PM Narendra Modi address public meeting in Meerut
Our Government is trying everything possible for progress of Uttar Pradesh: PM Modi
Shri Modi attacks Congress for allying with Samajwadi party
This election is about UP’s fight against SCAM - Samajwadi Party, Congress, Akhilesh Yadav and Mayawati, says Shri Modi

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશના મેરઠમાં વિશાળ જનસભાને સંબોધી હતી. શ્રી મોદીએ આ સભામાં બોલતાં કહ્યું હતું કે, “1857માં અંગ્રેજો સામે પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત મેરઠથી થઈ હતી અને અત્યારે ગરીબી સામેની લડાઈની શરૂઆત અહીંથી થશે.” શ્રી મોદીએ ઉત્તરપ્રદેશનું નસીબ બદલવા પરિવર્તન કરવા રાજ્યમાં સત્તા પરિવર્તન કરવાની અપીલ લોકોને કરી હતી.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, ભાજપને રાજ્યના યુવાનોની ચિંતા છે અને તેમને સમૃદ્ધ થવા માટે રોજગારીની તકો પૂરી પાડવા ઇચ્છે છે. તેમણે કહ્યું હતું કે, “અમારી સરકાર ઉત્તરપ્રદેશની પ્રગતિ માટે શક્ય તમામ પ્રયાસ કરે છે. ઘણી કામગીરી થઈ છે, પણ રાજ્ય પ્રગતિનાં નવી શિખરો સર કરે એ માટે હું વધારે કામ કરવાં ઇચ્છું છું.””

શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે ઉત્તરપ્રદેશમાં અપરાધીઓને કાયદાનો કોઈ ડર જ નથી. પ્રધાનમંત્રીએ રાજ્ય સરકારને પૂછ્યું હતું કે, “નિર્દોષ નાગરિકોની શા માટે હત્યા થઈ રહી છે? નિર્દોષ વેપારીઓની શા માટે હત્યા થાય છે?”” 

શ્રી મોદીએ કોંગ્રેસ પક્ષને નિશાન બનાવતાં કહ્યું હતું કે, “કોંગ્રેસ દરેક ગામડામાં ગઈ હતી અને ઉત્તરપ્રદેશને કેવી રીતે લૂંટવામાં આવે છે એવું કહેતી હતી. તેઓ સમાજવાદી પક્ષ અને રાજ્ય સરકારની ટીકા કરતાં હતાં. પણ એકાએક શું થયું કે કોંગ્રેસે સમાજવાદી પક્ષ સાથે જોડાણ કરી લીધું.”

શ્રી મોદીએ કહ્યું હતું કે, અત્યારે ઉત્તરપ્રદેશની લડાઈ ‘SCAM’સામે છે – સમાજવાદી પક્ષ, કોંગ્રેસ, અખિલેશ યાદવ અને માયાવતી. તેમણે ઉમેર્યું હતું કે, “અત્યારે SCAM સામે લડાઈ છે. લોકોએ નિર્ણય કરવો જોઈએ કે તેઓ SCAM ઇચ્છે છે કે વિકાસ પ્રત્યે પ્રતિબદ્ધ ભાજપની સરકાર. અમે ઉત્તરપ્રદેશ માટે શક્ય તમામ કામ કરવા ઇચ્છીએ છીએ.”

પ્રધાનમંત્રીએ લોકોના સ્વાસ્થ્યની સારસંભાળ પર ધ્યાન કેન્દ્રિત ન કરવાનો આરોપ પણ રાજ્ય સરકાર પર મૂક્યો હતો. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “કેન્દ્ર સરકાર હેલ્થકેર માટે ભંડોળ ફાળવે છે. પણ રાજ્ય સરકારે લોકો માટે પાઈ પૈસાનો ખર્ચ પણ કર્યો નહોતો. તમને વિકાસના કાર્યો રોકવાઅને લોકો સુધી સ્વાસ્થ્ય સંબંધિત સુવિધાઓ પહોંચતી અટકાવવામાટે કયું રાજકારણ પ્રેરણા આપે છે?”

પ્રધાનમંત્રીએ શેરડીના ખેડૂતોના કલ્યાણ માટે પગલાં અને ભૂતપૂર્વ સૈનિકો માટે વન રેન્ક, વન પેન્શન સ્કીમના અમલ વિશે પણ વાત કરી હતી. શ્રી મોદીએ ડિમોનેટાઇઝેશન અભિયાન વિશે અને થોડા લોકોને કેવી રીતે તેની અસર થઈ હતી તેની વાત પણ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, “હું જાણતો હતો કે 8 નવેમ્બરના રોજ જે લોકોએ લૂંટ કરી હતી તેમનેનિર્ણય નહીં ગમે અને તેઓ મારી સામે હાથ મિલાવી લેશે. પણ હું ભ્રષ્ટાચાર અને કાળાં નાણાંના દૂષણો સામે લડાઈ ચાલુ રાખીશ” 

આ સભામાં ભાજપના કેટલાંક નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતાં.

Click here to read full text speech

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi