હું તમામ પક્ષોને ગૃહમાં રજૂ થયેલા પ્રસ્તાવને નકારી કાઢવા વિનંતી કરું છું.

આજે દેશે કેટલાંક સાંસદોએ વ્યક્ત કરેલો નકારાત્મક અભિગમ જોયો છે. આજે ભારતે જોયું હતું કે, કેટલાંક લોકો વિકાસનો કેટલી હદ સુધી વિરોધ કરી રહ્યાં છે

જો તમે ચર્ચા કરવા માટે તૈયાર નથી, તો શા માટે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી? તમે દરખાસ્તમાં વિલંબ કરવાનો પ્રયાસ શા માટે કરી રહ્યાં છો?

તેઓ ફક્ત એક જ વાત કરી રહ્યાં છે – મોદીને હટાવો

આપણે વિરોધ પક્ષનાં સભ્યોમાં ફક્ત અહંકાર જોયો હતો. મારે આ સભ્યોને કહેવું છે કે, આપણને જનતાએ ચૂંટ્યાં છે. એટલે આપણે આજે અહીં બેઠાં છીએ.

સત્તામાં આવવાની આટલી બધી ઉતાવળ શા માટે છે?

આજે સવારે હજુ મતદાન થયું નહોતું, ચર્ચા પણ પૂરી નહોતી થઈ અને એક સાંસદે દોડતાં-દોડતાં આવીને મને કહ્યું કે – ઉઠો ઉઠો ઉઠો….

એકમાત્ર મોદીને દૂર કરવા જુઓ તેઓ બધા એક થવાનો પ્રયાસ કરી રહ્યાં છે:

અમે સત્તામાં અમારો વ્યક્તિગત સ્વાર્થ સંતોષવા નથી આવ્યાં:

અમે સત્તામાં છીએ, કારણ કે અમને 125 કરોડ ભારતીયોનાં આશીર્વાદ મળ્યાં છે.

અમે ‘સબ કા સાથ, સબ કા વિકાસ’ મંત્ર સાથે દેશની સેવા કરી રહ્યાં છીએ

આમાંથી મોટાં ભાગનાં ગામડાં પૂર્વીય ભારત અને પૂર્વોત્તરના હતાં

જ્યાં અમારી સરકારને 70 વર્ષ સુધી અંધકારમાં રહેલાં 18,000 ગામડાઓમાં વિદ્યુતીકરણનું કાર્ય કરવાનું ગર્વ છે

સમગ્ર ભારતમાં વિક્રમી ઝડપે શૌચાલયોનું નિર્માણ થયું છે

ઉજ્જવલા યોજનાનાં કારણે મહિલાઓને હવે ધુમાડા વિનાનું જીવન જીવવા મળ્યું છે

અમારી સરકારે ગરીબો માટે બેંકમાં ખાતાં ખોલ્યાં છે. અગાઉ બેંકોનાં દરવાજાં ગરીબો માટે ક્યારેય ખુલ્યાં નહોતાં

આ સરકારે આયુષ્માન ભારત જેવો કાર્યક્રમ પ્રસ્તુત કર્યો છે, જે ગરીબોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત આરોગ્ય સુવિધાઓ આપશેઃ પ્રધાનમંત્રી

નીમ-કોટેડ યૂરિયાનો નિર્ણય ભારતનાં ખેડૂતોને મદદ કરે છે

ભારતે નોંધપાત્ર સ્ટાર્ટ-અપ પ્રણાલી તૈયાર કરી છે

મુદ્રા યોજના અનેક યુવાનોનું સ્વપ્ન સાકાર કરી રહી છે

ભારતીય અર્થતંત્ર મજબૂત થયું છે અને ભારત વૈશ્વિક અર્થતંત્રને પણ મજબૂત કરી રહ્યું છે

કાળાં નાણાં સામેની લડાઈ ચાલુ છે. મને ખબર છે કે આ અભિયાનને કારણે મેં ઘણાં દુશ્મનો બનાવ્યાં છે, પણ મને કોઈ વાંધો નથી.

કોંગ્રેસને ભારતનાં ચૂંટણી પંચમાં વિશ્વાસ નથી, આરબીઆઈમાં વિશ્વાસ નથી, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં વિશ્વાસ નથી. તેમને કશામાં વિશ્વાસ નથી

આપણે અહીં શું કરવા આવ્યાં છીએ? બધું મેળવવા માટે બાલિશ હરકતો કરવી યોગ્ય નથી:

એક નેતાએ દોકલામ વિશે વાત કરી. આ જ નેતાને આપણાં સૈનિકો કરતાં ચીનનાં રાજદૂતમાં વિશ્વાસ વધારે છે.

ગૃહમાં રફાલ પર એક નાદાન આરોપ મૂકવાનાં કારણે બંને દેશોને નિવેદનો જાહેર કરવાની ફરજ પડી છે:

મારી કોંગ્રેસને વિનંતી છે કે, મહેરબાની કરીને રાષ્ટ્રીય સુરક્ષાનાં મુદ્દામાં રાજકારણને ન લાવો

હું આપણાં સૈન્ય દળોનું અપમાન નહીં ચલાવી લઉં

તમે ઇચ્છો એ રીતે મારું અપમાન કરી શકો છો, મારી સામે ગમે તેવા આરોપો મૂકી શકો છો. પણ મહેરબાની કરીને ભારતનાં જવાનોનું અપમાન ન કરો

તમે સર્જિકલ સ્ટ્રાઇકને જુમલા સ્ટ્રાઇક કહો છો

હું તમને વર્ષ 1999ની યાદ અપાવું છું. તેઓ રાષ્ટ્રપતિ ભવનની બહાર ઊભા હતાં અને કહ્યું હતું કે – અમારી પાસે 272 સાંસદોનું સમર્થન છે અને વધુ સાંસદો અમારી સાથે જોડાઈ રહ્યાં છે. તેમણે અટલજીની સરકારને અસ્થિર કરી હતી અને પોતાની સરકાર પણ બનાવી નહોતી

હું એક નિવેદન વાંચી રહ્યો છું – “કોણ કહે છે કે અમારી પાસે પર્યાપ્ત સંખ્યા નથી.”

કોંગ્રેસે ચરણસિંહ સાથે શું કર્યું હતું, તેમણે ચંદ્રશેખરજી સાથે શું કર્યું હતું, તેમણે દેવગૌડાજી સાથે શું કર્યું હતું, તેમણે આઇ કે ગુજરાલજી સાથે શું કર્યું હતું

કોંગ્રેસ બે વાર નાંણાનો ઉપયોગ કરીને મતો ખરીદવામાં સામેલ હતી:

આખાં દેશે જોયું હતું કે, આંખોએ આજે કેવો ખેલ કર્યો, દરેકની સામે આ સીધું અને સ્પષ્ટ છે

કોંગ્રેસે આંધ્રપ્રદેશનાં ટુકડાં કરી નાંખ્યાં અને ત્યાર પછીનું તેમનું વર્તન શરમજનક હતું

એનડીએ સરકાર આંધ્રપ્રદેશ અને તેલંગાણાનાં વિકાસ માટે કટિબદ્ધ છે

મારે આ વાત આંધ્રપ્રદેશનાં મુખ્યમંત્રીને કહેવી છે કે, વાયએસઆરસીપી સાથે તમારાં આંતરિક રાજકારણને કારણે તમે આ બધું કરી રહ્યાં છો

હું આંધ્રપ્રદેશની જનતાને કહેવા ઇચ્છું છું કે, અમે તેમનાં માટે કામ કરતાં રહીશું. અમે આંધ્રપ્રદેશનાં વિકાસ માટે શક્ય તમામ કામગીરી કરીશું

તેમનાં મળતિયાઓને એક ફોન કોલ પર લોન મળી ગઈ અને આખાં દેશને વેઠવું પડ્યું

હું તમને એનપીએની સમસ્યા વિશે કહેવા માગુ છું. ઇન્ટરનેટ બેંકિંગ શરૂ થયાનાં ઘણાં સમય પહેલા કોંગ્રેસે ફોન બેંકિંગની શોધ કરી હતી અને  એનપીએનું મુખ્ય કારણ જ એ છે

આ સરકાર મુસ્લિમ મહિલાઓને ન્યાય અપાવવા માટે તેમની સાથે છે

હિંસાની કોઈ પણ ઘટના સમગ્ર દેશ માટે શરમજનક છે. હું રાજ્ય સરકારોને એક વખત ફરી હિંસામાં સંકળાયેલા લોકોને સજા કરવા અપીલ કરીશ

ભારતમાં ઝડપથી માર્ગોનું નિર્માણ થઈ રહ્યું છે, ગામડાંઓ ઝડપથી એકબીજા સાથે જોડાઈ રહ્યાં છે, આઇ-વેઝનું નિર્માણ થઈ રહ્યું છે, રેલવેનો વિકાસ થઈ રહ્યો છે.

 

 

Click here to read full text speech

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi