130 કરોડ ભારતીયોનાં હૃદયમાં ભૂતાન વિશેષ સ્થાન ધરાવે છેઃ પ્રધાનમંત્રી મોદી
એ ભારતનું સૌભાગ્ય છે કે ભૂતાનના વિકાસમાં પ્રમુખ ભાગીદાર છીએ : પ્રધાનમંત્રી મોદી
મને ખૂબ ખુશી છે કે આજે અમે ભૂતાનમાં રૂપે કાર્ડને લોન્ચ કર્યું છે : પ્રધાનમંત્રી મોદી

ભૂતાનના મહામહિમ પ્રધાનમંત્રી

અને મારા મિત્ર ડૉક્ટર શેરિંગ,

ગણમાન્ય અતિથીઓ,

દેવીઓ અને સજ્જનો,

નમસ્કાર.

ભારતના અભિન્ન અને વિશેષ મિત્ર ભૂતાનમાં આપ સૌની વચ્ચે ઉપસ્થિત થઇને મને ખૂબ જ ખુશી મળી રહી છે. મારા પ્રતિનિધિ મંડળનું અને મારું ઉષ્માભર્યું સ્વાગત સત્કાર કરવા બદલ પ્રધાનમંત્રીજી, હું તમારો અને ભૂતાનની રાજાશાહી સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

મહાનુભાવ,

ભારત – ભૂતાનની અદ્વિતીય મૈત્રીના વિષયમાં તમારા ઉદાર વિચારો માટે પણ તમારો હાર્દિક આભાર. 130 કરોડ ભારતીયોના દિલમાં ભૂતાન એક વિશેષ સ્થાન ધરાવે છે. મારા છેલ્લા કાર્યકાળ દરમિયાન પ્રધાનમંત્રીના રૂપમાં મારી પહેલી યાત્રા માટે ભૂતાનની પસંદગી સ્વાભાવિક હતી. આ વખતે પણ, પોતાના બીજા કાર્યકાળની શરૂઆતમાં જ ભૂતાન આવીને હું ખૂબ ખુશ છે. ભારત અને ભૂતાનના સંબંધ બંને દેશોના લોકોની પ્રગતિ, સંપન્નતા અને સુરક્ષાના પારસ્પરિક હિતો પર આધારિત છે અને એટલા માટે બંને દેશોમાં તેમને જન જનનું સંપૂર્ણ સમર્થન પ્રાપ્ત છે.

મહાનુભાવ,

એ મારું સૌભાગ્ય છે કે ભારતની જનતાના નિર્ણાયક જનાદેશે આ સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે ભૂતાન નરેશ, અને તમારી સાથે કામ કરવાનો અવસર મને એક વાર ફરી આપ્યો છે. મને આજે ભૂતાનના મહામહિમ નરેશની સાથે અમારી ભાગીદારીના વિષયમાં ચર્ચા કરવાનો અવસર મળ્યો. અને થોડા સમય પછી મહામહિમ ચતુર્થ નરેશને પણ મળીશ. ભૂતાન નરેશની બુદ્ધિમત્તા અને દૂરદર્શિતાએ ઘણા લાંબા સમયથી અમારા દ્વિપક્ષીય સંબંધોને પણ માર્ગદર્શિત કર્યા છે. એટલું જ નહી, તેમના વિઝને ભૂતાનને સમગ્ર દુનિયા સમક્ષ એક એવા અનોખા ઉદાહરણના રૂપમાં પ્રસ્તુત કર્યું છે કે જ્યાં વિકાસ આંકડાઓથી નહિં, ખુશી વડે માપવામાં આવે છે. જ્યાં આર્થિક વિકાસ પરંપરા અને પર્યાવરણની સાથે–સાથે આગળ વધે છે. આવો મિત્ર, અને આવો પાડોશી કોને નહિં ગમે.

સાથીઓ,

એ ભારતનું સૌભાગ્ય છે કે અમે ભૂતાનના વિકાસમાં પ્રમુખ ભાગીદાર છીએ. ભૂતાનની પંચવર્ષીય યોજનાઓમાં ભારતનો સહયોગ તમારી ઈચ્છાઓ અને પ્રાથમિકતાઓના આધાર પર આગળ પણ યથાવત ચાલુ રહેશે.

સાથીઓ,

હાઇડ્રો પાવર આપણા બંને દેશોની વચ્ચે સહયોગનું મહત્વપૂર્ણ ક્ષેત્ર છે. બંને દેશોએ સાથે મળીને ભૂતાનની નદીઓની શક્તિને વીજળીમાં જ નહિં પરંતુ પારસ્પરિક સમૃદ્ધિમાં બદલી છે. આજે અમે માંગદે છીએ પરિયોજનાના ઉદ્ઘાટનની સાથે–સાથે આ યાત્રાનો એક અન્ય ઐતિહાસિક પડાવ હાંસલ કર્યો છે. બંને દેશોના સહયોગ વડે ભૂતાનમાં હાઇડ્રો ઊર્જા ઉત્પાદન ક્ષમતા 2000 મેગાવોટને પાર કરી ગઈ છે. મને વિશ્વાસ છે કે અમે અન્ય પરિયોજનાઓને પણ ઝડપથી આગળ લઇ જઈશું.

મહાનુભાવ,

ભૂતાનના સામાન્ય લોકોની વધતી જરૂરિયાતોને પૂરી કરવા માટે ભારતમાંથી એલપીજીની પૂરવણી 700થી વધારીને 1000 મેટ્રિક ટન પ્રતિ માસ કરવામાં આવી રહી છે. તેનાથી સ્વચ્છ બળતણ ગામડાઓ સુધી પહોંચાડવામાં મદદ મળશે.

