પોતાના સંબોધનની શરૂઆત કરતા શ્રી મોદીએ કહ્યું, “ભારતના લોકો ગોરખપુરમાં સર્જાયેલી કુદરતી હોનારત અને કરુણતાને લીધે અસર પામેલાઓ સાથે ખભેખભો મેળવીને ઉભા છે.”

વડાપ્રધાને કહ્યું હતું કે આજે જ્યારે દેશ ક્વીટ ઇન્ડિયાની 75મી વર્ષગાંઠ, ચંપારણ સત્યાગ્રહની 100મી વર્ષગાંઠ, ગણેશ ઉત્સવની 125મી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે ત્યારે દરેક વ્યક્તિએ ‘ન્યૂ ઇન્ડિયા’ બનાવવાની દ્રઢતા સાથે દેશને આગળ લઇ જવો જોઈએ. વડાપ્રધાને કહ્યું, “ભારત તેની સંયુક્ત તાકાતનું સાક્ષી 1942 થી 1947 દરમિયાન રહ્યું હતું. એજ પ્રમાણે આવનારા પાંચ વર્ષ, 2017 થી 2022 દેશના વિકાસ માટે અત્યંત નિર્ણાયક બનવાના છે.”

શ્રી મોદીએ ટીપ્પણી કરી હતી કે 1 જાન્યુઆરી 2018 કોઈ સામાન્ય દિવસ નહીં હોય. તેમણે ઉમેર્યું કે, “જે લોકો આ સદીમાં જન્મ્યા છે તે લોકો 18 વર્ષના થવાનું શરુ કરી દેશે. તેઓ આપણા દેશના ભાગ્યવિધાતાઓ છે.”

વડાપ્રધાને કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે આપણે ‘ચલતા હૈ’ નું વલણ ત્યાગીને “બદલ સકતા હૈ” એમ વિચારીએ. શ્રી મોદીએ કહ્યું, “બદલા હૈ, બદલ રહા હૈ, બદલ સકતા હૈ... આ આપણું વલણ હોવું જોઈએ.”

વડાપ્રધાને કહ્યું, “ભારતની સુરક્ષા એ આપણી પ્રાથમિકતા છે.” તેમણે દેશના જવાનોની પ્રશંસા કરી હતી. તેમણે વીરતા પુરસ્કારો જીતનારાઓ માટે એક ખાસ પોર્ટલના લોન્ચની પણ જાહેરાત કરી હતી.

 
શ્રી મોદીએ કહ્યું કે આજે લોકો ઈમાનદારીથી આગળ વધવા માંગે છે. તેમણે GSTના સફળ અમલીકરણમાં લોકોની ભૂમિકાની પણ પ્રશંસા કરી હતી. શ્રી મોદીએ કહ્યું, “GSTએ સહકારી સમવાયતંત્રની ભાવના દર્શાવી છે. GSTના સમર્થનમાં દેશ એક થયો અને ટેક્નોલોજીની ભૂમિકાએ પણ મદદ કરી.” વડાપ્રધાને કહ્યું, “વિશ્વમાં ભારતનું કદ વધી રહ્યું છે. આતંકવાદના દુષણ સામેની લડાઈમાં વિશ્વ આપણી સાથે છે. હું આપણને મદદ કરનાર તમામ રાષ્ટ્રોનો ધન્યવાદ કરું છું.”

શ્રી મોદીએ કહ્યું, “આપણે જમ્મુ અને કાશ્મીરના વિકાસ માટે પણ કાર્ય કરવાનું છે. ન ગાલી સે, ન ગોલી સે, સમસ્યા સુલજેગી ગલે લગાને સે.”

વડાપ્રધાને જણાવ્યું,”ભારત શાંતિ, એકતા અને સદભાવના માટે છે. જાતિવાદ અને કોમવાદ આપણને મદદ નહીં કરે.. ‘આસ્થા’ ના નામ પર થતી હિંસા એ આનંદનો વિષય નથી, તે ભારતમાં સ્વિકૃત નહીં થાય.”

પૂર્વી ભારતની મજબૂતીમાં વિશ્વાસનો પુનરોચ્ચાર કરતા વડાપ્રધાને કહ્યું, “આપણે આપણા દેશને વિકાસના નવા રસ્તે લઇ જઈએ છીએ અને ગતિ સાથે આગળ વધી રહ્યા છીએ. અમે પૂર્વી ભારત પ્રત્યે નોંધપાત્ર ધ્યાન આપી રહ્યા છીએ – બિહાર, આસામ, પશ્ચિમ બંગાળ, ઓડીશા, ઉત્તરપૂર્વ, આ તમામ વિસ્તારોએ હજુ વિકસીત થવાનું છે.

 
પૂર્વી ભારતની મજબૂતીમાં વિશ્વાસનો પુનરોચ્ચાર કરતા વડાપ્રધાને કહ્યું, “આપણે આપણા દેશને વિકાસના નવા રસ્તે લઇ જઈએ છીએ અને ગતિ સાથે આગળ વધી રહ્યા છીએ. અમે પૂર્વી ભારત પ્રત્યે નોંધપાત્ર ધ્યાન આપી રહ્યા છીએ – બિહાર, આસામ, પશ્ચિમ બંગાળ, ઓડીશા, ઉત્તરપૂર્વ, આ તમામ વિસ્તારોએ હજુ વિકસીત થવાનું છે.”

વડાપ્રધાને કહ્યું કે સરકાર ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારી વિરુધ્ધ કડક પગલાં લેશે. “અમે આ દેશમાં કોઈજ લૂંટ ચલાવી લઈશું નહીં. જેમણે લૂંટ ચલાવી છે તેમણે જવાબ આપવો પડશે.”

શ્રી મોદીએ મંતવ્ય આપ્યું હતું કે ‘ન્યૂ ઇન્ડિયા’ બનાવવાની સફરમાં તમામ લોકોએ હિસ્સો બનવું જોઈએ જ્યાં કિસાન ચિંતામાં ન હોય, સ્ત્રીઓને આગળ વધવાની તકો હોય, એક એવો દેશ જે આતંકવાદ, કોમવાદ અને જાતિવાદથી મુક્ત હોય, એક એવો દેશ જે ભ્રષ્ટાચાર અને ગંદકીથી મુક્ત હોય અને તંદુરસ્ત ભારત હોય.”

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi