરાંત સીઆઇઆઇ, ફિક્કી અને અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતી ખાનગી કંપનીઓ સાથે સરકારી-ખાનગી ભાગીદારીઓ કરીને નવીનતાની ઇકોસિસ્ટમને મજબૂત કરવામાં આવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
ઉપસ્થિતિ પ્રતિનિધિઓ,
આપણા વૈજ્ઞાનિકો દેશના વ્યૂહાત્મક વિઝનને પૂર્ણ કરવા જબરદસ્ત પ્રદાન કરે છે.
ભારતના અવકાશ કાર્યક્રમે ભારતને અવકાશી ક્ષેત્રમાં સંશોધન કરતા ટોચના દેશોમાં સ્થાન અપાવ્યું છે. આપણે સ્પેસ ટેકનોલોજીમાં ઘણી સ્વનિર્ભરતા હાંસલ કરી છે, જેમાં વ્હિકલ ડિપ્લોયમેન્ટ, પેલોડ અને સેટેલાઇટનું નિર્માણ, વિકાસ માટેની સાધનસામગ્રીઓ તથા મુખ્ય યોગ્યતા અને ક્ષમતાનું નિર્માણ સામેલ છે.
સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા (ડીઆરડીઓ)એ તેની સિસ્ટમ અને ટેકનોલોજીઓ સાથે સશસ્ત્ર દળોની ક્ષમતા અનેકગણી વધારવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે.
આપણે પારસ્પરિક હિત, સમાનતા અને આદાનપ્રદાનના સિદ્ધાંતોના આધારે ભારતીય વિજ્ઞાનને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા વ્યૂહાત્મક આંતરરાષ્ટ્રીય ભાગીદારીઓ અને જોડાણો કર્યા છે. આપણે આપણા પડોશી દેશો સાથે મજબૂત સંબંધોનું નિર્માણ કરવા અને બ્રિક્સ જેવા બહુપક્ષીય મંચો પર નોંધપાત્ર સ્થાન ઊભું કરવા સવિશેષ ભાર મૂક્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરનું શ્રેષ્ઠ વિજ્ઞાન આપણને રહસ્યમય બાબતોની ગૂંચ ઉકેલવા અને અત્યાધુનિક ટેકનોલોજી વિકસાવવામાં મદદ કરે છે. ગયા વર્ષે અમે ઉત્તરાખંડમાં દેવસ્થળમાં 3.6 મીટરનો ઓપ્ટિકલ ટેલિસ્કોપ કાર્યરત કર્યો હતો, જે ભારત-બેલ્જિયમ ભાગીદારીમાંથી બનાવવામાં આવ્યો હતો. તાજેતરમાં આપણે ભારતમાં અત્યાધુનિક ડિટેક્ટર સિસ્ટમનું નિર્માણ કરવા અમેરિકા સાથે લિગો પ્રોજેક્ટને માન્યતા આપી છે.
ઉપસ્થિત મહાનુભાવો,
મારા ભાષણના અંતે હું તમને બધાને ખાતરી આપું છું કે સરકાર આપણા વૈજ્ઞાનિક અને વૈજ્ઞાનિક સંસ્થાઓને શ્રેષ્ઠ સાથસહકાર આપવા પ્રતિબદ્ધ છે.
મને ખાતરી છે કે આપણા વૈજ્ઞાનિકો મૂળભૂત વિજ્ઞાનની ગુણવત્તા સુધારવાથી લઈને નવીનતા માટે ટેકનોલોજીનો વિકાસ કરવા તેમના પ્રયાસો વધારશે.
ચાલો આપણે સર્વસમાવેશક વિકાસ કરવા તથા આપણા સમાજના નબળા અને ગરીબ વર્ગોને સુખી, સમૃદ્ધ અને સ્વસ્થ બનાવવા વિજ્ઞાન અને ટેકનોલોજીને મહત્વપૂર્ણ માધ્યમ બનાવીએ.
સંયુક્તપણે આપણે ન્યાયી, સમાન અને સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ કરીશું.
જય હિંદ.
Nation will always be grateful to scientists who have worked tirelessly to empower our society by their vision, labour, and leadership: PM
— PMO India (@PMOIndia) January 3, 2017
Tomorrow’s experts will come from investments we make today in our people and infrastructure: PM @narendramodi https://t.co/Iy8hu3Nre5
— PMO India (@PMOIndia) January 3, 2017
Government is committed to supporting different streams of scientific knowledge: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 3, 2017
Ranging from fundamental science to applied science with emphasis on innovations: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 3, 2017
We need to keep an eye on the rise of disruptive technologies and be prepared to leverage them for growth: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 3, 2017
One important area that needs to be addressed is the rapid global rise of Cyber-Physical Systems: PM @narendramodi https://t.co/Iy8hu3Nre5
— PMO India (@PMOIndia) January 3, 2017
There is a need to develop and exploit these technologies in services and manufacturing sectors: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 3, 2017
Our best science and technology institutions should further strengthen their basic research in line with leading global standards: PM
— PMO India (@PMOIndia) January 3, 2017
Translating this basic knowledge into innovations, start-ups and industry will help us achieve inclusive and sustainable growth: PM
— PMO India (@PMOIndia) January 3, 2017
Science must meet the rising aspirations of our people: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 3, 2017
Another empowering factor for scientific delivery is the Ease of Doing Science. If we want science to deliver, we must not constrain it: PM
— PMO India (@PMOIndia) January 3, 2017
On the lines of Corporate Social Responsibility, concept of Scientific Social Responsibility needs to be inculcated (1/2)
— PMO India (@PMOIndia) January 3, 2017
to connect our leading institutions to all stakeholders, including schools and colleges: PM @narendramodi (2/2)
— PMO India (@PMOIndia) January 3, 2017
The brightest and best in every corner of India should have the opportunity to excel in science: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 3, 2017
Seeding the power of ideas & innovation in schoolchildren will broaden the base of our innovation pyramid & secure future of our nation: PM
— PMO India (@PMOIndia) January 3, 2017
The role of science in planning, decision making and governance has never been more important: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 3, 2017
Our scientists have contributed strongly to the strategic vision of the nation: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 3, 2017
The Government remains committed to provide the best support to our scientists and scientific institutions: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 3, 2017