First responsibility of the government must be to work for poor, marginalized & underprivileged but sadly, SP isn’t doing so: Shri Modi
PM attacks SP government, says schools in UP do not have teachers in adequate number
Our Government is committed to welfare of farmers in UP, says Shri Narendra Modi
SP, BSP, Congress favouring each other in some way or the other in these elections, alleges PM Modi
For Uttar Pradesh's growth & development, BJP is the only ray of hope, says Prime Minister Modi

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશના કન્નૌજમાં જંગી જનમેદનીને સંબોધન કર્યું હતું. શ્રી મોદીએ ઉત્તરપ્રદેશના લોકોમાં વ્યાપક ઉત્સાહને જોયો હતો, જેણે રાજ્યની ચૂંટણીમાં પવન કઈ દિશામાં છે એનો સ્પષ્ટ સંકેત આપ્યો હતો..

શ્રી મોદીએ એકસાથે 104 ઉપગ્રહો છોડવા બદલ ઇસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યાં હતાં. તેમણે ઉમેર્યું હતું કે, વૈજ્ઞાનિકોએ સમગ્ર દેશને ગર્વ અપાવ્યુ છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારની મુખ્ય જવાબદારી ગરીબો, વંચિતો અને છેવાડાના લોકો માટે કામ કરવાની છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “સરકારે ગરીબોના નિર્વાહ માટે જરૂરી સંસાધનોની ફાળવણી કરી છે, પણ ઉત્તરપ્રદેશની સરકાર ગરીબોનાં નિર્વાહ માટે આતુરતા ધરાવતી નથી.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “કમનસીબે ઉત્તરપ્રદેશમાં સરકાર ગરીબોના સશક્તિકરણની વિરોધી છે..

પ્રધાનમંત્રી મોદીએ ઉત્તરપ્રદેશમાં નબળી શિક્ષણ વ્યવસ્થા પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ટિપ્પણી કરી હતી કે, “ઉત્તરપ્રદેશમાં શાળાઓમાં પૂરતી સંખ્યામાં શિક્ષકો નથી. શુંઆ રીતે ભારતના ગરીબોનું સશક્તિકરણ થશે.

પ્રધાનમંત્રી મોદીએ ભાર મૂક્યો હતો કે, તેમની સરકાર માટે ખેડૂતોનું કલ્યાણ સર્વોપરી છે. “અમારી સરકાર ઉત્તરપ્રદેશમાં ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. અમારી સરકાર સત્તામાં આવશે, તો નાનાં ખેડૂતોની લોન માફ કરવામાં આવશે.”

પ્રધાનમંત્રીએ વિરોધીઓ પર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, “આ ચૂંટણીમાંએસપી, બીએસપી, કોંગ્રેસ – આ તમામ એક યા બીજી રીતે એકબીજાની તરફેણ કરે છે. એક સમયે તેઓ એકબીજા પર દોષારોપણ કરતાં હતાં, પણ અત્યારે સ્થિતિ જુઓ. તેઓ એકબીજા સામે નિવેદનો આપવાનું ટાળી રહ્યાં છે.”તેમણે ઉમેર્યું હતું કે, “ઉત્તરપ્રદેશની વૃદ્ધિ અને વિકાસ માટે ભાજપ એકમાત્ર આશાનું કિરણ છે.”

શ્રી મોદીએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદને પણ આડા હાથે લીધા હતા અને કહ્યું હતું કે, “અખિલેશને યાદ છે કે 1984માં કોંગ્રેસે મુલાયમ સિંહજીને નિશાન બનાવ્યાં હતાં? અને આજે તમે તેમની સાથે હાથ મિલાવી લીધા! આ સ્પષ્ટપણે દર્શાવે છે કે સમાજવાદી પક્ષ સત્તા જાળવવા કંઈ પણ કરી શકે છે ”

તેમણે વધુ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, સમાજવાદી પક્ષની સરકારે રાજ્યમાં અપરાધ અને ભ્રષ્ટાચાર વધારવામાં જ મદદ કરી હતી. તેમણે કહ્યું હતું કે, “ઉત્તરપ્રદેશમાં 'UP'એટલે અપરાધના દર, રોજગારી માટે યુવાનોનાં સ્થળાંતરણ, ભ્રષ્ટાચાર, તોફાનો, ગરીબી, મૃત્યુદર, શાળામાં અભ્યાસ પડતો મૂકનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો”

પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચાર ઘટાડવા સરકારે સરકારી નોકરીઓમાં ગ્રેડ 3 અને 4માં નોકરીઓ મેળવવા ઇન્ટરવ્યૂ રદ કર્યા છે. તેમણે કહ્યું હતું કે, “અગાઉ ગ્રેડ 3 અને 4ની નોકરીઓ માટે લાંચ લેવામાં આવી હતી. અમે આ પ્રક્રિયા માટે ઇન્ટરવ્યૂની પ્રથા જ દૂર કરી દીધી. તેનાથી ભ્રષ્ટાચાર નિયંત્રણમાં આવ્યો છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “હું 125 કરોડ ભારતીયોના આશીર્વાદને કારણે કાળું નાણું અને ભ્રષ્ટાચાર સામેની લડાઈ લડી શક્યો છું”

આ પ્રસંગે પક્ષના કેટલાક કાર્યકર્તાઓ અને નેતાઓ પણ ઉપસ્થિત હતાં

Click here to read the full text speech

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait

Media Coverage

Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 22 ડિસેમ્બર 2024
December 22, 2024

PM Modi in Kuwait: First Indian PM to Visit in Decades

Citizens Appreciation for PM Modi’s Holistic Transformation of India