In 1997, India's GDP was $400 billion, but after two decades now it is 6 times, says PM Modi
India has always believed in values of integration and unity, 'Vasudhaiva Kutumbakam' which means the entire world is one family: PM Modi at Davos
WEF is creating a shared community in a fractured world, says the PM
Technology is assuming immense importance in this era, says PM Modi
At Davos, PM Modi says concerted action is required to tackle climate change
The big threat ahead of world is artificial creation of good and bad terrorist: PM Modi
We in India are proud of our democracy and diversity: PM Modi
Democracy is not a political system in India, it is a way of life, says PM Modi at Davos
In India, we are removing red tape and laying red carpet for investors: PM Modi
Innovation and entrepreneurship is making young Indians job givers, not job seekers, says PM Modi
Democracy, demography and dynamism are shaping our destiny today: PM Modi
We should all work together, we should build a heaven of world: PM Modi

સ્વિસ ફેડરેશનના માનનીય પ્રમુખ શ્રી 

રાજ્ય અને સરકારના માનનીય વડાઓ 

વર્લ્ડ ઇકોનોમિક ફોરમના સંસ્થાપક અને કાર્યકારી અધ્યક્ષ શ્રી ક્લૉઝ શ્વાબ, 

વિશ્વના વરિષ્ઠ અને પ્રતિષ્ઠિત ઉદ્યમીઉદ્યોગપતિ અને સીઇઓ

 મીડિયાના મિત્રોદેવીઓ અને સજ્જનો,
નમસ્કાર, 

દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમની આ 48મી વાર્ષિક બેઠકમાં સામેલ થતા મને અત્યંત હર્ષની લાગણી થઈ રહી છે. સૌ પ્રથમ તો હું શ્રી ક્લૉઝ શ્વાબને તેમની આ પહેલ અને વર્લ્ડ ઇકોનોમિક ફોરમને એક સશક્ત અને વ્યાપક મંચ બનાવવા માટે ખૂબ સાધુવાદ આપું છું. તેમના વિઝનમાં એક મહત્વાકાંક્ષી કાર્યસૂચિ છે જેનો ઉદ્દેશ્ય છે દુનિયાની હાલત સુધારવાનો. તેમણે આ કાર્યસૂચિને આર્થિક અને રાજકીય ચિંતનની સાથે અત્યંત મજબૂતીથી સાંકળી લીધી છે. સાથે સાથે અમારૂ  ઉષ્માભર્યું સ્વાગત કરવા બદલ હું સ્વિત્ઝરલેન્ડ સરકાર તથા તેમના નાગરિકો પ્રત્યે પણ આભાર વ્યક્ત કરવા માગું છું.
મિત્રો, 

દાવોસમાં છેલ્લે ભારતના પ્રધાનમંત્રીની મુલાકાત 1997માં થઈ હતી જ્યારે શ્રી દેવે ગૌડાજી અહીં આવ્યા હતા. 1997માં ભારતની જીડીપી માત્ર 400 અબજ ડોલરથી થોડો વધારે હતી. હવે બે દસકા પછી તે લગભગ બમણી થઈ ગઇ છે. આ વર્ષે ફોરમનો વિષય નેટવર્ક સોસાયટીની રચનાનો હતો. આજે 21 વર્ષ બાદ ટેકનોલોજી અને ડીજિટલ યુગની સિદ્ધિઓ અને પ્રાથમિકતાઓને જોઇએ તો તે વિષય સદીઓ પુરાણો હોય તેમ લાગે છે. આજે આપણે માત્ર નેટવર્ક સોસાયટી જ નહીં પરંતુ બિગ ડેટા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને કોબોટની દુનિયામાં છીએ. 1997માં યુરોનું ચલણ પ્રચલિત થયું ન હતું અને એશિયની નાણાકીય કટોકટીની કોઈને ખબર પણ ન હતી કે, તેનો કોઈ પત્તો પણ ન હતો, ન તો બ્રેકઝીટના પણ કોઈ અણસાર હતા. 1997માં ઘણા ઓછા લોકોએ ઓસામા બિન લાદેન વિશે સાંભળ્યું હતું અને હેરી પોટ્ટરનું નામ પણ અજાણ્યું હતું. ત્યારે ચેસના ખેલાડીઓ સામે કમ્પુટરથી હારી જવાનું કોઈ જોખમ ન હતું. ત્યારે સાઈબર સ્પેસમાં ગુગલનો અવતાર થયો ન હતો. 

અને જો તમે 1997માં તમે ઇન્ટરનેટ પર એમેઝોન શબ્દ શોધતા હો તો તમને નદીઓ કે ગાઢ જંગલો વિશે માહિતી મળતી હતી. એ જમાનામાં ટ્વિટ કરવું તે ચકલીઓનું કામ હતું, માનવીનું નહીં. આ ગઇ સદીની વાત છે. 

આજે બે દસકા બાદ આપણું વિશ્વ અને આપણો સમાજ ઘણા જટિલ નેટવર્કોનું નેટવર્ક છે. એ જમાનામાં પણ દાવોસ પોતાના સમય કરતાં આગળ હતું અને આ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ભવિષ્યનું પરિચાયક હતું. આજે પણ દાવોસ તેના સમય કરતાં આગળ છે.
આ વર્ષે ફોરમનો વિષય ‘ક્રિએટિંગ અ શેર્ડ ફ્યુચર ઈન એ ફ્રેક્ચર્ડ વર્લ્ડ’ છે. એટલે કે તૂટેલા વિશ્વમાં નવા ભવિષ્યનું નિર્માણ. નવા-નવા પરિવર્તનોથી, નવી-નવી શક્તિઓથી આર્થિક ક્ષમતા અને રાજકીય શક્તિનું સંતુલન બદલાઈ રહ્યું છે. તેનાથી વિશ્વના સ્વરૂપમાં દૂરગામી પરિવર્તનોનું ચિત્ર દેખાઈ રહ્યું છે. વિશ્વની સામે શાંતિ, સ્થિરતા અને સુરક્ષાને લઈને નવા અને ગંભીર પડકારો છે.

તકનિક આધારિત પરિવર્તન આપણા રહેવા, કામ કરવા, વ્યવહાર, વાતચીત અને એટલે સુધી કે આંતરરાષ્ટ્રીય સમુહો અને રાજકીય તથા અર્થવ્યવસ્થા સુધી ઊંડણ પૂર્વક અસર કરી રહ્યું છે. ટેકનોલોજીના જોડવા, મરોડવા અને તોડવા આ ત્રણ પાસાનું એક મોટું ઉદાહરણ સોશિયલ મીડિયાનાં રૂપમાં જોવા મળી રહ્યું છે. આજે ડેટા સૈથી મોટુ સાધન છે. ડેટાનાં વૈશ્વિક પ્રવાહથી સૌથી મોટી તકો પેદા થઇ રહી છે અને તે સૌથી મોટો પડકાર પણ છે. ડેટાના પહાડ ખડકાઈ રહ્યાં છે. તેના પર નિયંત્રણની દોડ લાગી છે કેમ કે, એવું માનવામાં આવી રહ્યું છે કે, જે ડેટાને નિયંત્રણમાં રાખશે તે ભવિષ્યમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખશે.
આ પ્રકારે સાયબર સિક્યુરિટી અને અણું સલામતીનાં ક્ષેત્રમાં પણ ઝડપથી બદલાઈ રહેલી ટેકનોલોજી અને વિનાશકારી શક્તિઓનાં વિસ્તાર પહેલાથી ચાલી આવતા પડકારો વધારે ગંભીર બની ગયા છે. વિજ્ઞાન, ટેકનોલોજી અને આર્થિક પ્રગતિના નવા પાસાઓમાં એક તરફ મનુષ્ય માટે સમૃદ્ધિનાં નવા માર્ગો દેખાડવાની ક્ષમતા છે. બીજી તરફ આ પરિવર્તનોથી એવી તિરાડો પણ ઊભી થઈ છે જે પીડાદાયક ઈજા પહોંચાડી શકે છે. ઘણા પરિવર્તનો આવી દિવાલો ઊભી કરી રહ્યા છે જેણે સમગ્ર માનવતા માટે શાંતિ અને સમૃદ્ધિનાં માર્ગોને દુર્ગમ જ નહીં પરંતુ અસાધ્ય બનાવી દીધા છે. આ ફ્ભંગાણ અથવા વિભાજન કે અવરોધો એ વિકાસનાં અભાવનાં કારણે છે, ગરીબીનાં છે, બેરોજગારીનાં છે, તકનો અભાવ અને પ્રાકૃતિક તથા તકનિકી સંસાધનો પર આધિપત્યનાં છે. આ રીતે આપણી સામે ઘણા મહત્વના પ્રશ્નો છે જે માનવતાનાં ભવિષ્ય અને ભાવી પેઢીઓની વિરાસત માટે જવાબ માંગી રહ્યાં છે.
શું આપણી વિશ્વ વ્યવસ્થા આ તિરાડો અને અંતરને ઉત્તેજન આપી રહી છે ? તે કઈ શક્તિઓ છે જે એકતાને બદલે અલગતાને પ્રાથમિકતા આપી રહી છે, સહયોગના બદલે સંઘર્ષને વધારે છે ? અને આપણી પાસે એ કયા સાધનો છે, કયા રસ્તા છે જેના દ્વારા આપણે આ તિરાડો અને અંતરને દૂર કરીને એક સુંદર અને સ્વર્ણિમ ભવિષ્યનાં સપનાને સાકાર કરી શકીએ છીએ? 

મિત્રો, 

ભારત, ભારતીયતા અને ભારતીય વારસાના પ્રતિક હોવાના નાતે મારા માટે આ ફોરમનો વિષય જેટલો સમકાલીન છે તેટલો જ સમયાતીત પણ છે. સમયાતીત એટલા માટે કેમ કે ભારતમાં અનાદિકાળથી અમે માનવમાત્રને જોડવાની વાત પર ભરોસો રાખતા આવ્યા છીએ. તેને તોડવામાં નહીં કે, તેનું વિભાજન કરવામાં નહીં. હજારો વર્ષ અગાઉ સંસ્કૃત ભાષામાં લખાયેલા ગ્રંથોમાં ભારતીય ચિંતકોએ કહ્યું હતું “वसुधैव कुटुम्बकम्” એટલે કે સમગ્ર દુનિયા એક પરિવાર છે. ટૂંકમાં આપણે બધા એક પરિવારની માફક બંધાયેલા છીએ. આપણી નિયતી એક સૂત્રમાં આપણને સૌને સાંકળે છે. વસુધૈવ કુટુમ્બકમની આ ભાવના ચોક્કસપણે આજે તીરાડો અને અંતરને દૂર કરવા માટે અગાઉ કરતાં પણ વધારે સાર્થક છે. પરંતુ આજે એક ગંભીર વાત એ છે કે, આ કાળનાં કપરા પડકારોનો સામનો કરવા માટે આપણી વચ્ચે સહમતિનો અભાવ છે. પરિવારમાં જ્યાં એક તરફ સૌહાર્દ અને સહયોગ હોય છે તો ક્યાંક મતભેદ અને ઝઘડા પણ હોઈ શકે છે. પરંતુ પરિવારનો પ્રાણ, તેની પ્રેરણા આ જ ભાવના હોય છે કે, જ્યારે આકરા પડકારો સામે આવે ત્યારે તમામ લોકો એક થઈને તેનો સામનો કરે છે અને એક સાથે મળીને સિદ્ધિઓ અને આનંદના હકદાર બને છે. પરંતુ ચિંતાનો વિષય છે કે આપણા વિભાજનોએ, તીરાડોએ આ પડકારોની સામે માનવ જાતિનાં સંઘર્ષને વધુ કઠીન અને કઠોર બનાવી દીધો છે. 

મિત્રો, 

જે પડકારો સામે હું ઇશારો કરી રહ્યો છું તેની સંખ્યા ઘણી વધારે છે અને વિસ્તાર પણ વ્યાપક છે. અહીં હું માત્ર ત્રણ પડકારોનો ઉલ્લેખ કરીશ જે માનવ સભ્યતા માટે સૌથી મોટા જોખમ પેદા કરી રહ્યા છે. પહેલું જોખમ છે પર્યાવરણમાં પરિવર્તન એટલે કે ક્લાઇમેટ ચેન્જ. હીમ નદીઓ પાછળ ખસતી જાય છે. ગ્લેશિયર્સનો બરફ ઓગળતો જાય છે. ઘણા બધા દ્વિપ ડૂબી રહ્યા છે અથવા તો ડૂબનારા છે. અત્યંત ગરમી અથવા તો અત્યંત ઠંડી, અત્યંત વરસાદ કે અત્યંત પૂર કે દુકાળ આમ તીવ્ર હવામાનનો પ્રભાવ દિવસે દિવસે વધતો જાય છે. આ સ્થિતિમાં તો એમ થવું જોઇએ કે આપણે બધા લોકો આપણાં સંકુચિત સિમિત વ્યાપમાંથી નીકળીને એક થઈએ. પરંતુ શું આમ થયું? અને નહીં તો કેમ? અને આપણે બીજું શું કરી શકીએ છીએ જેથી આ હાલતમાં સુધારો થાય. દરેક લોકો કહે છે કે, કાર્બનનું ઉત્સર્જન ઓછુ કરવું જોઇએ. પરંતુ એવા કેટલા દેશ કે લોકો છે જે વિકાસશીલ દેશો અને સમાજને ઉપરોક્ત ટેકનોલોજી ઉપલબ્ધ કરાવવા માટે જરૂરી સંસાધન પૂરા પાડવા માટે મદદ કરવા ઇચ્છતા હોય.
તમે ભારતીય પરંપરામાં પ્રકૃતિ સાથેનાં ગાઢ તાલમેલ અંગે ઘણી વખત સાંભળ્યું હશે. હજારો વર્ષ પહેલા અમારા શાસ્ત્રોમાં મનુષ્યમાત્રને કહેવામાં આવ્યું કે “भूमि माता, पुत्रो अहम् पृथ्व्याः” એટલે કે, આપણે મનુષ્ય ધરતી માતાનાં સંતાનો છીએ. જો આપણે પૃથ્વીનાં સંતાન છીએ તો આજે માનવ અને પ્રકૃતિ વચ્ચે યુદ્ધ કેમ ચાલી રહ્યું છે ?
હજારો વર્ષ પહેલા ભારતમાં લખવામાં આવેલા સૌથી મુખ્ય ઉપનિષદ ‘ઈશોપનિષદ’ની શરૂઆતમાં હીતત્ત્વદ્રષ્ટા ગુરૂએ પોતાના શિષ્યોને પરિવર્તનશીલ જગત અંગે કહ્યું હતું કે, ‘तेन त्यक्तेन भुन्जीथा, मागृधःकस्यस्विद्धनम्।‘
એટલે કે સંસારમાં રહેતા તેનો ત્યાગપૂર્વક ભોગ કરો અને કોઈ અન્યની સંપત્તિની લાલચ ન કરો. અઢી હજાર વર્ષ પહેલા ભગવાન બુદ્ધે અપરિગ્રહ એટલે કે જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરવાને પોતાના સિદ્ધાંતોમાં પ્રમુખ સ્થાન આપ્યું હતું. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો વાલીપણાનો સિદ્ધાંત પણ જરૂરિયાત એટલે કે નીડ અનુસાર ઉપયોગ અને ઉપભોગ કરવાનાં પક્ષમાં હતો. લાલચ આધારિત શોષણનો તેમણે સીધો વિરોધ કર્યો હતો. વિચારવાનો વિષય એ છે કે ત્યાગપૂર્વક ભોગથી જરૂરિયાત મુજબ ઉપયોગ કરતા આપણે હવે લાલચ વશ પ્રકૃતિનાં શોષણ સુધી કેવી રીતે પહોંચી ગયા ? આ આપણો વિકાસ થયો છે કે પતન ? આપણા મગજની આ ખરાબ અવસ્થા, આપણા સ્વાર્થની ભીષણ ઝાંખી, આપણને આત્મચિંતન કરવા કેમ મજબૂર કરતી નથી. 

