પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (15મી ઓગસ્ટ, 2018ના રોજ) 72માં સ્વતંત્રતા દિવસના પર્વ નિમિત્તે લાલ કિલ્લાની પ્રાચીરથી રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. તેમના સંબોધનના કેટલાક મુખ્ય અંશો નીચે મુજબ છે:

  • આજે રાષ્ટ્ર આત્મવિશ્વાસથી ભરેલું છે. સપનાઓના સંકલ્પની સાથે પરિશ્રમની પરાકાષ્ઠા વડે દેશ નવી ઊંચાઈઓને પાર કરી રહ્યો છે.
  • આપણે એવા સમયે સ્વતંત્રતાનું પર્વ ઉજવી રહ્યાં છીએ કે જ્યારે ઉત્તરાખંડ, હિમાચલ, મણિપુર, તેલંગણા અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોની આપણી દીકરીઓએ સાત સમુદ્ર પાર કર્યા અને સાતેય સમુદ્રોને તિરંગાના રંગથી રંગીને આપણી વચ્ચે પાછી ફરી છે.
  • આપણા દૂર સુદૂરના જંગલોમાં જીવનારા નાના-નાના આદિવાસી બાળકોએ આ વખતે પહેલી વાર એવરેસ્ટ પર તિરંગો ઝંડો લહેરાવીને તિરંગા ઝંડાની શાન વધારી છે.
  • દલિત હોય, પીડિત હોય, શોષિત હોય, વંચિત હોય, મહિલાઓ હોય તેમના હકોની રક્ષા કરવા માટે અમારી સંસદે સંવેદનશીલતા અને સજાગતાની સાથે સામાજિક ન્યાયને વધારે બળવત્તર બનાવ્યો છે.
  • ઓબીસી આયોગને વર્ષોથી બંધારણીય સ્થાન માટેની માંગ ચાલી રહી હતી. આ વખતે સંસદે પછાત, અતિ પછાતના, તે આયોગને બંધારણીય દરજ્જો આપીને, એક બંધારણીય વ્યવસ્થા આપીને, તેમના હકોની રક્ષા કરવાનો પ્રયાસ કર્યો છે.
  • અતિવૃષ્ટિ અને પૂરના કારણે જે પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવવા પડ્યા છે, જેમને મુસીબતો ઉઠાવવી પડી છે તે સૌની પ્રત્યે દેશ સંપૂર્ણ શક્તિ સાથે તેમની મદદ માટે ઉભેલો છે અને જેમણે પોતાના સ્વજનોને ગુમાવ્યા છે, તેમના દુઃખમાં હું સહભાગી છું.
  • આવતા વર્ષે આપણા જલિયાવાલા બાગના નરસંહારને 100 વર્ષ થઇ રહ્યા છે. દેશના સામાન્ય લોકોએ દેશની આઝાદી માટે કઈ રીતે જાનની બાજી લગાવી દીધી હતી અને કેટલા જુલમની સીમાઓ પસાર કરી હતી. જલિયાવાલા બાગ આપણા દેશના તે વીરોના ત્યાગ અને બલિદાનનો સંદેશ આપે છે. હું તે તમામ વીરોને હૃદયપૂર્વક, આદરપૂર્વક નમન કરું છું.
  • ભારતે વિશ્વના છઠ્ઠા મોટા અર્થતંત્ર તરીકે પોતાનું નામ નોંધાવી દીધું છે.
  • આજે હું મારા દેશવાસીઓ તરફથી એવા બહાદૂર આઝાદીના લડવૈયાઓને નમન કરું છું. તિરંગા ઝંડાની આન-બાન-શાન, આપણને જીવવા ઝઝૂમવાની, મરી મીટવાની પ્રેરણા આપે છે, જે તિરંગાની શાન માટે દેશની સેનાના જવાનો પોતાના પ્રાણોની આહુતિ આપી દે છે, આપણા અર્ધસૈનિક બળ જિંદગી ખપાવી નાખે છે, આપણા પોલીસ દળના જવાનો સામાન્ય માનવીની રક્ષા માટે દિવસ રાત દેશની સેવામાં લાગેલા રહે છે.
  • આઝાદી પછી પૂજ્ય બાબા સાહેબ આંબેડકરજીના નેતૃત્વમાં ભારતે એક સમાવેશી બંધારણનું નિર્માણ કર્યું. આ આપણું સમાવેશી બંધારણ એક નવા ભારતના નિર્માણનો સંકલ્પ લઇને આવ્યું છે.
  • ભારત એક આત્મનિર્ભર હિન્દુસ્તાન હોય, જે હંમેશા સંતુલિત વિકાસના પથ પર અગ્રેસર હોય, સતત નવી ઊંચાઈઓને પાર કરનારૂ હિન્દુસ્તાન હોય, દુનિયામાં હિન્દુસ્તાનની શાખ હોય અને એટલું જ નહીં, અમે ઈચ્છીએ છીએ કે દુનિયામાં હિન્દુસ્તાનની ચમક પણ હોય. તેવું હિન્દુસ્તાન અમે બનાવવા માંગીએ છીએ.
  • જ્યારે 125 કરોડ લોકોના સપનાઓ, પરિશ્રમ અને આકાંક્ષાઓ સાથે મળે છે ત્યારે શું પ્રાપ્ત નથી થઇ શકતું?
  • 125 કરોડ ભારતીયો 2014માં માત્ર સરકાર બનાવીને જ નહોતા અટકી ગયા પરંતુ તેમણે સતત દેશને વધુ સારો બનાવવા અથાક પ્રયાસો કર્યા છે. આ ભારતની તાકાત છે.
  • પાછલા 4 વર્ષમાં જે કામ થયું છે, તે કામોના જો લેખા જોખા લઈએ તો તમને આશ્ચર્ય થશે કે દેશની ઝડપ શું છે, ગતિ શું છે, પ્રગતિ કઈ રીતે આગળ વધી રહી છે.
  • જો આપણે 2013ની ગતિએ જ કામ કરતા રહ્યાં હોત તો ભારતને 100 ટકા ખુલ્લામાં શૌચ મુક્ત કરવામાં અથવા દેશના દરેક ભાગને વીજળી પહોંચાડવામાં અથવા ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં તમામ મહિલાઓને એલપીજી ગેસના જોડાણો પુરા પાડવામાં દસકાઓ લાગી ગયા હોત. જો આપણે 2013ની ગતિએ ચાલતા હોત તો દેશને ઓપ્ટીકલ ફાયબર સાથે જોડવામાં આખી એક પેઢી નીકળી જાત. આ ગતિ, આ ઝડપ, આ પ્રગતિ, આ લક્ષ્ય તેની પ્રાપ્તિ માટે આપણે આગળ વધીશું.
  • છેલ્લા 4 વર્ષમાં દેશ પરિવર્તનનો અનુભવ કરી રહ્યો છે. દેશ નવા ઉમંગ, ઉત્સાહ અને હિંમત સાથે પ્રગતિ કરી રહ્યો છે. આજે દેશ બમણા ધોરીમાર્ગો અને ગામડાઓમાં ચાર ગણા ઘરોનું નિર્માણ કરી રહ્યો છે.
  • દેશ આજે વિક્રમી અનાજ ઉત્પાદન કરી રહ્યો છે તો દેશ આજે વિક્રમી મોબાઈલ ફોનનું પણ ઉત્પાદન કરી રહ્યો છે. ટ્રેક્ટરનું વેચાણ પણ એક નવી ઊંચાઈએ પહોંચી ગયું છે.
  • આઝાદી પછી દેશ સૌથી વધુ વિમાનો ખરીદવાનું કામ પણ કરી રહ્યો છે.
  • દેશમાં નવા આઈઆઈએમ, આઈઆઈટી અને એઈમ્સની સ્થાપના થઈ રહી છે.
  • દેશ આજે નાના-નાના સ્થળો પર નવા કૌશલ્ય વિકાસના મિશનને આગળ વધારીને નવા-નવા કેન્દ્રો ખોલી રહ્યો છે.
  • આપણા બીજા તબક્કાના, ત્રીજા તબક્કાના શહેરોમાં જાણે સ્ટાર્ટ અપનું એક પૂર આવ્યું છે, વસંત ખીલી છે.
  • દિવ્યાંગ ભાઈઓ-બહેનો છે તેમના માટે કોમન સાઈન, તેનો શબ્દકોશ બનાવવાનું કામ પણ આજે આપણો દેશ કરી રહ્યો છે.
  • આધુનિકીકરણ અને ટેકનોલોજી કૃષિના ક્ષેત્રમાં પ્રવેશી ચૂકી છે. આપણા ખેડૂતો સુક્ષ્મ સિંચાઈ, ટપક સિંચાઈ અને ફુવારા દ્વારા સિંચાઈની પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યા છે.
  • એક બાજુ આપણા સૈનિકો સંકટમાં ઘેરાયેલા માનવીની રક્ષા માટે આપણી સેના, કરુણા અને સહાનુભૂતિની સાથે પહોંચી જાય છે, પરંતુ તે જ સેના જ્યારે સંકલ્પ લઈને ચાલી નીકળે છે તો સર્જીકલ સ્ટ્રાઈક કરીને દુશ્મનના દાંત ખાટા કરીને પાછી આવે છે.
  • આપણે મોટા લક્ષ્યો લઈને સંકલ્પની સાથે આગળ વધવાની દિશામાં પ્રયાસ કરવો જોઈએ. જ્યારે લક્ષ્ય અસ્પષ્ટ હોય છે, જુસ્સો બુલંદ નથી હોતો તો પ્રગતિ શક્ય નથી બનતી. આપણે સમાજ જીવનના અનેક જરૂરી નિર્ણયો પણ વર્ષો સુધી લઇ શકવાની સ્થિતિમાં નહોતા.
  • અમે હિંમતની સાથે નિર્ણય લીધો છે કે, દેશના ખેડૂતોને તેમના ઉત્પાદન માટે આકર્ષક કિંમતો આપવામાં આવશે. અનેક પાકો માટે લઘુત્તમ ટેકાના ભાવોને મૂળ કિંમતના દોઢ ગણાથી પણ વધારી દેવામાં આવ્યા છે.
  • દેશના નાના વેપારીઓની મદદથી, તેમના ખુલ્લાપણાથી અને નવીનતાને સ્વીકારવાના તેમના સ્વભાવને કારણે આજે દેશે સફળતાપૂર્વક જીએસટી લાગુ કરી નાખ્યો છે. તેના વડે વેપારીઓમાં એક નવો વિશ્વાસ પેદા થયો છે.
  • ખૂબ જ હિંમત સાથે દેશની ભલાઈ માટે બેનામી સંપત્તિ કાયદો પણ અમલમાં મૂકવામાં આવ્યો છે.
  • તે પણ એક જમાનો હતો જ્યારે દુનિયામાંથી અવાજ ઉઠતો હતો, કે હિન્દુસ્તાનનું અર્થતંત્ર જોખમ ભર્યું છે. આમ છતાં આજે એ જ લોકો અને એ જ સંસ્થાઓ, ખૂબ જ વિશ્વાસની સાથે કહી રહ્યા છે કે આપણા પરિવર્તનશીલ પગલાઓ મૂળભૂત મજબૂતી આપી રહ્યા છે.
  • એક સમય એવો હતો જ્યારે વિશ્વ ‘રેડ ટેપ’ (અમદારશાહી)ની વાત કરતું હતું. પરંતુ આમ છતાં આજે ‘રેડ કાર્પેટ’ (લાલ જાજમ)ની બાબતને ચર્ચવામાં આવે છે. ‘વેપાર-વાણિજ્યની સુગમતા’ના ક્રમાંકમાં આપણે મોખરાના એકસોમાં પહોંચી ગયા છીએ. આજે સમગ્ર વિશ્વ આપણી સિદ્ધિઓ પ્રત્યે ગર્વથી જોઈ રહ્યું છે.
  • એક સમય હતો જ્યારે વિશ્વ માટે ભારત એટલે કે ‘પોલીસી પેરાલિસીસ’ અને ‘વિલંબિત સુધારાઓ’. આમ છતાં આજે ભારતને ‘રીફોર્મ (સુધારા), પરફોર્મ (કામગીરી) અને ટ્રાન્સફોર્મ (પરિવર્તન)’ માટે ચર્ચા કરવામાં આવે છે.
  • એક સમય હતો, જ્યારે વિશ્વ ભારતને ફ્રેજાઈલ ફાઈવ (સૌથી નબળા પાંચ રાષ્ટ્ર)માં ગણતું હતું. પરંતુ આજે દુનિયા કહી રહી છે કે ભારત મલ્ટી ટ્રિલિયન ડોલરના રોકાણનું ગંતવ્ય સ્થાન બની ગયું છે.
  • ભારતના અર્થતંત્ર વિશે હવે એવું કહેવાઈ રહ્યું છે કે ‘સૂતેલો હાથી’ જાગી ગયો છે અને તેણે દોડવાનું શરુ કરી દીધું છે. વિશ્વના અર્થશાસ્ત્રીઓ અને સંસ્થાઓએ નોંધ્યું છે કે આગામી ત્રણ દાયકા સુધી ભારત વૈશ્વિક આર્થિક મજબૂતીને ગતિ આપનારું છે.
  • આજે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની શાખ વધી છે. ભારતે દુનિયાના આવા મંચો પર પોતાના અવાજને મજબુતપણે બુલંદ કર્યો છે.
  • અગાઉ ભારત વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની સભ્યતા પ્રાપ્ત કરવા માટે રાહ જોઇને બેઠું હતું. હવે અસંખ્ય સંસ્થાઓ ભારતને સભ્યતા આપવા માટે આગળ આવી છે. જળવાયુ પરિવર્તન જેવા મુદ્દાઓ વિશે ભારત એ અન્ય તમામ દેશો માટે આશાનું કિરણ બની ગયું છે. સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનને આવકારવામાં આવી રહ્યું છે.
  • આજે આપણે ખેલકૂદના ક્ષેત્રમાં પૂર્વોત્તરની એક ભવ્ય છાપ જોઈ રહ્યા છીએ.
  • પૂર્વોત્તરના છેલ્લા ગામડાને વીજળી પૂરી પાડવામાં આવી છે.
  • આપણે પૂર્વોત્તરમાંથી ધોરીમાર્ગો, રેલવે, હવાઈ માર્ગો, જળ માર્ગો અને ઇન્ફોર્મેશન-વે (આઈ-વે) અંગે પ્રગતિશીલ સમાચારો પ્રાપ્ત કરી રહ્યા છીએ.
  • આજે આપણા પૂર્વોત્તરના નવયુવાનો તેમના વિસ્તારોમાં બીપીઓ ખોલી રહ્યા છે.
  • પૂર્વોત્તર પ્રદેશ ઓર્ગેનિક ખેતીનું કેન્દ્ર બની રહ્યો છે. આજે પૂર્વોત્તરમાં સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી રહી છે.
  • એક સમય હતો જ્યારે પૂર્વોત્તરને લાગતું હતું કે દિલ્હી ખૂબ દૂર છે. પરંતુ અમે ચાર વર્ષની અંદર અંદર દિલ્હીને પૂર્વોત્તરના દરવાજા પર લાવીને ઉભું કરી દેવામાં સફળ રહ્યા છીએ.
  • આપણા દેશની અંદર 65 ટકા જન સંખ્યા 35 વર્ષની ઉંમરની છે. આપણા દેશના નવયુવાનોએ નોકરીની પ્રકૃતિને સંપૂર્ણ રીતે બદલી નાખી છે. સ્ટાર્ટ અપ હોય, બીપીઓ હોય, ઈ-કોમર્સ હોય કે મોબિલિટીનું ક્ષેત્ર હોય, આપણા યુવાનો નવા ક્ષેત્રોમાં ઝંપલાવી રહ્યા છે. વર્તમાન સમયમાં આપણા નવયુવાનો નવી ઊંચાઈઓ પર દેશને આગળ લઇ જવા માટે પ્રતિબદ્ધ છે.
  • 13 કરોડ લોકોને મુદ્રા લોન આપવામાં આવી છે. તેમાં પણ 4 કરોડ તેવા લોકો છે જે નવયુવાનો છે અને તેમણે જીંદગીમાં પહેલીવાર ક્યાંયથી લોન લીધી છે તેમજ પોતાના પગ પર ઊભા થઈને સ્વરોજગાર પર આગળ વધી રહ્યાં છે. આ પોતાનામાં જ બદલાયેલા વાતાવરણનું એક જીવતું જાગતું ઉદાહરણ છે. આપણા યુવાનો ૩ લાખ ગામડાઓમાં કોમન સર્વિસ સેન્ટર ચલાવી રહ્યા છે અને તેઓ દરેક ગામને, દરેક નાગરિકને, ક્ષણવારમાં જ વિશ્વની સાથે જોડવા માટે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે.
  • આપણા વૈજ્ઞાનિકોના નવીનીકરણ, કલ્પના અને વિચારક્ષમતાના જોર પર આપણે ‘નાવિક’નો શુભારંભ કરવા જઈ રહ્યા છીએ કે જે માછીમારો અને અન્ય લોકોને ઘણું લાભદાયી નીવડશે.
  • ભારતે 2022 સુધીમાં માનવ સહિતનું અવકાશયાન મોકલવાનો નિર્ધાર કર્યો છે. ભારત આ સિદ્ધિ હાંસલ કરનારો ચોથો દેશ બનશે.
  • અમે હવે કૃષિના ક્ષેત્રમાં આધુનિકીકરણ અને પ્રગતિ લાવવાની દિશામાં પ્રયત્નશીલ છીએ. આઝાદીના 75માં વર્ષની ઉજવણી સુધીમાં અમે ખેડૂતોની આવકને બમણી કરવાનું સપનું જોયું છે.
  • અમે આધુનિકીકરણના માધ્યમથી કૃષિની ક્ષિતિજોને વિસ્તારવાની ઈચ્છા ધરાવીએ છીએ. અમે બિયારણથી લઈને બજાર સુધી મૂલ્ય વૃદ્ધિને સ્વીકારવા માંગીએ છીએ. સૌપ્રથમ વાર આપણે કૃષિ નિકાસ નીતિના પથ પર આગળ વધી રહ્યા છીએ જેથી કરીને આપણા ખેડૂતોને વૈશ્વિક બજારમાં શક્તિશાળી બનવા માટે સમર્થ બનાવી શકાય.
  • ઓર્ગેનિક ખેતી, વાદળી ક્રાંતિ, મધુ ક્રાંતિ, સોલાર ખેતીના નવા દ્વારો ખુલી રહ્યા છે જેના આધારે અમે આગળ વધવાનું આયોજન કરી રહ્યા છીએ.
  • મત્સ્યઉદ્યોગમાં ભારત વિશ્વના બીજા સૌથી મોટા દેશ તરીકે ઉભરી રહ્યો છે.
  • મધની નિકાસ બમણી થઇ ગઈ છે.
  • શેરડીના ખેડૂતો માટે એ આનંદના સમાચાર છે કે ઇથેનોલનું ઉત્પાદન ત્રણ ગણુ વધી ગયું છે.
  • ગ્રામીણ અર્થતંત્રમાં અન્ય ક્ષેત્રો પણ મહત્વના છે. એટલા માટે અમે મહિલા સ્વ-સહાય જૂથો દ્વારા અરબો-ખરબો રૂપિયાના માધ્યમથી ગામડાના જે સંસાધનો છે તેને અમે વધારવા માંગીએ છીએ. ગામનું જે સામર્થ્ય છે, તેને પણ અમે આગળ વધારવા માંગીએ છીએ અને તે દિશામાં અમે પ્રયાસ કરી રહ્યા છીએ.
  • હવે ખાદીનું ઉત્પાદન બમણું થઇ ગયું છે.
  • આપણા ખેડૂતો હવે સોલર ખેતી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. તેના કારણે તેઓ કૃષિમાં યોગદાન આપી શકે છે અને તેની સાથે સાથે સૌર ઊર્જાનું વેચાણ કરીને પૈસા પણ કમાઈ શકે છે.
  • આર્થિક પ્રગતિ અને વિકાસની સાથે-સાથે અમે માનવ જીવનની ગરિમા પર પણ ધ્યાન કેન્દ્રીત કરવા માંગીએ છીએ કે જે સર્વોચ્ચ છે. આથી અમે એવી યોજનાઓને આગળ વધારવા માંગીએ છીએ કે જે સામાન્ય માનવીને પોતાનું જીવન આત્મસન્માન, આદર અને ગરિમા સાથે જીવવા માટે સક્ષમ બનાવે.
  • ડબ્લ્યુએચઓના અહેવાલ અનુસાર સ્વચ્છતા અભિયાનના કારણે ૩ લાખ બાળકોને બચાવવામાં આવ્યા છે.
  • ગાંધીજી કે જેમણે સત્યાગ્રહીઓને તૈયાર કર્યા હતા તેમની પાસેથી પ્રેરણા લઈને અમે ‘સ્વચ્છાગ્રહીઓ’ને તૈયાર કર્યા છે. ગાંધીજીની 150મી જન્મ જયંતી પર કરોડો ‘સ્વચ્છાગ્રહીઓ’એ સ્વચ્છ ભારતના રૂપમાં પોતાના કાર્યો અને પ્રવૃત્તિઓ દ્વારા આદરણીય બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનું આયોજન કર્યું છે.
  • ગરીબમાં ગરીબ લોકોને મફત આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે ભારત સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અભિયાનનો પ્રારંભ કર્યો છે. હવે આ યોજના અંતર્ગત કોઈપણ વ્યક્તિ સારા દવાખાનામાં જઈને રોગોથી મુક્તિ મેળવી શકે છે.
  • આયુષ્માન ભારત યોજના અંતર્ગત 10 કરોડ પરિવારોને આરોગ્ય વીમાનો લાભ મળવાનો છે. તેનો અર્થ એ છે કે અંદાજે 50કરોડ નાગરિકોને તેની અંતર્ગત આવરી લેવામાં આવશે. દરેક પરિવાર વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીનું આરોગ્ય કવચ પ્રાપ્ત કરશે.
  • અમે ટેકનોલોજી અને પારદર્શકતાને સૌથી વધુ મહત્વ આપીએ છીએ. ટેકનોલોજીની દખલગીરીથી સામાન્ય માનવી માટે વિવિધ સુવિધાઓ મેળવવા માટેની અડચણો દૂર થઇ જશે. આ ઉદ્દેશ્યથી ટેકનોલોજીના સાધનો વિકસાવવામાં આવી રહ્યા છે.
  • પ્રધાનમંત્રી જન આરોગ્ય અભિયાન 25મી સપ્ટેમ્બર 2018ના રોજ લાગુ કરવામાં આવશે જેના પરિણામ સ્વરૂપે હવેથી સામાન્ય માનવીએ બીમારીના સંકટ સામે ઝઝૂમવું નહી પડે.
  • આરોગ્યના ક્ષેત્રમાં મધ્યમવર્ગીય પરીવારો અને યુવાનો માટે નવી ઊંચાઈઓ ખુલી રહી છે. બીજા તબક્કા અને ત્રીજા તબક્કાના શહેરોમાં નવા દવાખાનાઓની સ્થાપના કરવામાં આવશે. મોટા પ્રમાણમાં મેડિકલ સ્ટાફની ભરતી કરવામાં આવશે. આવનારા વર્ષોમાં રોજગારીની તકો વિપુલ પ્રમાણમાં વધવાની છે.
  • ચાર વર્ષના સમયગાળા અંતર્ગત અમે ગરીબોને સશક્ત બનાવવાનો પ્રયત્ન કર્યો છે. એક આંતરરાષ્ટ્રીય સંસ્થાએ નોંધ્યું છે કે છેલ્લા બે વર્ષ દરમિયાન 5 કરોડ ગરીબ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. ગરીબોના સશક્તિકરણ માટે અનેક યોજનાઓ છે. પરંતુ વચેટીયાઓ તેનો ફાયદો ઉઠાવી રહ્યા છે અને ગરીબ લોકોને તેનો લાભ પ્રાપ્ત નથી થઈ શકતો.
  • સરકાર તમામ પ્રકારના લિકેજને બંધ કરવાના પ્રયત્નો કરી રહી છે. અમે ભ્રષ્ટાચાર અને કાળા નાણાને દૂર કરવાના માર્ગ પર અગ્રેસર છીએ. આ બધા જ પ્રયત્નોના લીધે અમે સરકારી તિજોરીમાં 90000 કરોડ રૂપિયા બચાવવામાં સક્ષમ રહ્યાં છીએ.
  • પ્રમાણિક વ્યક્તિ કરની ચૂકવણી કરે છે. તેમના યોગદાનથી આ યોજનાઓ ચાલે છે. આથી તેનો શ્રેય કરદાતાઓને જાય છે સરકારને નહીં.
  • 2013 સુધી, છેલ્લા 70 વર્ષમાં પ્રત્યક્ષ કરદાતાઓ માત્ર 4 કરોડ લોકો હતા. હવે આ આંકડો બમણો થઇ ગયો છે અને 7.25કરોડ સુધી પહોંચી ગયો છે.
  • છેલ્લા 70 વર્ષમાં અપ્રત્યક્ષ કરદાતાઓનો આંકડો 70 લાખ હતો. જ્યારે જીએસટીના અમલીકરણ દ્વારા એક જ વર્ષમાં આ આંકડો 1 કરોડ 16 લાખ સુધી પહોંચાડવામાં અમે સફળ રહ્યા છીએ.
  • અમે કાળા નાંણા અને ભ્રષ્ટાચારને સહન નહી કરી શકીએ. ભલે ત્યાં અનેક અડચણો હોય. પરંતુ હું તેને છોડી નહીં શકું. હવે દિલ્હીની ગલીઓમાં પાવર બ્રોકરો જોવા નથી મળતા.
  • પારદર્શકતાને જાળવી રાખવા માટે અમે ઓનલાઈન પ્રક્રિયાની શરૂઆત કરી છે. અમે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કર્યો છે.
  • શોર્ટ સર્વિસ કમિશનના માધ્યમથી અમે ભારતના સશસ્ત્ર દળોમાં મહિલા અધિકારીઓની નિમણુંક કરવાના છીએ. આ પ્રક્રિયામાં પારદર્શકતાને જાળવી રાખવામાં આવશે. મહિલા અધિકારીઓને પુરુષ અધિકારીઓની સમકક્ષ ગણવામાં આવશે.
  • બળાત્કાર એ પીડાદાયી છે. પરંતુ પીડિતા દ્વારા અનુભવવામાં આવતી તકલીફ સૌથી વધુ પીડાદાયી હોય છે. આ પીડા દેશના લોકોને, તમામ નાગરિકોને અનુભવાવી જોઈએ.
  • આપણે આ દેશ અને સમાજને રાક્ષસી વૃત્તિમાંથી છોડાવવાનો છે. કાયદાઓ તેનું કામ કરી રહ્યા છે. પરંતુ આપણે આવી મનોવૃત્તિઓ સામે પ્રહાર કરવાની ભાવના કેળવવાની છે. આપણે આ પ્રકારની વિચારધારા પર પ્રહાર કરવાની ભાવના કેળવવાની છે. આપણે આ પ્રકારની વિકૃતિઓને દૂર કરવી જોઈએ.
  • ત્રણ તલાકે મુસ્લિમ મહિલાઓના જીવનને જોખમમાં મૂકી દીધું છે. જેઓ તલાક નથી મેળવી રહ્યા તેઓ પણ આ જ બાબતનો શિકાર છે. અમે સંસદના ચોમાસું સત્રમાં આ કાયદાઓ લાવીને મુસ્લિમ મહિલાઓની આ સમસ્યાને દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ આજે પણ એવા ઘણા લોકો છે કે જેઓ નથી ઈચ્છતા કે આ ખરડો પસાર થાય.
  • સુરક્ષા દળોના પ્રયત્નોના અને રાજ્ય સરકારો દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોના પરિણામે તેમજ કેન્દ્રીય અને રાજ્ય સરકારો દ્વારા અમલમાં મુકવામાં આવતી વિકાસાત્મક યોજનાઓના કારણે અને લોકોની ભાગીદારીના લીધે ત્રિપુરા અને મેઘાલયને સશસ્ત્ર દળ વિશેષ સત્તા કાયદામાંથી મુક્તિ મળી છે.
  • અટલ બિહારી વાજપેયી દ્વારા જમ્મુ અને કાશ્મીરની બાબતમાં આપણને ચીંધવામાં આવેલ માર્ગ એ જ સૌથી શ્રેષ્ઠ માર્ગ છે. અમે તે જ રસ્તે ચાલવા માંગીએ છીએ. અમે ગોળી અને ગાળોના રસ્તે નથી જવા માંગતા. આપણે કાશ્મીરના દેશભક્ત લોકોને ગળે લગાડવાના છે અને આગળ કાર્યવાહી કરવાની છે.
  • આવનારા મહિનાઓમાં જમ્મુ અને કાશ્મીરના ગ્રામીણ લોકોને તેમના અધિકારો મળશે. તેઓ પોતાનું ધ્યાન રાખવામાં સક્ષમ બનશે. ભારત સરકાર ગ્રામ પંચાયતોને પૂરતા નાણા આપી રહી છે કે જે તેમના વિકાસમાં સહાયભૂત બનશે. આપણે પંચાયતો અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી માટે વ્યવસ્થા કરવાની છે. અમે આ દિશામાં આગળ વધી રહ્યા છીએ.
  • દરેક ભારતીયનું સપનું હોય છે કે તેનું પોતાનું ઘર હોય, આથી અમે “તમામ માટે ઘર’ લાવ્યા છીએ. તે પોતાના ઘરમાં વીજળી ઈચ્છે છે, એટલા માટે તમામ ગામડાઓ માટે વીજળીકરણની સુવિધા છે. પ્રત્યેક ભારતીય રસોડામાં ધુમાડાથી મુક્તિ મેળવવા માંગે છે. તે લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તમામ માટે રાંધણ ગેસ છે. દરેક ભારતીયને સુરક્ષિત પીવાના પાણીની જરૂરીયાત હોય છે. આથી આપણો ઉદ્દેશ્ય તમામ માટે જળ પૂરું પાડવાનો છે. દરેક ભારતીયને કૌશલ્ય વિકાસની જરૂર છે. આથી, અમે દરેકની માટે કૌશલ્ય વિકાસ યોજના લાવ્યા છીએ. દરેક ભારતીયને ગુણવત્તા યુક્ત આરોગ્યની જરૂર છે. આથી અમારો પ્રયાસ તમામ માટે આરોગ્ય છે. દરેક ભારતીયને સુરક્ષાની જરૂર છે કે જેની માટે તેને આરોગ્ય વીમાના કવચની જરૂર છે. આ જરૂરિયાતને પહોંચી વળવા માટે અમે તમામ માટે વીમો લાવ્યા છીએ. દરેક ભારતીયને ઈન્ટરનેટ સુવિધા જોઈએ છે. આથી અમે તમામ માટે જોડાણ પ્રાપ્ત થઈ શકે તેવા પ્રયત્નો કરી રહ્યા છીએ. અમે જોડાણના મંત્રના માધ્યમથી તેને અનુસરીને દેશને વિકાસના પથ પર આગળ લઇ જવા માંગીએ છીએ.
  • અમે સંઘર્ષનો માર્ગ નથી ઈચ્છતા. અમે અડચણોનો માર્ગ નથી ઈચ્છતા. અમે કોઈની સામે અમારું માથું નમાવવા નથી માગતા. રાષ્ટ્ર ક્યારેય અટકશે નહી, ક્યારેય કોઈની સામે માથું ઝુકાવશે નહીં અને ક્યારેય થાકશે નહીં. આપણે ઊંચાઈઓને પાર કરવાની છે. આવનારા વર્ષોમાં અભૂતપૂર્વ પ્રગતિ હાંસલ કરવી એ અમારો ઉદ્દેશ્ય છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
'You Are A Champion Among Leaders': Guyana's President Praises PM Modi

Media Coverage

'You Are A Champion Among Leaders': Guyana's President Praises PM Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi congratulates hockey team for winning Women's Asian Champions Trophy
November 21, 2024

The Prime Minister Shri Narendra Modi today congratulated the Indian Hockey team on winning the Women's Asian Champions Trophy.

Shri Modi said that their win will motivate upcoming athletes.

The Prime Minister posted on X:

"A phenomenal accomplishment!

Congratulations to our hockey team on winning the Women's Asian Champions Trophy. They played exceptionally well through the tournament. Their success will motivate many upcoming athletes."