પ્રધાનમંત્રી મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રીએ સંયુક્ત રીતે એલપીજી આયાત, વ્યવસાયિક તાલીમ અને સામાજિક સુવિધાને લગતી પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું
એક વર્ષમાં અમે એક ડઝન સંયુક્ત પરિયોજનાઓનો શુભારંભ કરાવ્યો છે (ભારત અને બાંગ્લાદેશ વચ્ચે) : પ્રધાનમંત્રી મોદી

આદરણીય પ્રધાનમંત્રી શેખ હસિના,

મહાનુભાવો,

મિત્રો,

નમસ્કાર!!

શબાઇકે શારોદીયો શુભેચ્છા.

મને ખુશી છે કે પ્રધાનમંત્રી શેખ હસિનાજીની સાથે ત્રણ અન્ય દ્વિપક્ષીય પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરવાનો મને અવસર મળ્યો છે. છેલ્લા એક વર્ષમાં અમે વીડિયો લિંકના માધ્યમથી 9 પરિયોજનાઓનો પ્રારંભ કરાવ્યો છે. આજની ત્રણ પરિયોજનાઓને જોડીને એક વર્ષમાં અમે એક ડઝન સંયુક્ત પરિયોજનાઓનો શુભારંભ કરાવ્યો છે. આ ઉપલબ્ધિ પર હું બંને દેશોના અધિકારીઓ અને તમામ નાગરિકોને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.

આજની આ ત્રણ પરિયોજનાઓ ત્રણ જૂદ-જુદા ક્ષેત્રોમાં છે: – એલપીજી આયાત, વ્યવસાયિક તાલીમ અને સામાજિક સુવિધા. પરંતુ આ ત્રણેયનો ઉદ્દેશ્ય એક જ છે અને તે છે – આપણા નાગરિકોના જીવનને વધુ સારું બનાવવું. આ જ ભારત બાંગ્લાદેશ સંબંધોનો મૂળ મંત્ર પણ છે. ભારત-બાંગ્લાદેશ ભાગીદારીનો આધાર એ છે કે અમારી મિત્રતા વડે દરેક નાગરિકના વિકાસ સુનિશ્ચિત થાય.

બાંગ્લાદેશથી પુષ્કળ પ્રમાણમાં એલપીજીનો પુરવઠો બંને દેશોને ફાયદો પહોંચાડશે. તેનાથી બાંગ્લાદેશમાં નિકાસ, આવક અને રોજગારી પણ વધશે. વાહનવ્યવહારનું અંતર 1500 કિલોમીટર ઓછું થઇ જવાના કારણે આર્થિક લાભ પણ થશે અને પર્યાવરણને પણ નુકસાન ઓછું થશે. બીજી પરિયોજના બાંગ્લાદેશ-ભારત વ્યવસાયિક કૌશલ્ય વિકાસ સંસ્થાન, બાંગ્લાદેશના ઔદ્યોગિક વિકાસની માટે કુશળ માનવ સંસાધન અને ટેકનિશિયનો તૈયાર કરશે.

મહાનુભાવો,

અને છેલ્લે ઢાકાના રામકૃષ્ણ મિશનમાં વિવેકાનંદ ભવનની પરિયોજના, જે બે મહામાનવોના જીવનથી પ્રેરણા લે છે. આપણા સમાજો અને મૂલ્યો પર સ્વામી રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદની અમીટ છાપ છે.

બાંગ્લા સંસ્કૃતિની ઉદારતા અને ખુલ્લાપણાની ભાવનાની જેમ જ આ મિશનમાં પણ તમામ પંથોને માનનારાઓ માટે સ્થાન છે. અને આ મિશન દરેક સંપ્રદાયના ઉત્સવને સમાન રૂપે ઉજવે છે. ભવનમાં 100થી વધુ યુનિવર્સિટી વિદ્યાર્થીઓ અને સંશોધન તજજ્ઞોના રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

મહાનુભાવો,

ભારત બાંગ્લાદેશની સાથે પોતાની ભાગીદારીને પ્રાધાન્ય આપે છે. અમને ગર્વ છે કે ભારત-બાંગ્લાદેશનો સંબંધ બે મિત્ર પાડોશી દેશોની વચ્ચે સહયોગનું સમગ્ર દુનિયા માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. મને ખુશી છે કે અમારી આજની વાતચીત વડે અમારા સંબંધોને વધુ ઊર્જા મળશે.

જય હિન્દ! જય બાંગ્લા! જય ભારત-બાંગ્લા બંધુત્વ!

આભાર!

Disclaimer: PM's speech was delivered in Hindi. This is an approximate translation of the speech.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi