વડાપ્રધાન મોદી તેમની ત્રણ દેશોની યાત્રા શરુ કરવા કિગાલી, રવાન્ડા આવી પહોંચ્યા હતા. એક ખાસ સંકેતરૂપે વડાપ્રધાન મોદીનું સ્વાગત રવાન્ડાના રાષ્ટ્રપતિ પોલ કગામેએ કર્યું હતું.
એક ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ રવાન્ડા યાત્રા છે. તેમની આ યાત્રા દરમ્યાન વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ કગામે ઉપરાંત વ્યાપારી આગેવાનો સાથે દ્વિપક્ષીય ચર્ચા હાથ ધરશે.
વડાપ્રધાન મોદી જેનોસાઈડ મેમોરીયલની મુલાકાત લેશે અને ‘ગીરીન્કા’ (દરેક કુટુંબને એક ગાય) પ્રસંગમાં હિસ્સો લેશે, જે રાષ્ટ્રપતિ પોલ કગામેએ અંગતરીતે રવાન્ડાની રાષ્ટ્રીય સામાજીક સુરક્ષા યોજના તરીકે શરુ કરી છે.
PM @narendramodi landed in Rwanda a short while ago. He was welcomed by President @PaulKagame at the airport.
— PMO India (@PMOIndia) July 23, 2018
A historic visit starts with a special gesture.
— PMO India (@PMOIndia) July 23, 2018
President @PaulKagame personally welcomed PM @narendramodi to Rwanda. pic.twitter.com/eBSfr2pTVm