PM Modi, South Korean President inaugurate world’s largest mobile manufacturing unit in Noida
Digital technology is playing a key role in making the lives of the common man simpler: PM Modi
The expansion of smartphones, broadband and data connectivity is a sign of digital revolution in India: PM Modi
India’s growing economy and rising neo middle class, creates immense investment possibilities: PM Modi

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને પ્રજાસત્તાક દક્ષિણ કોરિયાનાં રાષ્ટ્રપતિ શ્રી મૂન જે-ઇને આજે નોઇડામાં સેમસંગ ઇન્ડિયા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડનાં એક વિશાળ મોબાઇલ ઉત્પાદન એકમનું ઉદઘાટન કર્યું હતું.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ એકમનાં ઉદઘાટનને ભારતની આંતરરાષ્ટ્રીય ઉત્પાદન કેન્દ્ર બનવાની સફરમાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, લગભગ રૂ. 5,000 કરોડનું રોકાણ ભારતની સાથે સેમસંગનાં વેપારી સંબંધો મજબૂત કરશે તેમજ ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચેનાં દ્વિપક્ષીય સંબંધોની દ્રષ્ટિએ પણ અતિ મહત્ત્વપૂર્ણ છે.

પ્રધાનમંત્રીએ એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે, ડિજિટલ ટેકનોલોજી સામાન્ય નાગરિકોનાં જીવનને સરળ બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે, જેમાં ઝડપી અને વધારે પારદર્શક સેવાનું પ્રદાન સામેલ છે. તેમણે સ્માર્ટ ફોન, બ્રોડબેન્ડ અને ડેટા કનેક્ટિવિટીનાં વિસ્તરણનો ઉલ્લેખ કરીને તેને ભારતમાં ડિજિટલ ક્રાંતિનો સંકેત ગણાવ્યો હતો. આ સંદર્ભમાં તેમણે સરકારી ઈ-માર્કટપ્લેસ (ગવર્મેન્ટ ઇ-માર્કેટ પ્લેસ-જેમ), ડિજિટલ નાણાકીય લેવડ-દેવડમાં વૃદ્ધિ, ભીમ એપ અને રૂપે કાર્ડ વિશે જાણકારી આપી હતી.

તેમણે કહ્યું હતું કે, ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ ફક્ત આર્થિક નીતિગત ઉપાય જ નથી, પણ દક્ષિણ કોરિયા જેવા મિત્ર દેશો સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો એક સંકલ્પ પણ છે. તેમણે કહ્યું હતું કે, સમગ્ર વિશ્વનાં એ તમામ વેપારીઓ અને વ્યાવસાયિકોને અમારું ખુલ્લું આમંત્રણ છે, જે ‘નવા ભારત’ની પારદર્શક કાર્યપ્રણાલીનો લાભ ઉઠાવવા ઇચ્છે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતની ઝડપથી વૃદ્ધિનાં માર્ગે અગ્રેસર અર્થવ્યવસ્થા અને નવો વિકસતો મધ્યમ વર્ગ રોકાણની પુષ્કળ સંભવિતતાઓનું સર્જન કરે છે.

 

પ્રધાનમંત્રીએ એ વાતનો ઉલ્લેખ પણ કર્યો હતો કે, અત્યારે મોબાઇલ ફોનનાં ઉત્પાદન ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત બીજા સ્થાને છે. એટલું જ નહીં ભારતમાં લગભગ ચાર વર્ષનાં ગાળામાં મોબાઇલ ફોનનાં ઉત્પાદન એકમો કે ફેક્ટરીઓની સંખ્યા બે આંકડાથી વધીને હવે 120નાં સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. તેમણે કહ્યું હતું કે, તેમાં રોજગારીની લાખો તકોનું સર્જન થાય છે.

 

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, આ નવા મોબાઇલ ઉત્પાદન એકમ મારફતે કોરિયાની ટેકનોલોજી અને ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સોફ્ટવેરનો સમન્વય સમગ્ર દુનિયા માટે ઉત્કૃષ્ટ ઉત્પાદન ઉપલબ્ધ કરાવશે. તેમણે તેને બંને દેશોની ક્ષમતા અને સંયુક્ત વિઝન ગણાવ્યું હતું.


 

 

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Mutual fund industry on a high, asset surges Rs 17 trillion in 2024

Media Coverage

Mutual fund industry on a high, asset surges Rs 17 trillion in 2024
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Chief Minister of Andhra Pradesh meets Prime Minister
December 25, 2024

Chief Minister of Andhra Pradesh, Shri N Chandrababu Naidu met Prime Minister, Shri Narendra Modi today in New Delhi.

The Prime Minister's Office posted on X:

"Chief Minister of Andhra Pradesh, Shri @ncbn, met Prime Minister @narendramodi

@AndhraPradeshCM"