QuotePM Narendra Modi addresses public meeting in Aligarh
QuoteOur aim is to make rural India smoke-free. We have launched the Ujjwala Yojana & are providing gas connections to the poor: PM
QuoteWe want our farmers to prosper. We will undertake every possible measure that benefits them: PM
QuoteUttar Pradesh does not need SCAM. It needs a BJP Government that is devoted to development, welfare of poor & elderly: PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશના અલીગઢમાં જનસભાને સંબોધી હતી. શ્રી મોદીએ આ સભામાં કહ્યું હતું કે, તેમની સરકાર ભ્રષ્ટાચાર અને કાળાં નાણાં સામે લડતી રહેશે. તેમણે કહ્યું હતું કે, “વર્ષ 2014માં સત્તામાં આવ્યાં પછી અમે ભ્રષ્ટાચારને નિયંત્રણમાં લેવા અને તેની સામે કામગીરી કરવા પગલાં લીધા છે.

ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પક્ષની સરકારને નિશાન બનાવીને પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશની સરકારને રાજ્યના વિકાસ સાથે કોઈ સંબંધ નથી અને રાજ્યમાં ઉદ્યોગોને તાળાં વાગી રહ્યાં છે. તેમણે ઉમેર્યું હતું કે, “અલીગઢનાં તાળાં પ્રસિદ્ધ છે. પણ ઉત્તરપ્રદેશની સરકારને કોઈ પરવા ન હોવાથી રાજ્યમાં ઉદ્યોગોને તાળાં વાગી રહ્યાં છે.” તેમણે એ પણઉમેર્યું હતું કે, “અમે વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે – એટલે વિદ્યુત (વીજળી), કાનૂન (કાયદો), સડક (યોગ્ય જોડાણ)..”

|

પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, તેમની સરકારે તેમને રોજગારીની તક પૂરી પાડવા યોજનાઓ શરૂ કરી રહી છે. તેમણે કહ્યું હતું કે, “અમે આપણા યુવાનોને સમૃદ્ધ બનાવવા ઇચ્છીએ છીએઅને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા ઇચ્છીએ છીએ. અમે તેમને લોન આપવા અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા મુદ્રા યોજના રજૂ કરી છે.”

શ્રી મોદીએ વધુમાં કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં અપરાધીઓમાં કાયદાનો કોઈ ડર નથી. તેમણે ટિપ્પણી કરી હતી કે, “ઉત્તરપ્રદેશમાં ગુનેગારોને કાયદાનો ડર જ નથી. હું રાજ્યની જનતાને ગુનેગારોને છાવરતાં લોકોને સત્તામાંથી દૂર કરવા અપીલ કરું છું..

|

પ્રધાનમંત્રીએ શેરડીના ખેડૂતો માટે કલ્યાણકારક પગલાં વિશે પણ વાત કરી હતી અને કહ્યું હતું કે, તેઓ 14 દિવસની અંદર ચુકવણી કરશે. તેમણે કહ્યું હતું કે, “અમે શેરડીના ખેડૂતો માટે કલ્યાણકારક પગલાં લીધા છે. પણ ઉત્તરપ્રદેશની સરકાર તેમની કાળજી શા માટે રાખી શકતી નથી.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “અમે આપણા ખેડૂતોને સમૃદ્ધ કરવા ઇચ્છીએ છીએ. અમે તેમના લાભ માટે શક્ય તમામ પગલાં લઈશું.

પ્રધાનમંત્રી મોદીએ વિપક્ષને નિશાન બનાવતાં કહ્યું હતું કે, “દર બીજો પક્ષ બાબાસાહેબ આંબેડકરના આદર્શોનું રાજકીયકરણ કરે છે. પણ અમે ઇચ્છીએ છીએ કે દરેક ડો. આંબેડકરના પ્રદાનને જાણે ”

|

શ્રી મોદીએ કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશની જનતાને ‘SCAM’– સમાજવાદી પક્ષ, કોંગ્રેસ, અખિલેશ યાદવ અને માયાવતી સામે લડવાની જરૂર છે. તેમણે ઉમેર્યું હતું કે, “ઉત્તરપ્રદેશને SCAMની જરૂર નથી. તેને ગરીબોના વિકાસ અને વયોવૃદ્ધોના કલ્યાણ પ્રત્યે પ્રતિબદ્ધ ભાજપ સરકારની જરૂર છે ”

શ્રી મોદીએ ઉત્તરપ્રદેશના વિકાસ માટે સરકારને બદલવા લોકોને અપીલ કરી હતી.

આ સભામાં ભાજપનાં કેટલાંક નેતાઓ અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યાહતાં.

Click here to read full text speech

  • Yogendra Nath Pandey Lucknow Uttar vidhansabha April 03, 2024

    जय हो विजय हो
  • Babla sengupta December 23, 2023

    Babla sengupta
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Mann Ki Baat: Who are Kari Kashyap and Punem Sanna? PM Modi was impressed by their story of struggle, narrated the story in Mann Ki Baat

Media Coverage

Mann Ki Baat: Who are Kari Kashyap and Punem Sanna? PM Modi was impressed by their story of struggle, narrated the story in Mann Ki Baat
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 30 ડિસેમ્બર 2024
December 30, 2024

Citizens Appreciate PM Modis efforts to ensure India is on the path towards Viksit Bharat