Time has come for the whole world to take concrete steps and stand united against all forms of terrorism and its perpetrators: PM
India and Argentina have decided to elevate our ties to a strategic partnership and to promote peace, stability, economic progress and prosperity: PM
India and Argentina are complementary to each other in many ways and both the countries must take advantage of the shared ties: PM

મારા મિત્ર રાષ્ટ્રપતિ માક્રી અને આર્જેન્ટિનાથી આવેલા આપ સૌ વિશેષ મહેમાનો.

નમસ્કાર,

હું રાષ્ટ્રપતિજીનું અને તેમના પરિવાર તેમજ પ્રતિનિધિમંડળનું હાર્દિક સ્વાગત કરું છું. એ ખુશીનો વિષય છે કે બ્યુનોસ એરીસમાં અમારી મુલાકાતના બે મહિના બાદ મને આજે ભારતમાં તમારું સ્વાગત કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. આ પ્રસંગે હું એક વાર ફરી રાષ્ટ્રપતિ માક્રી અને તેમની ટીમને 2018માં જી-20 સમિટના કુશળ અને સફળ આયોજન માટે અભિનંદન આપું છું. રાષ્ટ્રપતિ માક્રીનું નેતૃત્વ સમિટના સફળ સંચાલન માટે ઘણું મહત્વપૂર્ણ હતું. ભારતની સ્વતંત્રતાના 75 મા વર્ષ એટલે કે વર્ષ 2022 માં જી-20 સમિટની ભારતમાં આયોજનની સુખદ જાહેરાત બ્યુનોસ એરીસમાં જી20 સમિટ દરમ્યાન રાષ્ટ્રપતિ માક્રીને કરી હતી. તેની માટે હું તેમનો આભાર પ્રગટ કરું છું.

મિત્રો,

રાષ્ટ્રપતિ માક્રી સાથેની મારી આજની પાંચમી મુલાકાત બંને દેશોની વચ્ચે દ્વિપક્ષીય સહકારની ઝડપી ગતિ અને વધતા મહત્વને દર્શાવે છે. અમે એ સાબિત કર્યું છે કે, બંને દેશોની વચ્ચે 15 હજાર કિમીનું અંતર એ માત્ર એક સંખ્યા છે. રાષ્ટ્રપતિ માક્રીની આ યાત્રા વિશેષ વર્ષમાં થઈ રહી છે. બંને દેશોની વચ્ચે વ્યૂહાત્મક સંબંધોની સ્થાપનાનું આ 70મું વર્ષ છે. પરંતુ આપણા લોકોનો પારસ્પરિક સંબંધ તેના કરતા પણ જુનો છે. ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે 1924માં આર્જેન્ટિનાની યાત્રા કરી હતી. તે યાત્રાનો અમીટ પ્રભાવ તેમની રચનાઓના માધ્યમથી અમર થઈ ગયો છે. બંને દેશોએ પોતાના પારસ્પરિક મૂલ્યો અને હિતોને ધ્યાનમાં રાખીને શાંતિ, સ્થિરતા, આર્થિક પ્રગતિ અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે પોતાના સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીનું સ્વરૂપ આપ્યું છે. હું અને રાષ્ટ્રપતિ માક્રી એ વાત પર સહમત છીએ કે આતંકવાદ વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે ગંભીર જોખમ છે. પુલવામામાં થયેલો આતંકવાદી હુમલો એ દર્શાવે છે કે, હવે વાતોનો સમય નીકળી ગયો છે. હવે સમગ્ર દુનિયાને આતંકવાદ અને તેમના સમર્થકો વિરુદ્ધ એકત્ર થઈને મજબૂત પગલાં ઉઠાવવાની જરૂર છે. આતંકવાદીઓ અને તેમના માનવતા વિરોધી સમર્થકોની વિરુદ્ધમાં કાર્યવાહી કરતા ખચકાવું એ પણ આતંકવાદને પ્રોત્સાહન આપવા બરાબર છે. જી-20 દેશોના રૂપમાં એ પણ મહત્વપૂર્ણ છે કે આપણે આતંકવાદનો સામનો કરવા માટે ‘હેમ્બર્ગ લીડર્સ સ્ટેટમેન્ટ’ના 11 સૂત્રીય એજન્ડાને અમલીકૃત કરીએ. એ સંબંધમાં મહત્વપૂર્ણ છે કે, આજે અમારી વાતચીત બાદ બંને દેશો આતંકવાદ વિરુદ્ધ એક વિશેષ જાહેરનામું પ્રસિદ્ધ કરી રહ્યા છે. અંતરીક્ષ અને પરમાણુ ઊર્જાના શાંતિપૂર્ણ ઉપયોગના ક્ષેત્રમાં આપણો સહયોગ સતત વધી રહ્યો છે. સંરક્ષણ સહયોગના સંબંધમાં આજે જે સમજૂતીઓ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે તે સંરક્ષણ ક્ષેત્રમાં આપણો સહયોગ એક નવું સ્વરૂપ આપશે.

 

મિત્રો,

ભારત અને આર્જેન્ટિના અનેક દ્રષ્ટિએ એક-બીજાના પૂરક છે. અમારો એ પ્રયાસ છે કે પારસ્પરિક હિત માટે તેનો પૂરો લાભ ઉઠાવવામાં આવે. આર્જેન્ટિના કૃષિનું ઊર્જા કેન્દ્ર છે. ભારત તેને પોતાની ખાદ્ય સુરક્ષા માટેનાં એક મહત્વપૂર્ણ ભાગીદાર તરીકે જુએ છે. આજે અમારી વચ્ચે થયેલા એગ્રો ઇન્ડસ્ટ્રીયલ સહયોગની કાર્ય યોજના એ દિશામાં લીધેલું એક મહત્વપૂર્ણ પગલું છે. આઈસીટી ક્ષેત્ર, ખાસ કરીને જેએએમ એટલે કે જનધન, આધાર અને મોબાઈલ ટ્રીનીટી તેમજ ડિજિટલ ચુકવણીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભારતની સફળતા છે અને અમે તેને આર્જેન્ટિનાની સાથે વહેંચવા માટે તૈયાર છીએ. ભારતમાં અમે લક્ષ્ય નિર્ધારિત કર્યું છે કે અમારા ઓછામાં ઓછા 30 ટકા વાહનો 2030 સુધીમાં ઈલેક્ટ્રીકલ બેટરી વડે ચાલશે. આર્જેન્ટિના લિથિયમ ત્રિકોણનો ભાગ છે કે જ્યાં વિશ્વનો લગભગ 54 ટકા લિથિયમ ભંડાર રહેલો છે. અમારા સંયુક્ત ઉપક્રમ ‘કાબિલ’એ આર્જેન્ટિના સાથે ખોદકામ ક્ષેત્રમાં સહયોગ માટે વિચાર વિમર્શ શરુ કરી દીધો છે.

મિત્રો,

છેલ્લા 10 વર્ષોમાં અમારો દ્વિપક્ષીય વેપાર બમણા કરતા વધીને ૩ બિલિયન અમેરિકી ડોલરથી પણ વધારે થઈ ગયો છે. અનેક ક્ષેત્રો જેવા કે કૃષિ, ધાતુ અને ખનીજ તેલ અને ગેસ, ફાર્માસ્યુટિકલ, રસાયણ, મોટર વાહનો અને સેવાઓમાં હજુ વધારે મહત્વપૂર્ણ વૃદ્ધિની સંભાવનાઓ છે. આજે અમે અમારા વ્યવસાયિક કાર્યને વધારવા માટે વિશેષ પદ્ધતિઓની ઓળખ કરી છે. મને ખુશી છે કે રાષ્ટ્રપતિ માક્રીની સાથે આર્જેન્ટિનાની અનેક મહત્વપૂર્ણ કંપનીઓના પ્રતિનિધિઓ આવેલા છે. મને પૂરો વિશ્વાસ છે કે દિલ્હી અને મુંબઈમાં ભારતના ઉદ્યોગપતિઓ સાથે તેમની ચર્ચા ઉપયોગી સાબિત થશે. 2004માં ભારત MERCOSURની સાથે પ્રિફરેંશિયલ ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરનારો પ્રથમ દેશ હતો. આર્જેન્ટિનાના વર્તમાન સમયગાળા દરમિયાન, ભારત MERCOSUR વેપારના વિસ્તરણ માટે અનેક ઉપાયો પર આજે અમે ચર્ચા કરી છે.

મિત્રો,

આર્જેન્ટિનામાં ભારતીય કલા, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાના લાખો પ્રશંસક છે. ભારતમાં આર્જેન્ટિનાનો ટેંગો ડાન્સ અને ફૂટબોલ ખૂબ લોકપ્રિય છે. લોકોને વધુ નજીક લાવવા માટે આજે પર્યટન અને જાહેર પ્રસાર એજન્સીઓની વચ્ચે સહયોગ તેમજ સાંસ્કૃતિક આદાન-પ્રદાન કાર્યક્રમો પર સમજૂતી કરારો કરવામાં આવ્યા છે.

મિત્રો,

ભારત અને આર્જેન્ટિના આંતરરાષ્ટ્રીય મંચો પર સારો સહયોગ કરી રહ્યું છે. વૈશ્વિક શાંતિ અને સુરક્ષા તથા તમામ લોકોની આર્થિક અને સામાજિક ઉન્નતી માટે સુધારેલી બહુપક્ષીયવાદની જરૂરિયાતને અમે સ્વીકારીએ છીએ. આર્જેન્ટિનામાં મિસાઈલ પ્રૌદ્યોગિકી નિયંત્રણ વ્યવસ્થા, વાસેનાર વ્યવસ્થા અને ઓસ્ટ્રેલિયા ગ્રુપ તેમજ પરમાણું સપ્લાયર ગ્રુપ (એનએસજી)માં ભારતની સભ્યતાનું પુરજોશમાં સમર્થન કરવામાં આવ્યું છે. દક્ષિણ-દક્ષિણ સહયોગ અમારા માટે ખૂબ મહત્વ ધરાવે છે. મને એ જણાવતાં ખુશી થઇ રહી છે કે 2019માં બ્યુંનોસ એરીસમાં થનારા બીજા ઉચ્ચ સ્તરના સંયુક્ત રાષ્ટ્ર દક્ષિણ-દક્ષિણ સહયોગ પરિષદમાં ભારત સક્રિય રૂપે ભાગ લેશે. જળવાયુ પરિવર્તન વિરુદ્ધના સંઘર્ષમાં આપણા વિચારો એકસમાન છે. આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન (આઈએસએ)માં નવી સભ્યતાનાં રૂપમાં આર્જેન્ટિનાનું સ્વાગત કરતા મને ખૂબ જ પ્રસન્નતા થઈ રહી છે.

મહાનુભાવ,

હું એક વાર ફરી ભારત યાત્રાના મારા નિમંત્રણનો સ્વીકાર કરવા બદલ આભાર પ્રગટ કરું છું. મને આશા છે કે તમે અને તમારા પરિવારની માટે આ યાત્રા આનંદદાયક રહેશે.

આભાર.

મૂચસ ગ્રાસિયાસ.

 

 

 

 

 

 

 

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait

Media Coverage

Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 22 ડિસેમ્બર 2024
December 22, 2024

PM Modi in Kuwait: First Indian PM to Visit in Decades

Citizens Appreciation for PM Modi’s Holistic Transformation of India