ભારત-ફ્રાંસના સંબંધો નો આધાર 'સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારો' ના સિદ્ધાંતો છે: પ્રધાનમંત્રી મોદી
ભારત અને ફ્રાંસ આબોહવા પરિવર્તન પર નિયંત્રણ પર સહયોગ મજબૂત કરવા સંમત થયા છે :પ્રધાનમંત્રી મોદી
ભારત અને ફ્રાંસ સુરક્ષા અને આતંકવાદ વિરોધી પગલામાં સહયોગ વધારશે: પ્રધાનમંત્રી

મહામહિમ, રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન,

ભારત અનેફ્રાન્સનાઆદરણીય પ્રતિનિધિઓ,

બોનજોઅર,

નમસ્કાર,

સૌપ્રથમ હું મારા પરમ મિત્ર રાષ્ટ્રપતિ મેક્રોનનો હાર્દિક આભાર પ્રગટ કરું છું. તેમણે આ ઐતિહાસિક હેરીટેજ સાઈટમાં મારા પ્રતિનિધિ મંડળનું અને મારું અતિ ભવ્ય અને ખૂબ સ્નેહપૂર્વક સ્વાગત કર્યું. આ મારા માટે એક યાદગાર ક્ષણ છે. જી-7 સમિટ માટે રાષ્ટ્રપતિ મેક્રોન દ્વારા આમંત્રણ ભારત અને ફ્રાન્સની વચ્ચે વ્યુહાત્મક ભાગીદારી અને મારા પ્રત્યે તેમના મૈત્રીભાવનું ઉદાહરણ છે. આજે અમે ઘણી લાંબી વાતચીત કરી છે અને જી-7ના જે એજન્ડા છે જેનું નેતૃત્વ ફ્રાન્સ કરી રહ્યું છે, તેમાં સંપૂર્ણ રીતે સફળતા મળે અને ભારત પાસેથી જે સહયોગ અપેક્ષિત છે તે સહયોગ સંપૂર્ણ રીતે તમને પ્રાપ્ત થાય, એ ભારતનો સદૈવ સંકલ્પ રહેશે. જૈવ વિવિધતા હોય, જળવાયું પરિવર્તન હોય, કુલીંગ અને ગેસના મુદ્દાઓ હોય– આ બધા જ વિષયો પર ભારત સદીઓથી પરંપરા વડે, સંસ્કૃતિવડે, સંસ્કારો વડે પ્રકૃતિ સાથે તાલમેળ કરીને જીવવાનો પક્ષકાર રહ્યું છે. પ્રકૃતિનો વિનાશ ક્યારેય પણ માનવ કલ્યાણ માટે ઉપકારક સાબિત ન થઇ શકે અને તે વિષયની પહેલ આ જી-7 સમિટમાંજ્યારે થઇ રહી છે ત્યારે ભારત માટે તે વધુ ખુશીની ક્ષણ છે.

મિત્રો,

ભારત અને ફ્રાન્સ વચ્ચેનો સંબંધ સેંકડો વર્ષ જુનો છે. અમારી મૈત્રી કોઈ સ્વાર્થ પર ટકેલી નથી પરંતુ સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના મજબૂત પાયા પર ટકેલી છે. અનેએ જ કારણ છે કે ભારત અને ફ્રાન્સે ખભે ખભો મિલાવીને આઝાદી અને લોકશાહીની રક્ષા કરી છે અને ફાસીવાદ અને ઉગ્રવાદનો સામનો કર્યો છે. પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન હજારો ભારતીય સૈનિકોનું બલિદાન આજે પણ ફ્રાન્સમાં યાદ કરવામાં આવે છે. આજે આતંકવાદ, જળવાયું પરિવર્તન, પર્યાવરણ અને ટેકનોલોજીના સમાવેશી વિકાસના પડકારોનો સામનો કરવા માટે ફ્રાન્સ અને ભારત એકસાથે મજબૂતીથી ઉભા છે. અમે બંને દેશોએ માત્ર સારી-સારી વાતો જ નથી કરી, મજબૂત પગલા પણ ભરી રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય સૌરગઠબંધન ભારત અને ફ્રાન્સની આવી જ એક સફળ પહેલ છે.

મિત્રો,

બેદાયકાઓથી, અમે વ્યુહાત્મક ભાગીદારીની રાહ પર ચાલી રહ્યા છીએ. આજેફ્રાન્સ અને ભારત એકબીજાના વિશ્વાસપાત્ર ભાગીદારો છીએ. અમારા મુશ્કેલ સમયમાં અમે એકબીજાના દૃષ્ટિકોણને સમજ્યો છે અને સાથ પણ આપ્યો છે.

મિત્રો,

રાષ્ટ્રપતિમેક્રોન અને મેં, આજે અમારા સંબંધોના દરેક પાસા પર વિસ્તૃત ચર્ચા કરી છે. વર્ષ 2022માં ભારતની આઝાદીને 75 વર્ષ પૂરા થશે, ત્યાં સુધી અમે ન્યુ ઇન્ડિયાના અનેક લક્ષ્યો નિર્ધારિત કર્યા છે. અમારોમુખ્ય ઉદ્દેશ્ય છે ભારતને 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવી. વિકાસ માટે ભારતની જરૂરિયાતોમાં ફ્રેન્ચ ઉદ્યોગો માટે સ્વર્ણિમ અવસર છે. અમારો આર્થિક સહયોગ વધારવા માટે અમે કૌશલ્ય વિકાસ, નાગરિક ઉડ્ડયન, આઈટી અને અન્ય અનેક ક્ષેત્રોમાં નવી પહેલો માટે તત્પર છીએ. સંરક્ષણ સહયોગ એ અમારા સંબંધોનો એક મજબૂત સ્તંભ છે. મને પ્રસન્નતા છે કે વિભિન્ન પરિયોજનાઓ પર અમે સારી પ્રગતિ કરી રહ્યા છીએ. 36 રાફેલમાંથી પહેલું વિમાન આવતા મહીને ભારતને સોંપવામાં આવશે. અમે ટેકનોલોજી અને સહઉત્પાદનમાં સહયોગ વધારીશું. ફ્રાન્સ પહેલો દેશ છે જેની સાથે અમે ન્યુ જનરેશન સિવિલ ન્યુક્લિયર સંધિ પર હસ્તાક્ષર કર્યા છે. અમે અમારી કંપનીઓને આગ્રહ કર્યો છે કે તેઓ જેતાપુર પ્રોજેક્ટ પર ઝડપથી આગળ વધે અને વીજળીની કિંમતને પણ ધ્યાનમાં રાખે. એ પણ ખુશીની વાત છે કે બંને તરફથી પ્રવાસનમાં વૃદ્ધિ થઇ રહી છે. આશરે 2.5 લાખફ્રેન્ચ પ્રવાસીઓ અને 7 લાખ ભારતીય પ્રવાસીઓ પ્રતિ વર્ષ એકબીજાના દેશમાં પ્રવાસ કરે છે. વિદ્યાર્થીઓના આદાન-પ્રદાનનેઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં વિશેષરૂપે વધારવું જોઈએ. 2021-2022માં સમગ્રફ્રાન્સમાં ભારતીય સાંસ્કૃતિક ઉત્સવ નમસ્તેફ્રાન્સની આગામી આવૃત્તિ યોજાશે. મને આશા છે કે ભારતની વિવિધતાપૂર્ણ સંસ્કૃતિમાં આ ઉત્સવ ફ્રાન્સના લોકોની રૂચીને વધુ ઊંડી બનાવશે. હું જાણું છું કે યોગ એ ફ્રાન્સમાં ખૂબ લોકપ્રિય છે. મને આશા છે કેફ્રાન્સમાં મારા અન્ય પણ અનેક મિત્રો આને સ્વસ્થ જીવન શૈલીના રૂપમાં અપનાવશે.

મિત્રો,

મેં વૈશ્વિક પડકારો માટે ભારત અને ફ્રાન્સના સહયોગના મહત્વની દિશામાં સંકેત કર્યા હતા. અમારે બંને દેશોએ આતંકવાદ અનેકટ્ટરવાદનો સતત સામનો કરવો પડી રહ્યો છે. સરહદપારના આતંકવાદનો મુકાબલો કરવામાંઅમનેફ્રાન્સનું બહુમુલ્ય સમર્થન અને સહયોગ મળ્યો છે. તેના માટે અમે રાષ્ટ્રપતિ મેક્રોનનો આભાર પ્રગટ કરીએ છીએ. અમે સુરક્ષા અને કાઉન્ટર ટેરરીઝમ પર સહયોગને વ્યાપક બનાવવાનો ઈરાદો કર્યો છે. દરિયાઈ અને સાયબર સુરક્ષામાં પણ અમારા વૃદ્ધિ પામતા સહયોગને વધુ મજબૂત કરવાનો નિર્ણય પણ અમે કર્યો છે. મને ખુશી છે કે સાયબર સુરક્ષા અને ડિજિટલ ટેકનોલોજીના સંબંધમાં એક નવા રોડમેપ પર અમે સહમત થયા છીએ. હિન્દ મહાસાગર ક્ષેત્રમાં અમારો ઓપરેશનલ સહયોગ ઝડપથી આગળ વધી રહ્યો છે. આ ક્ષેત્રમાં સુરક્ષા અને સૌને માટે પ્રગતિ સુનિશ્ચિત કરવામાં આ સહયોગ મહત્વપૂર્ણ હશે.

મિત્રો,

હું મારા અભિન્ન મિત્ર રાષ્ટ્રપતિ મેક્રોનને આ પડકારયુક્ત સમયમાં એક નવા વિઝન, ઉત્સાહ અને કુશળતા સાથેફ્રાન્સ અને જી-7ના નેતૃત્વ માટે અનેક અનેક શુભકામનાઓ આપું છું.

મહાનુભાવ,

આ પ્રયાસમાં 1.3 બિલિયન ભારતીયોનો સંપૂર્ણ સહયોગ અને સમર્થન તમારી સાથે છે. આપણે બંને દેશો સાથે મળીને સુરક્ષિત અને સમૃદ્ધ વિશ્વનો માર્ગ પ્રશસ્ત કરી શકીએ છીએ. બિયારીત્ઝમાં જી-7 સમિટમાં ભાગ લેવા માટે હું ઉત્સુક છું અને આ સમિટમાટે આપ સૌને અને સમગ્ર ફ્રાન્સને અનેક અનેક શુભકામનાઓ આપું છું. તમારા સ્નેહપૂર્ણ નિમંત્રણ માટે એકવાર ફરીખૂબખૂબ આભાર પ્રગટ કરું છું.

આભાર.

મર્સી બકુપ

આઉં રીવા.

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
'You Are A Champion Among Leaders': Guyana's President Praises PM Modi

Media Coverage

'You Are A Champion Among Leaders': Guyana's President Praises PM Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi congratulates hockey team for winning Women's Asian Champions Trophy
November 21, 2024

The Prime Minister Shri Narendra Modi today congratulated the Indian Hockey team on winning the Women's Asian Champions Trophy.

Shri Modi said that their win will motivate upcoming athletes.

The Prime Minister posted on X:

"A phenomenal accomplishment!

Congratulations to our hockey team on winning the Women's Asian Champions Trophy. They played exceptionally well through the tournament. Their success will motivate many upcoming athletes."