PM Modi campaigns in Hardoi & Barabanki, urges people to elect a BJP Govt
SP, BSP and the Congress never thought welfare of people and always focused on political gains: PM
What is the reason that Uttar Pradesh tops the chart in the entire nation in crime rates? This must change: PM
Our Govt is committed to empower the poor: PM Modi

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશનાં હરદોઈ અને બારાબંકી જિલ્લાઓમાં વિશાળ જનસભાઓને સંબોધન કર્યું હતું. શ્રી મોદીએ રાજ્યમાં ચૂંટણીનાં પ્રથમ બે તબક્કાઓમાં વિક્રમ મતદાન બદલ જનતાનો આભાર માન્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે ઉત્તરપ્રદેશ વિકાસ કરશે, ત્યારે દેશ પ્રગતિના માર્ગે અગ્રેસર થશે. .

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી સમાજવાદી પક્ષ, બહુજન સમાજ પક્ષ અને કોંગ્રેસ ઉત્તરપ્રદેશમાંથી દૂર નહીં થાય, ત્યાં સુધી રાજ્યનો વિકાસ નહીં થાય. તેમણે ઉમેર્યું હતું કે, “એસપી, બીએસપી અને કોંગ્રેસે ક્યારેય જનતાના કલ્યાણનો વિચાર કર્યો નથી અને રાજકીય લાભ ખાટવા પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ સ્થિતિ બદલાવી જોઈએ.”

શ્રી મોદીએ સમાજવાદી પક્ષની ટીકાં કરતાં કહ્યું હતું કે, રાજ્યમાં અપરાધ દરમાં સતત વધારો થઈ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, “રાજ્ય સરકારે અપરાધ દરમાં વધારાની નોંધ સુદ્ધા લીધી છે? અંધારું થયા પછી મહિલાઓ તેમના ઘરની બહાર નીકળવામાં સલામત હોવાનું માનતી નથી. પ્રામાણિક નાગરિકોને સતાવવામાં આવે છે. ઉત્તરપ્રદેશ અપરાધ દરમાં આખા દેશમાં ટોચનું સ્થાન ધરાવે છે. સશસ્ત્ર ધારા સાથે સંબંધિત 50 ટકા કેસ ફક્ત ઉત્તરપ્રદેશમાં જ નોંધાય છે.”

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, જો ભાજપ સત્તામાં આવશે, તો વ્યાપાર કલ્યાણ બોર્ડ અને વિશ્વકર્મા શર્મા સમ્માન યોજના વિશે વાત કરી હતી, જેનો અમલ ભાજપ લઘુ ઉદ્યોગસાહસિકોના લાભ માટે કરશે. પ્રધાનમંત્રીએ એ બાબતે પણ ધ્યાન દોર્યું હતું કે, અગાઉની સરકારોએ ખાતરનો ખર્ચ ઘટાડવા કોઈ જરૂરી પગલાં લીધાં નહોતા. તેમણે કહ્યું હતું કે, “જ્યારે ચૌધરી ચરણસિંહજી કેન્દ્રમાં હતાં, ત્યારે તેમણે ખાતરોના ખર્ચમાં ઘટાડો કર્યો હતો. તેમનાથી પ્રેરિત થઈને અને ખેડૂતોના કલ્યાણને સૌથી વધુ મહત્ત્વ આપીને અમે ખાતરનો ખર્ચ ઘટાડવા પગલાં લીધા છે. આ પ્રકારનાં પગલાં અન્ય કોઈ પક્ષે લીધા નહોતા.”

શ્રી મોદીએ યુરિયાના નીમ કોટિંગ વિશે અને કેટલાંક ખેડૂતોને કેવી રીતે ફાયદો થયો હતો તે અંગે સવિસ્તાર વાત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાના વિવિધ પાસાં પર પ્રકાશ પણ ફેંક્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, તે અત્યાર સુધીનો સૌથી વિસ્તૃત પાક વીમો છે.

શ્રી મોદીએ કહ્યું હતું કે, તેમની સરકારની ભ્રષ્ટાચાર સામેની લડાઈનો અંત આવ્યો નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચાર ઘટાડવા સરકારે સરકારી નોકરીઓમાં ગ્રેડ 3 અને 4 માટે ઇન્ટરવ્યૂની પ્રક્રિયા રદ કરી છે. તેમણે કહ્યું હતું કે, “અગાઉ ગ્રેડ 3 અને 4ની નોકરીઓ માટે લાંચ લેવામાં આવતી હતી. અમે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા નાબૂદ કરી છે. તેનાથી ભ્રષ્ટાચાર નિયંત્રણમાં આવ્યો છે”

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, ભાજપ ગરીબોનો ઉદ્ધાર કરવા પ્રતિબદ્ધ છે. શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે, “જ્યારે આપણે સમાજમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરીશું, ત્યારે ગરીબો સમર્થ થશે.”પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, કેન્દ્ર સરકારે સ્ટેન્ટની કિંમતમાં ઘટાડો કર્યો છે, જેનાથી લોકોને સીધો ફાયદો થશે, કારણ કે સારવારનો ખર્ચ ઘટશે.

શ્રી મોદીએ ભાજપ માટે મતદાન કરવા અપીલ કરી હતી અને કહ્યું હતું કે, આ ચૂંટણી ઉત્તરપ્રદેશનું ભાગ્ય બદલવાની છે. આ સભામાં પક્ષનાં કેટલાંક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Click here to read full text speech at Hardoi

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait

Media Coverage

Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister Narendra Modi to attend Christmas Celebrations hosted by the Catholic Bishops' Conference of India
December 22, 2024
PM to interact with prominent leaders from the Christian community including Cardinals and Bishops
First such instance that a Prime Minister will attend such a programme at the Headquarters of the Catholic Church in India

Prime Minister Shri Narendra Modi will attend the Christmas Celebrations hosted by the Catholic Bishops' Conference of India (CBCI) at the CBCI Centre premises, New Delhi at 6:30 PM on 23rd December.

Prime Minister will interact with key leaders from the Christian community, including Cardinals, Bishops and prominent lay leaders of the Church.

This is the first time a Prime Minister will attend such a programme at the Headquarters of the Catholic Church in India.

Catholic Bishops' Conference of India (CBCI) was established in 1944 and is the body which works closest with all the Catholics across India.