જો આપણે વિચારીશું તો ખ્યાલ આવશે કે આજે પર્યાવરણમાં આવેલા ભયંકર દુષ્પરિણામોનાં ઈલાજનો એક નુસ્ખો છે. પ્રાચીન ભારતીય દર્શનનું માનવ અને પ્રકૃતિ વચ્ચેની મિત્રતા. એટલું જ નહીં આ દર્શનથી જન્મેલી યોગ અને આયુર્વેદ જેવી ભારતીય પરંપરાની સમગ્ર પદ્ધતિ ફક્ત આપણા અને આપણી વચ્ચેનાં ભંગણને જોડી કરી શકે છે એટલું જ નહીં પરંતુ આપણને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય અને સંતુલન પણ પ્રદાન કરે છે. વાતાવરણને બચાવવા અને ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવા માટે એક મોટુ અભિયાન, એક મોટો લક્ષ્યાંક મારી સરકારે દેશની સામે મૂક્યો છે. ઈ.સ. 2022 સુધી અમે ભારતમાં 175 ગીગાવોટ નવિનીકરણ ઉર્જાનું ઉત્પાદન કરવાનાં છીએ. છેલ્લા ત્રણ વર્ષમાં અમે 60 ગીગાવોટ એટલે કે તે લક્ષ્યાંકનાં એક તૃત્યાંશથી પણ વધારે ભાગ પ્રાપ્ત કરી ચૂક્યા છીએ. 

2016માં ભારત અને ફ્રાન્સે મળીને એક નવી આંતરરાષ્ટ્રીય સંમતિ માટેનાં સંગઠનની કલ્પના કરી હતી. આ ક્રાંતિકારી પગલું હવે સફળ પ્રયોગમાં ફેરવાઈ ગયું છે. ઇન્ટરનેશનલ સોલર સહયોગનાં રૂપમાં આ પહેલ આવશ્યક સમજૂતી સુધારા બાદ હવે એક વાસ્તવિકતા છે. મને અત્યંત આનંદ છે કે, આ વર્ષે માર્ચમાં ફ્રાન્સનાં રાષ્ટ્રપતિ મેક્રો અને મારા સંયુક્ત આમંત્રણ પર આ સહયોગના સભ્ય દેશોનાં નેતાઓ નવી દિલ્હીમાં આવવાનાં છે અને ત્યાં યોજાનારી શિખર પરિષદમાં ભાગ લેવાનાં છે. 

મિત્રો, 

બીજો પડકાર છે આતંકવાદ. આ અંગે ભારતની ચિંતાઓ અને વિશ્વભરમાં માનવતા માટે આ ગંભીર જોખમનાં વધતા અને બદલતા સ્વરૂપથી તમે બધા સારી રીતે માહિતગાર છો. અહીં હું માત્ર બે પાસાંઓ પર ધ્યાન આકર્ષિત કરવા માગું છું. આતંકવાદ જેટલો ખતરનાક છે તેના કરતાં પણ વધુ સારો આતંકવાદ અને ખરાબ આતંકવાદ વચ્ચે ઘડવામાં આવેલો કૃત્રિમ તફાવત છે. અન્ય સમકાલીન ગંભીર પાસા પર હું તમારૂ  ધ્યાન આકર્ષિત કરવા માગું છું તે છે ભણેલા ગણેલા અને સંપન્ન યુવાનોના સિદ્ધાંતોમાં ધરમૂળથી પરિવર્તન કરીને તેમને આતંકવાદમાં ભળી જવું. મને આશા છે કે આ ફોરમમાં આતંકવાદ અને હિંસાની તીરાડોથી, તેમના દ્વારા પેદા થયેલી તીરાડોથી આપણી સામે ઉપલબ્ધ પડકારો અંગે અને તેના ઉકેલનાં વિષયો પર ચર્ચા થશે. 

મિત્રો, 

ત્રીજો પડકાર હું એ જોઈ રહ્યું છું કે ઘણા બધા સમાજ અને દેશ વધુને વધુ આત્મ કેન્દ્રિત થતા જાય છે. એમ લાગ છે કે વૈશ્વિકરણ તેના નામ કરતાં વિપરીત અસર કરી રહ્યું છે. આ પ્રકારની મનોવૃત્તિ કે ખોટી પ્રાથમિકતાઓના દુષ્પરિણામને જળવાયુ પરિવર્તન કે આતંકવાદના જોખમથી જરાય ઓછું આંકી શકાય નહીં. આમ તો દરેક લોકો ઇન્ટર કનેક્ટેડ જગતની વાત કરે છે પરંતુ વૈશ્વિકરણની ચમક ઘટી રહી છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના આદર્શ હજી પણ સર્વમાન્ય છે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન પણ હજી વ્યાપક છે પરંતુ બીજા વિશ્વ યુદ્ધ પછી બનેલા વિશ્વ સંગઠનોની સંરચના, વ્યવસ્થા અને તેમની કાર્ય પદ્ધતિ શું આજના માનવીને આકાંક્ષાઓ અને તેમના સ્વપ્નોને, આજની વાસ્તવિકતામાં રૂપાંતર કરી શકે છે. 

આ સંસ્થાનોની જુની વ્યવસ્થા અને આજના વિશ્વમાં ખાસ કરીને મોટા ભાગના વિકસીત દેશોની જરૂરિયાતો વચ્ચે એક મોટો તફાવત છે. વૈશ્વિકરણથી વિપરીત રક્ષણાત્મકતાની તાકાત માથે ચડી રહી છે. તેમનો ઇરાદો છે કે માત્ર તેઓ જ વૈશ્વિકરણથી બચે એટલું જ નહીં પરંતુ આ વૈશ્વિકરણનાં કુદરતી પ્રવાહનું વલણ પણ બદલી નાખે. તેનું એક પરિણામ એ પણ છે કે નવા નવા પ્રકારના ટેરિફ અને નોન-ટેરિફ જોવા મળી રહ્યા છે. દ્વિપક્ષીય અને બહુપક્ષીય વ્યાપાર સમજૂતીઓ અને વાટાઘાટો અટકી ગયા છે. સરહદીય આર્થિક રોકાણમાં મોટા ભાગના દેશોમાં ઘટાડો થયો છે અને વૈશ્વિક પુરવઠાની સાંકળનો વિકાસ પણ અટકી ગયો છે. વૈશ્વિકરણની વિરૂદ્ધમાં આ ચિંતાજનક સ્થિતિનો ઉપાય વિભાજનમાં નથી. તેનો ઉકેલ પરિવર્તનને સમજવામાં અને સ્વિકારવામાં છે, બદલાતા આ સમયની સાથે સાથે ચુસ્ત અને સરળ નીતિ બનાવવામાં છે. ભારતનાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે ”હું નથી ઇચ્છતો કે મારા ઘરની બારીઓ અને ચારે તરકફની દિવાલો બંધ હોય. હું ઇચ્છું છું કે તમામ દેશની સંસ્કૃતિની હવા મારા ઘરમાં સંપૂર્ણ સ્વછંદતાથી આવી શકે. પરંતુ આ હવાથી મારા પગ ઉખડી જાય તે મને મંજૂર રહેશે નહીં.” આજનું ભારત મહાત્મા ગાંધીના આ જ ચિંતનને અપનાવીને સંપૂર્ણ આત્મવિશ્વાસ અને નીડરતાથી વિશ્વભરનાં જીવનદાયી તરંગોનું સ્વાગત કરી રહ્યું છે. 

મિત્રો, 

ભારતની લોકશાહી દેશની સ્થિરતા, નિશ્ચિતતા અને સતત વિકાસનો મૂળ આધાર છે. ધર્મ, સંસ્કૃતિ, ભાષા, પહેરવેશ અને ખાણીપીણીની અપાર વિવિધતાથી ભરેલા ભારત માટે લોકશાહી માત્ર એક રાજકીય વ્યવસ્થા જ નથી પરંતુ એક જીવન દર્શન છે, જીવનશૈલી છે. અમે ભારતીયો સારી રીતે જાણીએ છીએ અને સમજીએ છીએ કે વિવિધતામાં અનેકતાનો સૌહાર્દ, સહયોગ અને સંકલ્પને એકતામાં પરિવર્તિત કરવા માટે લોકશાહી પરિવેશ અને સ્વતંત્રતાઓનું મહત્વ શું છે. ભારતમાં લોકશાહી ફક્ત અમારી વિવિધતાનું જ પાલન-પોષણ કરતું નથી પરંતુ સવા સો કરોડથી પણ વધુ ભારતીયોની આશાઓ, આકાંક્ષાઓ, અપેક્ષાઓ અને તેમના સપનાઓને પૂરા કરવા માટે, તેમના સંપૂર્ણ વિકાસ માટે જરૂરી પરિવેશ, રોડમેપ અને ઉદાહરણ પણ પ્રદાન કરે છે. 

લોકશાહી મૂલ્ય અને સમાવેશી આર્થિક વિકાસ અને પ્રગતિમાં તમામ તીરાડોને તોડી પાડવાની સંજીવની શક્તિ છે. ભારતના 60 કરોડ મતદારોએ 2014માં 30 વર્ષ બાદ પહેલી વાર કોઈ એક રાજકીય પક્ષને કેન્દ્રમાં સરકારની રચના કરવા માટે સંપૂર્ણ બહુમતિ આપી હતી. અમે કોઈ એક વર્ગ કે કોઈ ખાસ લોકોનો મર્યાદિત વિકાસનો નહીં પરંતુ સૌના વિકાસનો સંકલ્પ કર્યો હતો. મારી સરકારનું લક્ષ્યાંક છે સૌનો સાથ સૌનો વિકાસ. પ્રગતિ માટે અમારો દ્રષ્ટિકોણ સમાવેશી છે. અમારૂ મિશન સમાવેશી છે. આ સમાવેશી દ્રષ્ટિકોણ મારી સરકારની તમામ નીતિ, તમામ યોજનાનો આધાર છે. પછી તે કરોડો લોકો માટે પહેલી વાર બેંકના ખાતા ખોલીને નાણાકીય સમાવેશ કરવાનો હોય કે ગરીબો સુધી, દરેક જરૂરતમંદો સુધી ડિજિટલ ટેકનોલોજી દ્વારા સીધા જ લાભ હસ્તાંતરિત અથવા તો જાતિય ન્યાય માટે બેટી બચાવો, બેટી પઠાઓ હોય. 

અમે માનીએ છીએ કે પ્રગતિ ત્યારે જ પ્રગતિ છે, વિકાસ ત્યારે જ સાચા અર્થમાં વિકાસ છે જ્યારે તમામ લોકો સાથે ચાલી શકે. અમે અમારી આર્થિક અને સામાજિત નીતિઓમાં માત્ર નાના નાના પરિવર્તન જ નથી કર્યા પરંતુ ધરમૂળમાંથી પરિવર્તન કરી રહ્યા છીએ. અમે જે રસ્તો પસંદ કર્યો છે તે છે રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ. આજે અમે જે રીતે ભારતનાં અર્થતંત્રને રોકાણ માટે સરળ બનાવી રહ્યા છીએ તેનો કોઈ જોટો જડે તેમ નથી. તેનું જ પરિણામ છે કે, આજે ભારતમાં રોકાણ કરવું, ભારતનો પ્રવાસ કરવો, ભારતમાં કામ કરવું, ભારતમાં ઉત્પાદન કરવું અને ભારતમાં પોતાની પ્રોડક્ટ કે સર્વિસની દુનિયાભરમાં નિકાસ કરવી આ તમામ બાબતો અગાઉની સરખામણીએ સરળ બની ગઈ છે. અમે લાયસન્સ, પરમીટ રાજને જડમૂળમાંથી ખતમ કરી નાખવાની પ્રતિજ્ઞા લીધી છે. રેડ ટેપ હટાવીને અમે રેડ કાર્પેટ બિછાવી દીધી છે. અર્થતંત્રનાં લગભગ તમામ ક્ષેત્રો વિદેશી સીધા રોકાણ માટે ખૂલી ગયા છે. 90 ટકા કરતાં વધુ ક્ષેત્રમાં ઓટોમેટિક રૂટ મારફતે રોકાણ શક્ય છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ મળીને સેંકડો સુધારા કર્યા છે. 1400થી વધુ એવા જુના કાયદાઓ, જે બિઝનેસમાં, પ્રશાસનમાં અને સામાન્ય માનવીની રોજીંદી જીંદગીમાં અડચણ, અવરોધ કરી રહ્યા હતા તેવા જુના કાયદાઓ અમે નાબુદ કરી નાખ્યા છે. 

70 વર્ષના સ્વતંત્ર ભારતનાં ઇતિહાસમાં પહેલી વાર દેશમાં એક એકીકૃત કર માળખું વસ્તુ અને સેવા કર (જીએસટી)ના રૂપમાં લાગું કરવામાં આવ્યું છે. પારદર્શકતા અને જવાબદારી વધારવા માટે અમે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છીએ. ભારતને પરિવર્તનશીલ બનાવવા માટે અમારા સંકલ્પ અને અમારા પ્રયાસોનું વિશ્વભરનાં વ્યાપારી સમાજે સ્વાગત કર્યું છે. ભારતમાં ડેમોક્રેસી, ડેમોગ્રાફી અને ડાયનેમિઝમ સાથે વિકાસને સાકાર કરી રહ્યા છીએ. એક નિયતીને આકાર આપી રહ્યા છીએ. દસકાઓનાં નિયંત્રણોએ ભારતનાં લોકોની, ભારતનાં યુવાનોની ક્ષમતાને જકડી રાખી હતી, પરંતુ અમારી સરકારનાં નીડર અને નીતિવિષયક નિર્ણયોએ, અસરકારક પગલાઓએ પરિસ્થિતિ બદલી નાખી છે. લગભગ સાડા ત્રણ વર્ષ કરતાં ઓછા સમયમાં જે દૂરંદેશી અને મોટા પરિવર્તન ભારતમાં થયા છે અને થઈ રહ્યા છે તે સવા સો કરોડ ભારતીયોની અપેક્ષા, તેમના પુરૂષાર્થ અને તેમની પરિવર્તનને સ્વિકારવાની ક્ષમતાની યશોગાથા છે. હવે ભારતના લોકો, ભારતનો યુવાન 2025માં પાંચ ટ્રિલિયન ડોલરની આર્થ વ્યવસ્થાના નિર્માણમાં યોગદાન આપવા માટે સક્ષમ છે. 

મિત્રો, 

વિશ્વમાં તમામ પ્રકારના ભંગાણ અને તમામ પ્રકારની તિરાડો જોતા, તે જરૂરી છે કે આપણા સુંદર ભવિષ્ય માટે આપણે ઘણી દિશાઓ પર ધ્યાન આપીએ. સૌથી પહેલા તો જરૂરી છે કે વિશ્વની મોટી તાકાતો વચ્ચે સહયોગના સંબંધો હોય. તે જરૂરી છે કે વિશ્વના પ્રમુખ દેશો વચ્ચે પ્રતિસ્પર્ધા તેમના વચ્ચેની દિવાલ બનીને ઊભી ન થઈ જાય. પડકારોનો મુકાબલો કરવા માટે આપણે આપણા મતભેદોને એકબાજુ રાખીને ઉચ્ચ દ્રષ્ટિકોણથી સાથે મળીને કામ કરવું પડશે. બીજી જરૂરિયાત છે કે નિયમો પર આધારીત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાનું પાલન કરવું પહેલાથી પણ વધારે જરૂરી બની ગયું છે. ખાસ કરીને જ્યારે આપણે એવા સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ જ્યાં આપણી ચારેય બાજુ થનારૂ પરિવર્તન અનિશ્ચિતતાઓને જન્મ આપી શકે છે, ત્યારે આંતરરાષ્ટ્રીય કાયદા અને નિયમોનું યોગ્ય સ્પિરિટથી પાલન જરૂરી છે. ત્રીજી મહત્વની વાત એ છે કે વિશ્વની પ્રમુખ રાજકીય, આર્થિક તથા સુરક્ષા સંબંધિત સંસ્થાઓમાં સુધારાની અત્યંત જરૂરીયાત છે. તેમાં સહભાગીદારી અને લોકતાંત્રિકરણને આજની પરિસ્થિતિ અનુરૂપ પ્રોત્સાહન આપવામાં આવે. ચોથી મહત્વની વાત એ છે કે આપણે વિશ્વની આર્થિક પ્રગતિમાં હજી વધારે ઝડપ લાવવી પડશે. આ અંગે વિશ્વમાં આર્થિક વૃદ્ધિ માટે વર્તમાન સંકેતો ઉત્સાહજનક છે. ટેકનોલોજી અને ડિઝિટલ રિવોલ્યુશન આવા નવા સમાધાનોની સંભાવના વધારે છે જેનાથી આપણે ગરીબી અને બેરોજગારી જેવી વર્ષો જૂની સમસ્યાઓ અને પડકારોનો નવેસરથી મુકાબલો કરી શકીએ છીએ. 

એટલું જ નહીં જ્યારે નવપ્રવર્તન અને ઉદ્યમિતા મારફતે તેઓ નોકરીવાંચ્છુ નથી પરંતુ નોકરી આપનારા બન્યા છે. તેમના માટે, તેમના દેશ માટે, તમારા વ્યવસાય માટે કેટલા માર્ગો ખૂલશે તેની કલ્પના કરી શકાય છે. તમે બધા વિશ્વનાં પ્રમુખ નેતાઓ છો અને વિશ્વમાં થઈ રહેલા પરિવર્તનોથી, ભારતનાં રેટિંગમાં સુધારથી અને ભવિષ્ય માટે જે માર્ગ પસંદ કર્યો છે તે તમામથી તમે સારી રીતે માહિતગાર છો. પરંતુ આ તમામ આંકડામાં સૌથી વદુ મહત્વપૂર્ણ એ છે કે ભારતના લોકોએ અમારી નીતિઓનો, પોતાના ભવિષ્યમાં પરિવર્તન માટે નવી પહેલો અને સારા ભવિષ્યનાં સોનેરી સંકેતોનું સ્વાગત કર્યું છે. સ્વેચ્છાએ સબસીડીનો ત્યાગ, અથવા તો દરેક ચૂંટણીએ લોકશાહી પ્રણાલિની અમારી નિતીઓ અને પરિવર્તનોમાં પોતાનો વિશ્વાસ વ્યક્ત કરવો હોય આવા અનેક પ્રમાણો ભારતમાં આ અભૂતપૂર્વ પરિવર્તનને વ્યાપક સમર્થનની પૃષ્ટિ કરે છે. 

મિત્રો, 

આ પ્રકારના પ્રયાસોમાં ભારતે હંમેશાં સહાયતાનો હાથ આગળ ધપાવ્યો છે. આજથી જ નહીં, પોતાની સ્વતંત્રતાના સમયે જ નહીં પરંતુ પુરાતન કાળમાં ભારતે પડકારોનો મુકાબલો કરવામાં સૌનાં સહયોગમાં સાથ આપ્યો છે. ગઈ સદીમાં જ્યારે વિશ્વ બે વિશ્વ યુદ્ધના સંકટમાથી પસાર થયું ત્યારે પોતાનો કોઈ અંગત સ્વાર્થ નહીં હોવા છતાં, કોઈ આર્થિક કે પ્રાંતિય હિત ન હોવા છતાં ભારત શાંતિ અને માનવતાનાં ઉચ્ચ આદર્શોની સુરક્ષા માટે ઉભું રહી ગયું હતું. દોઢ લાખ કરતાં પણ વધુ ભારતીય સૈનિકોએ બલિદાન આપ્યું હતું. આ એ જ આદર્શ છે જેના માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના બાદ ભારતમાં સંયુક્ત રાષ્ટનાં શાંતિ જાળવવાનાં ઓપરેશન્સમાં ભારતના સૈનિકોનું મોટી સંખ્યામાં યોગદાન રહ્યું હતું. આ એ જ આદર્શ છે જેની પ્રેરણા અને શક્તિ અમને મુશ્કેલીઓ અને કુદરતી આપત્તિ વખતે પોતાના પડોશી મિત્ર દેશો અને માનવ માત્રની સહાયતા કરવા માટે ઉત્સાહિત કરે છે. પછી તે નેપાળમાં ભૂકંપ હોય કે અમારા અન્ય પડોશી કે મિત્ર દેશોમાં પૂર, તોફાન, વાવાઝોડું અને અન્ય કોઈ કુદરતી આપત્તિ હોય. ભારતે પહેલ કરીને સહાયતા પહોંચાડવી તે પોતાની પ્રમુખ જવાબદારી સમજી છે. યમનમાં હિંસાની લપેટમાં ભારત જ નહીં પરંતુ દુનિયાના ઘણા બધા દેશોના નાગરિકોને લપેટમાં લેવાનું શરૂ કર્યું તો અમે અમારા સંસાધનો મારફતે ભારતીયો જ નહીં અન્ય દેશનાં પણ લગભગ બે હજાર નાગરિકોને તેમાંથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. ખુદ એક વિકાસશીલ દેશ હોવા છતાં ભારત વિકાસ સહકારમાં, ક્ષમતા વિકાસમાં, આગળ રહીને સહયોગ આપે છે. આફ્રિકાના દેશ હોય કે ભારતના પડોશી, અથવા તો સાઉથ ઇસ્ટ એશિયાના દેશો હોય, અથવા તો પછી પેસિફિક ટાપુ હોય તમામ સાથે અમારા સહયોગની રૂપરેખા અને અમારા પ્રકલ્પો એ દેશોની પ્રાથમિકતા અને જરૂરિયાતો પર આધારિત હોય છે. 

મિત્રો, 

ભારતે કોઈ રાજકીય કે ભૌગોલિક મહત્વાકાંક્ષા રાખી નથી. અમે કોઈ પણ દેશનાં કુદરતી સંસાધનોનું શોષણ કરતાં નથી પરંતુ એ દેશ માટે તેમની સાથે મળીને તેમનો વિકાસ કરીએ છીએ. ભારતનાં જમીની પ્રદેશમાં હજારો વર્ષથી વિવિધતાનાં સૌહાર્દપૂર્ણ સહ અસ્તિત્વનું સીધું પરિણામ એ છે કે અમે બહુવિધ સંસ્કૃતિનાં સંસારમાં અને બહુ ધ્રુવીય વિશ્વ વ્યવસ્થામાં વિશ્વાસ ધરાવીએ છીએ. ભારતે એ પુરવાર કરી દીધું છે કે લોકશાહી, વિવિધતાનો આદર, સૌહાદ્ર અને સમન્વય, સહયોગ અને સંવાદ દ્વારા તમામ વિવાદો અને સમસ્યાઓ નાબુદ કરી શકાય છે. શાંતિ, સ્થિરતા અને વિકાસ માટે આ ભારતનો સફળ પ્રયોગ છે. એટલું જ નહીં એક અપેક્ષિત, સ્થિર, પારદર્શક અને વિકાસશીલ ભારત હંમેશાં અનિશ્ચિતતાઓથી ભરેલા અન્ય રાષ્ટ્રોની સરખામણીએ સારા સમાચાર આપતું રહેશે. ભારતમાં વિવિધતામાં એકતા રહેલી છે અને તે જ સુમેળ માટેની તાકાત છે. પોતાના માટે નહીં, પોતાના દેશ માટે નહીં ભારતીય માનસે, ભારતના ચિંતકોએ, ભારતના ઋષિ મૂનીઓએ પ્રાચીનકાળથી જ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया, सर्वे भद्राणी पश्यंतु, माकश्चिद् दुख भाग भवेत् એટલે કે સૌ પ્રસન્ન રહે, સૌ સ્વસ્થ રહે, સૌનું કલ્યાણ થાય અને કોઈને દુઃખ ન થાય આ સ્વપ્ન નિહાળ્યું છે અને આ આદર્શને પ્રાપ્ત કરવા માટે અમે સપનાઓને સાકાર કરવા માટેનાં માર્ગ પણ ચીંધ્યા છે. 

सहनाऽववतु, सह नौ भुनक्तु सह वीर्यं करवावहे।

तेजस्विनाधीतमस्तु मा विद्विषावहे। 

આ હજારો વર્ષ પુરાણી ભારતીય પ્રાર્થનાનો અભિપ્રાય છે કે આપણે સૌ મળીને કામ કરીએ, મળીને ચાલીએ, આપણી પ્રતિભા સાથે સાથે ખીલે અને અમારી વચ્ચે ક્યારેય દ્વેષ ન હોય. ગઈ સદીના મહાન ભારતીય કવિ અને નોબેલ પારિતોષિક વિજેતા ગુરૂ દેવ રવીન્દ્રનાથ ટાગોરે એક એવા આઝાદીનાં સ્વર્ગની કલ્પના કરી હતી જ્યાં સંકુચિત સ્થાનિક દિવાલોથી વિશ્વ ક્યાંયથી તૂટે નહીં. આવો આપણે મળીને એક એવી આઝાદીનું સ્વર્ગ બનાવીએ જ્યાં સહયોગ અને સમન્વય હોય, વિભાજન કે ભંગાણ ન હોય. આવો આપણે સૌ સાથે મળીને દુનિયાને તેની તીરાડો અને બિનજરૂરી દિવાલોથી મુક્તિ અપાવીએ. 

મિત્રો, 

ભારત અને ભારતીયોએ સમગ્ર વિશ્વને એક પરિવાર માન્યો છે. અલગ અલગ દેશોમાં ભારતીય મૂળના ત્રણ કરોડો લોકો વસે છે. જ્યારે અમે સમગ્ર દુનિયાને અમારો પરિવાર માન્યો છે, તો દુનિયા માટે પણ અમે ભારતીયો તેમનો પરિવાર છીએ. હું તમને સૌને અનુરોધ કરૂ  છું કે જો તમે વેલ્થની સાથે સાથે વેલનેસ ઇચ્છો છો તો ભારતમાં કામ કરો. જો તમે હેલ્થની સાથે સાથે જીવનની સંપૂર્ણતા ઇચ્છો છો તો ભારતમાં આવો. જો તમે સમૃદ્ધિ (પ્રોસ્પેરિટી)ની સાથે સાથે શાંતિ ઇચ્છો છો તો ભારતમાં રહો. તમે ભારતમાં આવો, ભારતમાં હંમેશાં તમારૂ  સ્વાગત થશે. મને તમારી સાથે વાતચીતનો આ અમૂલ્ય અવસર પ્રદાન કરવા માટે વર્લ્ડ ઇકોનોમિક ફોરમનો, શ્રી ક્લૉઝ શ્વાબનો અને આપ સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Mutual fund industry on a high, asset surges Rs 17 trillion in 2024

Media Coverage

Mutual fund industry on a high, asset surges Rs 17 trillion in 2024
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Chief Minister of Andhra Pradesh meets Prime Minister
December 25, 2024

Chief Minister of Andhra Pradesh, Shri N Chandrababu Naidu met Prime Minister, Shri Narendra Modi today in New Delhi.

The Prime Minister's Office posted on X:

"Chief Minister of Andhra Pradesh, Shri @ncbn, met Prime Minister @narendramodi

@AndhraPradeshCM"