સાથીઓ,

ડૉક્ટર શેરિંગે અમારી પ્રથમ મુલાકાતમાં મને જણાવ્યું હતું કે રાજનીતિમાં આવવા માટે તેમની પ્રમુખ પ્રેરણા સામાન્ય માનવીને સારી સ્વાસ્થ્ય સેવાઓ પ્રદાન કરાવવાની રહી છે. હું તેમની દુરંદ્રષ્ટિથી ખૂબ જ પ્રભાવિત થયો. ભૂતાનમાં મલ્ટી ડીસીપ્લીનરી સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલના તેમના સપનાને સાકાર કરવામાં ભારત શક્ય તમામ સહયોગ આપશે.

મહાનુભાવ,

સાર્ક કરન્સી સ્વાઇપ ફ્રેમવર્ક અંતર્ગત ભૂતાનની માટે કરન્સી સ્વાઇપની મર્યાદા વધારવા માટે અમારો દૃષ્ટિકોણ હકારાત્મક છે. આ દરમિયાન, વિદેશી નાણાની જરૂરિયાતને પૂરી કરવા માટે સ્ટેન્ડ બાય સ્વાઇપ વ્યવસ્થા અંતર્ગત વધારાના 1000 મિલિયન ડોલર ભૂતાનને પ્રાપ્ત થશે.

સાથીઓ,

અવકાશ ટેકનોલોજીના ઉપયોગથી ભૂતાનના વિકાસમાં ગતિ લાવવા માટે ભારતપ્રતિબદ્ધ છે. અમે આજે દક્ષિણ એશિયા સેટેલાઈટના અર્થ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું છે. તે ભૂતાનમાં દૂરસંચાર, પબ્લિક બ્રોડકાસ્ટિંગ અને આપત્તિ વ્યવસ્થાપનના કવરેજને વધારશે. આ ઉદ્દેશ્યો માટે ભૂતાનની જરૂરીયાત અનુસાર વધારાના બેન્ડવિથ અનેટ્રાન્સપોંડર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. બંને દેશો નાના ઉપગ્રહોના નિર્માણ અને અવકાશ ટેકનોલોજીના પ્રયોગમાં પણ સહયોગ કરશે. ભારતના નેશનલ નોલેજ નેટવર્કની સાથેનું જોડાણ ભૂતાનના વિદ્યાર્થીઓ અને સંશોધકોને ભારતીય વિશ્વવિદ્યાલયોના નવા સાધનો સાથે જોડશે. તે બંને દેશોની વચ્ચે પારસ્પરિક જ્ઞાન સમાજની સ્થાપના માટે એક મહત્વપૂર્ણ પગલું છે, કે જે ખાસ કરીને આપણા યુવાનોએ લાભકારી નીવડશે. રોયલ ભૂતાન યુનિવર્સિટી અને ભારતના આઈઆઈટી અને કેટલાક અન્ય ટોચના શિક્ષણ સંસ્થાનોની વચ્ચે સહયોગ અને સંબંધ, શિક્ષણ અને ટેકનોલોજીની માટે આજની જરૂરિયાતો અનુસારના છે. આવતીકાલે રોયલ ભૂતાન યુનિવર્સિટીમાં આ દેશના પ્રતિભાશાળી યુવાનો સાથે મુલાકાતની હું ઉત્સુકતાપૂર્વક પ્રતિક્ષા કરી રહ્યો છું.

સાથીઓ,

મને ખૂબ ખુશી છે કે આજે અમે ભૂતાનમાં રૂપે કાર્ડને લોન્ચ કર્યું છે. તેનાથી ડીજીટલ ચુકવણી, અને વ્યાપાર તેમજ પર્યટનમાં અમારા સંબંધો વધુ આગળ વધશે. અમારી પારસ્પરિક આધ્યાત્મિક વિરાસત અને મજબૂતલોકોનો લોકો સાથેનો સંબંધ અમારા સંબંધોનો હાર્દ છે. તેને ધ્યાનમાં રાખીને નાલંદા વિશ્વવિદ્યાલયમાં ભૂતાનની માટે સ્નાતકોત્તર શિષ્યવૃત્તિને બેથી વધારીને પાંચ કરવામાં આવી રહી છે. મે આજે અહિં શબડુરુંગના આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા છે. મને એ જાહેરાત કરતા ઘણી પ્રસન્નતા થઇ રહી છે કે આ વિલક્ષણ પ્રતિમાની ભૂતાનમાં ઉપસ્થિતિ પાંચ વર્ષ હજુ વધારવા માટે ભારત સહમત છે.

મહાનુભાવ,

ભારત–ભૂતાન સંબંધોનો ઈતિહાસ જેટલો ગૌરવશાળી છે, તેટલુ જ આશાજનક ભવિષ્ય પણ છે. મને વિશ્વાસ છે કે ભારત અને ભૂતાન દુનિયામાં બે દેશોની વચ્ચે સંબંધોનું એક અનોખું મોડલ રહેશે.

આ સુંદર ડ્રુકયુલમાં બીજીવાર આવવાનો અવસર આપવા બદલ,

તમારા સ્વાગત સત્કાર અને પ્રેમ માટે એક વાર ફરી ખૂબ ખૂબ આભાર

તાશી દેલક!

 

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Cabinet extends One-Time Special Package for DAP fertilisers to farmers

Media Coverage

Cabinet extends One-Time Special Package for DAP fertilisers to farmers
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 2 જાન્યુઆરી 2025
January 02, 2025

Citizens Appreciate India's Strategic Transformation under PM Modi: Economic, Technological, and Social Milestones